ટૂંકા પ્રશ્નો
૧.‘કાવ્ય’ શબ્દનો અર્થ
સ્પષ્ટ કરો.
ઉત્તર:- ‘કાવ્ય’ શબ્દ બે અર્થમાં વપરાય- વિશાલ અને વિશિષ્ટ.
વિશાલ:- જેમાં બધા
સર્જનાત્મક સાહિત્યનો સમાવેશ થાય છે.
વિશિષ્ટ:- કાવ્યના રસની,
છંદોરચના, શેલી, અલંકારની વાત.
૨. નર્મદનું વિવેચન સાહિત્ય
કેટલાં પ્રકારના લેખોમાં ઉપલબ્ધ છે? કયા કયા?
ઉત્તર:- ચાર પ્રકારના
લેખોમાં ઉપલબ્ધ છે: (૧) મુખ્યત્વે કરીને કવિતાવિશેના લેખોમાં, (૨) ગુજરાતી કવિઓ
સબંધી લેખોમાં, (૩) કેટલાંક ગ્રંથાવલોકનો તથા ચર્ચા પત્રોનાં લેખોમાં, (૪) ગદ્ય
સાહિત્ય વિશેના લેખોમાં.
૩. નર્મદે આપેલી ‘કવિ’ની
વ્યાખ્યા જણાવો.
ઉત્તર:- “જેનું રસજ્ઞાન થન
થન કરી રહેલું હોય છે, જે લાગણીઓને વશ છે, જે કામ ક્રોધ આદિને સારી પેઠે ઓળખે છે,
જેવું દીઠું સાંભળ્યું તેવું બોલવાની, કરી દેખાડવાની અથવા કોઈ પણ રીતે સમજ્યો એમ
જુક્તીથી રંગીને બતાવવાની જેની શક્તિ છે, તેઓને ‘કવિ’ કહેવા.”
૪. નર્મદ કવિતામાં જોસ્સો
કોને કહે છે?
ઉત્તર:- બાહ્ય જગતનું
પ્રતિબિંબ કવિ માંસ પર પડવાથી તેને એક પ્રકારનો રસ પડે છે, જે રસ જેમાંથી જન્મી
શકે તે કવિનો જોસ્સો. જુસ્સા શબ્દનો અર્થ ઉર્મિઓના ઉછાળા’ તરીકે લઇ શકાય.
૫. નર્મદે કવિતા વિષયક
વિચારો કયા નિબંધમાં મુક્યા છે?
ઉત્તર:- ‘કવિ અને કવિતા.’
૬. નર્મદની કાવ્ય વિભાવનાના
ઘટકતત્વો જણાવો.
ઉત્તર:- નર્મદની કાવ્ય
વિભાવનાના ઘટકતત્વો આ પ્રમાણે છે:
(૧)રસ,
(૨) જ્ઞાન,
(૩) જોસ્સો,
(૪) તર્ક.
૭. નર્મદની દ્રષ્ટિએ
‘રસજ્ઞાન’ એટલે શું?
ઉત્તર:- બાળકથી માંડીને
વૃદ્ધપર્યંત સમસ્ત જનતામાં રસાસ્વાદ-રસાનુભવ કરવાની શક્તિ ઓછેવત્તે અંશે હોય જ છે.
નર્મદ આ શક્તિને ‘રસજ્ઞાન’ તરીકે ઓળખાવે છે.
૮. કાવ્યની શેલી(બાની) વિષે
નર્મદે આપેલી વ્યાખ્યા જણાવો.
ઉત્તર:- “બાની એટલે બોલવાની
તથા લખવાની છટા.”
૯. નર્મદે કવિતાની કેટલી
જાતિઓ ગણાવી છે? કઈ કઈ?
ઉત્તર:- નર્મદે ત્રણ કવિતાની
જાતિઓ ગણાવી છે જે આ મુજબની છે:
(૧) ગીત કવિતા,
(૨) વીરકવિતા,
(૩) નાટક.
૧૦. નર્મદના વિવેચન
ગ્રંથોના નામ જણાવો.
ઉત્તર:- ‘કવિ અને કવિતા’,
‘કવિતા જાતી’, ‘લાવણી’, ‘શીઘ્રકવિતા.’
૧૧. નવલરામનું વિવેચન
કેટલાં પ્રકારના લેખોમાં વહેચાયેલું છે? કયા કયા?
ઉત્તર:- ત્રણ પ્રકારના
લેખોમાં વહેચાયેલું છે:
(૧) મુખ્યત્વે કરીને
ગ્રંથાવલોકનોમાં,
(૨) કાવ્ય-શાસ્ત્ર સબંધી
મનનાત્મક લેખોમાં,
(૩) કવિઓનાં જીવન અને કવન
વિશેના લેખોમાં.
