જન્મ ઈ.સ.૧૮૫૯ના ઓક્ટોબર માસમાં અમેરિકાના
‘વુંલીગટન વર્મોન્ટ’ શહેરમાં થયો હતો. તેમના પિતાનું નામ ‘ઓર્ચવાલડ ડ્યુઈ’ હતું
અને તેમનાં માતા ‘લ્યુસીના’ હતાં. તેમના પિતા એક સામાન્ય દુકાનદાર હતા અને નેતિક
મૂલ્યોમાં શ્રદ્ધા ધરાવતા હતાં. પ્રાથમિક અને માધ્યમિક શાળાનો અભ્યાસ કર્યા પછી
તેઓએ વર્મોન્ટ યુનીવર્સીટીમાં શિક્ષણ માટે પ્રવેશ મેળવ્યો અને ઈ.સ. ૧૮૭૯માં
તત્વજ્ઞાન વિષય સાથે તેઓ વિશેષ યોગ્યતા સાથે સ્નાતકની પદવી પ્રાપ્ત કરી. આ દરમિયાન
તેમણે હેનરી હક્સ્લેનું પુસ્તક વાંચ્યું, જે પુસ્તકની તેમના પર જબરી અસર થવા પામી.
ઈ.સ.૧૮૮૪માં તેઓ મિશિગન યુનીવર્સીટીમાં
તત્વજ્ઞાનના અધ્યાપક તરીકે જોડાયા અને ૧૮૮૮થી ૧૮૯૩ સુધી તેમણે મિશિગન
યુનીવર્સીટીમાં દર્શન શાસ્ત્રના વડા અધ્યક્ષ તરીકે કામગીરી બજાવી.
*ડ્યુઈનું તત્ત્વદર્શન:-
જ્હોન ડ્યુઈનું તત્ત્વદર્શન ડાર્વિનનાં ઉત્ક્રાંતિવાદ તેમજ વ્યવ્હારવાદના ચિંતનમાંથી ઉદભવેલું છે. તેના દાર્શનિક સિધાંતો અને શેક્ષણિક વિચારધારાનું મૂળ ઓધોગિક ક્રાંતિમાં રહેલું છે. વસ્તીમાં ઝડપથી થઇ રહેલો વધારો, યંત્રવાદની અસરો અને લોકશાહીની વિચારધારાએ તેના જીવનદર્શનને પ્રેરણા પૂરી પાડે છે.
*જ્હોન ડ્યુઈનું શિક્ષણદર્શન:-
જ્હોન ડ્યુઈનાં શિક્ષણદર્શનનાં બે પાસાં
હતાં. એક સેધાંતિક અને બીજું પ્રાયોગિક પાસું હતું. તે શેક્ષણિક તત્ત્વજ્ઞાનની
વ્યાખ્યા આપતાં કહે છે,
“ શેક્ષણિક તત્ત્વજ્ઞાન એ શિક્ષણની સમસ્યાઓને
સ્પષ્ટ કરી આપીને સમકાલીન સમાજજીવનની મુશ્કેલીઓના આધારે માનસિક આદતો અને વલણોનું
નિર્માણ કરે છે.”
ડ્યુઈના દ્રષ્ટિકોણથી શિક્ષણની સંકલ્પના:-
1) કેળવણી વ્યક્તિમાં રહેલી
એવી બધી ક્ષમતાઓ યા શક્તિઓનો વિકાસ છે કે જેના દ્વારા વ્યક્તિ વાતાવરણ પર નિયંત્રણ
પ્રાપ્ત કરી શકે અને તેની સંભવિતતાઓને અને જવાબદારીઓની પૂર્ણ કરવાની શક્તિ પ્રાપ્ત
કરી શકે.
2) કેળવણી એ વ્યક્તિના
સામાજીકીકરણની પ્રક્રિયા છે.
3) “Education is the continuous reconstruction of
experience.” (કેળવણી એ અનુભવોના
પુનઃનિર્માણની નિરંતર ચાલતી પ્રક્રિયા છે.)
*ડ્યુઈના શિક્ષણદર્શન પર અસરકર્તા બે પરિબળો:-
જ્હોન ડ્યુઈના શિક્ષણ દર્શન પર બે પરિબળોએ મહત્વની અસર કરી છે: (૧) મનોવિજ્ઞાન, (૨) સમાજશાસ્ત્ર.
(1) મનોવિજ્ઞાનની અસર:-
જ્હોન ડ્યુઈના મંતવ્ય અનુસાર શિક્ષણ બાળકોની શક્તિઓ, રસ અને અભિરુચિ, તેની આદતોને ધ્યાનમાં રાખીને આપવું જોઈએ.
