Recents in Beach

ઇન્ટર્નશીપની વિગતવાર માહિતી|Intrenship Diteails in Gujarati

 B.Ed ઇન્ટર્નશીપ અંગેનો અહેવાલ- બી એડ ઇન્ટર્નશીપ અહેવાલ  

 

૧.પ્રસ્તાવના:


ઇન્ટર્નશીપ એટલે શું?

   જેમ સુવિધાપૂર્ણ અને સારું કાર્ય કરવા માટે મેડિકલ લાઈનમાં ડોકટરો કે નર્સ પોતાનાં અભ્યાસનો કેવીરીતે ઉપયોગ કરવો એ દવાખાનામાં જઈને ઇન્ટર્નશીપ કરે છે, અને દર્દીઓને કેવીરીતે શું કરવું એ શીખે છે. એ જ રીતે શિક્ષણમાં પણ તાલીમાર્થીઓ શાળાનાં વર્ગખંડમાં જઈને પોતે મેળવેલ શિક્ષણનો ઉપયોગ કરતાં શીખે છે. આ દરમિયાન તાલીમાર્થીના મનમાં ઉદ્ભવતા પ્રશ્નોનું નિરાકરણ પણ થાય છે. તાલીમાર્થીઓ અપેક્ષિત વર્તન પરિવર્તન લાવવા આયોજન કરે છે, અને એનો અમલ કરે છે.

 

 આ આયોજનનો વર્ગમાં વિનિયોગ કરી નિશ્ચિત ધ્યેય પહોંચવા તે અનેક સંકલિત પ્રક્રિયાઓ કરે છે. આ શિક્ષણકાર્યમાં પોતે કેટલા અંશે સફળ થયો તથા તેની ગુણવત્તા કેવી રહી તે ચકાસવા ખાસ યોજના કરે છે. આ યોજના વિષયના શિક્ષણના પરિરૂપ પ્રમાણે એકમ અને વિદ્યાર્થીઓને અનુલક્ષીને ઘડાય છે.


  આમ, શિક્ષણકાર્યમાં જોડાતાં પહેલા ઇન્ટર્નશીપ ખુબજ જરૂરી છે, જેથી વર્ગખંડનું વાતાવરણ અને વિવિધ રીતે વિદ્યાર્થીઓની શિક્ષણ પ્રત્યેની રૂચી જાણી શકાય છે.

 

  ઇન્ટર્નશીપ દરમ્યાન તાલીમાર્થી શાળાનાં નિયમો અને શિક્ષણ કાર્ય શિવાયની અન્ય પ્રવૃત્તિ બાબતે માહિતી મેળવી શકે.

  શાળામાં થતાં કાર્યોમાં તાલીમાર્થી જોડાતા શીખે અને સહભાગીદારી કરતો થાય.

 

મિત્રો આમજ બીજી પોસ્ટ માટે Follow the Gujarati Nots channel on WhatsApp


૨. શાળાનો પરિચય:

  શાળાનું નામ:  જે શાળામાં ઇન્ટર્નશીપ કરેલ હશે એ શાળાનું નામ જેમ કે પ્રાથમિક ગુજરાતી શાળા/માધ્યમિક શાળા /ઉચ્ચતર માધ્યમિક શાળા

શાળાનું સ્થાપના વર્ષ:- ઈ.સ.૧૯૬૩

શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા ૨૦૧૬ મુજબ ૧૬૦ છે, અને શાળામાં ધોરણ ૧ થી ૮ સુધી ચાલે છે. શાળાની સંખ્યા ૮૬ છોકરાઓ અને ૭૪ છોકરીઓ છે. શાળામાં શિક્ષકોની સંખ્યા ૧૦ જેટલી છે.


 

૩. હાજરીનો અહેવાલ:

   હાજરીના અહેવાલમાં તાલીમાર્થી કેટલાં દિવસ ઇન્ટર્નશીપ દરમિયાન હાજર રહે છે એની વિગતો રહે છે.

