Recents in Beach

સુન્દરમની કાવ્યવિભાવના/Sundramni kavy vibhavna

 

સુન્દરમની કાવ્યવિભાવના:


  ૧૯૪૫ના વર્ષમાં સુન્દરમનું શ્રી અરવિંદના આશ્રમમાં જઈ વસવું અને ત્યાં શ્રી અરવિંદ અને શ્રી માતાજી જેવા મહાન સાધકોના ગાઢ સંપર્કમાં મુકાવો. એ ઘટના તેમના કાવ્ય સર્જનનો તત્વ ચિંતનમાં તેમજ કાવ્ય વિભાવનામાં મહત્વનો વળાંક લાવનારી બની છે.


   સુન્દરમના પ્રસિદ્ધ વિવેચનગ્રંથ ‘અર્વાચીન કવિતા’ ૧૯૪૬ની વિવેચન દ્રષ્ટિ એવા શિર્ષકની પ્રસ્તાવનામાં તેમની કાવ્ય ચર્ચાનીભાષા અને ભૂમિકા બદલાઈ રહ્યા હોઈ એવા સ્પષ્ટ સંકેતો મળે છે. શ્રી અરવિંદની કાવ્ય વિચારણાની એમાં પ્રેરણા રહી છે. સમાજ જીવન જોડે સાહિત્યની અને સાહિત્યકારને ચોક્કસ નિસ્બત હોઈ એવી તેમની સમજ એમાં કામ કરી રહી હતી. સુન્દરમનું બીજું મહત્વનું વિવેચન ગ્રંથ અવલોકના’૧૯૬૫માં પ્રગટ થયું. આ ઉપરાંત ‘સર્જકોનું સંમેલન પત્રોમાંથી’ કલા અને બીજી પ્રવૃત્તિ કલામાં અનુકરણ કવિતાના ધામમાં તપોગીરીની આનંદયાત્રા જેવી લેખોની ચર્ચામાં સુન્દરમની ઉત્તરકાલીન વિચારણાની ભૂમિકા સરસરીને ઉપસી આવતી દેખાય આવે છે.


સુન્દરમના સાહિત્ય અને જીવન સંબંધી વિચારો:

     ‘કાવ્ય’ નામના પદાર્થનો અને કાવ્ય-કલાની પ્રવૃત્તિનું સુન્દરમના સિદ્ધાંત વિચારમાં આરંભથી જ વિશેષ મહીમાં રહેલો છે. વ્યક્તિના જીવનમાં તેમજ વ્યાપક પણે સમાજ જીવનમાં, કલા સર્જન એક મહત્વની પ્રવૃત્તિ છે. એમાં તેઓ આરંભથી જ પ્રતિપાદિત કરતાં રહ્યાં છે. વિશ્વ જીવનના સોંદર્યો અને ગહન સત્યને સાધીપકાર સહજમાં ગ્રહણ કરી લે છે. તેની તીવ્ર અનુભૂતિમાં સત્ય સ્વંય પ્રગટ થઇ જાય છે.


