Language and speech
‘વાણી’ એટલે ભાષા બોલવાની આખી ઘટના. સમગ્ર
વાદ્ય વ્યવહાર જે ‘વાણી’માં ભાષાથી ઘણું બધું અલગ હોય છે, વિશેષ હોય છે. આપણે
વાર્તાલાપ કરીએ છીએ, આપણે જે કંઈ વ્યવહાર કરીએ છીએ ત્યારે ઘણી વાર અટકતા, અચકાતા,
અવરોધો પામતાં, પુનરાવર્તન કરતા અને અણધાર્યા પલટાવો લેતાં બોલીએ છીએ. વાર્તાલાપની
આવી બધી ખાસયતો સાથે નોંધલેવામાં આવે તો બોલનારને આશ્ચર્ય જનક લાગે. વ્યક્તિની અને
પ્રાસંગિક ખાસયતો ભળે તેમજ વાણીનો સૂર પણ અલગ અલગ હોવાનો અવાજ મીઠો હોય કે કર્કશ
હોય, તીણો હોય કે જાડો હોય, અત્યંત ઝડપથી બોલવાની ટેવ હોય કે ધીમે બોલવાની ટેવ હોય,
તોતડા પણું હોય કે બોલવામાં લ્હેકો આવતો હોય તેની સાથે ઉચ્ચારણ અવયવો આઘા પાછા
ગોઠવાયેલાં હોય. કોઈક ધ્વનિ બોલવામાં ભૂલાઈ જતાં હોય. કેટલીક વાર બોલવામાં શરીરનો
થાક કે કંટાળો પ્રગટ થાય. આ બધી બાબતો વાણીમાં સમાવેશ પામે છે. દરેક વ્યક્તિ
ઉચ્ચારણ કરે છે. ત્યારે ભાષાના ઘટકો તો એક સરખાં જ હોવાનાં પરંતુ દરેકની વાણી જૂદી
પડવાની તેથી ભાષા સ્વરૂપ જૂદું પાડવા છતાં વાણી બદલાતી હોય છે.
જયારે ભાષા એક માળખું છે, વ્યવસ્થા છે. સમાજે
સ્વીકારેલી વ્યવસ્થા છે. સમાજનાં અન્ય વ્યક્તિઓને સંદેશો પહોંચાડવા માટે વ્યાકરણ
શુદ્ધિ માટે બોલવા પર જે નિયંત્રણો મૂક્યા છે તે ભાષા કે ભાષા વ્યવસ્થા.
અમુક ધ્વનિનો કે એમાંથી બનતાં અમૂક શબ્દો,
શબ્દોના વર્ગો એની વચ્ચેના સંબંધો વ્યક્ત કરવાની રીત, શબ્દનો ક્રમ વગેરેમાં ભાષાની
વ્યવસ્થા છત્તી થાય છે.
દા.ત:- બાળક રડે છે. આ
વાક્યમાં શબ્દનો ક્રમ નિશ્ચિત છે. બાળક સાથે રમે છે આવે રમતો છે આવતું નથી. આમ,
કર્તા કર્મ ક્રિયાપદ સાથે ક્રમ પ્રમાણે જોડાઈ ને વાક્ય બને તે ભાષા છે.
આ બધાં ભાષાની વ્યવસ્થાનાં ઘટક તત્ત્વો છે.
આપણો વાણી વ્યવહાર ભાષાની વ્યવસ્થા સાથે મેળ ધરાવે છે. એનું પ્રતિબિંબ પાડે છે.
એનાથી જ નિયતગ્રિત થાય છે કે વાણીની અંતર્ગત ભાષા રહેલી છે. વાણીનું અપાર વૈવિધ્ય
છતાં આપણે એણે સમજી શકીએ છીએ. એમાં આપણને એક રૂપતા લાગે છે. એનું કારણ એ છે કે
ભાષા વ્યવહારથી આપણે એટલાં બધાં ટેવાયેલા છીએ કે વાણીમાં જે આકસ્મિક તત્ત્વો હોય
છે, તેની ઉપેક્ષા કરીને એમાંથી ભાષાનું માળખું ઝીલી લઈએ છીએ.
આ રીતે ભાષા એક સંકેત વ્યવસ્થા છે. જ્યારે
વાણી એ સંકેત વ્યવસ્થાનો વ્યવહારમાં કરેલો વિનિયોગ છે. ભાષા પ્રસન્ન હોય છે. વાણી
એનું પ્રગટ રૂપ છે. ભાષાએ સમાજમાં પડેલી વસ્તુ છે. જેથી ભાષામાં એક રૂપતા ભાષે છે.
જ્યારે વાણી વ્યક્તિગત અને સામાયિક ઘટના છે. આથી ભાષામાં વેવીધ્યતા દેખાતી નથી.
