Vivechn aetle shu? vibhavna, arth, mahtv, upyogita, svrup.
વિવેચન એ સર્જન પછીની અનુગામી પ્રવૃત્તિ છે.
તે સર્જન વિષયક પ્રવૃત્તિ છે. સાહિત્ય સર્જન એ બે છેડાની પ્રવૃત્તિ છે. એક છેડે
સર્જક છે તો બીજે છેડે ભાવક છે. સર્જક સાહિત્ય કૃતિ રચે છે. ભાવક આ કૃતિનું ભાવન
કરે છે. આથી ઉમાશંકર જણાવે છે તેમ સર્જક અને ભાવકનું સાહિત્ય કૃતિમાં સમ્મિતિ થાય
છે. સાહિત્યકૃતિ એ સર્જક અને ભાવકની ગુપ્ત ગોઠડી છે. તેમાં વિવેચકની શી જરૂર?
બધા ભાવકો કૃતિનું ભાવન કરે છે. કેટલાંક
ભાવકો મુંગે મોઢે કૃતિનું આનંદ મેળવે છે તે હ્રદય ભાવકો કહેવાય. પરંતુ કેટલાક
વિરાક્ષણ ભાવકો કૃતિનું ભાવન કરીને તેના વિષે પોતાનો અભિપ્રાય આપે છે. આ ભાવકો
વિવેચક કહેવાય. આથી એમ કહી શકાય કે બધા વિવેચક ભાવક હોય જ છે. જે ઓ કૃતિ વિશે
સમજુતી આપે છે. અર્થઘટન કરે છે, વિશ્લેષણ કરે છે, કૃતિનું મૂલ્યાંકન કરે છે. કહો
કે વિવેચન કરે છે.
ગુજરાતી ‘વિવેચન’ શબ્દ અંગ્રેજી Criticism
પરથી આવ્યો છે. તેનો મૂળ શબ્દ Kritis છે. જેનો અર્થ પરખ કરવી, તારવવું, નિર્ણય
લેવો તેવો થાય છે. કોઈ પણ વસ્તુની પરખ માટે વપરાતો આ શબ્દ ધીમે ધીમે સાહિત્યમાં
પ્રવેશ્યો અને માત્ર સાહિત્ય કૃતિની પરખ માટે, મૂલ્યાંકન માટે સીમિત થયો.
સાહિત્યનો જેમ લાંબો ઈતિહાસ છે. લાંબી પરંપરા છે તેમ વિવેચનનો પણ લાંબો ઈતિહાસ છે,
પરંપરા છે. સાહિત્યમાં સર્જન, ભાવન, વિવેચનની પ્રવૃત્તિ સ્વભાવિક ચાલે છે.
એબર
કોમ્બી જણાવે છે કે સાહિત્ય અને વિવેચન વચ્ચેની ભેદરેખા બતાવનાર સોપ્રથમ સોક્રેટિસ
હતો એમ સર્જકે લખેલા કાવ્યો સંભવાના નથી. તેમાં કવિઓને તેના કાવ્યો સમજાવવા
જણાવ્યાં. કોઈ પણ કવિ સારી રીતે તેનો અર્થ સમજાવી શક્યા નથી. જ્યારે ત્યાં બેઠેલાં
શ્રોતાઓમાંથી આ કાવ્યો સારી રીતે સમજાવી શક્યા. આથી સોક્રેટિસને લાગ્યું કે કવિઓ
માત્ર કાવ્ય રચે છે. અર્થઘટન કરતા નથી. આ કામ વિવેચકો કરે છે.ત્યારથી વિવેચકોનું
મહત્વ વધ્યું.
