Vanina avayavo ane tenu karya/Uchcharan prakriya વાણીના અવયવો અને તેનું કાર્ય અથવા ઉચ્ચારણ
પ્રક્રિયાધ્વનિ નિર્માણની
પ્રક્રિયામાં વાક-વાગ અવયવોનું કાર્ય.
ઉચ્ચારણ તંત્ર અથવા વાણીના અવયવો વંશ પરંપરા
પ્રમાણે કોઈકના મોટા તો કોઈકના નાના હોય શકે છે. બીજી રીતે કહીએ તો દરેક મનુષ્યના
ઉચ્ચારણ અવયવો અન્યની આકારની દ્રષ્ટિએ જુદા જુદા હોય શકે છે. છતાં એ ચોક્કસ છે કે
ધ્વનિના ઉચ્ચારણ સમયે એ અવયવોનું સંચાલન અલગ અને સ્પષ્ટ હોવું જરૂરી છે જેથી
સાંભળનારને પ્રત્યેક ધ્વનિ અલગ તેમજ સ્પષ્ટ પ્રતિત થાય. વાણીના અવયવો નીચે મુજબ
છે:
*અવયવો:
-ઓષ્ઠ/હોઠ/Lips
-દાંત/Teeth
-પેઢા/વત્ર્સ/ A Veolar
- મૂર્ધા/ celebram
- કઠોર તાલુ/ hard palate
- કોમળ તાળવું/ soft palate
-પડ જીભ/ અલીજિહ્વા/
કંઠમૂળ/uwla
- જીભનું ટેરવું
- જીહ્વાય
- જીહ્વા મધ્ય
- જીહ્વા પશ્ચય
- જીહ્વા મૂળ
-સ્વરયંત્રવર્ણ/અભિકાક્લ
- કંઠમર્ણ /ગ્રસ્નીકા
-અન્નનળી
-શ્વાસનળી
-ફેફસાં
- શ્વરયંત્ર
- તંત્રી વિવર
- નાસિકાવિવર
- મુખ વિવર
માનવના બે હાથોની જેમ વાણી વર્ણ પણ સંતુલિત અને દ્વિપક્ષીય છે. વાણી વર્ણને બે હાથનું પ્રતિરૂપ આપવું ઉચિત છે. ઉચ્ચારણ અવયવના એવા જોડકા કાન દ્વારા સાંભળીને અલગ કરી શકાતા નથી એટલે આપણે ઉચ્ચારણલક્ષી વિવરણનાં સમઘ્રની પ્રભાવક અથવા પ્રભણ પર વધુને વધુ અવલબવું પડે છે. ઉચ્ચારણ અવયવોનો કાર્ય નીચે મુજબ છે:-
*મુખ વિવરનું કાર્ય:-
મુખ વિવરમાં હોઠ, દાંત, વત્સ્ર, મૂર્ધા,
કઠોરતાળવું વગેરેનો સમાવેશ થાય છે. મુખ વિવરમાં જીભના મહત્વના ભાગો જેવા કે...
જીભનું ટેરવું, જીહ્વાગ, જીહ્વા મધ્ય, જીહ્વા પશ્ચય અને જીભનું મૂળ પણ રહેલા છે.
હોઠના બે પ્રકારો જેવા કે ઉપરનો હોઠ અને
નીચેનો હોઠ. ધ્વનિઓના ઉચ્ચારણમાં નીચે આવેલો હોઠ વધારે સક્રિય રીતે કામ કરે છે.
બંને પ્રકારના હોઠ અનેક પ્રકારના આકારો ધારણ કરે છે. તેઓ પૂરે પુરા ખુલ્લા રહી શકે
છે. પૂરે પુરા બંધ થઈ શકે છે. કેટલીકવાર નીચેનો હોઠ ઉપરના દાંતને સ્પર્શે છે. આમ
વિવિધ પ્રકારના આકારો ધારણ કરી વિવિધ વ્યંજનોનું ઉચ્ચારણ કરે છે તે જ પ્રમાણે
સ્વરોના ઉચ્ચારણમાં બંને હોઠ ગોળાકાર કે પહોળા રહી ઉચ્ચારણ કરતા હોવાથી ધ્વનિઓના
ઉચ્ચારણમાં હોઠ સક્રિય ભાગ ભજવે છે. ગુજરાતી ભાષામાં પ,ફ,બ,મ આ વ્યંજનો બંને હોઠ
ભેગા મળી હવાને અવરોધી સ્ફોટ થતા આ ધ્વનિનું ઉચ્ચારણ થાય છે. જેથી એમને ઓષ્ઠીય
ધ્વનિ તરીકે ઓળખવામાં આવે છે. ઉપરના દાંત અને નીચેના દાંત મળી હવાનું અવરોધન કરી
‘વ’ વ્યંજન ઉચ્ચાર્ય છે જેને દાંત્યોષ્ઠ ધ્વનિ તરીકે ઓળખવામાં આવે છે. હોઠ એ મુખ
વિવરનું આચ્છાદન છે.
