Recents in Beach

શાંતિભાઈ આચાર્યએ લોકશાહીત્ય ક્ષેત્રે કરેલું પ્રદાન|Shantibhai Aachary Lok Sahity

 


  ગુજરાતી ભાષાવિજ્ઞાન ક્ષેત્રે અને લોક વાડ્મયના ક્ષેત્રે વર્તમાનકાળમાં ગણ્યાગાઠયા ભાષાવિદો છે તેમાં શાંતિલાલ આચાર્યનું સ્થાન અને પ્રદાન વિશિષ્ટ બની રહે છે. માત્ર ભાષાવિજ્ઞાન જ નહીં પણ લોકવિદ્યા અને લોકસાહિત્ય ક્ષેત્રે પણ પુરોગામીઓ પાસેથી વારસો મેળવનાર શાંતિભાઈ આચાર્ય એ સંશોધન, સંપાદન ક્ષેત્રે વિશિષ્ટ સેવા બજાવી છે. તેમની આ સેવાને પ્રોત્સાહક અને માર્ગદર્શક તરીકે ગાંધીયુગીન ડૉ.હરિવલ્લભ ભાયાણી અને ડૉ.યોગેન્દ્ર વ્યાસ રહ્યા છે. આ બંને ચીવટવાળા અને નિષ્ઠાવાન સંપાદકોની સૂઝ અને માર્ગદર્શને તેમની પાસે શ્રધેય્ય સંપાદનો કરાવી ગુજરાતી લોક વાડ્મયને વિશ્વસનીય રૂપ બક્ષ્યું છે.



   પુરુષોતમ આચાર્યના પુત્ર શાન્તીભાઈનો જન્મ સોરાષ્ટ્રના જામનગર જીલ્લાના લતીપુર ગામમાં ૨૫-૧૦-૧૯૩૩નાં રોજ થયો હતો.  પોતાના જન્મગામમાં જ પ્રાથમિક શિક્ષણ મેળવીને જામનગરની એમ.ટી.બી.કોલેજમાંથી સ્નાતક કક્ષાની અને ગુજરાત યુનિવર્સીટીના ભાષા સાહિત્ય ભવનમાંથી એમ.એ.ની પદવી તેમણે મેળવી છે. એક અભ્યાસુ અને સુક્ષ્મ જીજ્ઞાસા ધરાવતા આ વિદ્યાર્થી પર ઉમાશંકર જોશી અને રમણલાલ જોશીની વિશિષ્ટ દ્રષ્ટિ હતી. પરિણામે પોતાના આ ગુરુઓની પ્રેરણાથી તેમણે પી.એચ.ડી.ની પદવી પણ મેળવી હતી. અમદાવાદમાં ગુજરાત વિદ્યાપીઠમાં આવેલ આદિવાસી સંશોધન કેન્દ્રમાં વર્ષોસુધી નિયામક તરીકે સેવા બજાવનાર શાંતિભાઈ આચાર્યનો આદિવાસીઓનો સતત સંપર્ક રહેતો હતો. લોકો વચ્ચે જવાનું થતું અને તે ગ્રામપ્રજાના સંપર્કે તેમની પાસે લોક વાડ્મયના વિવિધ ગ્રંથોના સંપાદન-સંશોધન કરાવ્યાં છે.



   લોકસાહિત્ય ક્ષેત્રે તેમણે કરેલી સેવાને ગુજરાતની અનેક સંસ્થાઓએ પારિતોષિકો એનાયત કરીને બિરદાવી છે. તેમના  ગ્રંથો:


  સિંધી કચ્છી વાર્તાઓ(૧૯૮૮)

  દક્ષીણ ગુજરાતની કુંકણી વાર્તાઓ,

  આદિવાસી લોકસાહિત્ય(૨૦૦૧)

  છે કનસરીની કથા:એક તુલનાત્મક સંશોધન(૨૦૦૩)

  ભીલ ગુજરાતી શબ્દકોશ(૨૦૦૬)



    આ ગ્રંથોને ગુજરાતી અકાદમી એ પુરસ્કારો કરી ગ્રંથોની મુલ્યતાને પ્રસ્થાપિત કરેલ છે. એ જ રીતે ૨૦૦૧માં પ્રગટ થયેલ તેમના ‘ઉતર ગુજરાતની ભાષા’: સર્વેક્ષણ અને અભ્યાસને ગુજરાત સાહિત્ય અકાદમી તથા ગુજરાત સાહિત્ય પરિષદ – એમ બે સંસ્થાઓએ પુરસ્કાર એનાયત કરી શાંતિભાઈ આચાર્યના આ ક્ષેત્રના પ્રદાનને આવકાર્યું છે.


   શાંતિભાઈ આચાર્યએ ભાષાવિજ્ઞાન, લોકબોલી, લોકસાહિત્યના સંશોધન-સંપાદન વિષયક અનેક ગ્રંથો આપ્યા છે. આ ગ્રંથો આ પ્રમાણે છે. –


૧) બોલી વિજ્ઞાન:કેટલાક પ્રશ્નો(૧૯૮૪)

૨) કચ્છી ગદ્ય (લોક કથાઓ)અને તેમનું ભાષા વૈજ્ઞાનિક અધ્યયન(૧૯૮૯)

૩) હેંડો વાત માંડીએ(૧૯૯૦)

૪) ભાષાવિજ્ઞાન: ભીલી ગુજરાતી શબ્દાવલી(૧૯૮૫)

૫)કચ્છી શબ્દાવલી (૧૯૬૬)

૬) ગુજરાતી ભીલી વાતચીત(૧૯૬૭)

૭)  ચૌધરી અને ચૌધરી શબ્દાવલી (૧૯૬૯)

૮) ભાષા વિવેચન(૧૯૭૩)

૯) ડો.પ્રબોધ પંડિત(૧૯૮૨)

૧૦) હાલારી બોલી(૧૯૮૯)

૧૧) લોક સાહિત્યમાં કથનશેલી (૧૯૯૩) વગેરે..


    ગુજરાતી લોકસાહિત્યના આ ઉપાસકે સોરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના વિવિધ સ્થળોના પ્રવાસ ખેડીને કરેલ આ સંશોધનો ગુજરાતી લોકસાહિત્યક્ષત્રે વિશિષ્ટ અર્પણ બની રહે છે.



શાંતિભાઈ મૂળ માહિતીદાતાની કથનના લહેકા સાથેની બોલીની ટેક્સ્ટ સાથે વાર્તાઓ શાસ્ત્રીય રીતે સંપાદિત કરાવનાર મોટા ગજાના અભ્યાસી છે. અને એમનાં લોકકથાનાં સંપાદનો ગુજરાતીમાં તેમનાં વૈજ્ઞાનિક દ્રષ્ટિએ થયેલ કામ માટે ધ્યાનપાત્ર બન્યાં છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