 


૪. અઠવાડિક અહેવાલ/ લીધેલ પાઠની વિગત

ક્રમ

તારીખ

પ્રવૃત્તિ

૧.

૧૩-૦૬-૨૦૧૬ થી ૧૯-૦૬-૨૦૧૬

શાળાનું નિરીક્ષણ તેમજ વિદ્યાર્થીઓનો પરિચય

વાલી મીટીંગનું આયોજન

૨.

૨૦-૦૬-૨૦૧૬ થી ૨૬-૦૬-૨૦૧૬

૭ બિન આયોજિત પાઠ ધોરણ ૬ થી ૮

૬ પાઠનું નિરીક્ષણ

૩.

૨૭-૦૬-૨૦૧૬ થી ૦૩-૦૭-૨૦૧૬

૧૩ બિન આયોજિત પાઠ, ક્રિયાત્મક સંશોધન કાર્ય

૪ પાઠનું નિરીક્ષણ

૪.

૦૪-૦૭-૨૦૧૬ થી ૧૦-૦૭-૨૦૧૬

૬ બિન આયોજિત પાઠ

ક્રિયાત્મક સંશોધન

૫.

૧૧-૦૭-૨૦૧૬ થી ૧૭-૦૭-૨૦૧૬

૧૦ બિન આયોજિત પાઠ, ક્રિયાત્મક સંશોધનકાર્ય

૪પાઠનું નિરીક્ષણ કાર્ય, સાક્ષરતા અભિયાનની શરૂઆત

૬.

૧૮-૦૭-૨૦૧૬થી ૨૪-૦૭-૨૦૧૬

૧૪ બિનઆયોજિત પાઠ, ક્રિયાત્મક સંશોધન કાર્ય

૨પાઠનું નિરીક્ષણ કાર્ય, સાક્ષરતા અભિયાન

૭.

૨૫-૦૭-૨૦૧૬થી ૩૧-૦૭-૨૦૧૬

૬બિનઆયોજિત પાઠ, ક્રિયાત્મક સંશોધન

૨પાઠનું નિરીક્ષણ કાર્ય, સાક્ષરતા અભિયાન કાર્ય

૮.

૦૧-૦૮-૨૦૧૬થી ૦૭-૦૮-૨૦૧૬

૭ બિનઆયોજિત પાઠ

૪પાઠનું નિરીક્ષણ કાર્ય

૯.

૦૮-૦૮-૨૦૧૬થી ૧૪-૦૮-૨૦૧૬

૯બિનઆયોજિત પાઠ

૩ પાઠનું નિરીક્ષણ કાર્ય

૧૦.

૧૫-૦૮-૨૦૧૬થી ૨૧-૦૮-૨૦૧૬

ચલાવેલ એકમોનું રીવીઝન

વિદ્યાર્થી પરિણામ વિશ્લેષણ

૧૧.

૨૨-૦૮-૨૦૧૬થી ૨૮-૦૮-૨૦૧૬

પુનરાવર્તન-૧ પરીક્ષાનું નિરીક્ષણ

વિદ્યાર્થી પરિણામ વિશ્લેષણ

૧૨.

૨૯-૦૮-૨૦૧૬થી ૦૪-૦૯-૨૦૧૬

પુનરાવર્તન-૧ પરીક્ષાનું નિરીક્ષણ તેમજ પ્રશ્ન પત્રોનું

વિદ્યાર્થી સમક્ષ સોલ્યુશન, વિદ્યાર્થી પરિણામ વિશ્લેષણ

૧૩.

૦૫-૦૯-૨૦૧૬થી ૧૧-૦૯-૨૦૧૬

૧૩ વિશ્લેષણ બિન આયોજિત પાઠ

વિદ્યાર્થી પરિણામ

૧૪.

૧૨-૦૯-૨૦૧૬થી ૧૮-૦૯-૨૦૧૬

૫ બિન આયોજિત પાઠ

૫ આયોજિત પાઠ

૧૫.

