ક્રમમાપદંડ (Rating Scale)what is rating scale in education
સામાજિક વિજ્ઞાનોમાં જેને સંખ્યાત્મક પરિમાણથી કે ગુણાકોથી માપી ન શકાય તેવી વસ્તુઓ, અભિપ્રાયો, વ્યક્તિત્વનાં લક્ષણો કે નિર્ણયોને મુલ્યો આપવાની આ પ્રયુક્તિ છે. જેમ કે પ્રામાણિકતા, ખંત, રસ વગેરેનું માપન કરવા માટે ક્રમમાપદંડ રચી શકાય.
વ્યાખ્યા:-* કો પણ વ્યક્તિમાં રહેલા વ્યક્તિત્વનાં લક્ષણોના માપનું પ્રમાણ
દર્શાવતો ક્રમ તે ક્રમમાપદંડ
*ક્રમમાપદંડ એ આપેલા કોઈ પણ લક્ષણના સંદર્ભમાં કોઈ વસ્તુ કે વ્યક્તિ તે લક્ષણ
કેટલા પ્રમાણમાં ધરાવે છે તે જાણવા માટેનું સાધન છે.
ક્રમમાપદંડનો અર્થ:-
ક્રમમાપદંડ એ આપેલા કોઈ પણ લક્ષણના
સંદર્ભમાં કોઈ વસ્તુ કે વ્યક્તિ તે લક્ષણ કેટલા પ્રમાણમાં ધરાવે છે તે જાણવા
માટેનું સાધન છે. અહીં જે તે લક્ષણ કેટલે અંશે લાગુ પડે છે તેની કક્ષાઓ દર્શાવવાની
હોય છે, એટલે કે ગુણાત્મક પ્રમાણ દર્શાવવાનું હોય છે. આ માટે માપન હેઠળના લક્ષણને
નહીવત પ્રમાણથી માંડીને ખુબ મોટી માત્રા સુધી સામાન્ય રીતે ત્રણ, પાંચ કે સાત
કક્ષાઓમાં વહેંચવામાં આવે છે.
મહત્વ/ફાયદા/ઉપયોગ:
૧. વિદ્યાર્થીનાં વ્યક્તિત્વના વિવિધ વર્તનના પાસાં જાણી શકાય છે.
૨. વિદ્યાર્થીની વ્યક્તિગત જરૂરિયાતો જાણી શકાય છે.
૩. વિદ્યાર્થી અંગેનો અહેવાલ વાલીને પહોંચાડી શકાય છે.
૪. વિદ્યાર્થીનું આંતરિક મૂલ્યાંકન કરવા માટે ક્રમમાપદંડ દ્વારા એકત્ર કરેલી
માહિતી ઉપયોગી થાય છે.
૫. યોગ્ય પ્રકારના ક્રમમાપદંડના ઉપયોગ દ્વારા વિદ્યાર્થીઓની વ્યક્તિગત
જરૂરિયાતો જાણી શકાય છે.
૬. સમગ્ર વર્ગના બધા વિદ્યાર્થીઓનું ક્રમમાપદંડ પર અંકન કર્યા પછી તે વર્ગને
કઇ કઇ સમસ્યાઓ છે અને તેમની કેવી કેવી શક્તિઓ છે તે જાણી શકાય છે.
૭. ધંધાદારી વ્યક્તિઓ પોતાને ત્યાં જે કર્મચારીઓને રોકવા માંગતા હોય તે
કર્મચારીઓમાં જે-તે કામગીરી માટેનું લક્ષણ તેનામાં છે કે નહિ તે જાણી શકાય છે.
મર્યાદા:
૧) મૂલ્યાંકન કરનાર પોતાના મંતવ્યો મુજબ સામી વ્યક્તિના ગુણ-અવગુણને જુએ તો આ
મૂલ્યાંકન આત્મલક્ષી બને તેવી પૂરી શક્યતા છે. આ પ્રકારની મર્યાદા ટાળવા વ્યક્તિઓ
પાસે ક્રમમાપદંડ ભરાવી તેમણે આપેલ ગુણની સરાસરી શોધી શકાય.
૨) મૂલ્યાંકન કરનાર જુદા જુદા સમયે એકની એક વ્યક્તિનું મૂલ્યાંકન અલગ- અલગ કરે
તેવું બની શકે કારણ કે જુદા જુદા સમયે વ્યક્તિના વર્તન જુદા જુદા હોય શકે છે.
સ્વરૂપો/પ્રકારો:-
વિદ્યાર્થીના કેટલાક ગુણોનું મૂલ્યાંકન કરવા
માટે જુદા જુદા પ્રકારના ક્રમમાપદંડનો ઉપયોગ કરવામાં આવે છે. તેમાંના કેટલાંક
પ્રકારો નીચે મુજબ દર્શાવવામાં આવેલ છે.