વાણીમાં વેવિધ્યતા છે. ભાષા બહુ ધીમેથી બદલાતી વસ્તુ છે. જેથી ભાષાને ક્યારેય ન
લાગે કે પોતાની ભાષા બદલાય છે. વાણી તો ઉચ્ચારણનો જ ભાગ છે. જે સતત પરિવર્તનશીલ
અને શરણીક છે. ભાષામાં સર્જનાત્મકતાને અવકાશ છતાં મૂળભૂત રીતે એ શીખવામાં આવેલી
સંપાદિત કરવામાં આવેલી વસ્તુ હોવાથી મૂળભૂત ફેરફારને અવકાશ નથી. જ્યારે વાણી
નેસર્ગિક અને ક્રિયા શીલ છે. નવી નવી છટાઓ પ્રગટ કરનારો વ્યવહાર છે. વાણી બહુમુખી
ઘટના છે. એમાં ભોતિક, શારીરિક, માનસિક પાછાઓ હોય છે તેવાં માનસિક સંસ્કાર છે. વાણીનું
વિગતે આલેખન શકાય નથી. ભાષા એક નક્કર પદાર્થ હોવાથી એનું વિગતે આલેખન શક્ય છે. અને
તેનો અભ્યાસ પણ શક્ય છે. એ નોંધપાત્ર છે કે ભાષાનું સંપૂર્ણ અને સમગ્ર સ્વરૂપ કોઈ
એક બોલનારના વક્તવ્યમાં વ્યક્ત થતું નથી. એના સંપૂર્ણ સ્વરૂપ તો એના સમુહમાં- સમસ્ત
ભાષા સમાજમાં અસ્તિત્વ ધરાવતી હોય છે. જ્યારે વાણી વ્યક્તિ નિષ્ઠ સ્વયં પર્યાપ્ત
ઘટના છે. વાણીમાંથી ભાષા આવે છે. કારણ કે બોલતા બોલતા જ ભાષા ઘડાતી હોય છે. વાણીને
સમજવા ભાષાની જરૂર હોય છે. એ રીતે ભાષા વાણીનું ઓજાર અને પરિણામ છે. ભાષા અને વાણી
પરસ્પર સ્વાવલંબી છે. ભાષા અને વાણીના તાત્વિક ભેદો છે. જે નીચે પ્રમાણે છે.
૧) વાણી વ્યક્તિગત
પ્રક્રિયા છે જ્યારે ભાષા સામાજિક પ્રક્રિયા છે.
૨) વાણી એ અમૂર્ત ક્રિયા છે
જ્યારે ભાષા મૂર્ત ક્રિયા છે.
૩) ભાષા એ કાયમી છે,
ભાષાનું સ્વરૂપ કાયમી રહે છે જ્યારે વાણી એ ક્ષણિક છે, અને તે પરિવર્તનશીલ છે.
૪) ભાષા એ આંતરિક ઘટના છે.
જે લેખિક સ્વરૂપમાં હોય છે જ્યારે વાણી એ બાહ્ય ઘટના છે.
૫) ભાષાનું મૂળ વાણીમાં છે,
જ્યારે વાણીનું મૂળ વ્યક્તિના ઉચ્ચારણમાં છે.
૬) વાણી નેસર્ગિક ઘટના છે,
જ્યારે ભાષા માનવ સંપાદિત ગોઠવણ છે.
૭) વાણી એ માનવ વ્યવહારની
અસ્તવ્યસ્ત રચના છે જ્યારે ભાષા અસ્તવ્યસ્ત વાણીની સુવ્યવસ્થિત શાસ્ત્રીય વ્યવસ્થા
છે.
૮) વાણી એ માનવ વ્યવહારની
સંકુચિત માધ્યમ છે, જ્યારે ભાષાએ વ્યાપક અને કાયમી માધ્યમ છે.
આમ, ભાષા અને વાણી વચ્ચેનો સંબંધ મૂળભૂત રીતે છે. તેમ એ બે વચ્ચેનો ભેદ પણ પાયાનો છે. સમાજના ભિન્ન- ભિન્ન વર્ગો વચ્ચે કે દુર દૂરના પ્રાદેશિક વિસ્તારનાં લોકો વચ્ચે વાણી વ્યવહાર જરૂર રહે છે. જે વ્યવહાર માટે કોઈ એક ભાષા સ્વરૂપ ઉભું થાય છે. તે જ આદર્શ ભાષાનું લિખિત દેશ શિષ્ટ સ્વરૂપ છે. આપણા વ્યવહારમાં ભાષાને આદર્શ માનીને વ્યવહાર ચલાવવાનો પ્રયાસ કરીએ છીએ. શિષ્ટભાષા સમગ્ર પ્રદેશમાં એક વિશાળ વાક સ્વરૂપે પ્રવર્તે છે.
0 ટિપ્પણીઓ
Please do not Enter any Spam Link in the Comment box.😈