Recents in Beach

અભ્યાસક્રમ માળખાની પસંદગી કરવા માટેના માપદંડો-Criteria for selecting curriculum design

 નીચેના ૭ માપદંડો સુક્ષ્મ અભ્યાસક્રમ માટે વિષય પસંદગીમાં ઉપયોગ કરી શકાય છે.


૧. સ્વાવલંબન-Self-sufficiency:-


   વિષય શીખનારાઓ સૌથી વધુ મહત્તમ સ્વાવલંબન પ્રાપ્ત કરે તે જરૂરી છે. શિક્ષણનું અર્થતંત્ર, ઓછી શિક્ષણ ફી અને શેક્ષણિક સાધનોના ઓછો ઉપયોગ માટે વપરાય છે, પરંતુ વિદ્યાર્થીઓ વધુ પરિણામો મેળવે. તેઓ શીખવાના અસરકારક પરિણામોનો સામનો કરવા માટે સક્ષમ હોય છે. આનો અર્થ એ થાય છે કે વિદ્યાર્થીઓને પ્રયોગ, અવલોકન અને આ ક્ષેત્રમાં અભ્યાસ કરવા માટે તક આપવી જોઈએ છે. આ બાબત તેમને સ્વતંત્ર શીખવા માટે પરવાનગી આપે છે. ઉચ્ચ શાળા અભ્યાસક્રમ અથવા પ્રારંભિક વર્ષ માટે, અઠવાડિયે એક દિવસે સ્વતંત્ર શિક્ષણ પ્રવૃત્તિ માટે પ્રયત્ન કરવો જોઈએ. જો કે આને માટે શિક્ષક દ્વારા કાળજીપૂર્વક આયોજન થવું જોઈએ. જ્યારે વિદ્યાર્થીઓનું કાર્ય પૂર્ણ થાય ત્યારબાદ તેઓ પ્રવૃતિનું આઉટપુટ રજુ કરે.


૨. સાર્થકતા-Significance:-

     જો વિષયવસ્તુ/સામગ્રી નોંધ પાત્ર પસંદ કરેલ હોય તો તે માટે શીખવાની પ્રવૃતિઓ, કુશળતા, પ્રક્રિયાઓ, અને વલણ વિકસાવવાનું આયોજન કરવામાં આવે છે. તે પણ એટલે કે તાર્કિક અસરકારક અને માનસિક કુશળતા(The cognitive, affective and psychomotor skills) શીખવા ત્રણ ડોમેન્સ વિકસે છે, તેમજ શીખનારાઓના સંસ્કૃતિક પાસાઓ ગણવામાં આવે છે. ખાસ કરીને જો તમારા વિદ્યાર્થીઓ વિવિધ સાંસ્કૃતીકતાવાળા અને જાતિના આવે છે, તો વિષયવસ્તુ સંસ્કૃતિ પ્રત્યે સંવેદનશીલ હોવું જ જોઈએ.


ટૂંકમાં સામગ્રી/વિષયવસ્તુ કે અભ્યાસક્રમ એવો પસંદ કરો કે જે સમગ્ર ઉદેશ હાંસલ કરી શકે.


૩.માન્યતા-Validit:-

    માન્યતા, તમે પસંદ કરેલ વિષયવસ્તુ અથવા સામગ્રીની અધીકૃત્તાનો(authenticity) ઉલ્લેખ કરે છે. ખાતરી કરો કે વિષયો અપ્રચલિત/નિર્થક નથી.


   ઉદાહરણ તરીકે ટાઈપકામનો સમાવેશ કોશલ તરીકે કોલેજના વિદ્યાર્થીઓ માટે રાખી શકાય નહિ. તે કોમ્પ્યુટર અથવા ટેકનોલોજીની માહિતી(IT) વિષય તરીકે હોવો જોઈએ.


આમ નિયમિત રીતે સમાવિષ્ટ વિષયવસ્તુ અથવા અભ્યાસક્રમ તપાસો અને જો તે જરૂરી જણાય તો જરૂર બદલો. તેને બદલવા માટે અન્ય ૫ વર્ષ માટે રાહ ન જુઓ.