૧૯-૦૯-૨૦૧૬થી ૨૫-૦૯-૨૦૧૬

૧ બિન આયોજિત પાઠ

૪ આયોજિત પાઠ

૧૬.

૨૬-૦૯-૨૦૧૬થી ૦૨-૧૦-૨૦૧૬

૪ બિન આયોજિત પાઠ

૧૭.

૦૩-૧૦-૨૦૧૬થી ૦૯-૧૦-૨૦૧૬

ચલાવેલ એકમોનું રીવીઝન

તેમજ યુનિટ ટેસ્ટ

૧૮.

૧૦-૧૦-૨૦૧૬થી ૧૬-૧૦-૨૦૧૬

ચલાવેલ એકમોનું રીવીઝન અને ટેસ્ટ

તેમજ પહેલા સત્રની પરીક્ષામાં સુપરવીઝન કાર્ય

૧૯.

૧૭-૧૦-૨૦૧૬થી ૨૩-૧૦-૨૦૧૬

પહેલાં સત્રની પરીક્ષામાં સુપરવીઝન કાર્ય

તેમજ પુરવણી ચકાસણી કાર્ય

૨૦.

૨૪-૧૦-૨૦૧૬થી ૨૭-૧૦-૨૦૧૬

પુરવણી ચકાસણી કાર્ય

 


૫. સહઅભ્યાસિક પ્રવૃત્તિની વિગતવાર માહિતી:

(૧) તા.૨૨-૦૬-૨૦૧૬

   યોગદિવસની ઉજવણી

   પ્રા.ગુ.શાળા ખાતે તા.૨૨-૦૬-૨૦૧૬ના દિને યોગ દિવસ નિમિતે ઉજવણી કરવામાં આવી જેમાં સ્કૂલનો સ્ટાફ તેમજ સ્કુલનાં તમામ વિદ્યાર્થીઓએ ભાગ લીધો અને વિવિધ યોગાસનો ખુબજ ઉત્સાહ પૂર્વક કર્યા.

 

(૨) તા.૦૨-૦૮-૨૦૧૬

   તા.૧૫-૦૮-૨૦૧૬

  સ્વતંત્રતા દિવસ

 પ્રા.ગુ.શાળા ખાતે ૨ ઓગસ્ટનાં દિને સંઘપ્રદેશ લેબર દિવસ ઉજવવામાં આવ્યો તથા ૧૫મી ઓગસ્ટનાં દિને સ્વતંત્રતા દિવસ ઉજવવામાં આવ્યો જેમાં વિદ્યાર્થીઓએ વિવિધ કાર્યક્રમોની રજૂઆત કરી.

  દેશભક્તિ ગીત અને લોક ગીત તેમજ દેશભક્તિ ગીત પર નૃત્ય પણ રજૂ કર્યું.

 

(૩) તા.૦૩-૦૯-૨૦૧૬

  શિક્ષક દિન ઉજવણી

  પ્રા.ગુ.શાળા ખાતે તા.૦૩-૦૯-૨૦૧૬નાં દિને શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી. જેમાં વિદ્યાર્થીઓ એક દિવસ માટે શિક્ષકની ભૂમિકા ભજવે છે.

  વિદ્યાર્થીઓમાં ખુબજ ઉત્સાહ જોવા મળ્યો.

  શિક્ષક દિનની વહેલાં ઉજવણીનું કારણ એ હતું કે ૫મી સપ્ટેમ્બરનાં રોજ જાહેર રજા આવતી હતી.

 

(૪) શબ્દ રમત

તા:

  વિદ્યાર્થીઓમાં વિચાર શક્તિ વિકસે એ માટે શબ્દ રમતનું આયોજન મેં કર્યું. તાસ દરમિયાન વર્ગશિક્ષક તેમજ શાળાના મુખ્ય શિક્ષકની મંજૂરી મેળવી. આ રમતનું આયોજન કર્યું.


  આ રમતમાં થોડાક અક્ષરો લખી અને થોડીક ખાલી જગ્યા મૂકવામાં આવે છે. એ બીજા ગ્રુપના વિદ્યાર્થીએ ભરવાની હોય છે.


