Recents in Beach

સાંવેગિક વિકાસ|Sanvegik Vikas|Gujarati B.Ed

  સંવેગનો અર્થ જોઈએ તો અંગ્રેજી શબ્દ Emosstion આ શબ્દ એ લેટિન ભષાના શબ્દ emo ver ટૂંકમાં એનો અર્થ એ થાય છે કે શુદ્ધક કરવું અથવા ઉલટ સુલટ કરવું, અથવા ઉથલ પાથલ કરવું. વુડ વર્થ કહે છે કે “સંવેગ અરેટલે સમગ્ર ચેતાતંત્રની શુદ્ધ અવસ્થા, તેઓ એ વાત સાથે સહમત છે કે તરુણાવસ્થા એ તીવ્ર આવેગશીલતાનો ગાળો/અવસ્થા છે. સંવેગ એ શરીર તંત્ર સાથે ગાઢરીતે સંકળાયેલી જટિલ પ્રક્રિયા છે. આંતરિક, શારીરિક પ્રક્રિયાઓ ઝડપી બને છે. અંત:સ્ત્રાવી ગ્રંથીઓનો સ્ત્રાવ વેગીલો બને છે. સ્વાચ્છોશ્વાસ, રૂધિરભીષણ, હ્રદયનાં ધબકારા વગેરે ક્રિયાઓ ઝડપી બને છે. આમ સંવેગએ ઊંઘની સ્થિતિથી તદન ઉલટી સ્થિતિ છે.

 

સંવેગના વિવિધ પાસાંઓ:-

 

(૧) ઉદીપક:-  

     સંવેગનો ઉદ્ભવ કોઈને કોઈ પ્રકારના ઉદીપકની રજૂઆત પછી જ થાય છે.

      ઉ.દા.:-  કોઈને અપમાન જનક શબ્દો કહેવામાં આવે તો તેનામાં ગુસ્સાનો સંવેગ ઉત્પન થાય છે.

 

(૨) બાહ્ય શારીરિક ફેરફારો અને હાવભાવ:- 

    સંવેગ અનુભવનાર વ્યક્તિ તેની અભિવ્યક્તિ નરી આંખે જોઈ શકાય તેવા વર્તનો વડે વ્યક્ત કરે છે.

   ઉ.દા.:- ક્ષોભનો અનુભવ કરનાર વ્યક્તિનું મો પડી જાય છે.

 

(૩) શરીરના આંતરિક ફેરફાર:- 

સ્વાચ્છોશ્વાસની ક્રિયા ઝડપી બને, હ્રદયનાં ધબકારા વધી જાય, લોહીનાં દબાણમાં ફેરફાર થાય, પાચનક્રિયા મંદ પડે, સર્કુલેશન મંદ થાય, લાળ ઝરવાનું બંધ થાય, સ્વેદ ગ્રંથીઓ સક્રિય બને વગેરે ફેરફારો થાય.

 

(૪) સંવેગનો સમાન અનુભવ:-

   ઉ.દા.  આજે તો મજા પડી ગઈ, કંટાળી ગયા વગેરે કથનો દ્વારા વ્યક્તિ પોતાને થયેલા આવેગનાં સભાન અનુભવની અભિવ્યક્તિ કરે છે.

 

(૫) પ્રેરણાત્મક પાસું:-  

  સંવેગના કારણે પ્રેરણા પ્રાપ્ત થાય છે. વર્તનને ચોક્કસ દિશા મળે.

 

*ભય:-

   વિદ્યાર્થીઓને ગૃહ કાર્યનો ભય.

 

*ગુસ્સો:-

   તરુણાવસ્થામાં ગુસ્સો વસ્તુ કે વ્યક્તિ દ્વારા ઉત્પન્ન થાય કે પછી પરિસ્થિતિ દ્વારા ઉત્પન્ન થાય. ઘરમાં કપડા અને ફેશન સબંધી નિયમો. વડીલો દ્વારા સાચું છું અને ખોટું શું એ લક્ષી રોક-ટોક વગેરેથી ગુસ્સો ઉત્પન્ન થાય. કૉલેજ કક્ષાએ વિદ્યાર્થીઓને યોગ્ય ટીકા, બાળકની જેમ રોક-ટોક જેનાથી ગુસ્સો ઉત્પન્ન થાય છે. તરુણોમાં શાળા સબંધી નિયમો ગુસ્સો વધારે ઉત્પન્ન કરે છે. આમ ઉપરી અધિકારી ગુસ્સો કરે એ ગુસ્સો સ્થાનાંતરિત થઈ એમની પત્ની પર નીકળે છે.

 

*પ્રેમ:-

   પ્રેમ કરવો અને પ્રેમ મેળવવો એ તેટલું જ કુદરતી છે જેટલું ખાવું અને પીવું. જે જીવનની શુષ્કતાને દુર કરવા પ્રેમ જરૂરી છે. પ્રેમથી માણસ નીડર, મહાન, ચેતન્ય બને છે. જેમને પ્રેમ મળે છે એ અન્યને પણ આપે છે. જેમણે ન મળ્યો હોય તે બીજાને પણ આપી શકતો નથી, જે તરુણો બાલ્યઅવસ્થાથી માતાથી જુદા પડ્યાં હોય એ બીજા પ્રત્યે લાગણીથી જોઈ શકતા નથી. એ તરુણોમાં સંવેગ જોવા મળે છે.

