ધ્વનિ વિજ્ઞાન એટલે શું? ધ્વનિ વિજ્ઞાનનું મહત્વ.
ભાષા એ ધ્વનિ સંકેતોની એક વ્યવસ્થા છે. એ
ધ્વનિ સંકેતો માનવ મુખ દ્વારા ઉચ્ચારાયેલ હોય છે. આ વ્યવસ્થામાં ધ્વનિ એક ભાષાનો
નાનામાં નાનો એકમ છે જ્યારે પદ/રૂપ/શબ્દ એ ધ્વનિથી મોટો એકમ છે અને પદથી મોટું એકમ
વાક્ય છે. જે ભાષાનો મોટામાં મોટો એકમ વાક્ય હોય છે. પોતાની માતૃભાષા શિવાય બીજી
ભાષા બોલનારને આપણે સાંભળીએ ત્યારે તેના ઉચ્ચારણો આપણને નિર્થક લાગે છે કારણ કે તે
ભાષાના ધ્વનિથી આપણે અજાણ છીએ જેથી તે ભાષા બોલનારનું તાત્પર્ય આપણે સમજી શકતા
નથી.
ધ્વનિ એ ભાષાનું લઘુતમ- અને આધારભૂત તત્વ છે,
કારણ કે કોઈ પણ ભાષાની સંરચના ધ્વનિ વડે થાય છે. કોઈ પણ ભાષાની જાણકારી મેળવવી હોય
તો તે ભાષાના ધ્વનિથી પરિચિત હોવું કે તે ભાષાનું ઉચ્ચારણ કરવાને શક્તિમાન હોવું
તેમજ તેને અલગ અલગ ઓળખી શકવાની ક્ષમતા હોવી જરૂરી છે. એટલે ધ્વનિનું સ્વરૂપ સમજાવી
આપનાર શાસ્ત્રને ભાષા વિજ્ઞાનમાં ધ્વનિ વિજ્ઞાન કે ધ્વનિ સ્વરૂપ શાસ્ત્ર અથવા phontios
ઓળખવામાં આવે છે.
ધ્વનિ એ સામાન્યતઃ સાંભળી
શકાય તેવા આંદોલનો છે તેને ધ્વનિ કહેવામાં આવે છે. એવા ધ્વનિઓ કઈ રીતે ઉચ્ચારાય છે
તેના ઉચ્ચારણમાં શરીરના કયા કયા અંગો કામ કરે છે. ધ્વનિઓ તેમજ ધ્વનિની શ્રેણીઓ
એક-બીજા સાથે કેવા આંતર સંબંધોથી જોડાય છે વગેરેનો અભ્યાસ ધ્વનિ વિજ્ઞાન કરે છે.
એટલે કે ધ્વનિ ઉત્પન્ન થાય છે ત્યારથી માંડીને ધ્વનિ સંભળાય છે ત્યાર સુધીનો
અભ્યાસ ધ્વનિ વિજ્ઞાન કરે છે.
ધ્વનિ ભેગા થાય તો અક્ષર બને છે.અક્ષર ભેગા થતા
શબ્દ/પદ/રૂપ બને છે. શબ્દ/પદ કે રૂપ ભેગા થતા વાક્ય બને છે એટલે આપણે એમ કહી શકીએ
કે કોઈ પણ ભાષાની સાચી જાણકારી મેળવવા માટે તે ભાષાના ધ્વનિઓથી પરિચિત હોવું તે
ભાષાનું ઉચ્ચારણ કરવા શક્તિમાન હોવું તેમજ ધ્વનિને અલગ અલગ રીતે ઓળખી શકવાની
ક્ષમતા હોવી જરૂરી છે.
આજના યુગમાં ધ્વનિ વિજ્ઞાનનું મહત્વ અનેક ગણું
વધી ગયું છે. વૈજ્ઞાનિક શોધખોળોએ સમય અને અંતરનો તેમજ તેના પ્રશ્નનો નિવેડો લાવી
દીધો છે. જેથી માનવીની પ્રવૃતિઓ પોતાના પ્રાદેશિક સીમાડાં ઓળંગી આંતરરાષ્ટ્રીય
બનતી જાય છે. દૂર-દૂરના દેશ-વિદેશો સાથે વિવિધ સબંધો બંધાવા લાગ્યા અને એ સબંધો
માટે ભાષાનું જ્ઞાન અનિવાર્ય બન્યું છે. વિદેશી ભાષા શીખવા માટે તે ભાષાના
ધ્વનિઓની, ઉચ્ચારણની જાણકારી પ્રથમ આવશ્યકતા બની રહે છે. કોઈ પણ ભાષાના શબ્દભંડોળ,
વ્યાકરણના રૂપો વગેરેના જ્ઞાન પહેલાં ભાષ્ય કે ભાષા શીખ્નારે મૂળ ભાષક જેવા જ
ઉચ્ચારણ કરી શકે તે જરૂરી છે. પરંતુ આ બાબતે જટિલ સમસ્યા છે. અગાઉ ભાષા શીખવા માટે
માત્ર એક જ માધ્યમ હતું તે વિદેશી ભાશ્કોનું ઉચ્ચારણનું અનુકરણ કરી અભ્યાસ કરવો.