એવી જ રીતે ઉપર આવેલા દાંત ધ્વનીઓના ઉચ્ચારણમાં
વિશેષ રૂપે સહાયક નીવડે છે. બન્ને પ્રકારના દાંત ધ્વનિ ઉચ્ચારણમાં સ્થાન તરીકે કામ
કરે છે. ઉપરના દાંત જીભના ટેરવાને મળી હવાનું અવરોધન કરી ત,થ,દ,ધ,ન જેવા દન્ત્ય
ધ્વનિઓના ઉચ્ચારણમાં સહાયક નીવડે છે.
જેમ હોઠ ધ્વનિઓના ઉચ્ચારણમાં પ્રયત્ન તરીકે કામ
કરે છે તેવી રીતે દાંત તેમજ દાંતનો મૂળ ભાગ સ્થાન તરીકે કામ કરે છે. જેને
‘વત્સ્યે’ તરીકે ઓળખવામાં આવે છે. જીભના વિવિધ પ્રકારના ભાગો વત્સ્યને સ્પર્શી એના
તરફ ગતિ કરીને અથવા નજીક આવીને ધ્વનિ પેદા કરે છે. જીભનું ટેરવું વત્સ્યને અડીને
ન,સ,ર,લ જેવા ધ્વનિઓ ઉચ્ચારાય છે. તેમજ ઇ-ઈ અને એ,ઍ ધ્વનીઓના ઉચ્ચારણમાં વત્સ્યેની
નજીક જીભ જાય છે ત્યારે આવા અગ્ર સ્વરોનું ઉચ્ચારણ થાય છે.
વત્સ્ય પછીનું સ્થાન કઠોર ટાળવાનું છે. વત્સ્ય
તેમજ મૂર્ધા એ બે વચ્ચેના ભાગને કઠોર તાળવું કહે છે. આ અવયવ સ્થાન તરીકે કામ કરે
છે. જીભ આ ભાગને સ્પર્શી ચ,છ,જ,ઝ,ઞ જેવા ધ્વનિઓનું ઉચ્ચારણ થાય છે. જે જીભનો અગ્ર
ભાગ અને કઠોર તાળવાના ભાગથી ઉચ્ચારાતા હોવાથી આ ધ્વનીઓને તાલવ્ય ધ્વનિ કહ્યા છે. આ
ઉપરાંત જીભનો અગ્રભાગ તાળવાની નજીક જઇ ‘શ’ એ તાલવ્ય ધ્વનિનું ઉચ્ચારણ થાય છે. તેમજ
જીભના બંને પાશ્વ તાળવાને અડીને ‘ય’નું ઉચ્ચારણ થાય છે. જીભનો અગ્ર ભાગ અને બંને પાશ્વ
તાળવાને અડી હવાનું અવરોધન કરી સ્ફોટ થતા ‘લ’ પાશ્વિક ધ્વનિનું ઉચ્ચારણ કરે.
ટાળવાના સૌથી ઊંચા ભાગને મૂર્ધા કહેવામાં આવે
છે જે કઠોર તાળવું તેમજ કોમળ તાળવું વચ્ચેનો ભાગ છે. આ ધ્વનિના ઉચ્ચારણમાં સ્થાન
તરીકે કામ કરે છે. જીભનું અગ્રભાગ મુર્ધાને સ્પર્શી ટ,ઠ,ડ,ઢ,ણ નું ઉચ્ચારણ થાય છે
જેને મૂર્ધન્ય ધ્વનિ કહેવામાં આવે છે.
