ડૉ. ભગવાનદાસ પટેલ આપણા લોકસાહિત્યક્ષેત્રે
અનેક ગામડે ફરીને તેનું સંપાદન કર્યું છે આ સંપાદન કરવામાં ઘણી સાવધાની રાખવી પડે
છે. તેની અસલિયત જાળવવા માટે ઘણી કાળજી રાખવી પડે છે. આ વિષયમાં મેઘાણીએ
સોરાષ્ટ્રની ધરતી પણ ઘણું મોટું કામ કર્યું છે. ઘણાની એવી માન્યતા છે કે
લોકસાહિત્યનું સર્જન સોરાષ્ટ્રમાં થયું છે. અને ત્યાં વધુ ફૂલ્યું-ફાલ્યું છે. આમ
માનવાનું કારણ એ છે કે મેઘાણી, દુલેરાય કારાણી, જયમલ્લ પરમાર, ખોડીદાસ પરમાર
વગેરેએ સોરઠની ધરતી પર લક્ષ્ય આપ્યું છે.
ગુજરાતના અન્ય વિસ્તારોમાં પણ લોકસાહિત્યનો
ખજાનો પડ્યો છે. ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠામાં ઘણું લોકસાહિત્ય વેરાયું છે.
આધુનિક કેળવણીએ સાહિત્યની પરવા કરી નથી. આમ છતાં હમણાં જયંતીલાલ દવે અને ભગવાનદાસ
પટેલે આ કામગીરી કરી છે. અરવલ્લી પહાડોની ગિરિમાળાના વૃક્ષોથી આચ્છાદિત પ્રદેશ
પથરાયેલો છે ત્યાં કુપ્ય-તૂટ્યા વસ્ત્રોમાં જે આદિવાસીઓ રહે છે તેમને પુરતો ખોરાક
પણ મળતો નથી, આવા પ્રદેશમાં જઈને ક્ષેત્રે સંશોધનનું કાર્ય કરીને ડૉ.ભગવાનદાસ
પટેલે છેલ્લાં થોડાંક વર્ષોથી ઉત્તમ કામગીરી બજાવી છે. તેમના પુસ્તકો જોઈએ તો:-
૧) લીલા મોરિયા
૨) ફૂલરાની લાડી
૩) અરવલ્લી પહાડની આસ્થા
૪) ડુંગરી ભીલોના
દેવીયાવાળાનાં અરેલા
૫) અરવલ્લી લોકની વહી વાતો
૬) ખેડબ્રહ્મા તાલુકાની
પ્રાગેતિહાસિક સંસ્કૃતિ
૭) ભીલ લોકમહાકાવ્ય: રાઠોર
વાર્તા
૮) ડુંગરી ભીલોનો: ગુજરાનો
અરેલો
૯) તોળી રાણીની
વાર્તા(૧૯૯૩)
૧૦) ભીલ લોકોત્સવ:ગોર(૧૯૯૪)
૧૧) રોમ-સીતમાની વારતા(૧૯૯૫)
૧૨) ભીલોના હગ અને
વતાંમણા(૧૯૯૫)
૧૩) ભીલોનું ભારથ(૧૯૯૭)
૧૪) ભીલકથાગીત હોનોલ
હોતી...(૨૦૦૨)
૧૫) ખુંતાનો રાજવી અને
દેવોલ ગુજરણ(મેં-૨૦૦૦)
૧૬) ઢોલા-મારુણી (૧૯૯૭)
૧૭) રુપારણીની વારતા(૨૦૦૨)
૧૮) પીયાદે હોખલી (૨૦૦૨)
૧૯) અને ૨૦) માહિતી ખાતાના
પ્રકાશનો
૨૧) લાલુ અરિદા (૨૦૦૩)
૨૨) ગોપીચંદ- ભર્થરીની
વારતા (૨૦૦૫)
૨૩) આદિવાસી, જાનપદ અને
શિષ્ટ મહાકાવ્યોમાં નારી(૨૦૦૫)
૨૪) મોતીચ્રાની વારતા
(૨૦૦૭)
૨૫) શોધ સંપદા (૨૦૦૮)
૨૬) લોકયાત્ર
૨૭) ભીલોના ધાર્નીક
ગીતો(૨૦૦૯)
ડૉ.ભગવાનદાસ પટેલે અરવલ્લીના પહાડોમાં ફરીને
રાઠોરવારતા નામનું મહાકાવ્ય શોધી કાઢવાનું ભગીરથ કાર્ય કર્યું છે. આ કાવ્ય વાંચીને
એમ લાગે છે કે જેમ શિષ્ટ સાહિત્યમાં રામાયણ, મહાભારત જેવા સંસ્કૃત મહાકાવ્યો હતાં
તેમ આદિવાસીઓમાં પણ તેમનાં પોતાના લોકસંસ્કૃતિના પ્રતીકરૂપ મહાકાવ્યો હતાં અને
તેના સંપાદનનું ભગીરથ કાર્ય ભગવાનદાસ પટેલે કર્યું છે.