  ખાલી જગ્યા ભરવા માટે વિદ્યાર્થીઓએ વિચાર કરવો પડે છે. જેથી એમની વિચાર શક્તિ તેમજ તર્ક શક્તિનો વિકાસ થાય છે.

  વિદ્યાર્થીઓ પણ ખુબજ ઉત્સાહ પૂર્વક રમતમાં ભાગ લેતાં જણાયા હતા.


(૫) સુલેખન સ્પર્ધા:

  તા:

  વિદ્યાર્થીઓમાં સારા અક્ષરોની ટેવ વિકસે એ માટે સુલેખન સ્પર્ધાનું આયોજન પણ કર્યું. શાળાના મુખ્ય શિક્ષકની મંજુર્રી મેળવી આ સ્પર્ધાનું આયોજન કર્યું.


  વિદ્યાર્થીઓનો પણ સારો સહકાર મને મળ્યો. વિદ્યાર્થીઓ ખુબજ પ્રમાણમાં ભાગ લીધો. અને એમણે સારા અક્ષરોથી થતાં ફાયદા વિષે પણ સમજાવ્યું.

 

(૬) સાંસ્કૃતિક કાર્યક્રમ:

  તા: ૧૫-૦૮-૨૦૧૬

  સ્વતંત્રતા દિવસ નિમિત્તે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું. જેમાં અલગ અલગ પ્રકારની કૃતિઓ રજૂ કરી.


  જેમાં કેટલાક વિદ્યાર્થીઓને મેં પણ નૃત્ય શીખવાડ્યા હતા એ રજુ કર્યા હતા ખુબજ સુંદર રીતે વિદ્યાર્થીઓએ નૃત્ય રજુ કાર્ય હતા. અને આવેલા મહેમાનોને પણ ખૂબજ પસંદ આવ્યા હતા.

 

૬.વાલી સબંધિત કાર્યક્રમની ટૂંકી વિગત:

                                                                               પ્રા.ગુ.શાળા

દા.ન.હવેલી સેલવાસ

તા:-૧૬-૦૬-૨૦૧૬

વાર:-સોમવાર

 તા.૧૬-૦૬-૨૦૧૬ના દિને વાલી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં પહેલાં દિવસે વિદ્યાર્થીઓને એમના વાલીઓને જાણ કરવા માટે કહેવામાં આવ્યું હતું.


  વાલીઓ આપેલ સમય અનુસાર શાળામાં હાજર થયા હતા. શાળાનાં મુખ્ય શિક્ષક તેમજ વર્ગ શિક્ષકએ વાલીઓને સંબોધન કર્યું હતું. સાથે સાથે મેં પણ એમની આગળ મારી વાત રજુ કરી હતી. આજના સમયમાં શિક્ષણનું મહત્વ કેટલું છે, તે અંગેની માહિતી આપી હતી.


  સાથે સાથે વિદ્યાર્થીઓ અભ્યાસમાં કેવા છે તેની પણ માહિતી આપી. વાલીઓને એ પણ સમજાવ્યું કે સ્કુલ કરતાં એ વધારે સમય ઘરે રહેતું હોવાથી તમારા તરફથી પણ થોડો સમય વિદ્યાર્થીઓના અભ્યાસ માટે આપવો.

  વાલીઓનો પણ સારો એવો સહકાર મળ્યો.

 


૭. ક્રિયાત્મક સંશોધનની ટૂંકી વિગત:-

    શિક્ષક પોતાનું શિક્ષણકાર્ય સુધારવા પોતાના પ્રશ્નો વૈજ્ઞાનિક રીતે હાલ કરવા જે સંશોધન હાથ ધરે છે તેને ક્રિયાત્મક સંશોધન કહે છે. આમ, ક્રિયાત્મક સંશોધન એટલે શિક્ષણ કે વ્યવહાર સુધારણાનો વૈજ્ઞાનિક માર્ગ. શિક્ષણના બધાં પાસાં જેવા કે અભ્યાસક્રમ, સહભ્યાસિક પ્રવૃતિઓ, પ્રશંસનીય બાબતો, શિક્ષણની વિવિધ પદ્ધતિઓ વગેરેની સુધારણા માટે પણ તે હાથ ધરી શકાય છે.

