વાર: સોમવાર
આજ રોજ તા. ૧૬-૦૬-૨૦૧૬ સોમવારના દિને અત્રેની
શાળામાં વાલી સબંધિત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત
એસ.એમ.સી.ના સભ્યોની હાજરીમાં પ્રાર્થના અને દીપ પ્રાગટ્યથી કરવામાં આવી. ત્યાર
બાદ ભજન, ધૂન રજૂ કરવામાં આવ્યું. જેનું સમગ્ર સંચાલન વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં
આવ્યું.
ત્યાર બાદ બધાં વિદ્યાર્થીઓના વાલીઓને હોલમાં
બેસવા માટે જણાવવામાં આવ્યું અને ત્યાર બાદ શાળાનાં મુખ્ય શિક્ષક દ્વારા એમણે
વિદ્યાર્થીઓ અંગેની માહિતી રજૂ કરી. મારી સાથે આ મીટીંગમાં શાળાનાં મુખ્ય શિક્ષક
તેમજ શિક્ષકગણ બધા જ હાજર રહ્યાં. મુખ્ય શિક્ષકશ્રીએ વિદ્યાર્થીઓ અંગેની વિવિધ
માહિતી વાલીઓને આપી.
મુખ્ય શિક્ષક પછી વર્ગ પ્રમાણે વર્ગ શિક્ષકએ
વિદ્યાર્થીઓની માહિતી આપી અને એમનાં અભ્યાસ વિષે વિવિધ પ્રમાણે માહિતી આપી. જેમાં
વિદ્યાર્થીનો કેવા પ્રકારનો અભ્યાસ ચાલે છે, અને વિદ્યાર્થીઓને કેવા પ્રકારની
કઠણાઈઓ નડતર રૂપ એમનાં અભ્યાસમાં આવે છે. એ બાબત ઉપર વાલીઓ સાથે વર્ગ શિક્ષક તેમજ
મેં મારા અભિપ્રાયો આપ્યાં.
ત્યાર બાદ વાલીઓને એ વાતની પણ મેં જાણ કરી કે
તમારા બાળકોને પૂછો કે શાળામાં શું? અભ્યાસક્રમ ચાલે છે. તેમજ એમનાં શિક્ષકો
દરરોજનાં વર્ગ ખંડમાં આવીને અભ્યાસ કરાવે છે કે નહિ.
વાલીઓને એ પણ જાણ કરવામાં આવી કે તમે તમારાં
બાળકો પ્રત્યે એ વાતનું પણ ધ્યાન આપો કે તમારા બાળકો દરરોજના ઘરે આવીને વાંચે છે
લખે છે કે નહિ. બની શકે તો તમારી નજર સમક્ષ એમણે ગૃહ કાર્ય કરવાં કહેવું.
વાલીઓને એ વાતની પણ મેં જાણ કરી કે આજના સમયમાં
કેવા પ્રકારે શિક્ષણનો મહત્વ વધી ગયો છે. આજનાં આ યુગમાં ટકી રહેવા માટે શિક્ષણ
ખુબ જ જરૂરી છે. તેથી તમારાં બાળકોને શાળામાં નિયમિત પણે મોકલો.
વાલીઓને એ વાતની પણ મેં જાણ કરી કે પરીક્ષાઓ
દરમિયાન એમને વાંચવા માટે પૂરતો સમય આપો અને વાતાવરણ ઘરે વાંચવા લાયક બનાવો.
આમ વાલીઓને આજના સમયમાં
શિક્ષણનું કેટલું મહત્વ વધી ગયું છે એની જાણ કરી તેમજ શિક્ષકોએ પણ એ વાતની જાણ
કરી, અને એમનાં બાળકોને શિક્ષણ પ્રત્યે પ્રોત્સાહન આપવાં માટે કહ્યું.
વાલી મીટીંગ પૂર્ણ થયા બાદ મેં વાલીઓને
વ્યક્તિગત મળીને એમનાં અભિપ્રાયો પણ લીધા જે મને સારા મળ્યાં કે આજના સમયમાં
શિક્ષણનો કેટલો મહત્વ વધી ગયો છે, અને જે નબળાં વિદ્યાર્થીઓ હતા એમના પર વિશેષ
ધ્યાન વાલીઓ પણ આપે તે માટે પણ એમનાં તરફથી સારો અભિપ્રાય મને મળ્યો.
આમ, વાલી મીટીંગ યોજીને વાલીઓ તેમજ વિદ્યાર્થી
તથા શિક્ષકગણનો આત્મવિશ્વાસ વધાર્યો.
વાલીઓનો પણ સારા પ્રકારે અભિપ્રાય મને મળ્યો
અને વાલીઓ પણ કહેતાં થયાં કે જો શાળા આટલું કરી શકે તો અમે પણ અમારા બાળકો માટે
થોડો સમય એમનાં ભવિષ્ય માટે તો આપી જ શકીએ.
આમ, આ રીતે વાલી મીટીંગનું સમાપન કરવામાં
આવ્યું.
એસ.એમ.સી.નાં સભ્યોનો પણ સારો એવો સહકાર મને
વાલી મીટીંગ યોજવામાં મળ્યો.
વાલી મીટીંગની સાથે સાથે પ્રવેશ ઉત્સવ પણ
ઉજવવામાં આવ્યો. જેમાં નવા બાળકોને પહેલાં ધોરણમાં પ્રવેશ આપવામાં આવ્યો તેમજ
મુખ્ય શિક્ષક તેમજ અન્ય શિક્ષકગણ તરફથી નવા આવેલાં વિદ્યાર્થીઓનું સ્વાગત કર્યું,
તેમજ રેલી કાઢી અને એમણે અવનવા રૂપે પ્રોત્સાહન આપવામાં આવ્યું. રેલી બાદ એમણે
સ્લેટ તથા નોટબુક આપીને એમનું શાળામાં સ્વાગત કરવામાં આવ્યું.
0 ટિપ્પણીઓ
Please do not Enter any Spam Link in the Comment box.😈