Recents in Beach

અભ્યાસક્રમ માળખાના સોપાનો Steps of curriculum designs

 હકીકત :- ‘અભ્યાસક્રમ’ શબ્દનો પ્રથમ ઉયપયોગ યુનીવર્સીટી ઓફ ગ્લાસગોના સ્કોટલેંડ ખાતે સત્તરમી સદીની શરૂઆતમાં થયો. ‘અભ્યાસક્રમ’ આ શબ્દ લેટીન શબ્દ છે જેનો અર્થ ‘સ્પર્ધા’ પરથી આવ્યો છે. અભ્યાસક્રમ વિકાસ/રચના માટેના નીચેના છ સોપાનો છે. આ સોપાનોનું અનુસરણ સફળ અભ્યાસક્રમ ડીઝાઇન માટેની ખાતરી આપશે.


1. તમારું ધોરણ નિર્ધારિત કરો/Audience નક્કી કરો-Determine Your Target Audience:-

      તે જાણવા માટે તમારી સામે જેતે ધોરણનાં વિદ્યાર્થીઓ હશે, જેથી તમે તે મુજબ યોજના તેયાર કરી શકો તે મહત્વનું છે. તમારા અભ્યાસક્રમની સામગ્રી તમારા જે તે ધોરણના વિદ્યાર્થીઓને આધારે મોટા ભાગે બદલાશે.



2. લક્ષ્ય અને હેતુઓની રચના Develop Goals and Objectives:-


      લક્ષ્ય અને હેતુઓ તમારી વિષયવસ્તુનું (content) હ્રદય છે. લક્ષ્યાંક-Goals એ, વિદ્યાર્થીઓ એકવાર સુચના/તાસ પૂર્ણ થયા પછી શું શીખ્યા છે, તેનું વ્યાપક નિવેદનોનું વર્ણન છે. ઉદેશો વધુ ચોક્કસ હોય છે અને તે કેવી રીતે દરેક ધ્યેયને મેળવી આપશે તેની રૂપ રેખા છે.


 અહીં એક ઉદાહરણ છે:

   ગોલ: વિદ્યાર્થીઓ માઈક્રોસોફ્ટ વર્ડ વાપરવા માટે સમર્થ હશે.

  ઉદેશ્ય: વિદ્યાર્થીઓ કોલમ સહીત એક દસ્તાવેજ બનાવશે.

  ઉદેશ્ય: વિદ્યાર્થીઓ ફોન્ટ, જગ્યા, વગેરે વિષે ચોક્કસ દિશાઓ અનુસાર ડોક્યુમેન્ટ ફોર્મેટ કરશે.


  બંને ગોલ અને હેતુઓ, મૂલ્યાંકન કરી શકાય તેવા હોવા જોઈએ. જેથી તમે વિદ્યાર્થીઓની વિષય નિપુણતાની (૬-સોપાનો દ્વારા) આકારણી કરી શકો. શીખવામાં આવી રહેલી માહિતીને માપવાનો પ્રયત્ન કરીશું. જ્યારે ગોલ અને હેતુઓ સિદ્ધ કરવા માટે તમે નબળા planningથી કામ કરી રહ્યા છો, તો ઇચ્છિત લક્ષ્યના પરિણામ વિશે તમે કલ્પના કરી શકો છો.




3. તમારી સૂચનાત્મક વ્યૂહરચના પસંદ કરો-Choose your Instructional Strategy:-


   અહીં ઘણા પ્રકારની સરળ પદ્ધતિઓ વાપરવા માટે છે :

ઉદાહરણ તરીકે, સોક્રેટીસ પદ્ધતિ-the Socratic method(પ્રશ્નોતરી/નાટક-સંવાદ)

        પ્રદર્શન-demonstration

        વિચારણા-brainstormaing

        જૂથ ચર્ચા-grup discussion

       સહકારી લર્નિંગ-cooperative learning

      ભૂમિકા અભિનય- role play

      સ્વતંત્ર અભ્યાસ- independent study


તમારી સામગ્રી અનુસાર તમે જે શ્રેષ્ઠ પદ્ધતિ હોય તે અપનાવી શકો છો.



4. પ્રસ્તુતિ નિર્ધારણ-Consider Logistics:-


     આ સોપાન, જ્યાં તમે ખરેખર શીખવવાના છો તે જણાવે છે. તમે હજુ આયોજન તબક્કામાં હશો! તમે જયારે વર્ગખંડમાં પગ મુકશો તે પહેલાં તમારે બધા સુયોજિત લોજીસ્ટીક્સ વિચાર કરવાની જરૂર પડશે. તમે વિચારશો કે તમારા શિક્ષણને ક્યાં અને ક્યારેવ અટકાવવું. કેવી ટેકનોલોજી વાપરવી અને નાં વાપરવી, તેને કોણ રજુ કરશે, આ માટે કયું સાહિત્ય જોઇશે. ખોટો સમય વેડફાય તેવી પરિસ્થિતિઓ તથા સામાન્ય મુશ્કેલીઓ ટાળવી.



5. આકારણીઓ કરવી-Develop Assesments:-


    ગોલ અને હેતુઓ માપીશ્કાય તેવા રચ્યા હશે, તો આકારણી ભાગ એકદમ સરળ રહેશે.


દા.ત.- અગાઉના ઉદાહરણને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓ કેવી રીતે માઈક્રોસોફ્ટ વર્ડનો ઉપયોગ કરી શકે છે, જે જાણવા માટે તમે તેમના જરૂરી દસ્તાવેજ સાથે રાખો. તમારા વિદ્યાર્થીઓની યોગ્ય આકારણી કરવા નિદર્શન તેમજ લેખિત પરીક્ષાની તરકીબોનો સમાવેશ કરવામાં આવે છે. તમારી આકારણીઓ લાંબી અથવા જટિલ હોય તે જરૂરી નથી.



6. અસરકારક મૂલ્યાંકન- Evaluate Effectiveness:-


    વિદ્યાર્થીઓ પાસેથી પ્રતિભાવ ભેગા કરવા માટે એક મૂલ્યાંકન સાધન બનાવવું જરૂરી છે. તેમના અભિપ્રાયોની સુનાવણી આગામી સમય માટે સુધારવા માટેના રસ્તાઓ શોધવામાં મદદ કરશે. જો જરૂરી હોય તો વિદ્યાર્થી મૂલ્યાંકન પત્યા પછી, શું કામ કર્યું હતું અને શું નથી કર્યું તે વિશે વિચારો. એક વાર પાઠ્યક્રમ સમાપ્ત થાય પછી પક્ષ-વિપક્ષની એક યાદી બનાવો. આ માહિતી, તમારા અભ્યાસક્રમને વધુ સારી રીતે ફરી શીખવવા માટે તમને ત્યાર કરશે ફેરફારો કરવા માટે સક્રિય કરશે.


👉 શિક્ષણનો સામાજિક ઉદ્દેશ|What is a social aim of Education? Clik her


ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