મુખ વિવરમાં રહેલા અને
મૂર્ધાની વચ્ચે આવેલા અસ્થીમય ભાગથી કોમળ એક માસ ખંડ આરંભાય છે જેને ભાષા વિજ્ઞાનમાં
કોમળ તાળવું તરીકે ઓળખવામાં આવે. ધ્વનિ નિર્માણની પ્રક્રિયામાં આ ભાગ સક્રિય રીતે
કામ કરે છે જેથી મહત્વનો ગણવામાં આવે છે. આમ તો આ અવયવ જ્યારે હવા મુખ વિવરમાંથી
ફેફસાં તરફ જાય છે, ત્યારે કોમળ તાળવાનો સમગ્રભાગ ઉપર તરફ ખેંચાય છે, પરંતુ જ્યારે
હવા નાસિકા વિવરમાંથી અંદર કે બહાર તરફ જાય છે ત્યારે એ કોમળ તાળવું નીચેની તરફ
ઝૂકી પડે છે. ફરીથી હવા મુખ વિવરમાંથી પસાર થાય તો તે ફરીથી ઉપર તરફ જાય છે. આ
પ્રક્રિયા ઉપરથી સ્પષ્ટ થાય છે કે કોમળ તાળવું નાસિકા વિવર તેમજ મુખ વિવર વચ્ચે એક
દરવાજાનું કામ કરે છે. આ ઉપરાંત જીભનું મૂળભાગ કોમળ તાળવાને સ્પર્શી હવાને અવરોધન
કરી સ્ફોટ થતા કંઠ્ય ધ્વનિનું ઉચ્ચારણ થાય છે. ક,ખ,ગ,ઘ,ઙ જેવા ધ્વનિઓ કંઠ્ય ધ્વનિ
તરીકે ઉચ્ચારાય છે જેમનું ઉચ્ચારણ કોમળ તાળવું અને જીભનો મૂળભાગ છે.
કેટલીકવાર આપણે મુખના આચ્છાદન એવા બન્ને હોઠને
બંધ રાખી કોઈકના જવાબ માટે ‘હ્ં’ તો કેટલીકવાર બન્ને હોઠ ખુલ્લા રાખી ‘હં’
ધ્વનિનું ઉચ્ચારણ થાય છે. આમ, મુખ વિવરમાં દાંત, વત્સ્ય, તાળવાના વિવિધ ભાગો તેમજ
જીભના વિવિધ ભાગો ધ્વનિના ઉચ્ચારણમાં મહત્વનો ભાગ ભજવે છે.
*પડ જીભનું કાર્ય/ અન્ન જીહ્વા/ જીહ્વા મૂળ/ કંઠ મૂળ:-
સ્વર તંત્રના મુખ આવરણ ઉપર જીભ સ્વરૂપનો
માસનો નાનો સ્નાયુ હોય છે. આ સ્નાયુથી નાસિકા વિવર તેમજ મુખ વિવરના માર્ગો જુદા
પડે છે. આ જીભ જેવા સ્નાયુને અલીજીહ્વાના નામથી ઓળખવામાં આવે છે, અને કંઠમૂળ પણ
કહેવામાં આવે છે. કંઠમૂળનું મુખ્ય કાર્ય કોમળ તાળવાની સાથે સ્વરયંત્ર મુખ દ્વારા
હવાના માર્ગને અવરોધવાનું છે. પડજીભ કોમળ તાળવાનો અંતિમ ભાગ છે જે કોમળ તાળવું
સાથે લટકતો જોવા મળે છે, એની મુખ્યત્વે ત્રણ અવસ્થાઓ છે.
(૧) પડ જીભની પ્રથમ
અવસ્થામાં તે સામાન્ય રીતે ઢીલી અને નીચે તરફ લટકતી રહે છે. મુખ બંધ હોય છે જેથી
હવાને કોઈ પણ પ્રકારનો અવરોધ વિના નાસિકા વિવરમાંથી પસાર થઈ ભાર આવે છે. આમ તો આ
પ્રક્રિયા શ્વાસોશ્વાસની છે. અને તે સ્વાભાવિક અવસ્થા છે. આવી અવસ્થામાં ‘હ’ જેવા
ઉચ્ચારાય છે પરંતુ આ ધ્વનિ કોઈકની વાત સાંભળતા હકાર રૂપે મુખ ખોલ્યા વિના જ
ઉચ્ચારાય છે.
