સંકલ્પના: કાવ્યમાં સૂચિત થતો વિશિષ્ટ અર્થ તે ધ્વનિ છે.
ધ્વનિના પ્રકારો:-
(૧) વસ્તુ ધ્વનિ:
જે વ્યંગયાર્થ (પ્રતિયમાન અર્થ) કોઈ વસ્તુ, હકીકત કે વિચાર દ્વારા (પ્રાપ્ત થાય) અનુભવાય તેને વસ્તુ
ધ્વનિ કહે છે.
(૨) અલંકાર ધ્વનિ:-
જ્યાં વ્યંગયાર્થ કોઈ અલંકાર રૂપે પ્રાપ્ત થાય તેને 'અલંકાર ધ્વનિ' કહે છે.
(૩) રસાદી ધ્વનિ:-
જ્યાં વ્યંગયાર્થ વિભાવ, અનુભાવ, વ્યભિચારી ભાવના સંયોગના પરિણામે નિષ્પન્ન થાય તેને 'રસાદી ધ્વનિ' કહે છે.
(૧) વસ્તુ ધ્વનિ:-
જે કાવ્યમાં કોઈ ચોક્કસ પદાર્થ, દ્રશ્યવસ્તુ, સ્થિતિ, પદાર્થનું નર્યું ચિત્રણ કરવામાં આવ્યું હોય, એટલે કે વસ્તુનું સ્થૂળ આલેખન હોય, હકીકત વિશે માત્ર નક્કર વિચાર સંકેત રજૂ કરવામાં આવ્યો હોય, ત્યારે વસ્તુ ધ્વનિ પ્રાપ્ત થાય છે.
કવિ જે કાવ્યમાં
નિરૂપણ વખતે અલંકારો પ્રયોજીને લાગણી કે ભાવની ઉત્કૃષ્ઠા ના દર્શાવે, પરંતુ વસ્તુઓના સ્થૂળ સંકેતોમાંથી
પ્રતિયમાન અર્થ ચીંધી આપે તેવા કાવ્યને વસ્તુ ધ્વનિ કહે છે.
દા. ત. "બેઠી
ખાટે ફરી વળી બધે, મેડીઓ ઓરડામાં" - બ.ક.ઠાકોર
" ફફોસ્યું સૌ ફરી
ફરી, અને હાથ લાગ્યું ય ખાસ્સું"- બાલ
મુકુંદ
વસ્તુમાં યથાર્થ
નિરૂપણ, કોઈ જ અલંકાર ન હોય, અને વાસ્તવિક નિરૂપણ હોય, કવિ પ્રતિભાની અંદર પણ એ દ્વારા આખરે
વ્યંગયાર્થ સ્ફુરતો હોય ત્યારે વસ્તુ ધ્વનિ બને છે.
આમ મુખ્યાર્થ
દ્વારા વિશિષ્ટ અર્થ અહીં પ્રાપ્ત થાય છે. અહીં કલ્પના કે ઊર્મિનો સંસ્પર્શ સદંતર
નથી જ, એમ કહેવા કરતા વધારે તો વાસ્તવનું ચિત્ર
આલેખાયેલું છે. સ્થૂળ આલેખન દ્વારા આપણને જે બીજો અર્થ પ્રાપ્ત થાય છે તેથી આવા
કાવ્યને વસ્તુ ધ્વનિ કાવ્ય કહે છે.
દા. ત. એક સ્ત્રી
વિદેશ જતાં પોતાના પતિને કહે છે:
આમ કાવ્યમાં વ્યંગયાર્થ કોઈ વસ્તુ, પદાર્થ, વિગત, હકીકત કે વિચાર રૂપે વ્યંજિત થતો હોય ત્યાં વસ્તુધ્વનિ છે.
ઉપરની પંક્તિઓમાં કોઈને કોઈ વિચાર તત્વ જ આપણને વિશેષ પ્રભાવિત કરે છે. એમાં અભિવ્યક્તિની કંઈક વિશેષતા જરૂર છે. કલ્પનાનો આછો સ્પર્શ પણ એમાં વર્તાય પણ એ પંક્તિઓમાં આપણને સૌથી વિશેષ પ્રભાવિત કરે છે એ તેનું વિચાર તત્વ.