 

*ઈર્ષ્યા:-

   ઈર્ષ્યા એક શબ્દ ગુસ્સો, ભય અને પ્રેમ ગુમાવવાનો, ઈર્ષ્યાનું કારણ મૂળ સામાજિક છે.

કોઈ પણ વ્યક્તિ કામમાં ચડિયાતો હોય, શિક્ષકનો માનીતો હોય ત્યારે સહઅધ્યાયી એમની ઈર્ષા કરતો હોય છે. કિશોરાવસ્થામાં વિજાતીયમાં ઈર્ષા થાય છે. તરુણાવસ્થામાં બીજા પ્રત્યેનો પ્રેમથી ઈર્ષા પેદા થાય છે. સામાન્ય રીતે ઈર્ષા શાબ્દિક રીતે વ્યક્ત કરવામાં આવે છે. સાંવેગિકરીતે અપરિપક્વ છોકરીઓ વધારે પ્રમાણમાં ઈર્ષા કરે છે.


 

*ચિંતા:-

  એક એવી સાંવેગિક છે એ ભાવિની ચિંતા થાય છે. જેમાં ભય, ગુસ્સો, દિલગીરી જેવી બાબતો ચિંતા ઉત્પન્ન કરે છે. વ્યક્તિએ વ્યક્તિએ ચિંતા અલગ અલગ હોય છે.


  તરુણોનું વર્તન બદલવાનું મુખ્ય કારણ ચિંતા હોય છે. ચિંતા ત્યારે ઉત્પન્ન થાય છે જ્યારે પોતાની જાતની સાથે ઝઘડો થાય છે. સંઘર્ષની અંદર ચિંતા વધારે પ્રમાણમાં જોવા મળે છે. ઈચ્છાઓ પૂરી ન થાય તો ઘણી બધી ચિંતા થાય છે. વ્યક્તિ જ્યારે ગુસ્સે હોય પણ હમલો કરવામાં શક્ય ન હોય ત્યારે ચિંતા ઉત્પન્ન થાય છે. આવા સંવેગો અનુભવતા વ્યક્તિઓ સાથે મૈત્રી સબંધ રાખીને એમના સંવેગો દૂર કરવા મદદ કરવી જોઈએ.

 

*સંવેગિક વિકાસમાં વ્યક્તિક ભિન્નતા

(૧) પોતાની જાત સાથે સબંધિત પરિબળો

(૨) અન્ય લોકો સાથે સબંધિત પરિબળો

 

*સ્વસંબધિત આંતરિક પરિબળો*

(૧) શારીરિક તંદુરસ્તી, (૨)બુદ્ધી, અગત્યના પરિબળો છે.

 

*બાહ્ય પરિબળો:-

   માતા-પિતા તરફથી માતાની હુંફ વ્યક્તિના સાંવેગિક વિકાસમાં મદદરૂપ કરે છે, જે બાળકોને માતા-પિતાનો પ્રેમ ન મળે એ સાંવેગિક રીતે અપરિપક્વ બને છે. તેઓ પોતાની જાતને અનિચ્છિત અને ત્યજાયેલી માને છે.  

 


*સાંવેગિક વિકાસના શૈક્ષણિક ફલિતાર્થો:-


(૧) સંવેગોનું સફળ અને તંદુરસ્ત નિયંત્રણ સુખી જીવનની આધાર શીલા છે. સંવેગોનું દમન માનસિક વિકૃતિઓ જન્માવે છે, આથી સંવેગોનું યોગ્યરીતે માર્ગાન્તરીકરણ, ઉર્ધ્વી કરણ જરૂરી છે.

 

(૨) વ્યક્તિનો સંવેગ સમીજાય ત્યાર પછી જ તેણે વસ્તુ સ્થિતિ સમજાવવાનો સફળ નીવડે.

 

(૩) સંવેગોએ કુદરતી અનુભૂતિ છે, કોઈ પણ વ્યક્તિને સંવેગોના અનુભવથી વંચિત રાખી શકાય નહિ. પરંતુ તરુણો પ્રેમ, ભય, ક્રોધ વગેરે સંવેગોનો સર્જનાત્મક અનુભવ મેળવે તે માટે સાહિત્ય, સંગીત, નૃત્ય, ચિત્રકલા, ફોટોગ્રાફી, રમતો વગેરે પ્રવૃત્તિ માટેની તકો પૂરી પાડવી જોઈએ.

 

(૪) સંવેગવિહીન વ્યક્તિ નિષ્ક્રિય વ્યક્તિ છે. સંવેગ વિહીન વ્યક્તિમાં કોઈ કાર્ય કરવાનું પ્રેરણ હોતું નથી, આથી તરુણોમાં પ્રેમ, ભય, ઈર્ષા, ક્રોધ જેવા સંવેગોનો પ્રેરણ તરીકે ઉપયોગ કરી તેમની પાસે અદ્વિતીય કાર્યો કરાવી શકાય.

 

(૫) તરુણાવસ્થાએ સંવેગની છુપાવવાની અવસ્થા છે.

 

(૬) કોઈ પણ સંવેગનો અતિરેક નુકસાન કારક છે.

  

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