Recents in Beach

અભ્યાસક્રમનું મૂલ્યાંકન/abhyaaskrmnu mulyakan

 અભ્યાસક્રમની વ્યાખ્યાઓ :-

Abhyaskrmni vyakhyaao:

૧) અભ્યાસક્રમ એ સામાજિક મુક્તિનું સૌથી અગત્યનું સાધન છે. જેનાથી લોકશાહીમાં નાગરીકો વચ્ચે સમાનતાનો જુસ્સો કેળવી શકાય, જાળવી શકાય અને સાચવી શકાય.


૨) ‘વાંચન’, ‘લેખન’ અને ગણિત માત્ર અભ્યાસક્રમ નથી જો કે તે અભ્યાસક્રમના ભાગરૂપ જરૂર છે. સ્વતંત્રતા આત્મનિર્ણય કે સામાજિક વિકાસ એ અભ્યાસક્રમ નથી પણ તેનો ભાગ છે. પુસ્તકો, શેક્ષણિક સાધનો એ અભ્યાસક્રમ નથી પણ અભ્યાસક્રમ માટેના સાધનો છે. ઓરડા, મકાન કે શિક્ષકો જેવી રીતે અભ્યાસક્રમ નથી તેવી રીતે ઘર, દેવળ, મંદિર કે માતા-પિતા પણ અભ્યાસક્રમ સ્વાભાવિક નથી છતાં આ તમામ અભ્યાસક્રમના ભાગ રૂપ છે.


૩) અભ્યાસક્રમ એટલે શાળા દ્વારા વિદ્યાર્થીઓને મળતી પ્રવૃતિઓ છે. વિદ્યાર્થી કયો વિષય શીખે તે તથા કેવા પ્રકારના શેક્ષણિક અનુભવો તેમને મળવા જોઈએ એ પ્રત્યે અભ્યાસક્રમનું ધ્યાન કેન્દ્રિત છે.


૪) અભ્યાસક્રમ વ્યાપક છે, જેમાં વિવિધ પ્રવૃતિઓનો સમાવેશ થાય જેના દ્વારા વિદ્યાર્થીના વિકાસ, વલણ, કે વર્તનને વિકસાવે.


૫) અભ્યાસક્રમનું માળખું એ રીતે તેયાર થવું જોઈએ જેમાં શાળા પ્રવૃત્તિ ઉપરાંત શાળા બહારની પ્રવૃતિઓ, મોજશોખની પ્રવૃત્તિ, વ્યાયામ, સર્જનાત્મક પ્રવૃત્તિ, અનુકુલન વગેરે દ્વારા વિદ્યાર્થી વર્ગખંડમાં સમસ્યાઓનો ઉકેલ લાવતા શીખવવું જરૂરી છે.


 અભ્યાસક્રમના મૂલ્યાંકનથી સમગ્ર અભ્યાસક-પ્રક્રિયાની અસરોને તપાસી તેનું યોગ્ય પ્રતિપાદન કરવું અને તે દ્વારા શિક્ષણના એક મહત્વપૂર્ણ ભાગને સંપૂર્ણ પણે ચકાસવું શક્ય બને છે.


*અભ્યાસક્રમ મૂલ્યાંકનના માપદંડો:-

  અભ્યાસક્રમ મૂલ્યાંકનના મુખ્ય ત્રણ માપદંડો ( જેમ્સ પીટર્સ તથા જેઈમ્સ દ્વારા સૂચિત)


૧) જીવન વ્યવહાર સાથે સંબંધિત હોય:-

    બાળક સમાજમાં રહી લઘુતમ જીવન મુલ્યોના કોશ્લ્યો અર્જિત કરી શકે તેવો અભ્યાસક્રમ હોવો જોઈએ.

    સમાજ જીવનના અનુભવો પુરા પાડનાર, જવાબદારી સાથે કામ કરી શકે તેવા અનુભવો પુરા પાડી શકતો હોય તેવો અભ્યાસક્રમ હોવો જોઈએ.


૨) મુલ્યલક્ષી કોશલ્ય કેળવનાર હોય:-

    બાળકમાં મૂલ્યનું ઘડતર કરી શકે તેવો સારો, ભાવી નાગરિક તેયાર કરી શકે તેવો, પરિવારની જવાબદારી ઉપાડી શકે તેવો, બીજાને મદદરૂપ બની શકે, સ્વનું ઘડતર કરી શકે તેવો અભ્યાસક્રમ હોવો જોઈએ.


૩) વ્યક્તિના સર્વાંગી વિકાસમાં મદદરૂપ થાય તેવો હોય:-

     વિવિધ પ્રવૃતિઓ દ્વારા બાળકના સર્વાંગી વિકાસમાં મદદરૂપ થાય તેવો અભ્યાસક્રમ હોવો જોઈએ. આમ, અભ્યાસક્રમને મૂલવવા પ્રશ્નાવલીનો ઉપયોગ કરવામાં આવતો હોય છે, જેમાં ઉપરોક્ત મુદા સંબધિત વિધાનો સામે ‘હા’ કે ‘નાં’ નું ચિહ્ન કરવાનું હોય છે.

દા.ત.- અભ્યાસક્રમ બાળકેન્દ્રિત/સમાજની જરૂરીયાત સંતોષતો હોવો જોઈએ (હા).


·         અભ્યાસક્રમ મૂલ્યાંકનની આવશ્યકતા:-

    જે તે વિષયનું યોગ્ય અને પર્યાપ્ત માર્ગદર્શન આપી શકે તેમ છે કે કેમ કરી નવો અભ્યાસક્રમ તેયાર કરવા તેની દિશા મેળવવા તેની ચકાસણી કરી તેનો નવેસરથી અમલ કરવા.


   અભ્યાસક્રમ વગર બાળકના વર્તનમાં પરિવર્તન લાવી તેને માપી શકાતું નથી તે બાબતની ચકાસણી કરવા.

   અભ્યાસક્રમ દ્વારા શિક્ષણ પ્રક્રિયાની યથાર્થતા, ખૂબીઓ, ખામીઓ તથા તેની સફળતા જાણવા.

   બાળકને વ્યક્તિગત માર્ગદર્શન આપી વ્યક્તિ વિકાસ કરી શકાય છે તે બાબતની ચકાસણી કરવા.


   બાળક પોતાના સમાજ જીવનમાં તથા વ્યવસાયમાં યોગ્ય આયોજક બની શકશે કે કેમ? તે બાબતની ચકાસણી કરવા.

   માણસનું માનવ તરીકેનું ઘડતર કરી શકાય કે કેમ? તે બાબતની ચકાસણી કરવા.

   શિક્ષણના હેતુઓ – જેવા કે જ્ઞાન, સમજ, વિશ્લેષણ, સંશ્લેષણ, ઉપ્યોજન, મુલ્યાંકન, સર્જનાત્મકતા અંગેની માહિતી પ્રાપ્ત કરી શકાય છે.

  વિદ્યાર્થીની કોશલ્યોનું તથા સિદ્ધિનું માપન થાય છે?




👉 શિક્ષણનો સામાજિક ઉદ્દેશ|What is a social aim of Education? Clik her

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