 

  ક્રિયાત્મક સંશોધન કરવા માટે સમસ્યાના સંભવિત કારણોની પહેલાં માહિતી મેળવી. ત્યાર બાદ એ કારણોને નિવારણ માટે કેટલીક પ્રવૃતિઓ કરી શકાય એની રચના કરી. એ કાર્ય બાદ રૂપરેખાની અનુરૂપ અમલીકરણ કર્યું. ૩૦દિવસ સુધી ઉકેલ મેળવવા માટે શક્ય એટલાં પ્રયાસો કર્યા, પરંતુ અધ્યાપકોના માર્ગદર્શન અને મારા પ્રયત્નો કેટલે અંશે સફળ થયા તે જાણવા માટે પ્રયોગ પાત્ર વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન કર્યું.

 

  વિદ્યાર્થીઓમાં કેટલાં અંશે રસ ભાષા પ્રત્યે જાગ્યો એ પ્રત્યક્ષ અનુભવ કરી જાણ્યો. એ પરથી જાણવા મળ્યું કે વિદ્યાર્થી સારીરીતે વાંચી શકતા હતા. તેમજ કઠિન શબ્દો સારી રીતે ઉચ્ચારી શકતા હતા. શરૂઆતમાં કરેલ અવલોકન અને એવું જ અવલોકન પ્રયોગ કાર્ય પછી કર્યું. તો ઘણું જ પરિવર્તન એમનામાં જોવા મળ્યું.

 


૮. સાક્ષરતા કાર્યક્રમની ટૂંકી વિગત:

   તા.૧૭-૦૭-૨૦૧૬ થી ૦૧-૦૭-૨૦૧૬ દરમિયાન સાક્ષરતા અભિયાન અંતર્ગત કાર્ય કરેલ છે. જેમાં નિરક્ષરોને અક્ષરજ્ઞાન તેમજ અંકોની ઓળખ આપવાનું કાર્ય કરેલ છે.

 

  સાક્ષરતા અભિયાન શરુ કર્યું તે દરમિયાન એમની પહેલા મુલાકાત લીધી અને સાક્ષરતા કાર્યક્રમની વાત કરી. પહેલાં દિવસે એમનો પરિચય મેળવ્યો અને મારો પરિચય એમને આપ્યો. ત્યાર પછી એમને મૂળાક્ષરોનું જ્ઞાન આપ્યું તથા એમની પાસેથી લોક કથાઓ પણ સાંભળી, સાથે સાથે એમને શિક્ષણ કેમ ન લીધું એની માહિતી પણ લીધી.


  મુખ્યત્વે એવા હતા કે પરિસ્થિતિ સારી ન હોવાથી એમણે શિક્ષણ ન લીધું તેમ જ એ સમયે સ્કૂલોની એટલી સુવિધા પણ ન હતી એ કારણસર એમને શિક્ષણ ન લીધું.

 

  ૧૫દિવસ દરમિયાન કરેલ આ કાર્યમાં એમણે ખૂબજ સારું એવું આવડ્યું. એમણે શિક્ષણ પ્રત્યે જાગરૂકતા આવી. સાથે સાથે એમને જે કુટેવો હતી એ વિષે પણ એનાથી થતાં નુકસાન વિષે માહિતી આપી.

  આમ વિવિધ રીતે ખુબજ સારું એવો એમનો અભિપ્રાય મળ્યો.

 


૯. વિદ્યાર્થી પરિણામ વિશ્લેષણની ટૂંકી વિગત:-

  વિદ્યાર્થી પરિણામ વિશ્લેષણ માટે વિદ્યાર્થીઓની લેવામાં આવતી પરીક્ષાના માર્કસ લેવામાં આવેલ છે. જે ૨૦૧૪-૧૫માં લીધેલ ધોરણ-૮ની પરીક્ષા સેમેસ્ટર-૧નાં માર્કસ લીધેલ છે.