(૨) બીજી અવસ્થામાં અલી
જીહ્વા ખેંચાઈને નાસિકા વિવરને બંધ કરે છે. નાસિકા વિવરમાંથી હવાને પસાર થતાં
પૂરેપુરી અવરોધવામાં આવે છે જેથી હવા એ માત્ર મુખ વિવરમાંથી પસાર થવું પડે છે જેથી
મુખ વિવરમાં સ્થાન અને પ્રયત્ન દ્વારા હવાને અવરોધી જુદા જુદા પ્રકારના ધ્વનિઓ
ઉત્પન્ન થાય છે તેમને સ્ફોટક ધ્વનિઓ/ મોખિક ધ્વનિઓ અથવા નિર્-વ્યંજનો આનાથી આ
અવસ્થામાં ઉત્પન્ન થાય છે.
(૩) ત્રીજી અવસ્થામાં
અલીજીહ્વા ખેચાઈને નાસિકા વિવરનો માર્ગને બંધ કરતી નથી તેમજ મુખ વિવરના માર્ગને પણ
અવરોધ કરતી નથી. ફેફસામાંથી બહાર આવતી નાસિકા વિવર અને મુખ વિવર બન્નેમાંથી પસાર
થવું પડે છે આવી અવસ્થામાં સાનુંનાસિક ધ્વનિઓ ‘અં’, ‘ઉં’, ઉચ્ચારાય છે.
આ ઉપરાંત અલી જીહ્વા વિશ્વની કેટલીક ભાષાઓમાં
વિશેષ પ્રકારના ધ્વનિઓના ઉચ્ચારણમાં પ્રત્યક્ષ રીતે સહાય કરે છે. તેવા ધ્વનીઓને પડ
જીભ ધ્વનિઓ કહે છે. અલી જીહ્વા, જિહ્વા પશ્ચયને સ્પર્શી ધ્વનિઓ પેદા કરે છે.
દા.ત.:- હિન્દી અને ઉર્દૂ
ભાષામાં ‘क’ ઉચ્ચારે છે, તો ફારસી ભાષામાં ‘ક’નું જ ઘોષ રૂપ અને એસ્કિમોની ભાષામાં
અનુનાસિક સ્પર્શ ધ્વનિ અથવા તેની નજીકથી પસાર થઇ સંઘર્ષી ધ્વનિ પેદા કરે છે.
અલી જીહ્વાની એકબાજુ નાસિકા વિવર અને બીજી
બાજુ મુખ વિવર છે. આ બન્ને ઉચ્ચારણ અવયવ કોઈ ધ્વનિ પેદા કરતાં નથી પરંતુ મુખ વિવરના
તાળવું છે જે સ્થાનેથી ધ્વનિઓ ઉત્પન્ન થાય છે. મુખ વિવરમાં તાળવાની જેમજ પ્રયત્ન
તરીકે કામ કરતો અવયવ જીભ છે. આ જીભના જુદા જુદાં ભાગો કોમળ તાળવું, કઠોર તાળવું
મુર્ધાને સ્પર્શી વિવિધ પ્રકારના ધ્વનિઓ ઉત્પન્ન કરે છે.
*જીભનું કાર્ય/ જીહ્વાના કાર્ય:-
પ્રયત્ન તરીકે અતિ મહત્વનો અવયવ તરીકે મુખ
વિવરમાં આવેલા દાંતોની વચ્ચે સમાયેલ જીભ છે. આમ તો જીભનું મુખ્ય કાર્ય સ્વાદ
પારખવાનું અને તેની સાથે ખોરાકને વલોવવાનું છે. માનવીએ જીભની ઉપપેદાશ તરીકે ધ્વનિ
નિર્માણની પ્રક્રિયામાં ઉપયોગી બનાવ્યો છે. જીભને અરબી ભાષામાં જબાન કહેવામાં આવે
છે. લેટિનમાં લીન્ગ્વા કહેવામાં આવે છે. આ બંને શબ્દો આજે પર્યાય બની ગયા છે.
વિશ્વની બધી જ ભાષાઓમાં મોટા ભાગના સ્વર-વ્યંજન ધ્વનિઓ જીભની સહાયથી ઉચ્ચારાય છે.
સામાન્ય અવસ્થામાં મુખ વિવરમાં જીભ સ્થિર પડી રહે છે, પરંતુ બોલતી વેળાએ હવાના
અવરોધન કરવા માટે પ્રયત્ન તરીકે કામ કરે છે. મુખમાં રહેલા તાળવાના કે દાંતના કોઈ
પણ સ્થાનને સ્પર્શી હવાને અવરોધે છે, ત્યારે વિશેષ પ્રકારનો ધ્વનિ ઉચ્ચારાય છે.
