Recents in Beach

ગાંધીયુગ સાહિત્યના મહત્વના સ્થિયંતરો

Gandhiyug saahityna mahtvna sithyntaro


પ્રસ્તાવના:-


  અર્વાચીન ગુજરાતી સાહિત્યનો આરંભ સુધારક યુગથી થયો. દલપત, નર્મદની જોડીએ એનો પાયો નાખ્યો અને સુધારાની પ્રવૃતિઓ યુગનું મુખ્ય લક્ષણ બની રહ્યું. એ પછી સાક્ષર યુગ આવ્યો. ગોવર્ધનરામે એનો પાયો નાખ્યો અને કાન્ત,ન્હનાલાલ, કલાપી, બ.ક.ઠાકોર, નરસિંહરાવ, આનંદ શંકર ધ્રુવ, મણિલાલ નભુભાઈ વગેરે મોટા ગજાના કવિઓ વિવેચકોએ યુગને આકાર આપ્યો. આ યુગના ગદ્ય પદ્યના અનેક સ્વરૂપોમાં અસાધારણ પ્રધાન યુદ્ધ એને કારણે સ્વાભાવિક રીતે જ એને અર્વાચીન સાહિત્યનો સુવર્ણયુગ ગણવામાં આવે છે.


    ઈ.સ.૧૯૧૫ પછી ગાંધીજીના ગુજરાત આગમન સાથે ગુજરાતી સાહિત્યમાં વિશિષ્ટ વળાંક આવ્યો. ગાંધીજીના વ્યક્તિત્વ અને વિચારોએ ગુજરાતી સાહિત્યને પ્રભાવિત કર્યા.



ગાંધીયુગના સ્થિયંતરો:-


૧) ગાંધીયુગના સાહિત્યમાં ગાંધીજીનું જીવનકાર્ય અને વિચારો કેન્દ્રમાં રહ્યા:-


    ગાંધીજીના વ્યક્તિત્વથી અને વિચારોથી અનેક સમર્થ સર્જકો પ્રભાવિત થયા. તેમના સર્જન પર તેનો પ્રત્યક્ષ- પરોક્ષ પ્રભાવ પડ્યો. જેમ સુધારક યુગમાં ગાંધીજીવન દર્શન, ગાંધીજીના કાર્યો અને વિચારો કેન્દ્ર સ્થાને રહ્યા હતાં. મોટા ગજાના બધા જ સર્જકોનું સાહિત્ય ગાંધી દર્શનથી પ્રભાવિત રહ્યું એને કારણે આ યુગનું ગાંધીયુગ એવું નામાભિધાન અનિવાર્ય પણે આપવું પડ્યું.



ગાંધીયુગ સાહિત્યના મહત્વના સ્થિયંતરો



૨) શાંતિ વિશ્વબંધુત્વ, સત્ય, અહિંસા, દીનજન વાત્સલ્ય જેવા વિષયો પર સાહિત્ય સર્જન:-


    ગાંધીયુગનો સમયગાળો આમ તો બે વિશ્વયુદ્ધો વચ્ચેનો છે. વિશ્વ સાહિત્યમાં આ સમયગાળો જે રીતે પ્રભાવ પાડે છે. તેવો વેશ્વિક પ્રભાવ ગુજરાતી સાહિત્ય પર આ સમયગાળોમાં અનુભવનો નથી. એનું મુખ્ય કારણ એ છે ગાંધીજીનું વ્યક્તિત્વ એવું વિરાટ હતું કે તેથી ગુજરાતી સર્જકો પર એ અસરો થઇ નહિ.


    ગાંધીજીના રંગનો જ રાગ આલાપ્તા રહ્યા. વિશ્વ સાહિત્ય જયારે યુદ્ધની વિનાશક્તાથી દવસ્થ થઇ વ્યથા વેદના વગેરે અને નિરાશાના સૂર છોડી રહ્યું હતું ત્યારે ગુજરાતી સાહિત્ય ગાંધીજીના પ્રભાવ હેઠળ શાંતિ-બંધુત્વ, સત્ય, અહિંસા, દીનજન-વાત્સલ્યતા રંગે રંગાઈ ગયું હતું. આ યુગના સાહિત્યકારોએ એ જ વિષયો પર સાહિત્યનુ સર્જન કરવા માંડ્યું હતું. વિષય વૈવિધ્ય એ ગાંધીયુંગનું સ્થિયંતરો બની ગયું. ગાંધીયુગના સાહિત્યમાં દેશપ્રેમ, આઝાદીની તમન્ના દેશ માટે કંઇક કરી છૂટવાની ભાવના પ્રતિબિંબિત થઇ છે.



૩) ગાંધીયુગના સાહિત્યકારો:-


    ગાંધીજીએ અસ્પૃશ્યતા નિવારણ, દારૂબંધી, દીનજનોના સર્વાંગી વિકાસ માટે પણ ભગીરથ પુરુષાર્થ કર્યા એનો પડઘો પણ ગાંધીયુગના સાહિત્યમાં પડ્યો.


