ક્રિયાત્મક સંશોધન બી.એડ.(B.Ed.)ગુજરાતી
૧.સમસ્યાની પસંદગી:
પ્રાથમિક ગુજરાતી શાળાનાં વિદ્યાર્થીઓને
ગુજરાતી વાંચવામાં તકલીફ પડે છે. ગુજરાતી વાંચનમાં નબળા છે.
ધોરણ-૬નાં વિદ્યાર્થીનું ગુજરાતી વાંચન નબળું
છે.
૨.સમસ્યાનું ક્ષેત્ર:
પ્રાથમિક ગુજરાતી શાળાનાધોરણ-૬માં ૪૦ જેટલા
વિદ્યાર્થીઓ છે. ધોરણ-૬માં ૪૦માંથી ૨૫ જેટલા વિદ્યાર્થીઓ ગુજરાતી સારી રીતે વાંચી
શકતા ન હતાં.
પ્રાથમિક ગુજરાતી શાળા મુકામે હું તારીખ
૧૩/૦૬/૨૦૧૬થી તા:૨૭/૧૦/૨૦૧૬ દરમિયાન શિક્ષણ કાર્યના ભાગરૂપે ઇન્ટર્નશીપ કાર્યમાં
સહભાગી થયો હતો. એ સમય દરમિયાન મેં કેટલાંક વિદ્યાર્થીઓમાં ‘ગુજરાતી વાંચી ન
શકવાની’ સમસ્યા જોઈ જે મને અડચણરૂપ લાગી.
૩.સમસ્યાના સંભવિત કારણો:
વિદ્યાર્થીઓના પ્રશ્નપત્રો, શિક્ષકશ્રી,
વાલીશ્રીઓ અને આચાર્યશ્રીના મંતવ્ય પત્રકો આધારિત જાણવા મળ્યું કે ધોરણ-૬માં ૨૫
વિદ્યાર્થી ગુજરાતી વાંચનમાં કયા કયા કારણો સર ક્રમશઃ જોઈ જાણી જેનાં સંભવિત કારણો
નીચે મુજબ છે:
સંભવિત કારણો
૧) બાળકોને ગુજરાતી વિષયનો
ભય છે.
૨) બાળકોને ગુજરાતીમાં રસ
નથી.
૩) ગુજરાતી વાંચનનો પાયાનો
ખ્યાલ નથી.
૪) બાળકો ગૃહ કાર્ય કૉપી
કરે છે.
૫) વાલી પોતે બેદરકાર છે.
૬) વાલી તરફથી શેક્ષણિક
જરૂરીયાત ન મળતી હોવાનાં કારણે
૭) બાળકોને શિક્ષકનો ડર
લાગે છે.
૮) બાળકોનાં ઘરનું વાતાવરણ
યોગ્ય નથી.
૯) બાળકોની અનિયમિત હાજરીના
કારણે
૧૦) ઘરકામમાં મદદ કરવી પડે
છે.
૧૧) વાલીઓ શિક્ષણનું મૂલ્ય
સમજતા નથી.
૧૨) બાળકો શરૂઆતથી જ
ગુજરાતીમાં નબળા છે.
૧૩) વાલીના વારંવાર
સ્થળાંતરનાં કારણે
૧૪) શિક્ષકની ગુજરાતી
શીખવવાની પદ્ધતિ યોગ્ય નથી.
૧૫) બાળકો ક્ષોભ અનુભવે છે.
૪. ક્રિયાત્મક સંશોધનની ઉત્કલ્પનાની રચના:-
સંભવિત કારણો જાણ્યા પછી સમસ્યાના નિવારણ માટે
નીચેના જેવી પ્રવૃત્તિઓ કરવામાં આવે તો સમસ્યાનું નિવારણ કરી શકાય.
*જો વિદ્યાર્થીઓને ગુજરાતી
ભાષા અને ગુજરાતી વાંચનમાં રસ પેદા થાય તો ગુજરાતી વાંચન કરી શકે.
*જો વિદ્યાર્થીને ગુજરાતી
વિષયનો પાયાનો ખ્યાલ આપવામાં આવે તો વાંચન કરી શકશે.
*જો બાળકો ગૃહકાર્ય જાતે
અને દરરોજ કરતાં થાય તો ગુજરાતી વાંચન કરી શકે.
*જો વિદ્યાર્થીઓના વાલી
શિક્ષણ પ્રત્યે જાગૃત થાય તો ગુજરાતી વાંચન થઇ શકે.