ડૉ.ભગવાનદાસ પટેલે બનાસકાંઠાના બાબુકામાં અને
ખેડબ્રહ્મા તાલુકામાં ડુંગરીભીલની અનેક વાતો કે જેને તેઓ “વહી વઈ” કહે છે તેનો
અભ્યાસ કર્યો છે. તે લોકોમાં ‘લોપો’ મહત્વનું કામ કરે છે, જેને આપણે ‘ભૂવો’ કહીએ
છીએ. ભગવાનદાસ પટેલે આ ભીલોના ગામડે ગામડે ફરીને અનેક ગુપ્ત વાતો કેસેટમાં કંડારી
છે. તેમની ભાષા આપણાથી સમજવી મુશ્કેલ છે. એ બોલીની સાથે સાથે ગુજરાતી તરજૂમો પણ
આપેલ છે. તેમના મંતવ્ય પ્રમાણે લોક સંસ્કૃતિના ભાગ તરીકે, લોકવિદ્યાના એક ભાગ તરીકે,
લોકબોલી લોકોના મુખમાં જીવતી સાંસ્કૃતિક મૂડીનું સંપાદન જે ક્ષેત્રમાંથી કરવાનું
છે તે ગાનવીય ક્ષેત્ર છે. અજીબ શરમાળ લોકો સાથે કામ પાડવાનું છે. પહાડોમાં વસતા તે
લોકો પાસે અનેક વાર્તાઓ છે, જેનું સંપાદન ભગવાનદાસે જઈને કર્યું છે. આ આદિવાસીઓનો
વિશ્વાસ સંપાદન કરી તે કામ લે છે. આ માટે તેમણે અનેક મુશ્કેલીઓ વેથી છે, પારંપારિક
લોકકથાઓ, ગીતો, ભાજ્ન્કથાઓ, નૃત્યો, માન્યતાઓ, બાધાઓ, ભુવાની વાતો, આખ્યાનો,
રીતરિવાજ, રહેણીકરણી આ બધું તેમના લોકસાહિત્યમાં સમાવિષ્ટ છે. કોઈ ઇતિહાસકાર,
ભાષાશાસ્ત્રી, નૃવંશશાસ્ત્રી કે સંસ્કૃતિના જિજ્ઞાસુઓ માટે આ સાહિત્ય ઘણું ઉપકારક
બને છે. ડૉ.ભગવાનદાસ પટેલે અનેક માહિતીઓ એકથી કરી છે. એ ઉપરથી ડુંગરી ભીલ
આદિવાસીની વાહઓમાં પ્રગટતા તત્કાલીન સમાજ-જીવનની સાથે સાથે આ કથાઓ પ્રાચીન કાળના
માનવની માંનોવેજ્ઞાનીક પ્રવૃતિઓને પણ પ્રગટ કરે છે. આવી કથાઓમાં ધાર્મિક
અનુષ્ઠાનો, વિશ્વાસો, અંધશ્રધ્ધાઓ, મંત્રો-તંત્રો, જપ વગેરેનું અલોકિક વર્ણન જોવા
મળે છે. એ લોકો સૂર્ય, વાયુ, આકાશ, સમુદ્ર, પૃથ્વી, સરિતા જેવી પ્રાકૃતિક શક્તિઓ
સાથે ઘનિષ્ઠ સંબંધ ધરાવે છે. શ્રી ભગવાનદાસ પટેલે શોધી કાઢેલ રાઠોર વાર્તાઓ કોઈપણ
વિદ્વાનને આશ્ચર્ય પમાડે એવું મહાકાવ્ય છે. આમ એમણે લોક સાહિત્ય ક્ષેત્રે મુલ્યવાન
પ્રદાન કર્યું છે.
0 ટિપ્પણીઓ
Please do not Enter any Spam Link in the Comment box.😈