    સુંદરમ્, ઉમાશંકર, સ્નેહરશ્મિ, મેઘાણી, ધૂમકેતુ, રા.વી.દેસાઈ વગેરેના સાહિત્યમાં દલિત, પીડિત, શોષિત, અબુદ્ધ, શ્રમિક, નિરક્ષર અને અછૂત વર્ગના સ્ત્રી-પુરુષો સ્થાન પામ્યાં તેમની ભાવનાઓ, આશા-આકાંશાઓ, સમસ્યાઓને વાચા આપવાના પ્રયાસો થયા.


    ગાંધી વિચારધારામાં સાહિત્યકારો, કાકાસાહેબ કાલેલકર, કિશોરલાલ મશરૂવાળા, મહાદેવભાઈ દેસાઈ, સ્વામી આનંદ, કરશનદાસ માણેક, કૃષ્ણદાસ, શ્રીધરાણી વગેરેએ એમના સર્જનમાં ગાંધીજી પ્રબોધી ભાવનાઓ વ્યક્ત થઇ છે.


૪) વિભિન્ન સાહિત્ય સ્વરૂપોમાં વિશિષ્ટ કૃતિઓમાં સર્જન:-


     ગાંધીયુગમાં વિભિન્ન સાહિત્ય સ્વરૂપોમાં કેટલીક વિશિષ્ટ કૃતિઓ સર્જાય, આત્મકથાના સ્વરૂપમાં ‘સત્યના પ્રયોગો’ અને ‘સ્મરણયાત્રા’, પ્રવાસ સાહિત્યમાં ‘હિમાલયનો પ્રવાસ;, નવલકથામાં ‘દિવ્યચક્ષુ, ગ્રામલક્ષ્મી’ ધૂમકેતુ અને દ્વિરેફની વાર્તાઓ, કવિતામાં ‘કાવ્ય મંગલા’, ‘કોડિયા’, નાટકમાં આગગાડી, કાકા સાહેબના નિબંધોમાં સમય, ‘જીવનનો આનંદ અને ‘સમૂળ ક્રાંતિ’ તેમજ તેમજ મહાદેવભાઈની ડાયરીના સ્મરણે ચઢે છે.



૫) સાહિત્ય સ્વરૂપોમાં વિષય,ભાષા,ભાવ અને અભિવ્યક્તિ વગેરેની દ્રષ્ટિએ નાવીન્ય(નવીનતા):-


    ગાંધીયુગમાં કવિતા, નવલકથા, ટૂંકીવાર્તા, નાટક, એકાંકી, નિબંધ, આત્મકથા વગેરે અનેક સાહિત્ય સ્વરૂપો ઉલ્લેખનીય ખેડાણ થયેલું. આ સ્વરૂપો વિષય, ભાવ, ભાષા અને અભિવ્યક્તિની દ્રષ્ટિએ નવીનતા દાખવવા લાગ્યા. સાક્ષરયુગમાં ટૂંકીવાર્તાના સ્વરૂપને અવતારવાની મથામણ થઇ હતી. પણ એક કલાસ્વરૂપ તરીકે તેની પ્રતિષ્ઠા ગાંધીયુગમાં થઇ. એકાંકીનું સ્વરૂપ પણ આજ યુગમાં જ એક અગ્રણી કવિ સ્નેહરશ્મિ દ્વારા દૃઢમૂળ થયું.



૬) ગાંધીજી-રવીન્દ્રનાથ ટાગોર અને શ્રી અરવિંદનો પ્રભાવ:-


  ગાંધીયુગના સર્જકો પર ગાંધીજીનો પ્રભાવ પડ્યો. સાથે સાથે સોંદર્યદર્શી કવિવર રવીન્દ્ર નાથનો પ્રભાવ પણ કેટલાંક કવિઓએ ઝીલ્યો. મહાયોગી શ્રી અરવિંદની વિચારણાથી પણ આ યુગના કેટલાક સર્જકો પ્રભાવિત થયા. બીજી બાજુ સમાજવાદ, પ્રગતિવાદનું મોજું પણ વેશ્વિક પ્રભાવ નીચે ગુજરાત પર ફરી વળ્યું.


   આમ ગાંધીયુંગે ગુજરાતી સાહિત્યની દસે દિશાઓ ખોલી આપી તેના વિકાસની અને કવિ શક્યતાઓ દર્શાવી વિષયો, પાત્રનિરૂપણનું પણ વૈવિધ્ય સંધાયું. કોશિયો, સામાન્ય માણસ પણ સમજી શકે તેવી સરળ ભાષાનો આદર્શ ઉભો થયો. પંડિતયુગની પ્રશિષ્ટવાળી (ભાષા) ગાંધીયુગમાં સાર્લ, પ્રવાહી, પ્રાસાદિક બની. માનવતાવાદ અને સોંદર્યનો પુરસ્કાર ગાંધીયુગના સાહિત્યને સમૃદ્ધ કરવામાં મહ્દ અંશે સફળ થયો.



   સુધારાયુગમાં સ્થિર થવા મથતું ગુજરાતી સાહિત્ય સાક્ષરયુગમાં પૃષ્ઠ બન્યું અને ગાંધીયુગમાં કેટલાક કદમાં આગળ વધી પ્રગતિશીલ અને પ્રાણવંત બની રહ્યું. ગાંધીયુગમાં ગુજરાતી સાહિત્યનાં ક્ષિતિજો ખૂબ વિસ્તરેલા જોવા મળે છે.





ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