અહેવાલના કેટલા પ્રકાર હોય છે ક્યાં કયા જણાવો.
અહેવાલના ત્રણ પ્રકાર છે:
(૧) ધંધાકીય અહેવાલ
(૨) અખબારી અહેવાલ (પ્રેસ
રીપોર્ટ/વર્તમાનપત્રનો અહેવાલ)
(૩) બજાર અહેવાલ (માર્કેટ
રીપોર્ટ)
૧). ધંધાકીય અહેવાલ એટલે
શું?
(૧) ધંધાકીય અહેવાલનો અર્થ:-
આજના વ્યાપારનો તેના વહીવટી સંચારમાં ક્યારેક
જટિલ પ્રશ્નો ઉદ્દભવતા હોય છે. આજે નાના-મોટા ઉદ્યોગોના વહીવટ કર્તા સભ્યો જેમાં
કંપની સેક્રેટરી, મેનેજર, જનરલ મેનેજર, સુપ્રિટેન્ડર વગેરેએ પોતાના ઉદ્યોગના
સંચાલનમાં કઈ કઈ ખામી રહેલી છે તેના વિકાસ માટે કયા કયા પગલા લેવા જરૂરી છે. તેની
મૂડી તપાસ કરી પોતાના સૂચનો વડે ધંધાકીય અહેવાલ સંચાલકોને જણાવવાના હોય છે.
ધંધાકીય અહેવાલ તેયાર કરતી વખતે ઉદ્યોગના હિતને હંમેશા નજર સામે રાખીને અહેવાલ
તેયાર કરવાનો હોય છે.
પ્રશ્નાવલી એટલે શું?/પ્રશ્નાવલી ના પ્રકાર જણાવોClik Her
(૨) ધંધાકીય અહેવાલના પ્રકારો જણાવો.
ધંધાકીય અહેવાલના બે પ્રકાર છે.
[૧] વ્યક્તિગત અહેવાલ
[૨] સમિતિ અહેવાલ (કમિટી
અહેવાલ)
[૧] વ્યક્તિગત અહેવાલ એટલે શું? :-
તે નાના પ્રમાણમાં કોઈ એક વ્યક્તિ દ્વારા
લખાય છે જે બાબત માટે તપાસ કરવાની હોય તે એક વ્યક્તિને સોપવામાં આવે છે.
દા.ત. કોઈ લીમીટેડ કંપનીનો વહીવટ બરાબર ચાલતો ન હોય
તો એના ખરાબ સંચાલન માટે સેક્રેટરીને અહેવાલ (રીપોર્ટ) ત્યાર કરવાની સૂચના આપવામાં
આવે.
વ્યક્તિગત રીપોર્ટ વ્યાપારી પત્રરૂપે હોય છે.
એમાં શીર્ષક આપવામાં આવે છે ત્યારબાદ સંબોધન લખાય છે. સંબોધનની નીચે વિધાનના
રૂપમાં વિષય લખવામાં આવે છે. શરૂઆતમાં પેરેગ્રાફથી આપણને સમજાય છે કે વ્યક્તિને
કેવી રીતે તપાસ કરવાનું સોપવામાં આવે છે. વ્યક્તિગત રીપોર્ટને અંતે “આપનો
વિશ્વાસુ’ લખીને સહી કરવામાં આવે છે.
[૨] સમિતિ અહેવાલ (કમિટી રીપોર્ટ):-
જ્યારે પ્રશ્ન ગુચવણ ભર્યો હોય ત્યારે એક
કરતાં વધુ વ્યક્તિને તપાસ કરવાનું સોંપવામાં આવે છે. આ બે ત્રણ કે પાંચ સભ્યની
બનેલી સમિતિ પોતાનો અભિપ્રાય નોંધરૂપે આપે છે અને સમિતિ અહેવાલ કહેવાય છે.
વ્યક્તિગત અહેવાલ કરતા સમિતિ અહેવાલ માળખાની
રીતે જુદા છે એમાં શીર્ષક, સર્વનામ કે વ્યક્તિનું સરનામું અપાતા નથી પરંતુ જે
પ્રશ્નની તપાસ કરી હોય તે વિષયનું વર્ણન વિધાનરૂપે હોય છે.
એના પ્રથમ પેરેગ્રાફમાં સમિતિને તપાસની
સત્તા આપવામાં આવે છે કે બાબત રજુ કરવામાં આવે છે. અન્ય પેરેગ્રાફો પણ જુદા જુદા
સબંધિત મુદ્દાઓ વિસ્તૃત ચર્ચા કરવામાં આવે છે. અહેવાલની અંતે ચેરમેન તથા
સેક્રેટરીની સહી સમિતિ સહીત કરવાની હોય છે.
૩) વ્યક્તિગત અહેવાલ તેમજ સમિતિ અહેવાલનો તફાવત:-
વ્યક્તિગત અહેવાલ :- સમિતિ અહેવાલ
૧.એક્વ્યક્તિ દ્વારા તેયાર
થાય છે. ૧. એક કરતા વધુ
વ્યક્તિ દ્વારા તેયાર થાય છે.
૨. પત્રના માળખાના
સ્વરૂપમાં લખાય છે. ૨. વિધાનના
સ્વરૂપમાં સૂચનો લખવામાં આવે છે.
૩. અંતે સેક્રેટરીની સહી
હોય છે. ૩. અંતમાં ચેરમેન
તથા સેક્રેટરીની સહી હોય છે.
૪. આર્થિક દ્રષ્ટિએ ઓછો
ખર્ચાળ છે. ૪. વધુ ખર્ચાળ હોય
છે.
૫. ઓછા સમયમાં તેયાર થાય
છે. ૫. તેયાર કરતાં સમય જાય
છે.
1 ટિપ્પણીઓ
અખબારી અહેવાલ (પ્રેસ રીપોર્ટ/વર્તમાનપત્રનો અહેવાલ)
જવાબ આપોકાઢી નાખોPlease do not Enter any Spam Link in the Comment box.😈