૨) અલંકાર ધ્વનિ:-
સામાન્ય રીતે અલંકારો વાંચ્ય હોય છે. ને ત્યારે તેઓ કાવ્યમાં ગૌણ જ હોય છે. પણ અલંકારો જ્યારે વ્યંગ બને છે, ત્યારે કાવ્યમાં એ ગૌણ મટીને પ્રધાન બને છે. ત્યારે અલંકાર ધ્વનિ બને છે.આમ સૌથી પ્રથમ અલંકાર સ્પર્શે છે. આ અલંકાર દ્વારા કવિ પોતાની કોઈ બીજી વાતને રજુ કરવા ચાહે છે. સ્ત્રીના સૌંદર્યની વાતમાં, અતિ-શયોક્તિ વર્ણનમાં. દા. ત. " હે! તરલ દીર્ઘ નયનવાળી સ્ત્રી! દિશાઓને સૌંદર્યથી ભરી દેતું તારું સુંદર મુખ જોતો છતાં આ સાગર સહેજ પણ ઉછળતો નથી. માટે માનું છું કે આ સાગર બીજું કશું નથી માત્ર પાણીનો ઢગલો છે."
"સાગર સુંદરતા જોઈ
ઉછળતો નથી. આડકતરી રીતે સ્ત્રીનું સૌંદર્ય ચન્દ્ર જેવું છે, પણ સાગર પર તેની કશી અસર થતી નથી. માત્ર
પાણી છે."
આ બેમાં તત્વત:
ભેદ નથી. અહીં અલંકાર દ્વારા આખરે તો કોઈ એક વિચાર કે લોકીક વસ્તુનો બોધ થાય છે.
"શઠરાય દ્રવ્યવાન
છે." આ ઉદાહરણ 'સરસ્વતી ચન્દ્ર'નું છે. અહીં કવિતાની ચમત્કૃતિ લેખકની કલ્પનામાં રહેલી છે.
કવિનો અનુભવ વિશિષ્ટ રીતે કલ્પના સંસ્પર્શ દ્વારા અભિવ્યક્તિ પામે છે. આવા ધ્વનિને
'અલંકાર ધ્વનિ' કહે છે.
આમ સમગ્ર કાવ્ય સાહિત્યમાં અસાધારણ રમણીય કલ્પનાના ચમકારા બતાવતી અસાંખ્ય પંક્તિઓ જડે છે. અને એવી પંક્તિઓમાં અલંકારનું તત્વ પોતે જ ચમતકૃતિનો મુખ્ય સ્ત્રોત બને છે.
3. રસ ધ્વનિ(રસાદી ધ્વનિ):-
જ્યારે રસાદીધ્વનિની અંદર પ્રતિયમાન અર્થ પ્રાપ્ત થાય તે અલોકીક (અલોકીક સ્વ શબ્દ વાચ્ય બનતો નથી) જ્યારે લોકીકમાં સ્વ શબ્દ વાચ્ય છે. માટે જ તેને લોકીક કહેવામાં આવે છે.
જે કાવ્યની પ્રબળ
લાગણી કે પ્રચંડ ઊર્મિ આપણને વિશેષરૂપે સ્પર્શતી હોય અને એના દ્વારા રસાનુભૂતિ થતી
હોય એવા કાવ્યને 'રસ ધ્વનિ' કાવ્ય કહે છે. આ કાવ્યમાં રસ ધ્વનિ પ્રવર્તતો હોય છે. કવિ
પાત્ર કે વસ્તુનો આધાર લઈને પોતાની પ્રબળ લાગણીઓ નિરૂપતો હોય છે. અહીં વસ્તુ કે
અલંકારનો સદંતર આધાર જ લેવામાં આવતો નથી એવું નથી એમ નહીં પરંતુ આપણને કવિની ઊર્મિ
વિશેષરૂપે સ્પર્શે છે. વસ્તુ ધ્વનિ અને અલંકાર ધ્વનિને આપણે શબ્દોમાં મૂકી શકતા
હતા, પરંતુ રસ ધ્વનિ તો કેવળ કાવ્ય વ્યાપારથી
જ અનુભવાય છે એ વાંચ્યાર્થને સહી શકતો નથી. માટે જ તેને અલોકીક ધ્વનિ પણ કહે છે.
