ક્રિયાત્મક સંશોધન બી એડ, એમ એડ,ડી.એલ.એડ ગુજરાતી
*ક્રિયાત્મક સંશોધનનો અર્થ:-
શાળામાં રોજબરોજનાં કાર્યોમાં કેટલાંક પ્રશ્નો
કે કેટલીક સમસ્યાઓ ઉદ્ભવે છે, તેના ઉકેલ માટે શિક્ષક પોતાના સહકાર્યકરો અને
મિત્રોની મદદથી સમસ્યાઓ સમજવાનો પ્રયાસ કરે છે. સમસ્યાઓની ચર્ચા-વિચારણા કરી ઉકેલ
લાવવા માટે પ્રયત્નો કરે છે. તેમાં કેટલાંક પ્રશ્નો કે સમસ્યાઓ એવી હોય છે કે જેના
ઉકેલ માટે વૈજ્ઞાનિક રીત-રસમ અપનાવવી પડે છે. આ પ્રક્રિયાને ક્રિયાત્મક સંશોધન કહે
છે.
* ક્રિયાત્મક સંશોધનની સંકલ્પનાઓ/ લાક્ષણિકતાઓ:-
ક્રિયાત્મક સંશોધન વર્ગખંડની કે શાળાની
સમસ્યાનો તત્કાલીક અને ટૂંકાગાળામાં ઉકેલ મેળવવા માટે હાથ ધરવામાં આવે છે.
ક્રિયાત્મક સંશોધન એ શિક્ષકો, આચાર્યોના
રોજિંદા કાર્યો અંગે ઉદ્ભવતી વ્યક્તિગત સમસ્યાઓના ઉકેલ મેળવવા માટે હાથ ધરી શકાય
છે. ક્રિયાત્મક સંશોધન વૈજ્ઞાનિક રૂપે હાથ ધરી શકાય. ક્રિયાત્મક સંશોધન માટેની
સમસ્યાનું સ્વરૂપ સાદું હોય છે. અને ક્ષેત્ર મર્યાદિત હોય છે. ક્રિયાત્મક સંશોધન
ભવિષ્યમાં કરવાના કાર્યો અંગે માર્ગદર્શન આપે છે. તે ક્રિયાત્મક સંશોધન ઉપચારાત્મક
કાર્યના ભાગ સ્વરૂપે હાથ ધરાતું વ્યક્તિગત સંશોધન છે. ક્રિયાત્મક સંશોધન દ્વારા
સ્થાનિક સમસ્યાના વ્યવહારું ઉકેલો મેળવી શકાય છે. આ પ્રકારના સંશોધનોના પરિણામો
ભવિષ્યમાં મોટાં પાયાપરના સંશોધનો માટે ઉત્કલ્પનાઓ પૂરી પાડે છે.
આ એક નાના પાયાનું સંશોધન છે, જે
વિદ્યાર્થીઓમાં રહેલી સમસ્યાઓને દૂર કરવા માટે હાથ ધરી શકાય. જેના દ્વારા
વિદ્યાર્થીઓની સમસ્યાઓ દૂર કરી શકાય છે.
*ક્રિયાત્મક સંશોધનનાં સોપાનો:-
કોઈ પણ પ્રકારનાં સંશોધન માટે કેટલાંક નિશ્ચિત
થયેલા સોપાનો કે તબક્કાઓને અનુસરવું પડે છે. તેમ કરવાથી સંશોધનની પ્રક્રિયા વધુ
સરળ અને વૈજ્ઞાનિક બને છે. તેનાં તારણો અને પરિણામો વધુ વિશ્વસનીય છે, તેથી
ક્રિયાત્મક સંશોધન હાથ ધરવા માટે નીચેના સોપાનો કે તબક્કાઓને અનુસરવામાં આવે છે:
(૧) સમસ્યાની પસંદગી
(૨) સમસ્યાનું ક્ષેત્ર
(૩) સમસ્યાના સંભવિત કારણો
(૪) ક્રિયાત્મક સંશોધનની
ઉત્કલ્પનાની રચના
(૫) પ્રયોગ કાર્યની રૂપરેખા
અને અમલીકરણ
(૬) પ્રયોગ કાર્યનું
મૂલ્યાંકન
(૭) તારણ, પરિણામ અને
અનુકાર્ય
0 ટિપ્પણીઓ
Please do not Enter any Spam Link in the Comment box.😈