Recents in Beach

પ્રક્રિયા આધારિત શિક્ષણનું મહત્ત્વ|પ્રવૃત્તિ પદ્ધતિ દ્વારા અધ્યયન|Project Bas Learning

 

P.B.L..

પ્રક્રિયા આધારિત શિક્ષણનું મહત્ત્વ/પ્રવૃત્તિ પદ્ધતિ દ્વારા અધ્યયન/પ્રક્રિયા દ્વારા અધ્યયન


 

  બાળકની અંદર જીવનનાં કોશલ્યનો વિકાસ થાય છે.(આજની જ્ઞાન આધારિત અને હાઈટેક્નોલોજીકલ સોસાયટીમાં) P.B.L

 

 વિદ્યાર્થીઓ પોતાનાં અધ્યયનના દિગ્દર્શક અથવા તો નિર્માણ અને મેનેજર થાય છે.

 

  આજનાં યુગમાં એક પક્ષીય અધ્યયન એટલે કે ખાલી બોલી જવું અથવા તો ખાલી કથન કરી જવું એ અસરકારક અધ્યયન માટે પર્યાપ્ત નથી.

 

  આજના યુગમાં મૂળભૂત કોશલ્ય તો જરૂરી છે જ (વાંચન, લેખન અને ગણન) પણ તેની સાથે એકવીસમી સદીનાં કોશલ્યો પણ અનિવાર્ય છે, જેમાં સામુહિક કાર્યો, સમસ્યા ઉકેલ, સંશોધન, ટાઇમ મેનેજમેન્ટ, માહિતીનું વિશ્લેષણ અને ઉચ્ચ ટેકનોલોજીનાં શ્રોતોનો ઉપયોગ વગેરેનો સમાવેશ થાય છે.


 

 ૨૧મી સદીના કોશલ્યો નીચે લખેલાં ગુણોનો સમાવેશ કરે છે

(૧) વ્યક્તિગત અને સામાજિક જવાબદારી

(૨) આયોજન

(૩) ઉચ્ચવિચાર ધારા

(૪) તર્કમાં કુશળતા

(૫) સર્જનાત્મકતા

(૬) અસર કારક કોમ્યુનીકેશન

(૭) પ્રેજન્ટેશનની કુશળતા

(૮) વિવિધ સંસ્કૃતિઓની માહિતી અને સમજ

(૯) નિર્ણયની ક્ષમતા

(૧૦) યોગ્ય ટેકનોલોજીનો ઉપયોગ (ટેકનોલોજીનો ક્યારે અને કેટલી માત્રામાં ઉપયોગ કરવો તેની સમજ)


 

 

    P.B.L.એ શાળાને વાસ્તવિક જીવન સાથે વધુ જોડે છે.

 

   P.B.L.થી જે તે વિષયના ઊંડાણ પૂર્વકના જ્ઞાનને વધુ અસરકારકરીતે પ્રસ્તુત કરી શકાય છે.

 

   વિદ્યાર્થીઓનું ધ્યાન સરળતાથી ખેંચી શકાય છે.

 

   વિદ્યાર્થીઓના પ્રયત્નોને યોગ્ય વધારો અને ઉચિત દિશા આપી શકાય છે.

 

  વિદ્યાર્થીઓને વાસ્તવિક જગતનાં સંઘર્ષોથી પરિચિત કરાવી શકાય છે,

 

  અભ્યાસક્રમમાં ઈચ્છિત આયામોનો સમાવેશ કરી શકાય છે.

 

  વિદ્યાર્થીઓની સક્રિય ભૂમિકામાં નોંધનીય વધારો જોઈ શકાય છે.

 

  પ્રોજેક્ટ પૂર્ણ થયા પછી વિદ્યાર્થીઓ કોઈપણ સંસ્થાકીય માળખાને અનુભવી શકે છે અને પોતાના સંશોધન કોશલ્યમાં વિકાસ થયાનો અનુભવ લઇ શકે છે.

 

  વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ, આત્મનિર્ભરતા અને કાર્ય સ્વતંત્રતાનાં ગુણોનો વિકાસ થાય છે.

 

  વિવિધ ક્ષેત્રે અને વિવિધ વયના લોકો સાથે કઈ રીતે કામ કરાય તેનો અનુભવ પ્રાપ્ત થાય છે.

 

  કોઈ પણ શેક્ષણિક કાર્ય વાસ્તવિક જગત સાથે કઈ રીતે જોડાયેલું છે એનો અનુભવ બાળક પ્રાપ્ત કરી શકે છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