Tulnatmk Vivechan Padhti
કોઈ એક દેશ, કાળ કે ભાષાની કૃતિ કે કવિનું
અન્ય દેશ કાળ કે ભાષાના કવિ કે કૃતિ સાથે તુલના કરવામાં આવે છે. ત્યારે તુલનાત્મક
વિવેચન કહેવાય. આ પદ્ધતિમાં અને કૃતિઓનું પણ તુલના થાય છે. આ પદ્ધતિ કેટલાંક
વિદ્વાનોના મતે યોગ્ય નથી કારણ કે કૃતિએ સર્જકનું માનવ સંતાન છે. દરેક કૃતિ કે
દરેક સર્જક જુદા છે તુલનાથી તેને મૂલવાય નહિ. આમ છતાં આ પદ્ધતિને વખાનારાઓ વધુ છે.
તુલનાત્મક પદ્ધતિથી કોઈ પણ કૃતિનું નામ નક્કી થાય છે તે કૃતિ વિકાસ કે પતનના
માર્ગે છે. તેનો ખ્યાલ આવે છે. આપણે તુલનાત્મક વિવેચનને નીચેની ત્રણ પદ્ધતિએ
સમજીએ.
૧) એક જ સર્જકની એક કરતા વધુ તુલના:-
સર્જક એક પરતું એની અનેક કૃતિઓ હોય છે. તેમાંથી કેટલીક
કૃતિઓની તુલના કરીને સર્જકનું સર્જન કરી તપાસી જેમ કે પન્નાલાલની નવલકથાઓમાંથી
ગ્રામ્ય જીવનની અન્ય નગર જીવનની નવલકથાઓ તપાસી નક્કી કરી શકાય કે તેમની વિશેષતાઓ
ગ્રામ્ય જીવનની નવલકથા ઓમાં છે. સુંદરમની જીવનના પુર્વાર્ધની કૃતિઓ અને ઉતરાર્ધની
કૃતિઓ તપાસતા જણાય છે કે પૂર્વેની કૃતિઓમાં સર્જકતાનો વિશેષ રહેતો છે. તે ઉતમ
કૃતિઓ બંને છે. જ્યારે પાછળની કૃતિઓ અધ્યાત્મક અંગે રંગાયેલી છે તે સર્જકતા ઓસરતી
જણાય છે. આમ એક સર્જકની બે કે તેથી વધુ તુલના પણ સર્જકનો વિકાસ જાણી શકાય છે.
૨) એક જ યુગના એક થી વધુ સર્જકોની તુલના:-
એમ કહેવાય છે કે દરેક સર્જક પર તેના યુગની
અસર પડે છે તેનો ઉછેર એક જ યુગમાં થવાથી એક સરખું વાતાવરણ મળે છે.
આ વાત સાચી પડતી નથી. જેમ એક સરખી જમીન, ખાતર, પાણી, પ્રકાશ આપવા છતાં દરેક શોડ પોતાના રૂપરંગ અને સુગંધ ધરે છે. તેમ દરેક સર્જક યુગના લક્ષણોને પોતાની રીતે ઝીલે છે. નર્મદ યુગના નર્મદ અને હ્ર્બનની તુલના કરો, નરસીંહ રામ કે દયારામની તુલના કરો. આધુનિક યુગના સુરેશ જોશી કે કિશોર જાદવની તુલના કરવી. આ તપાસમાં જણાશે કે એક યુગના જુદા જુદા સર્જકો જુદી જુદી છાપ પાડે છે. પરંતુ વધતા ઓછા પ્રમાણમાં તેઓ ઝીલે છે. ઘણી વાર આધુનિક યુગમાં પણ કેટલાક સર્જકો આધુનિક યુગને ઝીલે છે, કેટલાક પરંપરા પ્રમાણે ચાલે છે તો કેટલાક નિશ્ચય પ્રકારનો જીવે છે.
૩) એક જ સ્વરૂપના એક કરતા વધુ સર્જકોની તુલના:-
સ્વરૂપ એક જ હોય તેમાં લખનારા સર્જકો અનેક હોય
તેમની તુલના કરવાથી જાણવા મળશે કે સ્વરૂપ કે તેમણે કેટલું અને કેવી રીતે સિદ્ધ
કરવું છે. જેમ કે મધ્યકાલીન યુગમાં પદના સ્વરૂપમાં નરસિંહ, મીરાં કે દયારામની
તુલના કરવી. નવલકથાના સ્વરૂપમાં ચુનીલાલ મંડિયા, પન્નાલાલ કે ઈશ્વરની તુલના કરવી.
ટૂંકી વાર્તાના સ્વરૂપમાં ધૂમકેતુ કે વિવેક જયંતીની તુલના કરવી. ગીતના સ્વરૂપમાં
નન્હાલાલ, ઉમાશંકર, સુંદરમ કે નવરેશની પારેખની તુલના પણ આ રીતે એક જ સ્વરૂપના
વિવિધ સર્જકોની કૃતિઓનું તપાસવાથી શ્રેષ્ઠ કૃતિ, મધ્ય કૃતિ કે ઉતરતી કૃતિનો ખ્યાલ
આવશે.
તુલનાત્મક પદ્ધતિ તુલના દ્વારા કૃતિ કે
સર્જકને મુલવે છે જેનાથી સર્જકને ખ્યાલ આવે છે. કે પોતાનાથી ચઢિયાતું ઓછો છે.
સાહિત્યમાં પોતાનું સ્થાન કેવું છે, પોતે કેટલો અને કેવો વિકાસ કરવાનું છે. હવે તો
તુલનાત્મક પદ્ધતિની અલગ શાખા શરુ થઇ છે. તેનાથી જુદી જુદી ભાષાની કૃતિઓ કે
સર્જકોની તુલના થઇ શકે છે. આ પદ્ધતિએ સાહિત્યમાં બહિર્તુસ્થાન મેળવ્યું છે. આજે
તેનો મહત્વનો ઉપયોગ થઇ રહ્યો છે.
0 ટિપ્પણીઓ
Please do not Enter any Spam Link in the Comment box.😈