અનુકરણ કરવા માટે જે તે અભ્યાસુઓએ વિદેશમાં જવાની અને તે ભાષકોના સંપર્કમાં
રહેવાની જરૂર પડતી હતી. આ બાબત એક શ્રમ, સાધ્ય અને વ્યય સાધ્ય હતી. તેમજ દરેક માટે
તે સુલભ અને શક્ય પણ ન હતી.
આવા સંજોગોમાં લોકોને એવો અનુભવ થયો કે વિદેશી
ભાષા શીખવાનો સરળ અને સહેલો ઉપાય તે ભાષાના ધ્વનિઓનો વ્યવસ્થિત અને યોગ્ય જ્ઞાન
મેળવવાનું છે અને તેના માટે ધ્વનિ વિજ્ઞાનની જરૂરીયાત સમજાઈ. લોકો એ એવું
અનુભવ્યું કે ધ્વનિ શાસ્ત્રીય પદ્ધતિ દ્વારા ઓછામાં ઓછા સમયમાં વિદેશી ભાષા
સરળતાથી શીખી શકાય છે જેથી આપણે કહી શકીએ કે કોઈ પણ ભાષાની ધ્વનિગત વિશેષતાનો
પરિચય કરાવવાનું કાર્ય ભાષાવિજ્ઞાનની એક શાખા ધ્વનિ વિજ્ઞાન કરે છે.
ધ્વનિ વિજ્ઞાનમાં ધ્વનિઓની જાણકારી, ધ્વનિઓની
સાચી ઓળખ, શુદ્ધ ઉચ્ચારણ તેમજ વિતરણનું કાર્ય કરે છે. ધ્વનિ વિજ્ઞાન વિના કોઈ પણ
ભાષાનું સાચું જ્ઞાન મળી શકતું નથી. આજના યુગમાં વ્યક્તિ માટે એકથી વધુ ભાષાનું
જ્ઞાન જરૂરી બન્યું છે. જેથી ધ્વનિ વિજ્ઞાનનું મહત્વ અનેક ગણું વધી ગયું છે.
આજનાં ભાષવૈજ્ઞાનિક ભાષાના અભ્યાસમાં
ધ્વનિ વિજ્ઞાનનો અભ્યાસ કરે છે એટલું જ નહિ પણ જીવંત બોલીઓના વેજ્ઞાનિક અધ્યયન
માટે એક આધારભૂત શાખા લેખે તેનો સ્વીકાર કરે છે.
ધ્વનિ વિજ્ઞાનનો સબંધ ધ્વનિઓ સાથે છે. જેમાં
માનવ મુખમાંથી ઉચ્ચારાયેલા ધ્વનિઓનો વર્ણન, વિશ્લેષણ અને વર્ગીકરણ થાય છે જેથી
ભાષાના લિખિત રૂપ સાથે એનો કોઈ સબંધ નથી. લિખિત રૂપનો સબંધ વર્ણમાળા સાથે છે, જેથી
વર્ણ અને ધ્વનિ વચ્ચે તફાવત છે.
કાળક્રમે ધ્વનિઓમાં પણ પરિવર્તન થાય છે.
ધ્વનિ વિજ્ઞાનનો સબંધ ધ્વનિઓ સાથે છે. જેમ કે એક ધ્વનિ માટે અનેક લિખિત રૂપ
પ્રાપ્ત થાય છે. જેમ કે ક્ માટે K, C, Q મળે છે તો સ
માટે C, S મળે છે. આનો ઉકેલ ધ્વનિને અનુસરનારી લિપિ દ્વારા શક્ય બને
છે. એક ધ્વનિ માટે એક જ સંકેત છે જે ધ્વનિ વિજ્ઞાનનું જ્ઞાન આપણને ભાષાના સબંધે
સમર્થ બનાવે છે. જેથી કહેવાય છે કે ભાષા વિશેષનું ધ્વની તે નાનામાં નાનું એકમ છે.
