પ્રશ્નાવલી એટલે શું?
Prshnavlina aetle su?
પ્રશ્નાવલી એ સંશોધન માટે ઉપયોગી નીવડે એવી એક
પદ્ધતિ છે.
કોઈ એક વિષયનાં હાર્દમાં લઇ જતી સુવ્યવસ્થિત
તાર્કિક અને ક્રમબદ્ધ વિકાસ પામતી પ્રશ્નોની હારમાળા એટલે પ્રશ્નાવલી. કોઈ પણ
પ્રશ્ન સંદર્ભમાં મળતી નિષ્ફળતાના કારણો તપાસી તેનું પુનરાવર્તન ન થાય તે માટે
સાચો ઉકેલ શોધવા પ્રશ્નાવલી ઉપયોગી બને છે. પ્રશ્નાવલી દ્વારા જે તે વિષયના ઉકેલ
માટે ચોક્કસ દિશા તરફ ગતિ કરી શકાય છે. પ્રશ્નાવલી દ્વારા જે માહિતી એકત્રિત
કરવાની હોય તેના વિવિધ પાસાઓને સ્પર્શતા પ્રશ્નોનું આયોજન ક્રમબદ્ધ રીતે કરવામાં
આવે છે તેમાં કેટલાક વાસ્તવ રચવા તે નિશ્ચિત નથી. સંતોષપૂર્ણ ઉકેલ અર્થે જરૂર
પ્રમાણે પ્રશ્નો પ્રશ્નાવલીમાં મૂકી શકાય. જે સંદર્ભમાં માહિતી મેળવવાની હોય તેને
અનુરૂપ પ્રશ્નો હોય તે પ્રશ્નાવલીમાં મૂકાવા જોઈએ, બિનજરૂરી પ્રશ્નાવલી સ્થાન ન
છપાય તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.
પ્રશ્નાવલીનાં પ્રકારો :-
પ્રશ્નાવલી આખરે તો કોઈ પાસેથી ઉત્તર મેળવવા
માટે તેયાર કરવામાં આવે છે. પ્રશ્નાવલીના પાંચ પ્રકારો નીચે પ્રમાણે વર્ણવવામાં
આવ્યા છે.
૧. નિશ્ચિત રચનાવાળા
પ્રશ્નો.
૨. વિકલ્પ પ્રશ્નો.
૩. ખુલ્લા પ્રશ્નો
૪. બહુવિકલ્પ પસંદગી
પ્રશ્નો
૫. પસંદગી ક્રમ દર્શાવતા
પ્રશ્નો
૧) નિશ્ચિત રચનાવાળા પ્રશ્નો:-
આ પ્રકારના પ્રશ્નોના જવાબો નિશ્ચિત દિશા
સૂચક આપી જાય છે. જેમ કે પ્રશ્નોની સામે દર્શાવવામાં આવેલા શક્યતાવાળા વિવિધ
ઉત્તરોમાંથી સાચા ઉત્તર સામે નિશાની કરી જવાબ આપવાનું કહેવામાં આવે છે.
દા.ત.:- (અ) તમારો વ્યવસાય
કયો?(ઉત્તર સામે √ની નિશાની કરો.)
અભ્યાસ
નોકરી
ધંધા
ઘરકામ
મજુરી
અન્ય
(બ) પ્રશ્નોની સામે
દર્શાવાયેલ ઉત્તરોમાંથી પસંદગી પ્રમાણે નિશાની કરી જવાબ દર્શાવવામાં આવે છે.
દા.ત.: પ્રશ્ન: તમે શા માટે
ચોક્કસ કંપનીનું જ ‘હેરોઈલ’ વાપરવાનું પસંદ કરો છો?
(૧) અન્ય બનાવટો કરતાં
ઉત્તમ છે.
(૨) સરળતાથી પ્રાપ્ય છે.
(૩) કિંમત નિશ્ચિત હોય છે.
(૪) ખૂબજ સુંગધીદાર છે.
(૫) પેકિંગ સરસ છે.
(૬) વાળ કાળા ને ચમકીલા
બનાવે છે.
(ક) પ્રશ્નોની સામે
દર્શાવાયેલા ઉત્તરોમાંથી સ્પર્શતા હોય તેવા ઉત્તરો ઉપર (×)ની નિશાની કરો જેથી સાચા
જવાબો તારવી શકાય.
દા.ત.:- પ્રશ્ન: આપ બેંકમાં
ક્યા પ્રકારનું ખાતું ધરાવો છો? (સ્પર્શતું ન હોય ત્યાં (×)ની નિશાની કરો.
(૧) બચત ખાતું
(૨) ચેક્વાળું ખાતું
(૩) ચાલુ ખાતું
(૪) લોન ખાતું
(૫) બાંધી મુદ્દતનું
ખાતું
૨) વિકલ્પ પ્રશ્નો(Close Que.)
આ પ્રકારના પ્રશ્નોના જવાબમાં બે જ વિકલ્પો
‘હા’ અથવા ‘નાં’ માંથી એકની જ પસંદગી કરવામાં આવે છે. આવા પ્રશ્નોના ઉત્તર આપવામાં
સરળ હોવાથી ઉત્તર આપનારને પ્રોત્સાહન મળે છે તે ત્વરિત ઉતર આપે છે વળી આ પ્રકારના
પ્રશ્નોના ઉત્તર જલદીથી મળતાં બંને પક્ષે સમયનો બચાવ થાય છે. સચોટ ઉત્તર મળતાં આ
પ્રકારના પ્રશ્નો વધુ આવકાર દાયક છે. જવાબોનું વર્ગીકરણ કાર્ય કરતી વખતે આવા
પ્રશ્નો અનુકૂળ ગણાય છે.