૧૨. નવલરામે આપેલી રસની
વ્યાખ્યા જણાવો.
ઉત્તર:- “ભાત ભાતનાં
પ્રસંગો વડે માણસના મનમાં જે ભાત ભાતનાં વિકાર ઉત્પન્ન થાય છે, તેના ખરેખરા
વર્ણનનું નાંમ તે રસ,” “રસ એટલે અંદરની મજા.’ ‘રસ એટલે ખરો જુસ્સો.’
૧૩. નવલરામની દ્રષ્ટિએ ક્યા
ત્રણ રસો ઈશ્વરનાં સ્વરૂપ સાથે સબંધ ધરાવે છે?
ઉત્તર:- (૧) મોહિની સ્વરૂપ
તે શૃંગારરસ/ કેશીકીવૃતિ
(૨) મમાંયા
(૩) મહાકાળી.
૧૪. નવલરામ ઉત્તમ કવિતા
કોને કહે છે?
ઉત્તર:- ‘કુદરત અથવા માયાના
સ્વરૂપનું ખરેખરું પૂર્ણ ચિત્ર તે ઉત્તમ કવિતા.’
૧૫. નવલરામે વિવેચનમાં
ભાષાંતરના કેટલા પ્રકારો ગણાવ્યા છે?
ઉત્તર:- ત્રણ પ્રકારો:
(૧) શબ્દાનુસારી,
(૨) અર્થાનુસારી,
(૩) રસાનુસારી.
૧૬. નવલરામે આપેલી સંગીત
કવિતાની વ્યાખ્યા જણાવો.
ઉત્તર:- સંગીત કવિતાને
સ્વાનુંભવી અથવા અંત:સ્થિત કવિતા ગણી છે. સંગીત કવિતાને ‘ખંડકાવ્ય' તરીકે
ઓળખાવીને નવલરામ કહે છે: ‘રસ એ જ ખંડકાવ્યોમાં એટલે છૂટક કવિતામાં બસ છે. પદ, ગરબી
વગેરે લખનારામાં એટલું હોય તો તે કૃતાર્થ થયો; કેમ કે તેવી કવિતામાં પોતાના
આત્મામાં જે જે ઉર્મીઓ ઉઠે તે દર્શાવી એટલે થયું અને તે તો પોતામાં રસ હોય તો
સ્વાભાવિક રીતે જ થઈ જાય. આવી કવિતાને સ્વાનુભ્વી અથવા અંત:સ્થિત કવિતા કહે છે.
સંગીતકવિતા આ વર્ગની છે.”
૧૭. છંદનું કાવ્યમાં
અસ્તિત્વ સબંધી રમણભાઈ નીલકંઠનાં ચાર કારણો જણાવો.
(૧) આવેશથી થતું સોંદર્ય
ઉત્પન્ન કરનારું આંદોલન.
(૨) સંગીત સંસ્કાર,
(૩) સનીયમ વ્યવસ્થા,
(૪) વિશેષ જાતની વાણીની
જરૂર.
૧૮. નવલરામના મતે કવિતા
શબ્દનો અર્થ શો છે?
ઉત્તર:- “સર્જનાત્મક કલા”
૧૯. સર્વાનુંભવ રસિક કવિતા
વિષયો સબંધી રમણભાઈના મત જણાવો.
ઉત્તર:- સૃષ્ટિ રચના, કોઈ
એક પ્રસંગ, જન-સ્વભાવ વર્ણન.
૨૦. રમણભાઈના મતે નવલકથાના
મહત્વનાં અંગો કયા કયા?
ઉત્તર:- (૧) ભાવના, (૨)
કલ્પના, (૩) જન-સ્વભાવની પરીક્ષા.
૨૧. અંગ્રેજી Review નો
રમણભાઈના મતે ઉદ્દેશ્ય શો છે?
ઉત્તર:- Review(રીવ્યું)નો
ઉદ્દેશ્ય ગુણાગુણ પરીક્ષા અને નિરુપિત વિષયની ચર્ચા કરવાનો હોય છે અને સંસ્કૃત ટીકાનો હેતુ ગ્રંથકારનો આશય અને અર્થ સમજાવવાનો
અને નિરૂપિત અને બીજ એટલે પ્રતિભા સંપન્ન એવા અતિ વિરલ બીજની માવજત અત્યંત સાવધાની
અને સંભાળે થવી જોઈએ.
૨૨. કવિતાની ઉત્પત્તિ સબંધી
રમણભાઈની માન્યતા પર કોનો પ્રભાવ છે?