વાણીનાં અવયવોમાં જીભના વિવિધ ભાગો પાડવામાં આવ્યા છે, જેમ કે, જીભનું ટેરવું,
જીહ્વાગ્રહ, જીહ્વા મધ્ય, જીહ્વા પશ્ચય, જીહ્વા મૂળ આ ભાગ ઉપરાંત જીભનાં બંને
પાશ્વ પણ ધ્વનિ ઉચ્ચારણમાં સહાયક નીવડે છે.
જીભનો અગ્રભાગ અને જીભનું ટેરવું ઉચ્ચારણમાં
વધુ સહાયકારી છે. આગળનાં ઉપરનાં દાંતને સ્પર્શી દન્ત્ય ધ્વનિઓ (ત,થ,દ,ધ,ન) વત્સ્યને
સ્પર્શી વત્સ્ય ધ્વનિઓ (ન,સ,ર,લ) ઉચ્ચારણના સહાયક નીવડે છે. તદુપરાંત ફેફસામાંથી
બહાર આવતી હવા દ્વારા ઝટકા ખાય એકથી વધુ વાર કંપન પેદા કરી પ્રકંપી ધ્વનિ ‘ર’નું
ઉચ્ચારણ થાય છે. દાંત કે વત્સ્યના મધ્યબિંદુને સ્પર્શી પોતાના બન્ને પાશ્વને
ખુલ્લા રાખી પાશ્વિક ધ્વનિ ‘લ’ તેમજ પાછળ તરફ વળી મુર્ધાને સ્પર્શી મૂર્ધન્ય
ધ્વનિઓ (ટ,ઠ,ડ,ઢ,ણ)ના ઉચ્ચારણમાં સહાયક નીવડે છે. જીભના ટેરવુંની જેમ અગ્રભાગ પણ
ઉચ્ચારણ અવયવમાં મહત્વનો છે જે ભાગ સામાન્ય સ્થિતિમાં કઠોર તાળવાની બરાબર સામે હોય
છે જે કઠોર તાળવું અને જીભનો અગ્રભાગ હવાને અવરોધન કરી તાલવ્ય ધ્વનિઓ
(ચ,છ,જ,ઝ,શ,ય)નું ઉચ્ચારણમાં સહાયક નીવડે છે. આમ તો ઉચ્ચારણમાં જીભની પરિસ્થિતિ બે
પ્રકારની છે. જીહ્વાગ્રહ કઠોર તાળવાને સ્પર્શી તાલવ્ય ધ્વનિ ઉચ્ચારે છે તેની સાથે
અગ્ર સ્વરોના ઉચ્ચારણોમાં પણ મદદરૂપ થાય છે. તદ ઉપરાંત અગ્રસ્વરો એ,ઍ વગેરેના
ઉચ્ચારણમાં જુદી-જુદી માત્રાએ કઠોર તાળવા તરફ જાય છે અને અગ્રસ્વરોનું ઉચ્ચારણ થાય
છે, જેથી જીહ્વા વ્યંજન તેમજ સ્વરોના ઉચ્ચારણમાં પણ સહાયક નીવડે છે. જીહ્વાગ્ર અને
જીહ્વા પશ્વ વચ્ચેના જીભના ભાગને જિહ્વા મધ્ય કહેવાય. જે મધ્ય સ્વરોનાં ઉચ્ચારણમાં
સહાયક નીવડે છે. જીહ્વા પશ્વ અને જીહ્વા મૂળ પણ સક્રિય ઉચ્ચારણ હોય છે. જીહ્વા
પશ્વ કોમળ તાળવાની બરાબર નીચે આવેલો ભાગ છે. જીહ્વા પશ્વનો ભાગ ઉપર તરફ જતા પશ્વ
સ્વરો ઉ,ઊ,ઓ,ઑ વગેરેનો ઉચ્ચાર થાય છે. તદુપરાંત જીહ્વા પશ્ચ કોમળ તાળવું
તેમજ અલી જીહ્વાને સ્પર્શી કંઠ્ય ધ્વનિઓ (ક,ખ,ગ,ઘ,ઙ)નાં ઉચ્ચારણમાં સહાયક નીવડે
છે. કેટલીકવાર કોમળતાળવું કે અલી જીહ્વાની નજીક જઈ હવાના માર્ગ તેમજ પાછળ તરફ ખસી
કંઠ્યના માર્ગ સાંકડો બનાવે છે. જેથી સંઘર્શી વ્યંજનો (સ,હ)નાં ઉચ્ચારણમાં મદદરૂપ
થાય છે.