મનોવિજ્ઞાન એ શિક્ષણનું પ્રસ્થાન બિંદુ છે.
મનોવિજ્ઞાનની સહાય શિવાય વ્યક્તિની વ્યક્તિગત પ્રવૃતિઓ અને શેક્ષણિક પ્રક્રિયા
અસ્તવ્યસ્ત અને અનિયંત્રિત બની જાય છે.
“કેળવણીનું મહત્વનું કાર્ય
વ્યક્તિ અને સમાજ વચ્ચે સંવાદિતા- સામંજસ્ય સાધવાનું છે.
(2) સમાજશાસ્ત્રીય:-
શિક્ષણ પર બીજું અસરકર્તા પરિબળ વ્યક્તિ
સમાજશાસ્ત્ર છે. વ્યક્તિ જે સમાજમાં જન્મે છે અને જીવે છે તે સમાજ સાથે વ્યક્તિનું
અનુકુલન સધાવું જોઈએ. વ્યક્તિનું વ્યક્તિત્વ સામાજિક શૂન્યથી પાંગરતું નથી. આથી,
વ્યક્તિનો સામાજિક વિકાસ કેળવણી દ્વારા અભિપ્રેત છે. વ્યક્તિના વિકાસની સાથે
સમાજનો વિકાસ પણ થવો જોઈએ.
જ્હોન ડ્યુઈના દ્રષ્ટિકોણ અનુસાર શિક્ષણની લાક્ષ્નીક્તાઓ/ કાર્યો/ કારકો:-
(1) શિક્ષણ એ જીવન છે અને જીવન એ શિક્ષણ છે:-
જ્હોન ડ્યુઈના મંતવ્ય અનુસાર શિક્ષણ એ જીવનની અનિવાર્ય આવશ્યકતા છે. શિક્ષણ એ સ્વયં જીવન છે. તે જીવનની માત્ર તેયારી નથી, જીવન એ પ્રવૃત્તિઓનો પરિપાક છે અને શિક્ષણ યા પ્રવૃત્તિઓ દ્વારા જન્મે છે. બાળકો વર્તમાનમાં જીવે છે, તેને માટે ભવિષ્ય નિરર્થક છે, આથી શિક્ષણ એ ભાવી જીવનની તેયાર નથી, તે વર્તમાનની ક્ષણો છે. શિક્ષણે વર્તમાન જીવનના વાસ્તવિક અનુભવો પૂરા પાડવા જોઈએ કારણ કે શાળા એ ઘરનું વિસ્તરણ છે.
(2) શિક્ષણ એ વિકાસની
પ્રક્રિયા છે (Education is growth):-
શિક્ષણ એ નિરંતર વિકાસની
પ્રક્રિયા છે. વિકાસ એ શિક્ષણનું વાસ્તવિક કાર્ય છે. શિક્ષણ દ્વારા વ્યક્તિને
મહત્તમ વિકાસની તકો પ્રાપ્ત થવી જોઈએ. જ્હોન ડ્યુઈના શબ્દોમાં “જ્યારે વિદ્યાર્થી
વર્ગમાં અભ્યાસ કરે છે ત્યારે તેનો નિરંતર વિકાસ થતો રહે છે.”
જ્હોન ડ્યુઈનાં મંતવ્ય અનુસાર “શિક્ષણ એ અનુકૂલનની સતત ચાલતી પ્રક્રિયા છે. દરેક તબક્કે વિદ્યાર્થી વિકાસ સાધતો જ રહે છે. શિક્ષકે આ વિકાસમાં સહાયક કે માર્ગદર્શકની ભૂમિકા ભજવવાની રહે છે.
(3) શિક્ષણ સામાજિક કાર્યક્ષમતા તરફ લઇ જાય છે:-
જ્હોન ડ્યુઈના મંતવ્ય અનુસાર “શારીરિક જીવનમાં જેમ પોષણ અને પ્રજનન આવશ્યક છે તેમ સામાજિક જીવન માટે શિક્ષણ એટલું જ અનિવાર્ય છે. મનુષ્ય એક સામાજિક પ્રાણી છે. સામાજિક કાર્યક્ષમતા એટલે વ્યક્તિની આર્થિક અને સાંસ્કૃતિક કાર્યક્ષમતા. આનો અર્થ એ થયો કે શિક્ષણ દ્વારા વ્યક્તિનું સંપૂર્ણ સામાજિકીકરણ થવું જોઈએ.
0 ટિપ્પણીઓ
Please do not Enter any Spam Link in the Comment box.😈