  જેનો ઉપયોગ આ વિશ્લેષણમાં કરેલ છે. ૩૯ જેટલા વિદ્યાર્થીઓનું પરિણામ આ વિશ્લેષણ માટે લેવામાં આવેલ છે.


  આ વિશ્લેષણ માટે ઇન્ટરનલ અને એક્સ્ટ્રનલ બંને માર્કસ લીધેલ છે.

 વિદ્યાર્થી પરિણામ વિશ્લેષણ પાંચ વિભાગમાં વિભાજીત છે.

પહેલા વિભાગમાં FA અને SA માર્કસ લખેલ છે. સાથે એમનું ટોટલ પણ કરેલ છે.

બીજા વિભાગમાં FA અને SA છૂટા પાડીને કુલ માર્કસ લખેલ છે.

 ત્રીજા વિભાગમાં કુલ માર્કસ અને એમનાં ટકા દર્શાવવામાં આવેલ છે.

કેટલા માર્કસમાંથી કેટલાં મેળવ્યાં એ માહિતી દર્શાવેલ છે.

ચોથા વિભાગમાં આવૃત્તિ વિતરણ દર્શાવેલ છે. પ્રેસન્ટેજનાં અનુસાર આવૃતિઓ દર્શાવામાં આવી છે. જે વિદ્યાર્થીઓ દ્વારા મેળવેલ માર્કસ અનુસાર અને એમનાં . પ્રેસન્ટેજનાંઆધારે આવૃત્તિઓ દર્શાવેલ છે.

 

  પાંચમાં અને છેલ્લા વિભાગમાં બે આવૃત્તિ વિતરણ કરેલ છે. જેમાં એક સ્તંભ આલેખ અને બીજો આવૃત્તિ બહુકોણ આલેખ છે.

 

૧૦. નિરીક્ષણ કરેલ દસ્તાવેજ સબંધિત વિગતો:


  તા.૧૩-૦૬-૨૦૧૬ થી તા.૨૭-૧૦-૨૦૧૬ દરમિયાન શાળામાં અધ્યાપન કાર્ય તેમજ સ્કૂલના વિવિધ દસ્તાવેજોનું નિરીક્ષણ પણ મેં કર્યું. જે નીચે મુજબના છે.


(૧) જનરલ રજીસ્ટર, (૨) પરીક્ષા પરિણામ પત્રક, (૩) શાળા કેલેન્ડર, (૪) શાળા સમય પત્રક(જનરલ)

(૫) સમય પત્રક:ધોરણ/શિક્ષક, (૬) શાળાનું માસવાર આયોજન, (૭) રોસ્ટર રજીસ્ટર, (૮) ડ્યુટી લીવ રજીસ્ટર, (૯) રોજમેળ- ખાતાવહી, (૧૦) ટપાલ: આવક/જાવક રજીસ્ટર, (૧૧) ડેડ સ્ટોક રજીસ્ટર: ફર્નીચર, પુસ્તકાલય, શેક્ષણિક સાધનો, (૧૨) કર્મચારીનું હાજરી પત્રક, (૧૩) કર્મચારી સેવા પોથી, (૧૪) નોટીસ બૂક, (૧૫) સ્ટાફ મીટીંગની કાર્યવાહી બૂક.


  ઉપરોક્ત જેવા દસ્તાવેજ તેમજ બીજા અન્ય દસ્તાવેજોનું પણ નિરીક્ષણ કરેલ છે.