૧) સાંખ્યિક/આંકિક/સંખ્યાત્મક ક્રમમાપદંડ:-
આ એક સૌથી સાદા પ્રકારનો ક્રમમાપદંડ
છે. જેમાં આપેલું લક્ષણ કેટલીક માત્રામાં હાજર છે તે દર્શાવવા મૂલ્યાંકન કરનાર
યોગ્ય સંખ્યા પર નિશાની કરે છે.
સામાન્ય રીતે પ્રત્યેક સંખ્યા માટે
શરૂઆતમાં જ શાબ્દિક વર્ણન આપી દેવામાં આવે છે. જેમ કે
|
૫ ખુબ જ પ્રમાણમાં |
૪ સારા પ્રમાણમાં |
૩ સામાન્ય |
૨ ઓછા પ્રમાણમાં |
૧ બિલકુલ નહિ |
રમત-ગમત |
૫ |
૪ |
૩ |
૨ |
૧ |
વિજ્ઞાન મંડળ |
૫ |
૪ |
૩ |
૨ |
૧ |
સાહિત્યિક પ્રવૃત્તિ |
૫ |
૪ |
૩ |
૨ |
૧ |
સંખ્યા દ્વારા કક્ષાઓના અર્થ
સ્પષ્ટતાપૂર્વક દર્શાવી શકાય તેમ હોય ત્યારે આ પ્રકાર ઉપયોગી છે.
૨) આલેખિત (રેખિક ક્રમમાપદંડ):-
પ્રત્યેક લક્ષણને એક આડી સુરેખા
દ્વારા વ્યક્ત કરવામાં આવે છે. આ સુરેખા પર યોગ્ય જગ્યાએ નિશાની કરીને મૂલ્યાંકન
દર્શાવવામાં આવે છે.
આ પ્રકારના ક્રમમાપદંડમાં દરેક વિધાનોમાં એક જ પ્રકારના ગુણાત્મક શબ્દો બંધ બેસે નહિ. કેટલીકવાર વિધાનના સ્વરૂપમાં વિકલ્પો બદલવા પડે છ
ઘણીવાર કક્ષા દર્શાવતા શબ્દનો અર્થ અસ્પષ્ટ હોય
છે. આથી કક્ષા દર્શાવવા માટેના શબ્દો પુરતી ચોકસાઈ ધરાવતા હોવા જોઈએ.
૩) વર્ણનાત્મક/શાબ્દિક ક્રમમાપદંડ:-
આ પ્રકારના ક્રમમાપદંડમાં વિવિધ
બિંદુઓ દર્શાવવા માટે શબ્દ સમૂહો વાપરવામાં આવે છે. વ્યક્તિના વર્તનની સ્પષ્ટ
વ્યાખ્યા કરવામાં આવે છે.
મૂલ્યાંકન કરનારે પોતાના
મૂલ્યાંકનની કોઈ નોંધ કરવી હોય કે વર્તન અંગેનો કોઈ પ્રસંગ નોંધવો હોય તો તે માટે
પણ જગ્યા રાખવામાં આવે છે.
વિદ્યાર્થીઓ ગૃહકાર્ય કેવું કરે છે?
- è નિયમિત અને આપેલા ઉપરાંત વિશેષ કરી લાવે, પદ્ધતિસર અને ચોખ્ખા અક્ષરે કરે
- è મોટે ભાગે ન કરે, કરે તો તદ્દન અવ્યવસ્થિત કરે.
પ્રત્યેક કક્ષાના વિગતપૂર્ણ શાબ્દિક વર્ણનને
કારણે ક્રમાંકનમાં ચોકસાઈ અને અનાત્મલક્ષીતા આવે છે.
પ્રકરણસાર:-
· કોઈ લક્ષણના સંદર્ભમાં કોઈ વસ્તુ કે વ્યક્તિ તે લક્ષણ કેટલા
પ્રમાણમાં ધરાવે છે તે જાણવા માટેની પ્રયુક્તિ છે. અહીં લક્ષણના સંદર્ભમાં કક્ષાઓ
દ્વારા ગુણાત્મક પ્રમાણ જાણવામાં આવે છે.
·
ક્રમમાપદંડના ત્રણ પ્રકારો દર્શાવવામાં આવે છે:- (૧)
સાંખ્યિક ક્રમમાપદંડ, (૨) આલેખિત ક્રમમાપદંડ, (૩) વર્ણનાત્મક આલેખિત ક્રમમાપદંડ.
· માહિતી મેળવવાના સંદર્ભમાં ક્રમમાપદંડનો ઉપયોગ કરતી વખતે
ગીલફ્રડે રચેલા નિયમો જાણવા જરૂરી છે. ઉપરાંત અનુભવી તજ્જ્ઞોએ દર્શાવેલાં સૂચનોને
પણ ધ્યાનમાં લેવાં જોઈએ.
· કોઈ ગુણાત્મક લક્ષણનો અભ્યાસ કરવા માટેની આ એક અગત્યની
પ્રયુક્તિ છે, જેની કેટલીક ઉપયોગીતાઓ અને મર્યાદાઓ પણ છે.
0 ટિપ્પણીઓ
Please do not Enter any Spam Link in the Comment box.😈