‘સુભાષિત’એ સંસ્કૃત
સાહિત્યમાંથી વીણી કાઢેલા ‘ફૂલો’ છે. સંસ્કૃત સાહિત્યમાં સુભાષિતોનો ઘણો
મહત્વ અને ઉપયોગ રહેલો છે. સુભાષિતોમાંથી આપણને જ્ઞાન અને જાણવાનું બધું જ મળી રહે
છે. ઘણા સુભાષિતો એવા હોય છે જે આપણા જીવન સાથે સંકળાયેલા હોય છે જે ઘણું બધું મહત્વ
સમજાવી જાય છે. જીવનમાં કેવા સમયે કેવીરીતે વર્તન કરવું, કેવીરીતે બોલવું, અને
કેવો વ્યવહાર કરવો એ સમજાવી આપે છે. સુભાષિતો બુદ્ધિશાળી અને સફળતાની દિશા પણ
બતાવી આપે છે.
સંસ્કૃત સાહિત્યમાં
સુભાષિતોનું સ્થાન અનન્ય છે. ‘સુભાષિત’નો અર્થ એ થાય છે કે સુકથિત (સારિરીતે
કહેલું વાક્ય) સુબોધિત વાક્ય એટલે સુભાષિત. સુભાષિતને મુક્તક અને સૂક્તિ તરીકે પણ
ઓળખવામાં આવે છે. સુભાષિત સુચારુ અભિવ્યક્તિની દ્રષ્ટિએ મોતી જેવા ગણ્યા
છે.
સુભાષિતોની દ્રષ્ટિએ સંસ્કૃત ભાષા સૌથી સમૃદ્ધ
ભાષા છે. સુભાષિતો જીવનના સત્ય, અર્ધ સત્ય પણ હોઈ શકે, વ્યવહાર વાત કે સમજણ પણ હોઈ
શકે, વિચારોનો પડઘો પણ હોઈ શકે. સુભાષિતોનું સંસ્કૃત ભાષા અને સાહિત્યમાં
એક મોખરાનું સ્થાન છે.
0 ટિપ્પણીઓ
Please do not Enter any Spam Link in the Comment box.😈