 

૧૧. ઇન્ટર્નશીપ અંગેનો અનુભવ:

  કોલેજ ઓફ એજ્યુકેશનમાં વર્ષ ૨૦૧૫-૧૭ દરમિયાન B.Ed. (બી.એડ)ની તાલીમ લઇ રહ્યો છે. ત્રીજા સેમેસ્ટરના ભાગ રૂપે ઇન્ટર્નશીપ ગોઠવવામાં આવેલ છે. જે અંતર્ગત મેં મારા ગામમાં ૬મહિના દરમિયાન ઇન્ટર્નશીપ કરેલ છે. એ અંગે મેં કરેલા અનુભવો નીચે મુજબના છે.

  કૉલેજ તરફથી આપવામાં આવેલ મંજુરી પત્રક પર સહી કરી ત્યારથી અમે શાળાના એક સંપૂર્ણ શિક્ષક તરીકે કાર્ય કરવા માટે તેયાર થઇ ગયા.

 

  તા.૧૩-૦૬-૨૦૧૬થી મેં મારી જે શાળામાં ઇન્ટર્નશીપ ગોઠવેલ એ શાળામાં હાજર થઇ ગયો. સ્કૂલનો સમય સવારના ૮વાગ્યા થી બપોરના ૨ વાગ્યા સુધી હતો.

  મારી ઇન્ટર્નશીપ દરમિયાન મેં શાળામાં અલગ અલગ અનુભવો કર્યા.

પહેલા અઠવાડિયા દરમિયાન મેં ધોરણ ૬ થી ૮નાં વિદ્યાર્થીઓનો પરિચય મેળવ્યો. એ પહેલા સ્કૂલના શિક્ષક સ્ટાફનો પણ પરિચય મેળવ્યો.


  તા.૧૨-૦૬-૨૦૧૬ થી વર્ગખંડમાં શિક્ષણ કાર્યની મેં શરૂઆત કરી. વિદ્યાર્થીઓનો પણ સારો સહકાર મળ્યો.

  તા.૧૬-૦૬-૨૦૧૬ દરમિયાન શાળાના મુખ્ય શિક્ષકને કહીને મેં વાલી મીટીંગનું આયોજન કર્યું. એ દરમિયાન વિદ્યાર્થીઓના અભ્યાસ અને ચાલુ સત્રના શિક્ષણ કાર્યની વાત કરી. આજના યુગમાં શિક્ષણ કેટલું મહત્વનું છે જેની પણ વાત મેં કરી.

 

  શિક્ષણ કાર્યની સાથે સાથે વિવિધ પ્રવૃત્તિઓ પણ મેં કરી જેમાં ક્રિયાત્મક સંશોધન, સાક્ષરતા કાર્યક્રમ, વિદ્યાર્થી પરિણામ વિશ્લેષણ જેવા કાર્યો કર્યા.


ક્રિયાત્મક સંશોધન દરમિયાન મેં વિદ્યાર્થીઓને શિક્ષણમાં નડતર રૂપ થતાં પ્રશ્નોનું નિરાકરણ માટે મેં ગુજરાતી ભાષામાં ઉચ્ચારણ અને ગુજરાતી ભાષા પ્રત્યે ઓછી રૂચી ધરાવનાર ધોરણ-૬નાં વિદ્યાર્થી પર મેં સંશોધન હાથ ધર્યું. વિદ્યાર્થીઓને નડતી સમસ્યાનાં મુખ્ય કારણો જાણી એ દૂર કરવા માટે મારા થકી જે પ્રયત્નો થાય એ બધા કર્યા. સંશોધન બાદ વિદ્યાર્થીઓ પહેલા કરતા વધુ સારી રીતે વાંચી શકતા હતાં અને શબ્દોનું પણ સારી રીતે ઉચ્ચારણ કરી શકતા હતા.

 

  મારા શિક્ષણમાં સુધારો થાય અને વર્ગખંડમાં જઈને વિદ્યાર્થીઓને સારી રીતે અભ્યાસ કરાવી શકું તે માટે મેં શાળામાં કામ કરતાં અનુભવી શિક્ષકોનાં પાથનું નિરીક્ષણ કર્યું. જેમાં મને ખુબજ સારો અનુભવ થયો. જેમાં વર્ગ સંચાલન અને એમની ભણાવવાની રીત વિવિધ ઉદાહરણો આપવાની રીત વગેરે જેવા અનુભવો મેં કર્યા. અનુભવી શિક્ષકોના પાઠ નિરીક્ષણથી વર્ગખંડમાં કેવા બદલાવ કરી શકાય એ પણ મને જાણવા મળ્યું.