ઉત્તર:- પશ્ચિમના વિદ્વાનો,
નર્મદ-દલપત-નવલરામ-મણિલાલ.
૨૩. બ.ક.ઠાકોર પોતાનાં
વિવેચન માટે કઈ વિવેચન પદ્ધતિ અમૂલ્ય ગણે છે?
ઉત્તર:- સિદ્ધાંતદર્શી
વિવેચન પદ્ધતિ, વ્યવહારુ પદ્ધતિ.
૨૪. બ.ક.ઠાકોર માટે કયું વિશેષણ
વપરાયું છે?
ઉત્તર:- તેમનાં જમાનાનાં
છેલ્લા સાક્ષર અને ચાલુ જમાનાના મોવડી અગ્રણી છે.
૨૫. કાવ્ય બાની(શેલી) સબંધી
બ.ક.ઠાકોરના વિચારો.
ઉત્તર:- કવિતાની શેલી દેહની
છાયા જેવી અર્થને અનુસરતી, લાઘવયુક્ત, સ્પષ્ટ અને કવિતાનું સુરેખ સ્વરૂપ ઘડી આપે
તેવી હોવી જોઈએ.
૨૬. મહા કવિ સબંધી
બ.ક.ઠાકોરની માન્યતા જણાવો.
ઉત્તર:- “જુદા-જુદા કવિઓનાં
કૃતિ-ચરિત્રોની તુલના કરતાં જેનામાં અસાધારણ સર્ગ-શક્તિ જણાઈ આવે તે જ મહાકવી કે
ખરો કવિ, સાચો કવિ કવિતાનો ઉપાસક, ભક્ત હોવો જોઈએ.
૨૭. Lyric (લીરીક) સબંધી
બ.ક.ઠાકોરનાં વિચારો.
ઉત્તર:- લીરીકો ગેય અને અગેય ઉભય પ્રકારનાં છે. જે
છંદોબદ્ધ હોય છે. તે ઉર્મિકાવ્યને નામે ઓળખાય છે અને સંગીતનો અંશ ઉમેરાતા તે
ઊર્મિગીત બને છે.
૨૮. બ.ક.ઠાકોરના મતે
અનુવાદનું મહત્ત્વ.
ઉત્તર:- ભાષામાં વૈવિધ્ય,
સમૃદ્ધિ અને નવા ચેતનનું બળ પ્રવર્તે, સાહિત્યના દ્રઢ પાયા પર સ્થિર થયેલી ભાષાને
અનુવાદનું પોષણ તેના વિકાસમાં ચેતના પૂરી પાડે છે.
૨૯. ગુજરાતી ભાષામાં
સાહિત્ય વિવેચનની શરૂઆત કોણે અને ક્યારે કરી? તેમનાં વિવેચન વિષયક નિબંધનું શીર્ષક
જણાવો.
ઉત્તર:- ગુજરતી ભાષામાં
સાહિત્ય વિવેચનની શરૂઆત નર્મદએ ઈ.સ.૧૮૫૮માં કરી. તેમના વિવેચન વિષયક નિબંધનું
શીર્ષક ‘કવિ અને કવિતા’ છે.
૩૦. રમણભાઈની આત્મલક્ષી
ઊર્મિકવિતા માટે કઈ સંજ્ઞા વપરાય છે?
ઉત્તર:- સ્વાનુભવરસિક,
સર્વાનુંભવ રસિક કવિતા.
૩૧. સ્વાનુભવ રસિક કવિતા
એટલે શું?
ઉત્તર;- સ્વાનુભવ રસિક
કવિતામાં કવિ પોતાનાં અનુભવથી થયેલાં ચિત્તક્ષોભનું ચિત્ર આપે છે અને તેમાં સર્વ
ઠેકાણે કવિના અંતર આત્માની મૂર્તિ છપાયેલી હોય છે.
૩૨. નર્મદના મતે તર્ક શક્તિ
એટલે શું?
ઉત્તર:- વિચારોને પોતાના
તરફ પ્રકાશ આપી રંગનાર અને તેજી આપનાર અને તેમ કરીને નવો વિચાર ઉત્પન્ન કરનાર એવી
જે મનની શક્તિ તે તર્ક બુદ્ધિ.
૩૩. બ.ક.ઠાકોરની
કાવ્યવિચારણા સર્વપ્રથમ ક્યા વર્ષમાં કયા ગ્રંથમાં પ્રગટ થઈ છે?
ઉત્તર:- ઈ.સ.૧૯૨૮માં
‘લીરીક’નામનાં ગ્રંથમાં બ.ક.ઠાકોરની કાવ્યવિચારણા પ્રગટ થઈ છે.
0 ટિપ્પણીઓ
Please do not Enter any Spam Link in the Comment box.😈