Recents in Beach

સંક્રમણ વ્યાપાર અને સર્જક ભાવક સબંધ અંગે સુન્દરમના વિચારો

 

 


      ઉમાશંકર જોશીએ સંક્રમણનો મુદ્દો નજરમાં રાખ્યો છે, તેઓ સ્પષ્ટ કરે છે કે કવિ કાવ્ય રચનામાં એકદમ એકાગ્ર બન્યો હોય ત્યારે વસ્તુ સંક્રમણનો ખ્યાલ તેને ભાગ્યે જ સ્પર્શે છે. પણ કાવ્યના માધ્યમ દ્વારા કવિનું ‘સાધારણી ભૂત’ સંવેદન સહજ જ ભાવક સંવીદ્દની તુલ્ય બને છે. ત્યારે ત્યાં સંક્રમણ વ્યાપારની આવશ્યક્તાનો ખ્યાલ કામ કરી રહ્યો જણાશે. કવિના સંવેદનની ભાવકને પ્રતીતિ થાય એનું નામ અવગમન એ જ રસ સંવેદન ઉમાશંકરના આ વિચારને લઈને સુન્દરમ કાવ્ય કલાના કેવળ સોંદર્ય તત્વ કે રસકીય તત્વનો મહિમા કરે છે. કાવ્ય સ્વંય એક સુક્ષ્મ રમણીય તત્વ છે. રસ, સોંદર્ય અને આનંદનું તે અધીસ્થાન છે. અને એનું અનોખું મહત્વ છે. તે તેની રસાત્મકતાને લીધે જ.



    સર્જકને માટે કલાનું સર્જક કેવળ શબ્દ લીલા કે રમત માત્ર નથી, પણ માનવ જીવનની એક ગંભીર જવાબદારી વાળીં પ્રવૃત્તિ છે. કાવ્ય માનવ હ્રદયની ઉર્મીઓને જાગૃત કરે છે. સાહિત્ય કલાઓને માનવ જીવન સાથે અંત્યંત માર્મિક અને ઘનિષ્ટ સંબંધ રહ્યો છે. એવો ખ્યાલ સુંદરમની વિચારણાઓમાં ફરી ફરીને પ્રતિષ્ઠિત થય્ર્લો છે. સમાજ જીવન જોડે સાહિત્ય પ્રવૃત્તિ સંકળાયેલી છે. સાહિત્યની રચનામાં લોક જીવનની લાગણીઓ, વિચારણાઓ, ભાવનાઓ, આંતર સંઘર્ષો એ બધું સર્જકને પ્રેરકબળ બની રહે છે. સર્જકની કૃતિ તેના સમસ્ત ભાવક વર્ગ પર અસર મૂકી જાય છે. સાહિત્યનાં પ્રશ્નોને સુન્દરમ આથી જ સર્જકની સાથે તેમ ભાવકની સાથે સાંકળીને વિચારવા પ્રેરાયા છે. સાહિત્યની પ્રવૃત્તિ ભાવકો સાથે નિસ્બત ધરાવે છે. એમ સુન્દરમ પ્રતિપાદિત કરવા ચાહે છે. પોતાની કૃતિમાં સાહિત્યકાર જે- જે લાગણીઓ વિચારો રજુ કરે છે. તે તેના ભાવકમાં બરાબર સંક્રમિત થઇ શકે એમ છે કે નહિ અને ભાવકને માટે તે પથ્યકારી બનશે કે કેમ તેનો ખ્યાલ કરવાનો રહે છે.



  રસની અનુભૂતિનો, સોંદર્યની પ્રાપ્તિનું આનંદની સિદ્ધિનો, જીવનમાં સ્થૂળ ઉપકરણોમાંથી રસ સોંદર્ય અને આનંદના જે ઝરણાં વહે છે. તેના ભોક્તા સહ્રદય વાંચક- વિવેચક છે. આથી જ સુન્દરમ કહે છે: “જેવી રીતે જમીનનો રસ શેરડીના મુળીયામાંથી ચઢતો ચઢતો અમુક પેરાઈએ પહોંચીને તેનો મિષ્ટતમ રૂપ પામે છે. તેવી રીતે કાવ્યનું શબ્દ તેનો લય તેમાનું તત્વ દર્શન રહસ્ય એ નિરૂપણની કોક અગમ્ય અપૃથક્કરણીય ક્રિયા દ્વારા અમુક કક્ષાએ રસ્વત બને છે, એ શબ્દનું શ્રવણ થતા લયનું શ્રવણ થતા આપણા સંવેદન તંત્રમાં એક પ્રકારનું ઉત્કટ ઝંકાર થઇ રહે છે. કંઈક અપ્રાકૃત અનુભૂતિ અનુભવાય છે. આવી ત્રિવિધ સર્વાંગી નીબીધ્તાનું નિર્માણ કરવું અથવા તેનું પોતાનામાં અનુસર્જન કરવું એ છે કવિનું કાર્ય, ભોક્તાનું, સહૃદયનું, વિવેચકનું કાર્ય.”



[સંદર્ભ ગ્રંથ :]

૧) વિવેચનનું વિવેચન- જયંત કોઠારી – ગુર્જર પ્રકાશન

૨) વાત આપણા વિવેચનની- શિરીષ પંચાલ- પાશ્વ પ્રકાશન

૩) ગુજરાતી સાહિત્ય વિવેચન  પ્રમાદ કુમાર પટેલ

૪) સુન્દરમ્ – સં. શિરીષ પંચાલ

૫) આપણું વિવેચન સાહિત્ય  હીરાબેન પાઠક


સુન્દરમની કાવ્યવિભાવના Click Her



ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