વિવેચન કલા છે કે શાસ્ત્ર? આ અંગે ઘણી ચર્ચાઓ થઇ છે. સાહિત્ય સર્જન એ કળા છે તે સ્વાયત સૃષ્ટિ છે. સર્જક સ્વતંત્ર છે. પોતાની અનુભૂતિને મનપસંદ અભિવ્યક્તિ આપે છે. પોતાની રીતે સાહિત્ય સૃષ્ટિ રચે છે. જ્યારે વિવેચન એ સ્વાયત નથી. સર્જક પર આધારિત છે. તે કલા નથી, તેમાં બુદ્ધિનો વેપાર છે. તેમાં પૃથક્કરણ અને વિશ્લેષણ છે આથી શાસ્ત્ર છે. વિવેચક કૃતિની બહાર જઇ શકતો નથી. કૃતિમાં શું છે, તેમાં તેનો રસ, ભાવ, સંવાદ, પાત્ર, વિષય, શબ્દ, ભાષા વિશે પોતાનો અભિપ્રાય આપે છે. વિવેચક શાસ્ત્રના ઊંડા અભ્યાસને આધારે વિવેચન કરે છે. શાસ્ત્રના નિયમો, શરતોને આધીન અભિપ્રાય આપે છે. આથી વિવેચન પરતંત્ર છે. તર્ક અને બુદ્ધિથી થતી પ્રવૃત્તિ છે.
· વિવેચનનો અર્થ:-
વિવેચન કરવું એ માણસનો સ્વભાવ છે. ભોજનમાં આવતી
મોળાસ, તીખાસ માટે વ્યક્તિ બોલ્યા વિના રહી શક્તિ નથી. તાજમહેલ જોઇને આવ્યા પછી
તેના સોંદર્યના વખાણ કરતી વ્યક્તિ પોતાનો અભિપ્રાય જ આપે છે. સંગીતની મહેફિલ
જામ્યા પાછી તેના નાદમાં વહી ગયેલો વ્યક્તિ વખાણ જ કરે છે. નાટક જોયા પછી વન્સમોરની
બુમો મારતા પ્રેક્ષકો વિવેચક નથી? આમ છતાં વ્યક્તિ પોતાનો અંગત અભિપ્રાય આપે એ
વિવેચન નથી. કારણ કે આ અભિપ્રાય સ્પષ્ટ, સાચો અને તર્કબદ્ધ હોતો નથી.
જે ભાવક શાસ્ત્રનો અભ્યાસ કરે છે. સાહિત્યનો
વિશાળ વાંચન કરે છે જેને બહોળો અનુભવ છે. તેવો ભાવક સાહિત્ય કૃતિ વિશે અભિપ્રાય
આપે તે સાચો છે, તે વિવેચન છે આથી વિવેચન કે સાહિત્ય કૃતિની યોગ્ય મુલવણી છે.
કૃતિના વિષય, અર્થ, હેતુ, પ્રયોજન, ભાષા વિશેની તપાસ છે. સાહિત્ય એ શબ્દ અને
અર્થની કલા હોવાથી બંને પ્રદેશો વિવેચનના વિષયો છે. સાહિત્ય એ અનુભૂતિ અને
અભિવ્યક્તિની કલા છે. આ બંને પ્રદેશો વિવેચનના છે. આથી કહી શકાય કે વિવેચક પોતાના
શાસ્ત્ર અભ્યાસના કારણે જે જ્ઞાન મેળવે છે તેને આધારે કૃતિનું વિવેચન કરે છે.
અર્થઘટન અને સમીક્ષા કરે છે. કૃતિમાં શું છે, વિષય-વસ્તુ કેવું છે સર્જકે
અભિવ્યક્તિ કેવી રીતે કરી છે. સોંદર્ય પ્રગટ થયું છે. કૃતિ રસ નિષ્પતિ કેવી રીતે
કરે છે. ભાવકને કેવો આનંદ અનુભવ થાય છે. સર્જક સફળ થયો છે? વગેરે મુદાઓ તપાસે છે.
વિવેચનનું સ્વરૂપ કેવું છે? સર્જન પછીનું
સ્થાન વિવેચનનું છે છતાં વિવેચન સર્જક અને ભાવક બંનેને ઉપયોગી છે. વિવેચન સર્જનને
તેની ખૂબી અને ખામી બતાવે છે. તેને ભવિષ્યનો માર્ગ ચીંધે છે. તેને પ્રોત્સાહન
પૂરું પાડે છે. સર્જકને પ્રયોગો કરવા પ્રેરે છે.