દા. ત. "
તારા સ્તનપ્રદેશ પરનું ચંદન ખરી ગયું છે, અધર પરનો રાતો રંગ ધોવાઈ ગયો છે. આંખો ના છેડા કાજળ વિહોણા
થઈ ગયા છે. તારો આ પાતળો દેહ રોમાંચિત બન્યો છે. સખીજનની પીડાથી અજ્ઞાત, ઓ જુઠ્ઠાબોલી સખી તું અહીંથી તે અધમની
પાસે ન્હોતી ગઈ, પણ વાવ પર સ્નાન કરવા ગઈ હતી."
આમ વિભાવ, અનુભાવ, વ્યભિચારિભાવ દ્વારા રસની પ્રતીતિ થતી હોય તેને રસાદીધ્વનિ
કહે છે. મમ્મટ તેને 'ઉત્તમ કાવ્ય' કહે છે.
ઉમાશંકર જોશીનું 'બળતા પાણી' કાવ્ય રસધ્વનિનું
ઉદાહરણ છે.
" ઘટમાં ઘોડા થનગને...." તેમાં જો એટલું જ કહી દઈએ કે યૌવન સાહજિક છે, અથવા તો 'યારી', 'ગુલામી....'માં માત્ર એટલું જ કહેવામાં આવે કે મને તારા પ્રત્યે ખૂબ પ્રેમ છે. આટલામાં જ કવિતાનો રસાનુભવ આપણને થતો નથી. પણ આ વસ્તુ કવિની ઊર્મિના એક સહજ અને પ્રબળ આવિષ્કાર રૂપે અદ્વિતિય રૂપે અભિવ્યક્તિ પામે છે. અહીં રસાદી ધ્વનિ અનુભવાય છે.
આચાર્ય આંનદ
વર્ધને ધ્વનિના આમ મુખ્ય ત્રણ પ્રભેદો પાડ્યા છે. ધ્વનિનું આ વર્ગીકરણ અત્યંત વ્યાપક
સ્વરૂપનું છે. વસ્તુ, અલંકાર, રસ બધામાં એક પ્રકારનો ધ્વનિ છે, એમ દર્શાવી શકીએ છીએ. પરંતુ મહાકાવ્યો, ખંડકાવ્યો કે પછી આધુનિક ઊર્મિકાવ્યોમાં
અભિવ્યક્તિમાં અને ભાવનિરૂપણમાં આવા ઉન્મેશો પ્રગટે છે કે જ્યાં વસ્તુ ધ્વનિ કે
અલંકાર ધ્વનિ કે રસધ્વનિ સાથે જોડાઈ જતાં હોય છે. એમને કોઈ પણ એક પેકી અલગ તારવવા
મુશ્કેલ બની રહે છે. આધુનિકોમાં દા. ત. રાજેન્દ્ર શાહના કાવ્ય માં;
અહીં કવિ વસ્તુધ્વનિ અને અલંકારધ્વનિને રસધ્વનિમાં પર્યવસાન પમાડે છે. અર્થાત અહીં વસ્તુ, અલંકાર કે રસ એમ અલગ- અલગ ન સમજાવતા કવિની પ્રચંડ ઊર્મિ આલકારીક રીતે આપણને રસાનુભવ કરાવે છે. અહીં ત્રણેય ધ્વનિનું અદ્વૈતય રચાય છે. અભિનવ ગુપ્ત પણ આને જ રસધ્વનિ કહે છે.
ઉપરના દ્રષ્ટાંતોમાં માનવ હૃદયના ભાવો પ્રબળ પણે વ્યક્ત થાય છે. એટલે એને રસધ્વનિના દ્રષ્ટાંતો તરીકે રજૂ કર્યા છે.
આંનદવર્ધને આપેલા
ધ્વનિના ત્રણ મુખ્ય પ્રકારોમાં રસધ્વનિ સૌથી મહત્વની છે. આંનદવર્ધન ના પશ્ચાત
ભૂમિકામાં રસ વિચારની લાંબી પરંપરા પડેલી છે. રસ વિચારની આધાર શીલા માનવ હૃદયના
વિવિધ ભાવો છે, અને માનવ હૃદયના ભાવો કાવ્ય , નાટક વગેરેમાં વ્યક્ત થાય છે ત્યારે તે
સાધારણ કૃત સ્વરૂપે પ્રાપ્ત થાય છે. આમ રસનો સબંધ એ ભૂમિકાને લક્ષમાં રાખીને
રસધ્વનિ જેવો પ્રકાર પડે છે. કાવ્ય રચનામાં જ્યાં ભાવ તત્વ પ્રબળ હોય એટલે કે
કાવ્યની ચમતકૃતિનો મુખ્ય સ્ત્રોત એ માનવ હૃદયનો કોઈ એક ભાવ હોય ત્યારે ત્યાં
રસધ્વનિ જન્મે છે, એમ તેઓ કહે છે.
