è દરેક વ્યક્તિની શારીરિક તથા માનસિક શક્તિ જુદી જુદી હોય છે.
એ અર્થમાં અભ્યાસક્રમનો સબંધ વિદ્યાર્થીઓની અધ્યયન ક્ષમતા ઉપર નિર્ભર કરે છે.
જેમકે વિદ્યાર્થીઓનું શિક્ષણમાં નબળું હોવું, મધ્યમ હોવું તથા મેઘાવી હોવું.
è આજ વસ્તુ
વિદ્યાર્થીઓના અભ્યાસને ગ્રહણ કરવાની ક્ષમતા કે શક્તિનો નિર્દેશ કરે છે. આ સ્તરને
ધ્યાનમાં રાખવાથી જ આર્ટ્સ, કોમર્સ અને સાયન્સ પ્રવાહ અસ્તિત્વમાં આવ્યા છે.
è અર્થાત વિદ્યાર્થીઓની ક્ષમતા કે શક્તિને ધ્યાનમાં રાખી
અભ્યાસક્રમની રચના થાય તે અતિઆવશ્યક છે.
è વિદ્યાર્થીની અવસ્થા પ્રમાણે તેમની વિચારવાની શક્તિ ખુબજ
તેજોમય હોય છે. બીજા શબ્દોમાં કહીએ તો તેઓની ગ્રહણ શક્તિ ખુબજ તેજ હોય છે. ઓછા
સમયમાં તેઓ વધુ ગ્રહણ કરી શકે છે. જે લાંબા સમય સુધી ભૂલી શકતા નથી.
è બાળપણથી સારા શિક્ષણ થકી તેમના ઘડતર માટે, તેમની વિચારધારા
મુલ્યવાન બને અને દેશના સારા નાગરિક બની રહે તે માટે આવા બાળકોને શીખવા માટે તેમની
શક્તિ અનુસારનો, એવો અભ્યાસક્રમ નિર્મિત હોવો જોઈએ કે તેઓની બાળપણથી સમાજ તેમજ દેશ
પ્રત્યેની વિચારધારા બદલી શકે.
è અભ્યાસક્રમ દ્વારા જાતી, ધર્મ, પ્રદેશ તથા લિંગ વિશેની
વિચારધારામાં પરિવર્તન લાવી શકાય છે.
è અભ્યાસક્રમમાં એવી તો દેશદાઝથી યુક્ત ગર્ભિત શક્તિઓ રહેલી
છે કે જે સ્વતંત્ર સેનાનીઓની વિચારધારામાં પરિવર્તન આણી અંગ્રેજોને પણ દેશમાંથી
હાંકી કાઢવાનું કામ કરે છે.
è પ્રણાલીગત સમાજનું ઝડપથી વિજ્ઞાન અને ટેકનોલોજી સાથે
આધુનિકરણ થઇ રહ્યું છે, આ પ્રવાહને પણ ધ્યાને રાખવો પડશે.
è વહેમો, કુરિવાજો અને અંધ શ્રધા જેવા દુષણોમાંથી સમાજને
મુક્ત કરી વેજ્ઞાનિક વલણો વિકસાવે છે.
è અભ્યાસક્રમમાંનાં વિવિધ વિષયો સામાજિક વિચારધારામાં અમૂલ
પરિવર્તન આણી શકે છે. જેમ કે સામાજિકવિજ્ઞાનના અભ્યાસક્રમથી સમાજમાં સ્ત્રીઓને
દૂધપીતી કરવામાં રોક, વિધવા વિવાહ પર રોક, નિરક્ષરતા નાબુદી, ભ્રૂણહત્યા પરની
રોક(બેટી બચાવો) લગાવી, સમાજ સેવકો જેવી સમાજ સેવી ભાવના વિકસાવી શકાય છે.
è વિવિધ કલાઓના શિક્ષણ થકી (સંગીત, ચિત્ર, વ્યાયામ) ભાવી
નાગરિક, વિશ્વસ્તરની સિદ્ધી હાંસલ કરી શકે છે અને મૂલ્યવાન વ્યક્તિ બની શકે છે.
0 ટિપ્પણીઓ
Please do not Enter any Spam Link in the Comment box.😈