ધ્વનિ ઘટકની વ્યાખ્યા/વિભાવના
સમયના વહેણમાં અનેક ભાષા વૈજ્ઞાનીકોએ ધ્વનિ
ઘટકોની વ્યાખ્યા આપી છે. જે નીચે મુજબ છે:-
1) હોકેટના મતે – ‘ધ્વનિ
ઘટક ભાષાના એવા તત્વો છે જે ભાષાની ધ્વનિ-પ્રક્રિયા પદ્ધતિમાં એકબીજાથી વ્યતિરેકી
(વિશિષ્ટ પૃથ્થક) રૂપમાં આવે છે.’
2) બ્લોક અને ટ્રેગરના મત
પ્રમાણે- ‘ધ્વનિ ઘટક રચનાત્મક દ્રષ્ટિએ સમાન ધ્વનિઓનો સમૂહ છે, એ સમૂહ કોઈ ભાષા
વિશેષમાં તે જ પ્રકારના બીજા સમગ્ર સમૂહોથી વિશિષ્ટ, પૃથ્થક તેમજ અન્યોપ વર્જી હોય
છે.’
3) ડેનિયલ જોન્સ- ધ્વનિ
ઘટકની વ્યાખ્યા આપતા કહે છે કે ‘ધ્વનિ ઘટક સબંધિત (ગુણોમાં) ધ્વનીઓનો પરિવાર હોય
છે. એ પરિવારનો કોઈ પણ સભ્ય કોઈ પણ શબ્દમાં એવી રીતે આવે છે કે તે પ્રકારના
ધ્વન્યાત્મક સંદર્ભમાં એનો બીજો કોઈ સભ્ય આવતો નથી.
4) એચ.એ.ગ્લીસન- ના મત
પ્રમાણે ‘ધ્વનિ ઘટક એ બોલચાલની ભાષાના ઉચ્ચરિત રૂપની એવી ન્યુનતમ વિશેષતા છે જેના
દ્વારા કહેવાયેલી કોઈક વાતનું કહેવાનારી કોઈક વાતથી અંતર સ્પષ્ટ કરાય છે. ધ્વનિ
ઘટક ધ્વન્યાત્મક દ્રષ્ટિએ કોઈક ભાષા કે બોલીમાં સમાન ધ્વનિનો સમૂહ છે જેના
વિતરણનું એક માળખું છે.’
ઉપરોક્ત વ્યાખ્યાઓ પરથી ધ્વનિ ઘટક સબંધે કેટલીક
મહત્વની વાતો સ્પષ્ટ થાય છે.
1) ધ્વનિ ઘટકનો સબંધ કોઈ એક
ભાષા વિશેષ સાથે હોય છે. અને દરેક ભાષાને પોતાના ધ્વનિ ઘટકો હોય છે અને પોતાની
ધ્વનિ ઘટકીય વ્યવસ્થા હોયુ છે.
2) ધ્વનિ ઘટક રચનાત્મક
દ્રષ્ટિએ ઉપધ્વનિ ઘટકનો સમૂહ છે.
3) ધ્વનિ ઘટક કોઈ એક
ભાષામાં વ્યતીરેકી તેમજ અર્થ ભેદક રૂપમાં પ્રાપ્ત થાય છે.
4) જે ધ્વનિના ઉપયોગથી જૂદી
જુદી ઉક્તિ (વાક્ય) બની શકે તેને ભાષાની વ્યવસ્થાનો ઘટક એટલે ધ્વનિ ઘટક કહી શકાય.
જયંત કોઠારી ધ્વનિ ઘટકને ઓળખાવતા લખે છે કે
જુદા અર્થોના શબ્દો બનાવવા માટે ધ્વનિના જે નાનામાં નાના એકમો વપરાય તેને ધ્વનિ
ઘટક કહેવામાં આવે છે. ધ્વનિ ઘટકોની જે વ્યવસ્થા ભાષામાં અસ્તિત્વ ધરાવતી હોય એ
ધ્વનિઘટકોની શ્રેણીઓ રચવા માટેનું જે નિયમ તંત્ર હોય તેને ભાષાનું ધ્વનિતંત્ર
કહેવામાં આવે છે.
0 ટિપ્પણીઓ
Please do not Enter any Spam Link in the Comment box.😈