(૧) લોકસાહિત્યનું સૌથી અગત્યનું અને મહત્વનું
પ્રેરકબળ છે: 'સમાજ’, ‘લોક’ એટલે કે સમાજને જીવન સાથે હોય એવો અતૂટ સબંધ છે.
લોકસાહિત્યનું કુળ છે ‘લોક વિદ્યા’(Folk-lore) તેથી જ લોકસાહિત્યનું પ્રથમ
પ્રેરકબળ ‘લોક’ કહેતાં ‘સમાજ’ છે.
(૨) લોકસાહિત્યના સર્જન
માટેનું બીજું પ્રેરકબળ છે- ‘સંઘમ શરણમ ગચ્છામિ’- સમાજમાં રહેતા ‘લોક’ની સંઘોર્મી’
કે સંઘ-અનુભૂતિ છે. આ સંઘોર્મી- વાણી લોકસમાજના ચિત્તમાં એવું રૂપ લે કે જેમાં જે –તે
સમાજમાંથી જે કોઈ ઈચ્છે તેને પોતીકું લાગવાથી ફેરફાર કરવાનો, વધારો- ઘટાડો કરે,
છતાં જે રૂપ લોક સ્મૃતિ બનીજાય, લોકશ્રુતિ બનીજાય, લોક સંસ્કાર બની જાય, એના
વિધિવિધાનોનુંય વાહન બને અને એનો નીત્યના કે પ્રાસંગિક કર્મ-ધર્માદીનુય વાહન બને,
ગીત-કથા-નાટયાદીનુંય વાહન બને અને કહેવત-ઓઠા રૂઢપ્રયોગો આદી હાથવગાં હથિયારોનું
વાહન બને, એમાં રસસૃષ્ટિ જ નહિ, સમગ્ર જીવનદ્રષ્ટિ પ્રતિબિંબત થાય- પ્રતીતિ થાય,
એમાં નવદર્શન ન હોય પણ સમાજદર્શન સમાય,-કોઈ એકનું જ કર્તુત્વ ન રહે, કોઈ એકનું નામ
નહિ, કોઈ દ્રઢ બાંધેલું અચર શબ્દરૂપ નહિ, વેયક્તિક મોલીક્તાનો રંગ નહિ, આવું
ક્યારેક જ બદ્ધ બાકી તો નિર્બદ્ધ જ, શબ્દ/શબ્દેતર જે લોકવાણી- રૂપ તે લોકસાહિત્ય
કહેવાય.
(૩) લોકસાહિત્યનું ત્રીજું પ્રેક્બળ પ્રસંગ કે સમાજના રીત-રીવાજ કે તેના વિધિવિધાન છે.
તેથી જ લોકસાહિત્યને ‘પ્રસંગાનુંસારી
સહજોદગારોની સાહિત્યરીતિ’ તરીકે ઓળખવામાં આવે છે. આ જેટલું પ્રયોગબદ્ધ છે. જેવો
પ્રસંગ એવો પ્રયોગ. પ્રસંગ વિના પ્રયોગ ન શોભે, લગ્ન હોય તો લગ્નગીત ગવાય, મૃત્યુ
હોય તો મરશિયા ગવાય; વ્રત વખતે વ્રત કથા સાંભળવા મળે. શિષ્ટ સાહિત્ય-કૃતિના જેવી
સ્વાયત્તતા લોકસાહિત્યની મોટાભાગની કૃતિઓને ન હોય એ પ્રયોગ નિર્ભર છે. આ સહજ રીતે
જીવનરીતિ સાથે વણાઈ ગયેલો પ્રયોગ હોય છે.
લોકસાહિત્ય એ સાંસ્કૃતિક બળ છે એનો સંદર્ભ
સમાજ-સંસ્કૃતિના જુદા જુદા પ્રસંગોએ જે રીતે સાહિત્ય અભિવ્યક્તિ થાય છે. પેઢી-દર
પેઢી તરતું રહીને આજ સુધી તાજું- જીવંત રહેલું છે.
(૪) લોકસાહિત્યનું ચોથું પ્રેરકબળ જો કોઈ હોય તો તે
છે મુખ પરંપરાગત કથ્ય કે ગેય વારસારૂપે સાંપડેલી શબ્દવિદ્યા.
તેથી જ લોકસાહિત્યની
ભાષામાં તળપદા સંસ્કાર મૂર્ત થતા આપણને જોવા મળે છે. સંઘશક્તિ દ્વારા સર્જાતા
લોકસાહિત્યમાં એથી જ સર્જકની સભાન વ્યક્તિમત્તાનાં અને નવનવોન્મેષ શાલીની ભાષા
શેલીના દર્શન થતા નથી.
તેથી જ લોકસાહિત્યની રચના આંટીઘુંટી વિનાની,
અત્યંત સરળ રચનાવાળી હોય છે. એમાં લોકાનુંભૂતીનું જતત્વ સવિશેષ વ્યક્ત થતું જોવા
મળે છે અને આમ બનવું સહજ પણ છે; કારણકે લોકસાહિત્યએ વાસ્તવમાં લોકજીવનનો જ એક
અનિવાર્ય ભાગ છે.
ટૂંક:- લોકસાહિત્યના
પ્રેરકબળ તરીકે સમાજ, સંઘજીવન (સંઘોર્મીઓ), પ્રસંગ ઘટના કે સમાજના રીતરિવાજ કે
વિધિવિધાન અને એની સાથે સંકળાયેલ પ્રયોગ તથા મુખપારંપરાગત કથ્ય કે ગેય વારસારૂપે
સાંપડેલી શબ્દવિદ્યા- ઉપરાંત બીજા અનેકવિધ પ્રેક્બળોને એમાં ઉમેરી શકાય. કથાકાર,
એની કથા, એના શ્રોતા- એ ત્રણેયને ઉમેરવામાં હોય તો ઉમેરી શકાય. Folk અને Tradition
(‘લોક’ અને ‘પરંપરા’) આ બંને લોકસાહિત્યના પ્રેરકબળોના ઊંડા મહાસ્ત્રોત છે.
0 ટિપ્પણીઓ
Please do not Enter any Spam Link in the Comment box.😈