*જો વિદ્યાર્થીઓને વાલીઓ
શેક્ષણિક જરૂરીયાત પૂરી પાડે તો ગુજરાતી વાંચન કરી શકે.
*જો વિદ્યાર્થીઓને શિક્ષક
પ્રત્યેનો ડર દુર થાય તો ગુજરાતી વાંચન કરી શકે.
*જો વિદ્યાર્થીઓના ઘરમાં
વાતચીત દરમિયાન ગુજરાતી ભાષાનો ઉપયોગ થાય તો સરળતાથી વાંચી શકે.
*જો વિદ્યાર્થીના ઘરનું
વાતાવરણ શેક્ષણિક થાય તો ગુજરાતી વાંચન કરી શકે.
*જો વિદ્યાર્થીઓને શરૂઆતથી
જ યોગ્ય રીતે ગુજરાતી શીખવવામાં આવે તો ગુજરાતી વાંચન કરી શકે.
*જો વિદ્યાર્થી ગુજરાતીનાં
તાસ શિવાય અન્ય તાસોમાં પણ હાજર રહે તો ગુજરાતી વાંચન કરી શકે.
*જો બાળક શીખવામાં ક્ષોભ ન
અનુભવે તો ગુજરાતી વાંચન કરી શકશે.
*જો શિક્ષક નિયમિત ગૃહકાર્ય
પર ધ્યાન આપે તો વિદ્યાર્થીઓમાં વાંચન-લેખનની ટેવ વિકશે.
*જો શિક્ષક વિદ્યાર્થીમાં
રહેલાં ગુજરાતી ભાષા અને વ્યાકરણ પ્રત્યેનો ભય દુર કરે તો વિદ્યાર્થી વાંચન કરતાં
શીખી શકે.
૫. પ્રયોગ કાર્યની રૂપરેખા અને અમલીકરણ:
ક્રમ |
સમય |
પ્રવૃત્તિ |
સાધનો |
મૂલ્યાંકન |
સુધાર કાર્ય |
૧. |
૩૫ મિનીટ ગુજરાતી મૂળાક્ષરોનું વાંચન |
ગુજરાતી મૂળાક્ષરોનું વાંચન કરવું |
કા.પા. |
જૂથ બનાવવું |
ભૂલ સુધારવી |
૨. |
૩૫ મિનીટ ગુજરાતી બારાક્ષરીનું વાંચન |
ગુજરાતી બારાક્ષરીનું મોટેથી વાંચન કરવું |
કા.પા. |
અવલોકનના આધારે |
બારાક્ષરી વાંચવાનો મહાવરો કરાવવો |
૩. |
૩૫ મિનીટ શબ્દ વાંચન |
શબ્દો વંચાવવા |
કા.પા. |
અવલોકનના આધારે |
શબ્દો વાંચવા |
૪. |
૩૫ મિનીટ નાના વાક્યો |
વાક્યો વાંચવા |
કા.પા. આધારે |
અવલોકનના આધારે |
નાના વાક્યો વાંચવા |
૫. |
૩૫ મિનીટ પાઠ્ય પુસ્તકનું વાંચન |
પાઠ્ય પુસ્તકનાં આધારે ફકરાનું વાંચન કરતા શીખવવું |
પાઠ્ય પુસ્તક |
અવ્ચ્લોકાનના આધારે |
આદર્શ વાંચન કરાવવું |
૬. મૂલ્યાંકન :
૩૦ દિવસ આ સમસ્યાને ધ્યાનમાં લઈને તેનો ઉકેલ
મેળવવા મેં શક્ય પ્રયાસ કર્યો; પરંતુ અધ્યાપકોના માર્ગદર્શન અને મારા પ્રયત્નો
કેટલે અંશે સફળ થયા તે જાણવા માટે પ્રયોગ પાત્ર વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન કરવું
અત્યંત જરૂરી છે. માટે નીચેની પ્રવૃત્તિઓ દ્વારા મેં કેટલાક અંશે ગુજરાતી ભાષા
પ્રત્યે રસ જગાડી એમાં સુધારો કરી શક્યો તે બાબત ચકાસી.
પ્રત્યક્ષાનુભવ દ્વારા
વિદ્યાર્થીઓમાં ભાષામાં વધેલા રસ અંગે નિરીક્ષણ કર્યું જેમાં મને મોટા ભાગના
વિદ્યાર્થીઓ પહેલાં કરતા વધુ દક્ષતા અને ખંતપૂર્વક વાંચી શકતા હતા એ જણાયું.