જીભનો અંતિમભાગ જે
જીહ્વા મૂળના નામે ઓળખાય. કેટલાંક ભાષાવૈજ્ઞાનીકો જીહ્વા મૂળને ઉચ્ચારણ અવયવ તરીકે
સ્વીકારે છે. કારણ કે આ અવયવો પણ કેટલાંક ધ્વનિના ઉચ્ચારણ સહાયક નીવડે છે, પરંતુ
કયા ધ્વનીઓ ઉચ્ચારે તે ચોક્કસ કહી શકાતું નથી. આમ ધ્વનિ નિર્માણની પ્રક્રિયામાં
જીહ્વા પ્રયત્ન તરીકે અતિ મહત્વનો અવયવ ગણાય છે.
*કંઠમાર્ગ/ ગ્રસનિકા :-
જીભ અને ગળાના
પાછળના ભાગ વચ્ચેની જગ્યા અથવા સ્વરયંત્ર અને અલી જીહ્વાના વચ્ચેના ગળાના
પોલાણ-વાળા ભાગને કંઠમાર્ગ કહેવામાં આવે છે. ધ્વનિના ઉચ્ચારણ વખતે મૂળ ભાગ પાછળ
તરફ ખેંચાઈને ગળાના પોલાણને સાંકડું બનાવે છે અને હે ‘N’ આ ભાગથી/ સ્થાનેથી
ઉચ્ચારતા ધ્વનિઓ છે.
*સ્વરયંત્રાવરણ/ અભિકાકલ:-
અન્નનળીના વિવરની
સાથે શ્વાસનળી તરફ નમેલો જીભ જેવો એક ભાગ હોય છે જેને સ્વરતંત્રનું આવરણ કહેવામાં
આવે છે. આમ તો આ અવયવને બોલવા સાથે ઝાઝો સબંધ નથી પરંતુ કેટલાંક ધ્વનિ વૈજ્ઞાનીકોના
મતે મોખિક સંગીત વેળાએ એ ભાગ વધુ સક્રિય રહે છે. તેમજ મધ્યસ્વર ‘અ’ અને ‘આ’ નાં
ઉચ્ચારણ સમયે પાછળ તરફ ખેંચાઈને સ્વરયંત્રમુખ તરફ જતું રહે છે. ફરી પાછું અગ્રસ્વર
ઇ-ઈ નાં ઉચ્ચારણ સમયે આગળ તરફ આવે છે.
*સ્વરપેટી/ સ્વરયંત્ર/કંઠમૂળ/ લેરીન્ગ્સ:-
શ્વાસનળીમાં ઉપરના
ભાગમાં સ્વરયંત્રાવારણથી થોડે નીચે ધ્વનિનો ઉચ્ચારણ કરનાર મુખ્ય અવયવ શ્વરપેટી આવે
છે. પાતળા માણસોના ગળામાં ઉપસી આવેલ ભાગ તે સ્વરયંત્ર છે. અહીં શ્વાસનળી વધુ જાડી
અને પહોળી હોય છે. આ સ્વરપેટી અને તેમાં રહેલા બે સ્થિતિસ્થાપક પડદાઓ ધ્વનિ
નિર્માણની પ્રક્રિયામાં વધુ મદદરૂપ થાય છે.
*તંત્રીવિવર/કાકલ/સ્વરયંત્ર મુખ:-
સ્વરયંત્રમાં
પાતળા સ્નાયુના બનેલા બે સ્થિતિસ્થાપક પડદાઓ વચ્ચેના ભાગને કાકલ કે સ્વતંત્રમુખ
કહેવામાં આવે છે. ધ્વનિના ઉચ્ચારણમાં સ્વરયંત્રમાં નીકળેલી હવા એના મુખ સાથે ઘર્ષણ
કરતી ભાર આવે છે તે અઘોષ ધ્વનીઓ છે ક,ખ,પ,ટ,ન,ફ,થ,દ અઘોષ ધ્વનીઓના ઉચ્ચારણ સ્થાન
નાદતંત્રીઓ છે. અને ‘હ’ નો એક પ્રકાર જેને આપણે ‘હ’ તરીકે ઓળખાવીએ છીએ તે પણ
અહીંથી જ ઉચ્ચારાય છે.