    સાહિત્ય અને જીવન વચ્ચેના સંબંધ વિશે સાહિત્ય સર્જનના આરંભકાળથી જ વિચારતું છે. સાહિત્ય અને જીવનને પરસ્પર સીધો સંબંધ છે. સાહિત્યમાં કોઈ પ્રતિનિધિ વ્યક્તિને કેન્દ્રમાં રાખીને ભૂતકાળમાં બની ગયેલી ઘટના વર્તમાનમાં બની રહેલી ઘટના અથવા ભવિષ્યમાં જે બની શકે એમ છે. બનવાની સંભાવના છે. એવી ભૂત, વર્તમાન અને ભવિષ્યની ઘટનાઓની સમાવેશ થાય છે. સાહિત્યને સમાજનું પ્રતિબિંબ કહ્યું છે. સાહિત્ય અને સમાજને એક બીજાથી ભિન્ન કરી શકાય નહિ. કોઈ દેશની પ્રજાનું જીવન એની સમસ્યાઓ એના સુખ-દુઃખ, કલ્પના, પ્રવૃતિઓ વગેરેનું માપ એમના સાહિત્યમાંથી મળી રહે છે. જે પ્રજાનું સાહિત્ય ખુબ જ વિકાસ પામ્યો છે એ પ્રજાનું પણ ખુબ વિકાસ થયો હોય અને જે પ્રદેશની પ્રજાનું સાહિત્ય વિકસ્યું ન હોય એ પ્રજા અલ્પવિકસિત રહી હોય. આપણા દેશમાં લોક સાહિત્યની સ્થાપના ફક્ત ૬૫વર્ષથી થઇ જ્યારે એથેન્સમાં ૨૫૦૦ વર્ષ પહેલાં લોકશાહી શાસન-વ્યવસ્થા ચાલી રહી છે. એ જ રીતે ગુપ્તયુગને ભારતનું સુવર્ણયુગ કહેવામાં આવે છે. એ સમયમાં કવિ કાલીદાસ, ભાસ, ભવભૂતિ જેવા મહાન સંસ્કૃત કવિઓ થઇ ગાય. ગુજરાતમાં પણ મધ્યકાળ દરમિયાન જેનોના હાથે સાહિત્ય રચાયું. એ સમયે જેન પ્રજા જ સૌથી વધુ સમૃદ્ધ હતી. આમ, સાહિત્ય અને સમાજનો વિકાસ અને પતન સમાન રહ્યો છે.


   ‘કલા ખાતર કલા’માં માનનારા વિદ્ધવાનો સાહિત્યની ફક્ત કલા પ્રકાર તરીકે જ માની ને સાહિત્યમાં કલા પદાર્થને વિશેષ મહત્વ આપે છે અને સાહિત્યમાં સમાજનું મહત્વ ઘટાડે છે. આ સંદર્ભમાં સુન્દરમે ‘અવલોકના’માં નોધ્યું છે: “પ્રજાના આ દેનેન્દ્રીય સમકાલીન જીવનને અને સાહિત્ય સર્જનને કેવો સંબંધ છે? એ કારણ કાર્યના ભાવે સંકળાયેલા હોય તો પણ તેનું કાર્ય નિષ્પન્ન થતાં કેટલો સમય લે ? કોઈ પણ વર્તમાન પરિસ્થિતિ કલાને માટે સર્જનાત્મક પ્રેરણાનું રૂપ લે તે પહેલા તેણે સર્જક વ્યક્તિઓના ચિત્તમાં બીજ રૂપે પ્રવેશ કરી કૂટ જીવન રહસ્ય તરીકેનો આંતરિક પરિપાક સિદ્ધ કરવો જોઈએ.” સુન્દરમના આ અવતરણમાં તેમના ચિત્ત પર કલાવાદી મિમાંસકોનો પ્રભાવ હોય એવું જણાય છે. પરંતુ પાછળથી આ સંદર્ભમાં જ સુન્દરમના બીજા ગ્રંથનું નામ ‘સાહિત્ય ચિંતન’માં નોંધે છે: “અટ કેન્દ્રિત દ્રષ્ટિથી સાહિત્ય તથા કલાનું લક્ષણ એટલે સુધી બંધાયું છે, કે જેમાં જીવન સાથે કશો સંબંધ જ સ્વીકારાતો નથી. જગત તરફ ઉદાસીનતા ઉપેક્ષા અવમાનના અને તિરસ્કારની હદે કલાની કલ્પના લઇ જવામાં આવે છે.”


    સુન્દરમમાં ઉપરોક્ત અવતરણ પરથી સ્પષ્ટ થાય છે કે સુન્દરમના માનસ ચિત્ત પર ફક્ત કલા ખાતર કલાના વિચારનો પ્રભાવ પડ્યો હોત પરંતુ પાછળથી એમના વિચારો બદલાયા અને જીવન ખાતર કલામાં માનનારા થયા છે. કલા અને જીવનને ગાઢ સંબંધ છે તો સાહિત્ય અને જીવનને પણ એટલો જ ગાઢ સંબંધ છે.