આધુનિક અભ્યાસક્રમ નિષ્ણાતના વર્તમાન વલણો, સંગતતા અને અભ્યાસક્રમની અધિકૃતતા છે, નહીતર તમારી શાળા અથવા દેશ પાછળ રહી જશે.



૪. અભ્યાસક્રમનો પ્રકાર-Types of curriculum:-

     માપદંડ વિદ્યાર્થી-કેન્દ્રિત અભ્યાસક્રમ માટે સાચો છે. વિદ્યાર્થીઓ તો જ શ્રેષ્ઠ શીખી શકશે, જો વિષય-વસ્તુ તેમને અનુરૂપ હશે. જો તેઓને તેમાં રસ હશે તો તે અર્થપૂર્ણ બને છે. પરંતુ જો અભ્યાસક્રમ વિષય કેન્દ્રિત હોય, તો શિક્ષકો માટે કોઈ વિકલ્પ રહેતો નથી. માટે તે માત્ર પુસ્તકમાં હોય તે જ ભણાવે છે. આથી ઘણા વિષય નિષ્ફળ જાય છે.(દા.તા.- હાલ જો કૃષિ કે ઉદ્યોગ વિષય રાખવામાં આવે તો ?)


૫. ઉપયોગીતા-Utility:-

     અમુક વિષય- સામગ્રી અથવા અમુક વિષયો ઉપયોગી છે. જ્યારે વિદ્યાર્થીઓને લાગે છે કે વિષય/વિષય સામગ્રી તેમને માટે મહત્વની નથી. તેથી તેઓ તેને નકામી ગણી તેનો અભ્યાસ કરતા નથી.


 દરેકને પોતાની નોકરીના વિષયોની જરૂર પડે છે. અહીં પ્રશ્ન એ છે કે ઘણી વખત ચર્ચા થતી હોય છે કે – આ વિષયો મારી નોકરી માટે જરૂરી છે? શું તે મારા જીવનનો અર્થ સમજાવી શકશે? તે મારી ક્ષમતાઓનો વિકાસ કરશે? તેનાથી મારી સમસ્યા હલ થશે? તે મારી પરીક્ષાના ભાગરૂપ હશે? જો હું તે ભણીશ તો હું પાસ થઈશ?

  વિદ્યાર્થીઓ માત્ર વિષયસામગ્રીને ત્યારે જ કામની માને છે, જો તે તેમને માટે ઉપયોગી હશે.


૬.અધ્યયનક્ષમતા-Learn ability:-

      વિષય સામગ્રી શીખનારાઓની ક્ષમતા અનુરૂપ હોવી જ જોઈએ. તે ક્ષમતા તેમના અનુભવોથી મળેલી હોય છે. શિક્ષકોએ શીખવાના મનોવિજ્ઞાન સિદ્ધાંતોને આધારે ક્રમમાં કેવીરીતે વિષયો રજુ કરવા અને વિદ્યાર્થીઓની શિક્ષણ ક્ષમતા વધારવા માટે આયોજન કરવું જોઈએ.


૭. શક્યતા- Feasibility:-

   વિષયવસ્તુ સંપૂર્ણપણે અમલ કરી શકાય તેવો હોય. તે માન્ય રીતે શાળાની વાસ્તવિક પરિસ્થિતિને અસરકારક અને સમાજ સાથે જોડાયેલો હોવો જોઈએ. વિદ્યાર્થીઓ નિર્ધારિત સમય અને ઉપલબ્ધ સ્ત્રોતોના ઉપયોગ દ્વારા જ શીખવા જોઈએ. તેમને એવા વિષય નાં આપવા જોઈએ કે તેઓ તેને પુરા જ નાં કરી શકે. જેમકે તમે માત્ર એક જ સપ્તાહમાં એકમ સમાપ્ત કરવાના હોવ, પરંતુ વિદ્યાર્થીઓને તેની પ્રવૃતિઓ પૂર્ણ કરવા માટે એક મહિનો લાગી જાય તો તે યોગ્ય ના કહી શકાય.


  જો કોઈ વિસ્તારમાં વીજળી અથવા પૂરતા કોમ્પ્યુટર ના હોય તો કોમ્પ્યુટર વિષય ઓફર નાં કરી શકાય.


