ભાષા વિજ્ઞાનનું કાર્યક્ષેત્ર વિશાળ છે જે નીચે મુજબ છે:
૧) ભાષાના રચનાતંત્રની
ખૂબીઓને પ્રગટ કરવી:
ભાષા વિજ્ઞાન ભાષાના રચના તંત્રની ખૂબીઓને
પ્રગટ કરીને આપણા કોતુક અને રસને તૃપ્ત કરે છે.
૨) ભાષાના ભ્રામક ખ્યાલોનું
નિરસન કરવું:-
ભાષા વિજ્ઞાન ભાષા વિશેના ઘણા બધા પ્રચલિત
ભ્રામક ખયાલોનું નિવારણ કરી આપણી સમજને ચોખ્ખી બનાવે છે, અને એક પ્રકારનો બોદ્ધિક
આનંદ પણ પૂરો પાડે છે.
૩) ભાષાનો વિકાસ કરવો:-
નવા નવા વ્યવહારોને અનુરૂપ થઈ શકે એવી રીતે
ભાષાની અંતર્ગત શક્તિને આપણે બહાર લાવી શકીએ અને એ રીતે ભાષાનો વિકાસ થાય છે.
૪) ભાષાંતરની કલાનો વિકાસ
કરવો:-
ભાષાંતરની કલાને ભાષાવિજ્ઞાન સહાયરૂપ બને છે.
યંત્રોથી થતા ભાષાંતરો તો ભાષા વિજ્ઞાનના વિકાસની જ દેણ છે.
૫) ભાષા શિક્ષણને વેગ
આપવો:-
ભાષા કેમ ઝડપથી અને સહેલાઈથી શીખવી શકાય, ખાસ
કરીને પર ભાષીઓને એના તરીકાઓ શોધી શકાય છે, અને એ રીતે ભાષા શિક્ષણને વેગ આપી
શકાય.
૬) ભાષાકીય સંકેત-વ્યવસ્થાઓ
નીપજાવવી:-
ખાસ હેતુવાળી ભાષાકીય સંકેત વ્યવસ્થાઓ ભાષા
વિજ્ઞાનની સહાયથી નીપજાવી શકાય છે.
૭) સંદેશા વ્યવહારના-પ્રચારના
સમૂહ માધ્યમોની કાર્યક્ષમતામાં વધારો કરવો:-
સંદેશા વ્યવહારના તેમજ પ્રચારના સમૂહ
માધ્યમોની કાર્યક્ષમતા વધારવામાં પણ ભાષા વિજ્ઞાન ઉપયોગી થાય છે. (સિનેમા, ટી.વી.,
રેડિયો, અખબાર, પુસ્તક, સામાયિક, ઈન્ટરનેટ વગેરે..)
૮) સાંસ્કૃતિક પરિસ્થિતિ
ઉપર પ્રકાશ પાડવો :-
ભાષાના શબ્દ ભંડોળ આદિ કેટલાક તત્વો
સાંસ્કૃતિક પરિસ્થિતિ સાથે ગાઢ રીતે સંકળાયેલા હોય છે, એટલે ભાષાનો અભ્યાસ તે – તે
ભાષક સમાજની ભિન્ન-ભિન્ન સમયની સાંસ્કૃતિક પરિસ્થિતિ ઉપર પ્રકાશ પાડી શકે છે.
૯) ભાષાકીય વલણોમાં સુધારો
લાવવો:-
સમાજના ભાષાકીય વલણો ઘણી વાર સુખદ નથી હોતા.
દા.ત.- અમુક ભાષા સ્વરૂપને
હલકું ગણવું વગેરે. ભાષા વૈજ્ઞાનિક એ વલણોને ઉચિત રીતે ગોઠવવામાં ભાગ ભજવી શકે છે.
૧૦) ભાષાઓના સ્થાન અંગેની
રાજકીય નીતિ ઘડવી:-
દ્વિભાષી કે ભિન્નભાષી પ્રદેશોમાં ભાષાકીય
અસ્મિતાના સંઘર્ષો ઊભા થાય છે. ત્યાં શિક્ષણ અને વહીવટ વગેરેમાં ભાષાઓના સ્થાન
અંગેની રાજકીય નીતિ ઘડવામાં પણ ભાષા વેજ્ઞાનીકનું માર્ગદર્શન ખુબ કામ આવે છે.
૧૧) માનવ વર્તનને સમજવામાં
ફાળો આપવો:-
માનવ વર્તનને સમજવાની કામગીરીમાં પણ ભાષા
વિજ્ઞાનિક ફાળો આપી શકે, કારણ કે વાણી વ્યવહાર એ પણ એક માનવ વર્તન જ છે.
[સંદર્ભ ગ્રંથ]
૧) ભાષા પરિચય –(આવૃ.૧૯૭૮)-ડૉ.કે.બી.વ્યાસ
૨) ભાષા પરિચય- ડૉ.જગદીશ
શાહ
૩) ગુજરાતી ભાષા શાસ્ત્રના
વિકાસની રૂપરેખા- ડૉ.કે.બી.વ્યાસ
0 ટિપ્પણીઓ
Please do not Enter any Spam Link in the Comment box.😈