    વિવેચન ગ્રંથોના સઘન અભ્યાસથી સર્જકના ચિત્ત પર સાહિત્ય કલાના સબંધોની સઘનતા આવે છે. એટલે કે સાહિત્યમાં અલંકાર, છંદ, ગુણ, દોષ, ઔચિત્ય, વક્રોક્તિ, રસ, પ્રતિક, કલ્પન, પુરાકલ્પન વગેરે અનેક પ્રકારના કલા પદાર્થનો સમન્વય કરવાનું વલણ આવે છે. અને કેટલીકવાર સર્જકને જે કહેવાનું છે તે કહેવાને બદલે તેમાં પ્રતિક, કલ્પન, અલંકાર કે છંદની વિવિધતાઓ કેવી રીતે વધુ સારી બની એ તરફ વધુ ધ્યાન જાય છે. પરિણામ એ આવે છે કે સર્જક જે કહેવા માગે છે એ કેન્દ્ર સ્થાને રહેવાને બદલે પ્રતિક, કલ્પન વગેરેનો વિનિયોગ કરવામાં સર્જક શક્તિ વપરાય જાય છે. પરિણામે સાહિત્યમાં વિદ્ધતા આપવાને બદલે વેવીધ્યપનું આવી જાય છે. સુન્દરમ આ સંદર્ભમાં કહે છે. “સાહિત્યના આંતરિક તત્વનું આપણે ખુબ પૃથક્કરણ કર્યું છે, તેની મહત્તા અને તેના સામર્થ્યને ખૂબ બહેલાવ્યા છે, પણ જીવનના નક્કર સ્થૂળ અને સાહિત્યકાર કેવા સંબધોથી જોડાયેલા છે તે આપણે બહુ ધ્યાનથી જોયું નથી. સાહિત્યની પરિસ્થીતિક પરીચર્યો, અવગણવાથી સાહિત્યના સ્વરૂપ અને સામર્થ્ય વિશેના વિચારોમાં પણ એક પ્રકારની ઉણપ રહી જાય છે.


   સાહિત્યમાં કલાને વધુ મહત્વ અપાયો. વિદ્ધવાનોને ચેતન્વતા સુન્દરમ ‘સાહિત્યચિંતન’માં નોંધે છે: “સાહિત્યને આદર્શની કોટિમાં મુકવા છતાં આપણે તેને એટલે સુધી જીવનથી વેગળું લઇ ગયા છીએ કે તેનો અને જીવનનો કશો સંબંધ જોવાનું ભૂલી ગયા છીએ.”


   સુન્દરમ સાહિત્ય અને જીવન વચ્ચે અભિન્ન સંબંધ અનુભવે છે. સાહિત્ય અને જીવન કદી પણ અલગ પડી શકે નહિ. સાહિત્યમાંથી જીવનનો નિષેધ કરવામાં આવે તો એ સાહિત્ય નિષિદ્ધ થઇ જાય અને જો જીવનમાં એટલે કે જે પ્રજા પાસે સાહિત્ય નથી એવી પ્રજાનો પણ પતન થાય છે. સાહિત્ય અને જીવન પરસ્પરાવલંબી છે. એટલે જ સુન્દરમ નોંધે છે: “સાહિત્યકારે સાહિત્યકાર રહેવા માટે આ વસ્તુ તો ન જ ભૂલવી જોઈએ કે જે વસ્તુ જીવન માટે નિષિધ છે. તત્વ જીવનમાં પ્રગતિ નથી આપી શકતું તે સાહિત્યમાં પણ પ્રગતિશીલ નહિ ગણી શકાય.”



સંદર્ભ ગ્રંથ :

૧) વિવેચનનું વિવેચન- જયંત કોઠારી – ગુર્જર પ્રકાશન

૨) વાત આપણા વિવેચનની- શિરીષ પંચાલ- પાશ્વ પ્રકાશન

૩) ગુજરાતી સાહિત્ય વિવેચન – પ્રમાદ કુમાર પટેલ

૪) સુન્દરમ્ – સં. શિરીષ પંચાલ

૫) આપણું વિવેચન સાહિત્ય – હીરાબેન પાઠક



ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