દા.ત.: પ્રશ્ન: તમને
સ્કૂટર ચલાવતા આવડે છે?
હા/નાં .................
નિશ્ચિત રચનાવાળા પ્રશ્નો અને વિકલ્પ પ્રશ્નોના
બે ખાસ ફાયદા છે.
સંશોધનની કામગીરી માટે આ પ્રકારના પ્રશ્નો
ખુબ અનુકૂળ રહે છે. સરળતાથી માહિતી એકત્રિત કર્યા પછી વળી ઉત્તર આપનારને હા/નાં
અથવા નિશાની કરીને જ ઉત્તરો આપવાના હોય જેથી સત્વરે જવાબો મળી જાય છે. નિશ્ચિત
જવાબ જ મળે છે. અનિશ્ચિત અર્થહીન કે વિવીધારથી ઉત્તર ક્યારેય મળતો નથી તે આ
પ્રકારના પ્રશ્નોની મહત્વની ઉજળી બાજુ છે.
આ પ્રકારના પ્રશ્નોના સામે શક્ય જવાબો લખેલા જ
છે તેમાંથી જ ઉત્તર આપનારને પોતાનો જવાબ નક્કી કરી તેની ઉપર નિશાની કરવાની હોવાથી
કામ સરળતાથી થતું હોય તે કામ કરનારને પણ ગમે છે.
૩) ખુલ્લા પ્રશ્નો
(Open-Questions):-
આ પ્રકારના પ્રશ્નોના જવાબો વ્યક્તિએ
વ્યક્તિએ જુદા હોઈ શકે. વ્યક્તિ પોતાનો અભિપ્રાય વ્યક્તિગત રીતે આપી શકે. જે
દ્વારા પ્રશ્નાવલીના વિષય સંદર્ભે મુક્ત વિચાર જાણવા મળે તે વધુ આવકાર્ય અને
ઉપયોગી બને છે.
દા.ત. પ્રશ્ન:-
નવી શિક્ષણ નીતિ માટે તમે શું માનો છો?
(પાંચ-સાત વાક્યોમાં દર્શાવો.) અથવા
પ્રશ્ન:- (અનામત
પ્રથા માટે તમારે શું કહેવું છે?)
(પાંચ-સાત વાક્યોમાં દર્શાવો.)
આવા પ્રશ્નોના જવાબ માટે પ્રશ્નોની નીચે થોડી
જગ્યા છોડી દેવામાં આવે છે. આવા પ્રશ્નોને નિશ્ચિત રચનાના પ્રશ્નોમાં ગોઠવી શકાતા
નથી. પ્રશ્નાવલીની હારમાળામાં આ પ્રકારના પ્રશ્નો ઓછામાં ઓછા મૂકવા જોઈએ. કારણ કે
બધી જ વ્યક્તિઓને તેના જવાબો આપવામાં અનુકૂળ નથી. આવા પ્રશ્નોના જવાબોનું વર્ગીકરણ
કરવા તકલીફ પડતી હોય છે.માટે આવા પ્રશ્નોને સામાન્ય ચકાસણી- પાઈલોટ સર્વેમાં
સેવામાં આવે છે તેના જવાબો ચોક્કસ વિભાગમાં મુકીને તેનું વર્ગીકરણ કરવામાં આવે છે.
૪) બહુવિકલ્પ પસંદગી પ્રશ્નો(Multiple Choise Que.)
આ પ્રકારના પ્રશ્નોમાં શક્ય તેટલા બધા જ સંભવિત
જવાબો મુકવામાં આવે છે અને અંતે અન્ય શબ્દો મૂકીને રહી જતી શક્યતાને પણ જવાબમાં
સ્થાન આપવામાં આવે છે.
દા.ત.: પ્રશ્ન:-
સાડીની ખરીદી કરતી વખતે તમે શાને મહત્વ આપો છો? (નિશાની √ કરો)
(૧) કિંમત
(૨) દેખાવ
(૩) પાલવ
(૪) રંગ
(૫) કંપનીની છાપ
(૬) ટકાઉપણું
(૭) લંબાઈ
(૮) અન્ય
૫) પસંદગીક્ર્મ દર્શાવતા પ્રશ્નો:-
આવા પ્રશ્નોની સામે જવાબમાં વિવિધ વિકલ્પો
દર્શાવવામાં આવે છે. જેમાંથી ઉત્તર આપનારને પોતાની પસંદગી પ્રમાણે અનુક્રમ
પસંદગીનો કર્મ દર્શાવવા જણાવવામાં આવે છે. જેમ કે નીચે દર્શાવેલા વિષયોમાંથી તમને
ગમતા રસ પડતા વિષયોની પસંદગી ક્રમ જણાવવામાં આવે છે.
(૧) શિક્ષણ □
(૨) રાજકારણ □
(૩) રમતગમત □
(૪) ચિત્રજાગત □
(૫) સામાજિક
પ્રવૃત્તિ □
(૬) સાહિત્ય □
(૭) અન્ય □
0 ટિપ્પણીઓ
Please do not Enter any Spam Link in the Comment box.😈