વિદ્યાર્થીઓ વિવિધ શબ્દોનું
ઉચ્ચારણ સારી રીતે કરી શકતા હતાં. એમનામાં વાંચવા માટે ઉત્સાહ અને આત્મ વિશ્વાસ
વધુ જોવા મળ્યો હતો.
ઇન્ટર્નશીપની શરૂઆતમાં
કરેલાં અવલોકન, એવાજ પ્રકારનું અવલોકન કા.પા. દ્વારા વિવિધ શબ્દો અને વાક્યો
દ્વારા કર્યું. જેના પરિણામે મને સાચો ખ્યાલ આવ્યો.
૭. તારણ અને પરિણામ:
સમગ્ર કાર્ય દરમ્યાન તથા વખતો વખતના નિરીક્ષણથી
જે સકારાત્મક પરિણામો જોવા મળ્યા છે જે નીચે દર્શાવેલ પ્રવૃતિઓને ધ્યાનમાં રાખીને
કરવામાં આવ્યાં છે:
પ્રવૃત્તિ |
પ્રાથમિક કાર્ય પહેલાં |
પ્રાથમિક કાર્ય પછી |
||
સંખ્યા |
ટકા |
સંખ્યા |
ટકા |
|
૧. ગુજરાતી મૂળાક્ષરો |
- |
73% |
- |
99% |
૨. ગુજરાતી બારાક્ષરી |
- |
67% |
- |
97% |
૩. શબ્દો |
- |
62% |
- |
95% |
૪. નાના વાક્યો |
- |
59% |
- |
95% |
૫. પાઠનું વાંચન |
- |
53% |
- |
94% |
ગુજરાતી મૂળાક્ષરોનું વાંચન આવડ્યું.
બારાક્ષરીનું વાંચન આવડ્યું.
શબ્દોનું વાંચન આવડ્યું.
નાના વાક્યોનું વાંચન આવડ્યું.
શિક્ષક પ્રત્યેનો ભય દૂર થયો.
પાઠનું વાંચન આવડ્યું.
પૂર્વજ્ઞાન વિદ્યાર્થી જાણતાં થયા.
વિદ્યાર્થી જાતે ગૃહકાર્ય
કરતાં થયા.
વિદ્યાર્થીઓ નિયમિત થતાં ગયા.
વાલીઓ વિદ્યાર્થીઓ પ્રત્યે ધ્યાન આપતાં થયા.
૮.અનુકાર્ય:
સંશોધન કાર્ય દરમિયાન કરેલ કાર્ય અને નિરીક્ષણ
દ્વારા જણાય છે કે જો શાળામાં નીચે પ્રમાણે ગુજરાતી શિક્ષણકાર્ય કરવામાં આવે તો
વિદ્યાર્થીઓ ગુજરાતી વાંચવાનું શિક્ષણ બરાબર શકે.
વર્ગ શિક્ષકે નિયમિત
ગૃહકાર્ય તપાસવું જોઈએ.
શિક્ષણમાં T.L.M.નો ઉપયોગ કરવો જોઈએ.
વર્ગખંડમાં જીવંત
શિક્ષણકાર્ય કરવું જોઈએ.
તાલીમ દરમિયાન મેળવેલ
જ્ઞાનનો ઉપયોગ સમજ સાથે વર્ગખંડમાં કરવો.
વાલીઓ વિદ્યાર્થીના શિક્ષણ
પ્રત્યે રસ દાખવે તો શિક્ષણમાં સુધારો થાય.
પ્રયોગાત્મક શિક્ષણ દ્વારા
ગુજરાતી વાંચન શીખવાડી સુધારો થાય.
વિદ્યાર્થીઓ શાળામાં અને દરેક તાસમાં નિયમિત હાજરી આપે તે માટે પ્રયત્નો કરવાથી એમની ભાષામાં પણ સુધારો થાય.
મિત્રો આગળની પોસ્ટમાં તમને
કેવા પ્રકારની માહિતી જોઈએ છે, એ તમે કોમેન્ટ બોક્ષમાં કોમેન્ટ કરીને જરૂર જણાવજો,
જેથી અમે તમારી જરૂરીયાત પ્રમાણેની પોસ્ટ આગળ મૂકતા રહીએ, તો મિત્રો કોમેન્ટ
કરવાનું ભૂલતા નહિ.
1 ટિપ્પણીઓ
ઝુપ્પડપત્તી નાં કારણો
જવાબ આપોકાઢી નાખોPlease do not Enter any Spam Link in the Comment box.😈