Phonetics & Phonemics
ધ્વની સ્વરૂપશાસ્ત્ર તથા
ધ્વનિ ઘટકશાસ્ત્ર
ધ્વનિ સ્વરૂપ દર્શાવી આપનાર શાસ્ત્રને
ધ્વનિવિજ્ઞાનમાં ધ્વનિસ્વરૂપ શાસ્ત્ર તરીકે ઓળખવામાં આવે છે. ધ્વનિ એ સામાન્યતઃ
સાંભળી શકાય તેવા આંદોલનો રૂપે અસ્તિત્વ ધરાવે છે. હવા એ ધ્વનિના આંદોલનોનું
સર્વવ્યાપક અને સ્વભાવિક માધ્યમ છે. હવા જ્યારે કાન સાંભળી શકે તેવા આંદોલનો રૂપે
અસ્તિત્વ ધરાવે છે ત્યારે તેને ધ્વનિ કહેવામાં આવે છે. ભાષામાં વપરાતા આવા ધ્વનિઓ
કઈ રીતે ઉચ્ચારાય છે? એમાં શરીરના કયા કયા અવયવો કામ કરે છે? ધ્વનિઓ અને ધ્વનિની
શ્રેણીઓ એક-બીજા સાથે કેવા આંતર સબંધથી જોડાય છે તેનો અભ્યાસ ધ્વનિ વિજ્ઞાન કરે
છે, એટલે કે ધ્વનિ સંભળાય છે ત્યાં સુધીનો અભ્યાસ ધ્વનિ સ્વરૂપ શાસ્ત્રમાં સમાવેશ
પામે છે. આ અભ્યાસની ત્રણ શાખાઓ છે:
(૧)ઉચ્ચારણ મુલક
(૨) સંવહન મુલક
(૩)શ્રવણ મુલક
ફેફસામાંથી આવતી હવા સ્વર પેટીના- લેરીંગ
ભાગમાં ગોઠવાયેલી ઝીણી-ઝીણી રબરની પટ્ટીઓ જેવી નાદ તંત્રીઓને કંપાવી અમુક કક્ષાએ
ધ્વનિ આંદોલનો રૂપે જન્મ આપે છે. એટલે કે તેને શ્રાવ્ય બનાવે છે. ઉત્પન્ન થયેલા
મોજાઓ ધ્વનિ આંદોલન રૂપે અસ્તિત્વ ધરાવતા હોય તેવા વાયુ મોજાનો અભ્યાસ કરતી શાખા
તે ઉચ્ચારણ મુલક ધ્વનિ વિજ્ઞાન.
આ આંદોલનનો પ્રકાર તપાસીને કયા આંદોલનો અન્ય
કયા આંદોલનથી જુદા પડે છે તે વર્ણવી ધ્વનિના જુદા જુદા પ્રકારો છે અને તે પ્રકારો
તપાસવા માટે યંત્રોની મદદની જરૂર હોય જેથી યંત્રની મદદથી ધ્વનિ અભ્યાસ કરતુ
શાસ્ત્ર તે સંવહનલક્ષી ધ્વનિ વિજ્ઞાન છે.
આ વાયુ મોજાઓ જુદા જુદા આંદોલનો જુદી જુદી રીતે
સંભળાતા હોય એ જુદી જુદી સાંભળવાની પ્રક્રિયાને વર્ણવતું વિજ્ઞાન તે શ્રવણલક્ષી
ધ્વનિ વિજ્ઞાન.
આ ત્રણે પ્રકારના અભ્યાસ કરનારું શાસ્ત્ર તે
ધ્વનિ સ્વરૂપ શાસ્ત્ર છે. ભાષા મૂળભૂત રીતે તો વાગ-ધ્વનિઓની બનેલી છે. એટલે
ઉચ્ચારણએ ભાષાનું સૌપ્રથમ અને પાયાનું અંગ બની રહે છે. વાન્ચિક ધ્વનિઓ અનંત શક્ય
છે, (અમર્યાદિત છે). પરંતુ જે ધ્વનિઓને ભાષા સમાજ જુદા જુદા શબ્દો બનાવવામાં ઉપયોગ
કરે છે અને તે પોતાની વ્યવસ્થાના ભાગ રૂપે બનાવે છે તેને ભાષાના ધ્વનિ કહેવાય છે.
દા.ત. કામ, કાજ, કાન, માલ,
જેવા શબ્દ જો આપણી ભાષાના બની શકાતા હોય તો ક,ખ,મ જેવા આપણી ભાષાના ધ્વનિઓ છે.
ધ્વનિ વિજ્ઞાન કોઈ લિખિત સ્વરૂપ નહિ પામેલી ભાષાનું ધ્વનિની પદ્ધતિથી અર્થન કરતા
તે ભાષાના ધ્વની ઘટકોને નિશ્ચિત કરી તેને લીપીબદ્ધ કરી શકાય છે. ધ્વનિ વિજ્ઞાનની
સહાયથી ધ્વનિ ધટકો નિશ્ચિત કરી પ્રત્યેક ધ્વનિ ઘટક માટે એક જ સંજ્ઞા (નામ) યોજી
ભાષાને લિખિત સ્વરૂપ અંકિત કરી શકાય છે. ધ્વનિ ઘટકોની સૂક્ષ્મ આલોચના ભાષાની
વર્ણમાળા નક્કી કરવા માટે આવશ્યક છે. વર્તમાન શિષ્ટ ભાષાઓના ઘટકો (વર્ણમાળા
પરંપરાથી ઉતરી આવ્યા છે એની ભૂમિકામાં પ્રાચીનકાળમાં અસંમત પ્રશાંત પણે થયેલી
ધ્વનિ ઘટકીય આલોચના હોવી જોઈએ એમ કલ્પી શકાય.