  શક્યતા શીર્ષકનો અર્થ એ થાય કે ત્યાંના શિક્ષકો પોતાના ક્ષેત્રમાં નિષ્ણાંત હોય. ઉદાહરણ તરીકે જો ઇંગ્લીશમાં બિઝનેશ કોમ્યુનીકેશન ભણાવી શકે તેવા શિક્ષક નાં હોય ત્યાં આવા વિષય ઓફર કરવાની શક્યતા કેટલી? અર્થાત નાં કરી શકાય.


  ઉપરાંત અહીં શીખનારાઓની પ્રકૃતિ ધ્યાનમાં રાખવી જરૂરી છે. સંસ્થા અને વિષય-સામગ્રીની ડીઝાઇન વિદ્યાર્થીઓની પ્રકૃતિને અનુરૂપ હોવી જ જોઈએ.


  વિષય-કેન્દ્રિત અભ્યાસક્રમમાં વિદ્યાર્થીઓ સમાન જુથમાં હશે તો સારું ગણાશે( શેડ્યુલ દર અઠવાડિયે અમલમાં રહે તે રીતે જ ચાલવું જોઈએ): અન્યથા ઘણા વિદ્યાર્થીઓ સબ્જેક્ટ ટેસ્ટમાં નિષ્ફળ જશે.


   પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્માચધ્યમિક શાળાના શિક્ષકો સીધા વિષય પસંદગીમાં સામેલ નથી હોતા, કારણ કે પહેલેથી જ શિક્ષણ વિભાગ દ્વારા અભ્યાસક્રમ નિર્માણ યોજના તેયાર કરવામાં આવતી હોય છે. બધાએ તેનું અનુસરણ કરવાનું હોય છે. આચાર્યો તેમને પરવાનગી આપે છે.


   મેક્રો અભ્યાસક્રમ તરીકે કોલેજના જુદા-જુદા વિષયોના કોર્ષ માટે ન્યુનતમ જરૂરિયાતો તરીકે ઉચ્ચ શિક્ષણ સમિતિ (The Commission on Higher Education)દિશાનિર્દેશો અને નીતિઓની આયોજનની ઓફર કરે છે. પછી અભ્યાસક્રમ વિકાસ સમિતિ (Syllabus Devlopment Comiti) અભ્યાસક્રમ પસંદગીનો, સંચાલનનો અને અમલીકરણનો એકેડેમિક કાઉન્સિલની મંજુરી સાથે ચાર્જ સંભાળશે.


   અભ્યાસક્રમ વિકાસ સમિતિના નિયામક દ્વારા તે જોવામાં આવે છે કે વિષયસામગ્રી અને અભ્યાસેતર કાર્યક્રમ માટેના વિષયોની પસંદગી, ઉપર ઉલ્લેખ કરેલ ૭ માપદંડોનો ઉપયોગ કરવામાં આવ્યો છે કે કેમ? તેની તપાસ કરે છે.


  પરંતુ આ માળખાગત પ્રક્રિયા હજુ પૂર્ણ થયેલી ન ગણાય, કારણ કે વિષયસામગ્રી અથવા સુક્ષ્મ અને મેક્રો અભ્યાસક્રમ સામગ્રીની પસંદગી માત્ર અભ્યાસક્રમ ડીઝાઇન બાબતોની જ છે, ક્યા પાઠ લેવા ? તે જે તે બોર્ડ નક્કી કરે છે.


દા.ત. ઇન્દ્રોડા પાર્કના પીકનીક’નું માળખું મળ્યું. પણ કોણ, ક્યારે કેવી રીતે? તે કોણ નક્કી કરે? બોર્ડ.



ટિપ્પણી પોસ્ટ કરો

2 ટિપ્પણીઓ

  1. આપનું કામ છે. મને ફોન કરશો.
    ડૉ. કેતન ગોહેલ
    ૯૯૦૪૨ ૫૩૬૦૦

    જવાબ આપોકાઢી નાખો
    જવાબો
    1. જરૂર હું આપને wp દ્વારા કોન્ટેકટ કરવાનો પ્રયત્ન કરીશ

      કાઢી નાખો

Please do not Enter any Spam Link in the Comment box.😈