વિવેચક ભાવકને સહાયરૂપ બને છે. જે ભાવકને
કૃતિ સમજાતી નથી તેને કૃતિ વિશેની સમીક્ષા આપે છે. ભાવકને આંગળી પકડીને કૃતિનો
પ્રવાસ કરાવે છે. સોંદર્ય બતાવે છે, આનંદ આપે છે, વિવેચક ભાવકના આખા વર્ગને એટલે
કે સમાજને સારી કૃતિનો પરિચય કરાવે છે. જીવન મુલ્યો શીખવે છે. આમ વિવેચનની
ઉપયોગીતા મહત્વની છે.
વિવેચનનો ઈતિહાસ જોતા તેના બે આધાર જણાય છે:
(૧)જીવન (૨)સાહિત્ય. વિવેચન જીવન, સમાજ જીવન ને લોક જીવનનો અભ્યાસ કરે છે.
સાહિત્યકૃતિ જીવાતા જીવનનો અભ્યાસ કરે છે. આથી વિવેચક સાહિત્યમાં કેવું જીવન
નીરુપાયું છે તે દર્શાવે છે. વિવેચન સાહિત્યની અનુભૂતિ અને અભિવ્યક્તિ કેવી છે તે
દર્શાવે છે. સાહિત્યમાં સર્જકની અનુભૂતિ, સંવેદન, કલ્પના નિરુપાય છે. આથી વિવેચન
તેને તપાસે છે. સાહિત્યમાં સર્જનની અભિવ્યક્તિ કેવી છે. તે પણ વિવેચન તપાસે છે.
એટલે સાહિત્યકૃતિની ભાષા, સ્વરૂપ, તત્વો, લક્ષણો, આકૃતિ, પ્રતિ-કલ્પન આ સર્વને
વિવેચન તપાસે છે. આથી વિવેચનના બે પ્રકાર થયા(૧)ગ્રંથાવલોક્ન,(૨)સિદ્ધાંતચર્ચા.
ગ્રંથાવલોકનમાં વ્યવહારિક વિવેચન થાય છે. ગ્રંથનું એટલે કે કૃતિનું અવલોકન સમીક્ષા
થાય છે. તેમાં કેવું જીવન છે, વિષય કેવો છે, અનુભૂતિ કેવી છે. તેની તપાસ થાય છે.
સિદ્ધાંતવિવેચનમાં સાહિત્યના સિદ્ધાંતો
તારવવામાં આવે છે. અનેક કૃતિ પરથી સિદ્ધાંતો સ્થપાય છે. રસ, ધ્વનિ, વક્રોક્તિ,
ઔચિત્ય વગેરે સિદ્ધાંતો છે. સાહિત્ય મીમાંશા, અભિનવ ભારતી, રસગંગાધર, કાવ્યશાસ્ત્ર
જેવા સિદ્ધાંતોના પુસ્તકો છે. આમ વિવેચનનું ક્ષેત્ર વિશાળ છે તેની પ્રવૃત્તિ
મહત્વની છે.
મેથ્યુઆર્નોલ્ડ સર્જનને પ્રથમ કક્ષાની અને
વિવેચનને બીજા પ્રકારની પ્રવૃત્તિ કહે છે.
ટી.એસ.એલિયટ જણાવે છે કે સર્જન એ આત્મનિર્ભર
અને આત્મ હેતુક પ્રવૃત્તિ છે. તે સ્વાયત પ્રવૃત્તિ છે. જ્યારે વિવેચન એ બીજા
વિશેની પ્રવૃત્તિ છે.
ઉમાશંકર જોશી વિવેચનને આસ્વાદ મુલક અવબોધ કલા
કહે છે.
ઉમાશંકર જોશી જણાવે છે કે ‘વિવેચન એ કલા નથી.
સર્જનની જેમ સ્વાયત સૃષ્ટિ નથી તે રસ નિષ્પતિ કરતું નથી પરંતુ કોઈ સાહિત્ય કૃતિ રસ
નિષ્પતિ કેવી રીતે કરે છે તે પ્રક્રિયા વિવેચન સમજાવે છે, રસ પ્રક્રિયામાં આવતા
અવરોધો દૂર કરે છે. તેમાં પોષક તત્વોને બતાવે છે અને અબૂધ ભાવકને આનંદનો અનુભવ
કરાવી સર્જકની કક્ષામાં ખેંચી લાવે છે.”
1 ટિપ્પણીઓ
Mcqs
જવાબ આપોકાઢી નાખોPlease do not Enter any Spam Link in the Comment box.😈