ભાષાની લીપી રચનાની વિષમતાઓ દુર કરવાને અને ખાસ
કરીને હજુ સુધી લીપીબદ્ધ નથી થયેલી અને માત્ર કથ્ય સ્વરૂપે જ અવ્યવસ્થિત ભાષાઓ
માટે શાસ્ત્રીય પદ્ધતિ, વિષય પદ્ધતિ, વર્ણમાળા નક્કી કરી શકાય. જેમાં એક ધ્વનિ જૂથ
માટે એક જ લિપી સંકેત હોય ન વધારે હોય ન ઓછો હોય એ નિર્માણ કરવાના માટે ધ્વનિ ઘટક
શાસ્ત્રની ઉપયોગીતા છે. ધ્વની ઘટકની પ્રારંભિક વિભાવના ૧૯મિ સદીમાં પ્રાપ્ત થાય
છે. જેમાં પરાગ સ્કુલના ભાષા વૈજ્ઞાનીકોનો ફાળો છે. આ સ્કુલના રસસપન ભાષા
વૈજ્ઞાનીકોએ ધ્વનિ ઘટકની વિભાવના રજુ કરી છે. જેમાં ‘ટુંબેઝ કોપ’નું નામ ઉલ્લેખનીય
છે. એમણે પોતાના ‘ધ્વનિ વ્યવસ્થા વિષયક નિયમમાં ધ્વનિ વિષે વિચારણા કરી છે અને
તેનો પ્રભાવ અનુગામીઓ પર વિશેષ જોવા મળે છે.
પ્રાગ-સ્કૂલના ભાષા વૈજ્ઞાનીકો ધ્વનિ-ઘટકને
અમૂર્ત કાર્યકારી અસંપ્રજ્ઞાત માને છે. ધ્વનિ ઘટક લઘુતમ પૃથ્થકરણ અર્થ્વાન એકમ છે.
આ એકમ કોઈ પણ ભાષાની ધ્વનિ વ્યવ્સ્થામાના અંતર્ગત રચનાત્મક સબંધને પ્રગટાવી આપે
છે. દા.ત.:- ગુજરાતી ભાષામાં કામ,કાજ એ બે શબ્દના અર્થોનું જુદાપણું સ્પષ્ટ છે,
કારણ કે આ બંને શબ્દોમાં ‘કા’ ધ્વનિઘટક એક જ છે. પણ એની સાથે જોડાયેલા ‘મ’ અને ‘જ’
જુદા જુદા ઘટક છે. પ્રાગ-સ્કૂલના ભાષા વેજ્ઞાનીકોના વિરોધમાં એક બીજો ભાષા
વૈજ્ઞાનીકોના વર્ગ સામે આવ્યો. તેમના માટે ધ્વનીઘટક અમૂર્ત નહિ પણ મૂર્ત કે ભોતિક
રૂપ છે. તેમની દ્રષ્ટિએ ધ્વનીતંત્ર એક વર્ગ કે જુથનો પ્રતિનિધિત્વ કરે છે. ગુજરાતી
ભાષામાં ‘મ’ અને ‘જ’ બંને ધ્વનીઘટક પોતપોતાના વર્ગજૂથના પ્રાપ્ત થતા બધા જ
ઉપધ્વનિઓનો પ્રતિનિધિત્વ કરે છે. વિરોધ કરનાર વેજ્ઞાનીકોના જેનું મહત્વનું નામ છે
તે બ્લૂમફિલ્ડ ધ્વનિતત્વને મૂર્ત રૂપ ગણે છે.
આપણે જાણીએ છીએ કે કોઈ એક ધ્વનિનું ઉચ્ચારણ બે
વ્યક્તિઓ સમાન પણે કરી શક્તિ નથી. એક જ વ્યક્તિ એક ધ્વનિનું ઉચ્ચારણ વારંવાર કરે
તો પણ તેના ઉચ્ચારણમાં તફાવત પડે છે એનું કારણ વ્યક્તિ ભેદ અને નજીકના
સ્વર-વ્યંજનના ઉચ્ચરિત રૂપો અનેક મળે છે. આ બધા અનેક ધ્વનિ ઘટક ધરાવતા રૂપો અનેક
છે.
દા.ત.:- ગુજરાતી ભાષામાં
કલ, કલા કાલ, કાલા લાક એ શબ્દોમાં ધ્વનિ ઘટકના ઉચ્ચારણમાં થોડું અંતર છે તે ખલ,
ખલા, ખલ, ખાલા, ખોક જેવું નથી કારણ કે ‘ક’ અને ‘ખ’ એ અલગ ધ્વનિ ઘટક છે. ‘ક’ અને
‘ખ’ એ અલગ-અલગ ધ્વનિ ઘટક હોવાથી જે રીતે જ્યાં વપરાયા હોય તે રીતે ત્યાં અર્થને
બદલી નાખે છે.
0 ટિપ્પણીઓ
Please do not Enter any Spam Link in the Comment box.😈