*સ્વરતંત્રીઓ/ નાદતંત્રીઓ:-
સ્વરપેટીમાં રહેલ
પાતળા સ્નાયુઓના બે સ્થિતિ સ્થાપક પડદાઓ છે. આમ તો સ્વરપેટી તે સ્વરયંત્ર છે અને
તે સ્વરપેટીમાં જ નાદતંત્રીઓનો સમાવેશ થાય છે. સ્વરપેટીનું કાર્ય તો શ્રમના સમયે
શ્વાસ રૂંધીને માનવીની તાકાત વધારવાનું છે, પરંતુ માનવીએ તેને ધ્વનીઓના ઉત્પાદનનાં
ઉપયોગમાં લીધું છે. ઉચ્ચારણની તમામ પ્રક્રિયા પાછળથી શોધાયેલી છે જેથી આ
પ્રક્રિયાને કૃત્રિમ પ્રક્રિયા તરીકે પણ ઓળખવામાં આવે છે.
ધ્વનીઓના
ઉચ્ચારણમાં આ સ્વરતંત્રીઓ ક્યારેક એકબીજાથી નજીક જાય છે. તો ક્યારેક એકબીજાથી દુર
પણ થાય છે કેટલીક વાર આ નાદ તંત્રીઓમાં કંપન અનુભવાય છે. તો કેટલીકવાર કંપન
અનુભવાતું નથી. ગુજરાતી ભાષામાં સ્વરતંત્રીઓની અલગ-અલગ અવસ્થાઓ છે જે નીચે મુજબ
છે:
(૧) પ્રથમ અવસ્થામાં આ નાદતંત્રીઓ અઘોષ ધ્વનીઓનું ઉચ્ચારણ
કરે છે. અઘોષ ધ્વનિઓના ઉચ્ચારણ સમયે સ્વર તંત્રીઓના બન્ને સ્થિતિ સ્થાપક પડદાઓ
સીથીલ પડ્યા રહે છે જે શ્વાસોચ્છવાસની પ્રક્રિયાની સ્થિતિ છે. આ પડદાઓ વચ્ચેના
ભાગથી સ્વરતંત્રમાંથી ઉચ્છવાસ ભાર આવતો રહે છે તે સમય દરમિયાન જે ધ્વનિઓ નિર્માણ
પામે છે તેને અઘોષ ધ્વનિઓ કહે છે. અઘોષ ધ્વનિઓના ઉચ્ચારણમાં નાદતંત્રીઓમાં કોઈ પણ
પ્રકારનું કંપન થતું નથી, ક,ચ,ટ,ત,પ,ફ જેવા ધ્વનીઓ અઘોષ ધ્વનિઓ છે. અઘોષ
મહાપ્રાણ ધ્વનિઓના ઉચ્ચારણ સમયે સ્વરતંત્રીના બન્ને પડદાઓ કંઈક અંશે નજીક આવે છે.
કેટલાંક ભાષા વૈજ્ઞાનીકો નાદતંત્રીની આ અવસ્થાને ઘોષત્વની સ્થિતિ ગણાવે છે, પરંતુ
અઘોષ, મહાપ્રાણ ધ્વનિના ઉચ્ચારણમાં ઘોષત્વની સ્થિતિ કરતા કંઈક જુદા જ પ્રકારની
સ્થિતિ છે, અને અહીંથી ખ,ઘ,છ,ઝ,ભ જેવાં અઘોષ ધ્વનિઓનું ઉચ્ચારણ થાય છે.
(૨) બીજી અવસ્થામાં ઘોષ ધ્વનિઓનું ઉચ્ચારણ થાય છે. ઘોષ
ધ્વનિઓના ઉચ્ચારણ સમયે સ્વરતંત્રીઓના બન્ને પડદાઓ એકબીજાની ખુબ જ નજીક આવી ભેગા
થાય છે જેથી પસાર થતી હવાને ઘર્ષણ અનુભવે છે. આ પરિસ્થિતિમાં ઉચ્ચારાતા ધ્વનિઓ ઘોષ
ધ્વનિઓ છે. ગ,ઘ,દ,ધ,જ,ઝ,બ,ભ,ન,મ વગેરે ધ્વનિઓ ઘોષ ધ્વનિઓ છે.
