ડૉ. મારિયા મોન્ટેસરી
મારિયા મોન્ટેસરીશિક્ષણ પ્રણાલીના સિદ્ધાંતો:-
Ø આ પોસ્ટમાં સમાવિષ્ટ બાબત
* વિકાસનો સિદ્ધાંત (Principle of Development)
* વેયક્તિકતાનો સિદ્ધાંત
* સ્વતંત્રતાનો સિદ્ધાંત
* સ્વ-અધ્યયનનો સિદ્ધાંત
* ઇન્દ્રિયોની તાલીમનો
સિદ્ધાંત
1) વિકાસનો સિદ્ધાંત (Principle of Development):-
ક્રો બેલની જેમ મારિયા મોન્ટેસરી પણ એમ માનતા
હતાં કે દરેક બાળકમાં સુષુપ્ત આંતરિક શક્તિઓ હોય છે. દરેક બાળકને પોતાનું આગવું
વ્યક્તિત્વ, આગવાં રસ-રુચિ, અભિયોગ્યતાઓ, ક્ષમતાઓ અને વિશિષ્ટ શક્તિઓ હોય છે, તેથી
દરેક બાળકોના વેયક્તિક તફાવતો-શારીરિક અને માનસિક તફાવતોને લક્ષમાં લઇ દરેક બાળકને
પોતાની યથા શક્તિ-મતિ અનુસાર શિક્ષણમાં ગતિ કરવા દેવી જોઈએ, તેઓ કહેતાં કે “બાળક
એક દેહ જે વૃદ્ધિ પામે છે, તે એક દેહી છે, કે જે વિકાસ પામે છે. તેમને અવરુદ્ધ
કરવાં જોઈએ નહિ. શિક્ષણનું આયોજન એવી રીતે કરવું જોઈએ કે જેથી બાળકના વ્યક્તિત્વનો
પૂર્ણ પણે વિકાસ થાય.
2) વેયક્તિકતાનો સિદ્ધાંત:-
શિક્ષણ વ્યક્તિગત સ્વરૂપે અપાવું જોઈએ.
બાળકોના વેયક્તિક તફાવતોને ધ્યાનમાં લઈને શિક્ષણનું આયોજન કરવું જોઈએ. બાળકોને
સમૂહમાં રાખીને તેની વેયક્તિક્તા વ્યક્તિગત વિશિષ્ટતાઓનો વિધ્વંસ કરવો જોઈએ નહિ.
દરેક બાળકને પોતાની રીતે વિકસવાની ખીલવાની-ખુલવાની તકો પૂરી પાડવી જોઈએ.
3) સ્વતંત્રતાનો સિદ્ધાંત:-
ડૉ. મારિયા મોન્ટેસરીની માન્યતા અનુસાર
સ્વાતંત્ર્ય એ પ્રત્યેક વ્યક્તિનો મૂળભૂત
અધિકાર છે. તેથી બાળકોને પૂર્ણ સ્વતંત્રતા પ્રાપ્ત થવી જોઈએ. સ્વતંત્રતાની
આબોહવામાં બાળકના વ્યક્તિત્વનો સર્વાંગીણ વિકાસ શક્ય બને છે. અધ્યાપકે બાળકોના
કાર્યોમાં હસ્તક્ષેપ કરવો જોઈએ નહિ. ક્રિયા દ્વારા અપાતા શિક્ષણમાં આત્મનિયંત્રણ
અથવા સ્વશીસ્તનું સ્વયંભૂ નિર્માણ શક્ય બને છે.
4) સ્વ-અધ્યયનનો સિદ્ધાંત:-
ડૉ. મારિયા મોન્ટેસરીનાં મંતવ્ય મુજબ
આત્મશિક્ષણ અથવા સ્વયંશિક્ષણ એ શિક્ષણની સર્વોત્તમ પદ્ધતિ છે. તેઓ અધ્યાપકના
વારંવારનાં હસ્તક્ષેપને નિષિદ્ધ માનતાં હતાં. બાળક જયારે માર્ગદર્શન ઝંખે ત્યારે જ
તેને શિક્ષક દ્વારા ઉચિત માર્ગદર્શન અપાવું જોઈએ. દરેક બાળકને પોતાની સ્વ-રુચિ, રસ
અનુસાર અધ્યયન કરવાનો અધિકાર છે. આવાં ઉપકરણો શિક્ષકની ગરજ સારે છે. સ્વયં જાતે
મેળવેલું શિક્ષણ અથવા જ્ઞાન બાળકો માટે ચિરંજીવ નીવડે છે.
5) ઇન્દ્રિયોની તાલીમનો સિદ્ધાંત:-
ડૉ. મારિયા મોન્ટેસરીએ ઇન્દ્રિયોની તાલીમ અથવા
ઇન્દ્રિયોના વિકાસ પર ખૂબ ભાર મૂક્યો છે. ઇન્દ્રિયો જ્ઞાનના પ્રવેશદ્વારો છે. Senses are the gate ways of knowledge. ઇન્દ્રિયો દ્વ્રારા મેળવેલું પ્રત્યક્ષ જ્ઞાન દ્રઢીભૂત અને સ્થાયી
બને છે. ઇન્દ્રિયો દ્વારા બાળકોના માનસિક અને બોદ્ધિક વિકાસ શક્ય બને છે.
મોન્ટેસરીનાં મંતવ્ય અનુસાર બાળકોની જ્ઞાનેન્દ્રિયો સમુચિત વિકાસ કરવો જોઈએ.
જ્ઞાનેન્દ્રિયોના વિકાસ માટે તેણે ક્રમિક ઉપકરણોનો વિકાસ કર્યો હતો. જેનાથી તેમને
પદાર્થના રંગ, વજન, સ્પર્શ અને તાપમાનનો ખ્યાલ આવી શકે.
0 ટિપ્પણીઓ
Please do not Enter any Spam Link in the Comment box.😈