 

  ઇન્ટર્નશીપ દરમિયાન સાક્ષરતા કાર્યક્રમ પણ મેં કર્યો જેમાં નિરક્ષરોને અક્ષરજ્ઞાન આપવાનું કામ કર્યું. જે નિરક્ષરો લખી વાંચી ન શકતા હતાં એમણે પોતાનું નામ લખી શકે એટલુંક જ્ઞાન મળી રહે એ માટે સાક્ષરતા કાર્યક્રમ ૧૫દિવસ દરમિયાન કરેલ કાર્યક્રમમાં મને વિવિધ અનુભવો થયાં. નિરક્ષરોનો પરિચય મેળવ્યો તેમજ એમણે શિક્ષણ કેમ ન લીધું એ વિશે પણ મેં વાત કરી. નિરક્ષરોએ એમની પરિસ્થિતિ સારી ન હતી એના કારણે શિક્ષણ ન લીધું હતું. નિરક્ષરો દ્વારા સ્થાયી ઈતિહાસ વિષે પણ માહિતી મેળવી.

 

  ઇન્ટર્નશીપ દરમિયાન મેં શાળામાં વિવિધ દસ્તાવેજોનું પણ નિરીક્ષણ કર્યું. જેનાથી શાળામાં થતાં વિવિધ કાર્યો અને શાળામાં ચાલતી પ્રવૃત્તિની માહિતી મળી એક સંપૂર્ણ શિક્ષકની રૂપે કામ કરતા ખૂબજ આનંદ થયો.

 

  શાળામાં ચાલતી પરીક્ષાઓમાં સુપરવીઝન તરીકે પણ મેં મારી કામગીરી બજાવી. વિદ્યાર્થીઓની લીધેલ પરીક્ષાની પુરવણીનું ચકાસણી કાર્ય પણ મેં કર્યું.

 

  શાળાના સ્ટાફ સાથે શિક્ષણ લક્ષી વિવિધ વાતો પણ મેં કરી, જેમાં એમનો અનુભવ પણ લીધો જે મને આગળ કામ આવી શકે.

 

આમ, વિવિધ રીતે મેં અલગ અલગ અનુભવો કર્યા જે મને આગળ જતાં કામ આવી શકે અને એક સંપૂર્ણ શિક્ષક થવા માટે મને મદદરૂપ થઇ શકે.


 

૧૨. સમાપન:

  ત્રીજા સેમેસ્ટરના ભાગરૂપે મળેલ ઇન્ટર્નશીપ ખુબ જ સારી રીતે પૂર્ણ કરી જેમાં વિવિધ પ્રકારના અનુભવો મેં કર્યા. વાલીઓ સાથે મીટીંગ કરી વાલીઓ શિક્ષણ પ્રત્યે કેવી રુચિ બતાવે છે. એ પણ મેં જાણ્યું.


  શાળાનાં વિવિધ દસ્તાવેજોનું નિરીક્ષણ પણ મેં કર્યું, જેનાથી મને શાળામાં ચાલતી પ્રવૃત્તિઓ અને વિવિધ કામગીરી વિષે માહિતી મળી.


  શાળાનાં શિક્ષકોનો અનુભવ વિષે પણ મેં જાણ્યું.

  આમ, સમગ્ર રીતે મેં એક પૂર્ણ શિક્ષક રૂપે નિષ્ઠા પૂર્વક મારી ઇન્ટર્નશીપ દરમિયાન કામ કર્યું. એ માટે હું મારી કૉલેજ અને અમારા ગામની શાળાનો આભારી છું.  






મિત્રો આમજ બીજી પોસ્ટ માટે Follow the Gujarati Nots channel on WhatsApp

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