Gujarati short shayri, Gujarati Sad shayri, Gujarati 2Line shayri, Gujarati Dard shayri,Gujarati Love shayri Gujarati Romentic shayri, Gujarati 2line status, Gujarati WhatsApp status, Sad status in Gujarati, Felling Sad …. ગુજરાતી ઉખાણાં
1】
ફુલ અમને ગમતા નથીઅને કાંટા ઓ પર અમને મમતા નથી
ગમ્યા છે અમને પર્વતો જેકોઇને નમતા નથી.
બીજી ગમે છે તમારી મિત્રતા,
કે જેને તોડવાની પેલા પર્વતોમાં ક્ષમતા નથી.
💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖
2】
પ્રેમ તો જીવનમાં ઘણીવાર થાય છે,
પહેલો પ્રેમ પણ ક્યારેક ભુલાઈ જાય છે,
પણ જીવનમાં એક વ્યક્તિ તો એવી મળી જાય છે
જે તમારા આત્માને સ્પર્શી જાય છે,
ભલે એ તમને મળી ન શકે તો પણ એની રાહ જોવાનું મન થાય છે,
સતત એને ખોઈ બેસવાનો ડર લાગ્યા કરે છે.
એ વ્યક્તિને ક્યારેય ભૂલી નથી શકતા એ વ્યક્તિ માટે દિલમાં જે પ્રેમ જાગે છે. તે જ પ્રેમ સાચો પ્રેમ છે.
💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗
3】
દાગીના મુકવા માટે લોકર મળી શકે ,
પૈસા મુકવા માટે બેંક મળી શકે
પણ હૈયાની વાત મુકવા માટે લાયક જગ્યા મળવી મુશ્કેલ છે,
એ જગ્યા નું નામ એટલે °દોસ્ત°.
💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓
4】
એકાદ એવી યાદ તો છોડી જવી હતી
છૂટ્ટા પડ્યાની વાતને ભૂલી જવી હતી
વહેતા પવનની જેમ બધું લઈ ગયાં તમે
થોડીઘણી સુગંધ તો મૂકી જવી હતી.
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
5】
રૂપિયાની ભૂખ એવી હતી કે
કમાવા માટે લાગી ગયા,
રૂપિયા મળ્યા તો હાથમાંથી સંબંધ બધા છૂટી ગયા.
બાળકો સાથે રહેવાનો સમય ના મળ્યો,
પણ જયારે સમય મળ્યો ત્યારે બાળકો જ રૂપિયા કમાવવા નીકળી ગયા.
6】
જિંદગીમાં જ્યાં સુધી તમે યાદ રાખો છો,
ત્યાં સુધી ગઈ કાલ જીવે છે.
અને જ્યાં સુધી તમે આશા રાખો છો,
ત્યાં સુધી આવતીકાલ તમારી રાહ જુએ છે,
બસ આમ જ વર્તમાન ચાલે છે.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
7】
તુ જળ નહી તરસ શોધ,
તું પ્રેમ નહીં વિશ્વાસ શોધ,
બે મન વચ્ચે મળતો પ્રાસ શોધ,
તુ પ્રકાશ નહી સવાર શોધ,
નવી પરોઢે સકારાત્મક નવો વિચાર શોધ,
તું શબ્દો નહીં ઊંડાણ શોધ,
આંખોથી વાંચે ને હૃદયે ઉતરે એ ઢળાણ શોધ...
🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁
8】
લોકોના મત પ્રમાણે 'આઇ લવ યુ'
એ સૌથી શ્રેષ્ઠ વાક્ય છે
પણ મારા મતે'આઇ લવ યુ ટુ'
એ સૌથી શ્રેષ્ઠ વાક્ય છે.
કારણ કે પહેલું વાક્ય તો ઘણા બધા ને
સાંભળવા મળે,
પરંતુ બીજું વાક્ય તો
'નસીબવાળાને જે
સાંભળવા મળે..!!!
💘💘💘💘💘💘💘💘💘💘💘💘💘💘
9】
વીધી સાથે વેર ના થાય
જીવન આખું ઝેર ના થાય
કિસ્મત એક છાપેલો કાગળ છે દોસ્ત
એમાં કઈ ફેર ફાર ના થાય.
💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙
10】
કોરા કાગળમાં
કંઈક આમ લખું છું,
મોગરાના તેજને
પણ શ્યામ લખુ છું,
ઉડી ન જાય
સુવાસ તારી,
એટલે બંધ એકાંતમાં
પણ નામ લખુ છું તારું.
💞💞💞💞💞💞💞💞💞💞
11】
મજબૂરી દિલની કોઈ ને હું કહી શક્યો નહી!
મયખાના તરફ કે મંદિરે, હું જઈ શક્યો નહી!
ઉભો રહ્યો પણ સરનામું હું પૂછી શક્યો નહિ;
અટવાતો રહયો આગળ તો ધપી શક્યો નહી!
કોઈકે કહ્યું પાછા વળો હવે એ દ્વાર બંધ છે!
મળશે નહી એ સ્થળ ઉપર લાચાર પંથ છે!
અણગમતું હોય આગમન એનો ક્યાં અર્થ છે!
ઢસરડાતી આ દોરી જઈ રહી, કોની પતંગ છે?
ના ખાનગી અહીંયા કશું, એક જાહેર દ્વાર છે!
કાંધે ચઢ્યા ને ઉતર્યા, આ અંતિમ પ્રયાસ છે!
અણ ચાહ્યો કેવળ આટલો આજે પ્રવાસ છે!
રસ્તો વટાવો એટલે સામે સ્મશાન છે!
💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗
Next page- 1, 2, 3, 4,
0 ટિપ્પણીઓ
Please do not Enter any Spam Link in the Comment box.😈