એમાં ઉચ્ચારણ ગત વિવિધતાઓ હોય છે. ભાષાના નિશ્ચિત ધ્વનિઓ છે. ધ્વનિનું વિભાજન થઇ
શકતું નથી. દા.ત.- કમળ શબ્દ લઈએ તો – ક્+અ+મ્+અ+ળ્+અ. બોલવું= બ્+ઓ+લ્+અ+વ્+ઉં આમ,
કમળ કે બોલવું શબ્દની સંરચના થઇ છે. જેમાં છ ધ્વનિનો સમાવેશ થયેલો છે. દરેક
ધ્વનિના ઉચ્ચારણો અલગ અલગ થાય છે. પરંતુ ધ્વની એટલે બે પદાર્થના અથડાવવાથી કે
ટકરાવવાથી થતો અવાજ. ભાષા વિજ્ઞાનમાં એવા ધ્વનિઓનો અભ્યાસ થતો નથી. માત્ર ભાશ્કના
મુખમાંથી ઉચ્ચારાયેલા વાન્ચિક ધ્વનીઓનો જ અભ્યાસ કરે છે. આ અભ્યાસ ધ્વનિ વિજ્ઞાન
દ્વારા થાય છે એની ત્રણ શાખાઓ છે.
(૧) ઉચ્ચારણલક્ષી ધ્વનિ
વિજ્ઞાન
(૨) સંવહનલક્ષી કે ભોતિક
ધ્વનિ વિજ્ઞાન
(૩) શ્રવણલક્ષી ધ્વનિ
વિજ્ઞાન
1) ઉચ્ચારણલક્ષી ધ્વનિ વિજ્ઞાન :-
ઉચ્ચારણલક્ષી ધ્વનિ વિજ્ઞાનમાં ધ્વનિની
વિશેષતા ધ્વનિની ભિન્નતા અને ધ્વનિની ક્ષમતાનો અભ્યાસ થાય છે. દા.ત.:- કાલ અને ચાલ
આ બન્ને ધ્વનીઓનું સાચું અને યોગ્ય ઉચ્ચારણ કયું છે. બંને ધ્વનિઓ કઈ રીતે વિશિષ્ટ
છે, બંનેની ક્ષમતા કેવી છે વગેરેના પ્રશ્નોનો જવાબ ઉચ્ચારણલક્ષી ધ્વનિ વિજ્ઞાન
દ્વારા થાય છે.
2) સંવહનલક્ષી કે ભોતિક ધ્વનિ વિજ્ઞાન:-
ભાષકના મુખમાંથી નીકળેલા વાન્ચિક ધ્વનિઓ
સાંભળનારના કાન સુધી હવાના માધ્યમ દ્વારા વાયુ મોજા સ્વરૂપે વહે છે. ઉચ્ચરિત ધ્વનિઓ વાયુ તરંગો દ્વારા ફેરફાર પામે
છે અને અનેક રૂપો ધારણ કરે છે. આ વાયુ તરંગજન્ય ધ્વનિઓનો અભ્યાસ સંવહન ધ્વનિ
વિજ્ઞાનમાં મુખરતા, દીર્ઘતા, ઘોષત્વ, અનુતા, સંગમ, પ્રાણત્વ, અનુંનાસિકતા,
સાનુંનાસિકતા, બાલાઘાત, તારત્વ વગેરે ધ્વનિ ગુણોનો અભ્યાસ થાય છે. આ અભ્યાસ યંત્રો
દ્વારા થાય છે. આ યંત્રો ધ્વનિ ગુણોનું વર્ણન, વિશ્લેષણ અને વિવેચન કરે છે.
કાઈમોગ્રાફ, એસિલોગ્રાફ, લોરીન્જોગ્રાફ, પેલેટોગ્રાફ, સ્પેક્ટોગ્રાફ આ યંત્રો
ભાષાના ધ્વનિઓના અભ્યાસ માટે મહત્વના છે. કોઈ પણ ધ્વનિની દીર્ઘતા તપાસવી હોય તો બે
શબ્દ જેવા કે જળ, જાળ આ બનેલા જ માં રહેલો અ અને આ
બંને ધ્વનિ ઘટકોમાં દીર્ઘતામાં કેટલો તફાવત છે તે યંત્ર દ્વારા અભ્યાસ કરી જે
પરિણામ આવે તેનાથી જ સ્પષ્ટ થાય છે. જળમાં રહેલ અ ની આવૃત્તિ ધ્વનિ ઘટક
દ્વારા ૧૫ આવે તો જળમાં રહેલા આ ની આવૃત્તિ ૩૦ આવે આથી અ હસ્વ છે અને આ દીર્ઘ
છે. બંને વચ્ચે એક જેમ બેનો ગાળો રહે છે.