કોઈ પણ વ્યક્તિ
ઘોષ અને અઘોષ ધ્વનિ વચ્ચેનો ભેદ સરળતાથી ઉકેલી શકે છે, ઉચ્ચારી શકે છે. એમને
ઓળખવાની સૌથી સારી રીત એ છે કે ‘ક’ જેવા ધ્વનિને મોટેથી ઉચ્ચારતી વખતે કાનમાં આંગળી
નાખવાથી કાનમાં એક જાતની ઝણઝણાટી સંભળાય છે. ઘોષ ધ્વનીઓના ઉચ્ચારણમાં નાદતંત્રીઓ
કંપન કરતી હોવાથી વધુ ઝણઝણાટી સંભળાય છે. સ્વરપેટી પર આંગળી રાખીને પણ અનુભવ કરી
શકાય છે.
(૩) ત્રીજી અવસ્થામાં નાદતંત્રીઓ સંપૂર્ણ પણે એકબીજાથી નજીક
આવી એવી રીતે મળે છે કે હવા કોઈ પણ રીતે બહાર જઈ શકતી નથી. જેથી ઉચ્છવાસ વધુ ઘર્ષણ
અનુભવે છે. આવી પરિસ્થિતિમાં કાક્લ્યસ્પર્શ ધ્વનિ (કંઠ્ય-સ્પર્શ ધ્વનિ) ઉચ્ચારાય
છે. જેને આપણે લિપિમાં પ્રશ્નાર્થ ચિહ્ન (?) થી ઓળખીએ છીએ. ઘણી બધી ભાષાઓમાં આ
ધ્વનિ ભાગ્યે જ ઉચ્ચારાય છે. ખાસ કરીને મુંડારી ભાષામાં આ ધ્વનિ સાંભળવા મળે છે.
(૪) સ્વરતંત્રીઓની આ ચોથી અવસ્થા છે. આ અવસ્થામાં ફૂસફૂસાહટ
ધ્વનિનું ઉચ્ચારણ થાય છે. આ ધ્વનિના ઉચ્ચારણ સમયે નાંદ તંત્રીઓમાં કોઈ પણ જાતનું
કંપન પેદા થતું નથી. આ ધ્વનિઓ અઘોષ હોય છ. નાદતંત્રીઓના બન્ને પડદા પરસ્પર મળે
છે. પરંતુ નીચેનો થોડો ભાગ હવાને આવવા માટે ખુલ્લો રહે છે. ખુલ્લા ભાગ સાથે ઘસાઈને
હવા ભાર આવતી હોવાથી એક પ્રકારના ફૂસફૂસાહટ ધ્વનિઓ ફૂસફૂસાહટની રીતે ઉચ્ચારી શકાય
છે.
(૫) પાંચમી અવસ્થા:- ક્યારેક સ્વરતંત્રીઓ અઘોષની સ્થિતિમાં
સંપૂર્ણપણે ખુલ્લી હોય છે કે નથી ઘોષની સ્થિતિમાં સ્વરતંત્ર મુખને સાંકડી બનાવતી
નથી. જેથી હવા ઘોષ- અઘોષ વચ્ચેની સ્થિતિમાંથી પસાર થાય છે. આ સ્થિતિ અસામાન્ય હોય
છે. સ્વરતંત્રીઓ સિથીલ હોય છે. એકબીજાથી થોડીક અવળી હોય છે. આવી સ્થિતિમાં હવાનું
ધક્કો લાગતા થોડુક ઓછું કંપન થાય છે. ત્યારે શુદ્ધ રૂપે ઘોષ ધ્વનિ ન સંભળાતા
ઘર્ષણનો ધ્વનિ સંભળાય છે તેને મર્મર ધ્વનિ કહે છે.
નોંધ:- મિત્રો તમારે પરીક્ષામાં જે રીતે પ્રશ્ન પૂછાયો હોય
એ રીતે પ્રશ્નના આધારે જવાબ લખવો, પેહલા પ્રશ્ન ધ્યાનથી વાંચ્યા બાદ એ અનુરૂપ
માર્કના આધારે લખવો. ઉપર આપેલ જવાબ એ વિવિધ પ્રશ્નો પૂછી શકાય છે.
0 ટિપ્પણીઓ
Please do not Enter any Spam Link in the Comment box.😈