આંનદવર્ધનની આ
વિચારમાં આમ ધ્વનિના મુખ્ય ત્રણ પ્રભેદો સ્વીકારવામાં આવ્યા છે, પણ આંનદવર્ધન પણ એમ કહે છે કે ખરેખરી
ઉત્કૃષ્ટ કવિતામાં રસધ્વનિ પ્રધાન વસ્તુ હોય છે. વસ્તુધ્વનિ કે અલંકાર ધ્વનિ
કવિતામાં અત્યંત ગૌણ સ્થાન લે છે. તાંતપર્ય એ છે કે આંનદવર્ધન પોતાના કાવ્ય વિચારમાં
રસ ધ્વનિને સૌથી વધુ મહત્વ આપે છે. તેમની આ ભૂમિકા જોતા સમજાય કે કવિતામાં રમણીયતા
કે સૌંદર્યની ચમત્કૃતિ માટે તેઓ પણ લાગણીનું સવિશેષ મહત્વ સ્વીકારે છે, પણ આંનદવર્ધન સાથો સાથ વસ્તુ ધ્વનિ અને
અલંકાર ધ્વનિ એ બે પ્રકારોના પણ ગૌણ ભાવ સ્વીકારે છે. તેઓ અલબત્ત એમ સ્વીકારે છે
કે વસ્તુ ધ્વનિમાં રહેલા વિચાર કેવળ અભિધાથી પણ રજૂ કરી શકાય અને અલંકાર ધ્વનિના
દ્રષ્ટાંતોમાં પણ છુપાયેલા વિચાર પણ સાદા-સીધા કથન રૂપે મૂકી શકાય, એટલે કે વસ્તુ ધ્વનિ અને અલંકાર ધ્વનિ
કવિને માટે - અઇચ્છિત નિર્માણની પ્રવૃત્તિ છે. આથી ભિન્ન રસ ધ્વનિમાં જે લાગણી
તત્વનું સૂચન થાય છે તેને અભિધા રૂપે મૂકી શકાતું નથી. માનવ હૃદયની લાગણી એવી તો
થઈ શકે એનું અભિધા રૂપે કથન ન થઈ શકે.
આંનદવર્ધન પછી
અભિનવ ગુપ્ત પોતાના રસસિદ્ધાંત પ્રતિસ્થાપિત કર્યો. અભિનવ ગુપ્ત આંનદવર્ધના ગ્રન્થ
'ધ્વન્યાલોક' પર 'લોચન' નામ વિસ્તૃત ટીકા પણ લખી છે, અને આંનદવર્ધનના ધ્વનિસિદ્ધાંતનું વિગતે
સ્પષ્ટીકરણ આપ્યું છે. આંનદવર્ધન કાવ્યમાં રસધ્વનિ નામ જે તત્વને ઓળખાવ્યું તેને જ
તેઓ કાવ્યના રસ તરીકે ઓળખાવે છે એમ તેનું કહેવું છે. આમ અભિનવની રસચર્ચામાં
રસધ્વનિ એટલે જ રસાનુભૂતિ એવું સમીકરણ થાય છે, પણ મહત્વની વાત એ છે કે અભિનવ એ વસ્તુધ્વનિ અને
અલંકારધ્વનિને કાવ્યના પ્રાણ તત્વ તરીકે સ્વીકારતા નથી. તેઓ એમ સ્પષ્ટ કરે છે કે
કેવળ વસ્તુ ધ્વનિ કે કેવળ અલંકાર ધ્વનિને કાવ્યાત્મક મૂલ્ય પ્રાપ્ત થતું નથી.
તેમાં કોઈ ને કોઈ રીતે સંવેદનોના સ્પર્શ આવે તો તેને રસધ્વનિનું સ્થાન આપી શકાય
એટલે વસ્તુ ધ્વનિ અને અલંકાર ધ્વનિ એવા બે અલગ પ્રકારો સ્વીકારવાની જરૂર નથી.
0 ટિપ્પણીઓ
Please do not Enter any Spam Link in the Comment box.😈