Agencies of education (વિવિધશિક્ષણ સંસ્થાઓ) (CC-2)
What is the meaning of agencies of education?
શિક્ષણના અભીકરણ નો અર્થ
શું છે.?
*Society has developed a number of specialized institutions
to carry out the functioning of education. These institutions are known as the
agencies of education. (શિક્ષણની કામગીરી હાથ ધરવા માટે સોસાયટીએ
સંખ્યાબંધ વિશિષ્ટ સંસ્થાઓ વિકસાવી છે. આ સંસ્થાઓ શિક્ષણ એજન્સીઓ તરીકે ઓળખાય છે.)
*સમાજ એ શિક્ષણના કર્યો ને કરવા માટે અનેક વિશિષ્ટ સંસ્થાઓનો વિકાસ કર્યો છે, અને આ સંસ્થાઓને શિક્ષણના અભિકરણ કહેવામાં આવે છે.(જે કરવાવાળા છે તે એક એજન્સીસ છે અને તે એક એજન્ટની ભૂમિકા નિભાવે છે.
Classification of Agencies of education(શિક્ષણ એજન્સી(સંસ્થા)ઓનું વર્ગીકરણ)
Formal |
Informal |
Non-Formal |
|
Eg. School, college, University,
library, religious institution, museum, zoo, picture and art gallery |
Eg. Family, community, state,
social gathering, market place, cinema house, crowd, newspaper, radio, T.V,
public meeting, fieldtrip etc. |
Eg. Correspondence education,
Distance education, adult education, mass education |
|
These agencies run education in
planned manner |
Systematized education can not be
provided Education is provided to the individual informally, Naturally,
Unconsciously |
Non formal education is a midway
of formal and informal education |
|
There are well defined aims and objective |
No specified aim |
Its well planned and no need of any school
system |
|
Specific curriculum. |
No specific curriculum or teaching method |
|
|
Definite teachers and students |
No definite teacher people can
learn naturally by coming into contact with each other |
Involvement of both public and
private sector in the process |
|
Definite time and place |
No definite time and place. It’s a life long
process. |
Age, time and curriculum flexibility |
|
અહીં સરળ ભાષામાં સમજવા માટે આ ત્રણે ને આ રીતે અલગ કરીને કોષ્ટકમાં રજુ કર્યું છે. જેથી તમને સરળ ભાષામાં સમજ પડે.
તમને સરળતાથી સમજી શકાય એ માટે અને આમાંથી TET, TAT માં પણ પૂછતું હોય છે જે તમને સરળતાથી યાદ રહે તે માટે એક સાથે રજુ કર્યું છે.
આ ટેબલ ને વિગતે સમજીએ:-
1) Formal(ઓપચારિક શિક્ષણ):-
દા.ત. શાળા, કોલેજે, યુનિવર્સિટી,
પુસ્તકાલય, ધાર્મિક સંસ્થા, સંગ્રહાલય, ઝૂ, ચિત્ર અને આર્ટ ગેલેરી ઔપચારિક શિક્ષણ આપવાનું કામ કરે છે.
આપણે એને ઔપચારિક શિક્ષણ
એટલા માટે કહીએ છીએ કે આ શિક્ષણ સ્કૂલમાં એક આયોજન બદ્ધ આપવામાં આવે છે.
આ એજન્સી(સંસ્થા)ઓ
આયોજિત રીતે શિક્ષણ ચલાવે છે.
આ શિક્ષણના નિર્ધારિત
લક્ષ્યો અને ઉદ્દેશ્ય હોય છે.
આ શિક્ષણનો વિશિષ્ટ
અભ્યાસક્રમ હોય છે. જ્યારે બાળક દરેક ધોરણમાં જાય છે તો એ ધોરણનો એક નિશ્ચિત
પાઠ્યક્રમ હોય છે.
આ શિક્ષણ પ્રક્રિયા વિદ્યાર્થી અને શિક્ષકની વચ્ચે થતી હોય છે. આમાં જે શિક્ષકો હોય છે તે એક સારી ટ્રેનીંગ મેળવેલ હોય છે(દા.ત.:-B.Ed, P.T.C,D.El.Ed.). કારણ કે આ એક આયોજન બદ્ધ રીતે આપવામાં આવતી શિક્ષણ પદ્ધતિ છે.