કેટલીકવાર પેલેટોગ્રાફ દ્વારા તાળવાની રચના
તેના કાર્યો તેમજ વિકૃતિનો પરિચય કરાવે છે. તેમજ સ્પષ્ટ ધ્વનીઓના ઉચ્ચારણ સ્થાનો
વ્યવસ્થિત રીતે જાણી શકાય છે. આ યંત્રના તારણો સંપૂર્ણ પનેન વ્યવસ્થિત અને
પ્રમાણિક તેમજ વૈજ્ઞાનિક છે. ઈ.સ.૧૯૪૦ થી યાંત્રિક ધ્વનિ વિજ્ઞાન કામ કરતુ થયું
ત્યારથી ધ્વનિઓના વર્ણન વર્ગીકરણ તેમજ વિશ્લેષણ વગેરેના કાર્ય નિર્ધારણમાં
વેજ્ઞાનીકતા અને પ્રમાણિકતા પ્રવેશી છે.
3) શ્રવણલક્ષી ધ્વનિ વિજ્ઞાન:-
ઉચ્ચારણલક્ષી ધ્વનિ વિજ્ઞાન ભાશ્કના મુખમાંથી
નીકળેલા ધ્વનિનો અભ્યાસ કરે છે તો શ્રવણલક્ષી ધ્વનિ વિજ્ઞાન સાંભળનારના કાન દ્વારા
ગ્રહણ થયેલા વાંચિક ધ્વનિઓના પ્રભાવ કાર્ય અને પ્રકારોનું વસ્તુલક્ષી વર્ણન,
વિશ્લેષણ, વર્ગીકરણ તેમજ નિયમ તારવવાનું કામ કરે છે. ભાષક દ્વારા ઉચ્ચારાયેલા
ધ્વનિ તરંગો આગળ વધતા શ્રોતાના કાન સુધી પહોંચે તે પહેલા વિકાર પામે છે અને પછી
શ્રોતાના કર્ણ પતલ સાથે અથડાય છે. અહીંથી આગળ વધી વાચક ધ્વનીઓ કાનના આંતરિક
વિવરમાં પહોંચે છે અને ત્યાંથી મગજમાં પહોંચે છે. મગજમાં આ ઉચ્ચરિત ધ્વનીઓનું
પ્રતિબિંબ (માંસ ચિત્ર)પેદા થાય છે અને એ માંસ ચિત્ર મૂર્ત બની સ્ફૂરણ દ્વારા
ભાષાનું રૂપ ધારણ કરે છે.
શ્રવણલક્ષી ધ્વની વિજ્ઞાન સાંભળેલા ધ્વનીઓના
ગુણમાત્ર તેમજ સ્વરૂપનું અધ્યયન કરે છે. શ્રવણલક્ષી ધ્વનિ વિજ્ઞાન ભાષા વિજ્ઞાન
સાથે સબંધ ધરાવે છે. વાગેન્દ્રીય તેમજ શ્રવણેન્દ્રીય વિના ભાષકના ધ્વનીઓના
અસ્તિત્વનું નિર્માણ શક્ય નથી. બંનેમાં ખામી હોય તો વાકધ્વનિઓ પણ વિકૃત તેમજ
નિર્થક નીવડી શકે છે.
દા.ત.:- જીભ તેમજ તાળવામાં
ખામી હોય તો ઉચ્ચારણમાં તોતડાપણું, અચકાવું, કે અસ્પષ્ટતા આવે છે. શ્રવણેન્દ્રીયની
ખામી હોય તો બહેરાશ આવે છે. શ્રવણલક્ષી ધ્વનિ વિજ્ઞાન હજુ પણ પ્રારંભિક દશામાં કામ
કરે છે. ભાષકે ઉચ્ચારાયેલા વાન્ચિક ધ્વનિઓ સાંભળનારની ગુફામાં પ્રવેશે છે ત્યારે
શ્રવણમાં કંપન પેદા થાય છે, જેથી મગજને સંદેશો મળે છે. મગજમાં સંદેશો ગ્રહણ કરવાની
પ્રક્રિયા અંત્યંત સંકુલ છે જેથી શ્રવણલક્ષી ધ્વનિ વિજ્ઞાન હજુ પણ પ્રારંભિક
દશામાં છે.
0 ટિપ્પણીઓ
Please do not Enter any Spam Link in the Comment box.😈