આ શિક્ષણ
પદ્ધતિમાં બાળક એક નિશ્ચિત સ્થાન પર જઈ ને શિક્ષણ મેળવે છે જેમ કે સ્કૂલ કે કૉલેજ. આ શિક્ષણ એક નિશ્ચિત
સમયમાં આપવામાં આવે છે. જેમ કે તમારા સ્કુલ, કોલેજનો સમય 10:00AM થી 4:00PM વાગ્યા
સુધીનો હોય. અને બાળકના શિક્ષણનો સમય પણ નક્કી જ હોય છે જેમાં શાળા કે કોલેજ ટાઇમ
ટેબલ બનેલા હોય એ અનુસાર શિક્ષણ કાર્ય કરવામાં આવતું હોય છે.
2) Informal(અનોપચારિક શિક્ષણ):-
આ શિક્ષણનો કોઈ નિશ્ચિત
પાઠ્યક્રમ હોતો નથી. વ્યવસ્થિત શિક્ષણ
પ્રદાન કરી શકાતું નથી શિક્ષણ વ્યક્તિગત રીતે અનૌપચારિક રીતે, બેભાન રીતે મળે છે.
એના ઉદાહરણો આ મુજબ છે:- કુટુંબ, સમુદાય, રાજ્ય, સામાજિક મેળાવડા, બજારનું સ્થળ, સિનેમા ગૃહ, ભીડ, અખબાર, રેડિયો, ટી.વી., જાહેર સભા, પ્રવાસ વગેરે.
આ કોઈ વિશિષ્ટ
અભ્યાસક્રમ અથવા શિક્ષણની પદ્ધતિ નથી.
આપણે કોઈ જગ્યા એ
જઈએ તો કોઈ ઘટનાથી કે કોઈ દ્રશ્યથી આપણે શીખતા હોય છે. દા.ત.:- આપણા ભારત દેશ એ
કોરોના કાળમાં બીજા દેશોથી શિક્ષણ લીધું કે આપણે લોકડાઉન વધારવું જોઈએ. લોકડાઉન જ
એક માત્ર એવો ઉપાય છે જેનાથી આપણે આ બીમારી ને વધતા અટકાવી શકીએ.
આ શિક્ષણ બે
વ્યક્તિ મળે છે ત્યારે કઈ ને કઈ શીખે છે.
કોઈ શિક્ષણમાં
કોઈ ચોક્કસ સમય અને સ્થાન નથી. તે જીવનભર ચાલતી પ્રક્રિયા છે.
3) Non-Formal(નીરોપચારિક શિક્ષણ):-
અહીં ટેબલમાં ઉદાહરણ આપેલા છે જેમાં પત્રવ્યવહાર શિક્ષણ, અંતર શિક્ષણ, પુખ્ત શિક્ષણ, સમૂહ શિક્ષણ. નીરોપચારિક શિક્ષણ એ ઓપચારિક અને
અનોપચારિક શિક્ષણની વચ્ચેનું શિક્ષણ છે. આ બેમાં મધ્યભાગ છે.
આ શિક્ષણ આયોજિત
તો હોય છે પણ આ શિક્ષણને કોઈ સ્કૂલ કે કોલેજની આવશ્યકતા રહેતી નથી.
આ શિક્ષણમાં
પાઠ્યક્રમ તો હોય છે પણ એ નિશ્ચિત નથી હોતું કે આટલા સમયમાં શિક્ષણ પૂરું કરવું છે
અને આ ટીચિંગ મેથડથી ભણાવું કે ભણવું છે.
ઉંમર, સમય અને અભ્યાસક્રમની સુગમતા.
આ શિક્ષણ મેળવવા માટે કોઈ ઉમ્ર નક્કી હોતી નથી. આ શિક્ષણ એ લોકો માટે છે જેમનું ભણતર કોઈ કારણ સર કે પછી નોકરી કરતા આગળનું ભણતર પૂરું કરવા માંગતા હોય તેમના માટે છે. આ શિક્ષણમાં ઉંમરનો કોઈ પણ પ્રકારનો પ્રભાવ પડતો નથી. આ શિક્ષણ કોઈ પણ ઉંમરમાં લઇ શકાય છે.
0 ટિપ્પણીઓ
Please do not Enter any Spam Link in the Comment box.😈