લોકકથાના લક્ષણો :-
Lok kathana lakshno
લોકકથામાં આવતાં ‘કથા’ શબ્દ જ કથનનું સૂચન કરે
છે. આ વાર્તાઓ કથન દ્વારા થતી હોય છે. આ કથન મોટે ભાગે ગદ્યમાં જ થતું હોય છે.
સામાન્ય પ્રજાજનો ગદ્યમાં જ વાર્તા માંડે છે. પરંપરાગત રીતે વાર્તા કથનનો વ્યવસાય
કરનારી જ્ઞાતિઓ કથનની સાથે સાથે પદ્યનો પણ પ્રયોગ કરે છે. પરંપરાગત વાજિંત્રોની મદદથી
પણ ગાયકી સાથે વાર્તાઓ કહેવાય છે. આ કથાન પ્રધાન વાર્તાના મુખ્ય લક્ષણો કે જે એના
સર્વ સામાન્ય લક્ષણો પણ કહી શકાય.
૧) અજ્ઞાત કર્તુત્વ
૨) મોખિક પરંપરા
૩) પ્રાદેશિક્તાની અસર
૪) સીધી સાદી સરળ ભાષામાં
કથન
૫) અસંખ્ય પાઠાંતરો
૬) રચયિતાના વ્યક્તિત્વની
છાપ નહીં
૧) અજ્ઞાત કર્તુત્વ :-
સમાજમાં પ્રચલિત આ વાર્તાઓ કે કથાઓ કોણે રચી,
ક્યારે રચી કયા કારણે તેની રચના કરી તેનો તાગ સરળતાથી મેળવી શકતો નથી. સમાજનો કોઈ
સભ્ય આ લોકકથાઓના રચયિતા તરીકે તેનો દાવો કરી શકતો નથી. ગુજરાતમાં પ્રચલિત લોક્વાર્તાઓનો
સર્જનકાળ નક્કી કરવો કઠીન છે.
આ લોકકથાઓની ઉત્પત્તિ વિશે નીચે મુજબના અનુમાનો
કરી શકાય.
૧)ધંધાદારી જ્ઞાતિઓ દ્વારા
સર્જન
૨) બુદ્ધિશાળી વ્યક્તિ
દ્વારા સર્જન
૩) એકઠા થયેલ લોકવૃંદ
દ્વારા સર્જન
૨)મોખિક પરંપરા :-
લોકકથાનું વહન પરંપરાથી કંઠોપકંઠ થતું આવ્યું
છે. લોકવાર્તા એક પેઢી પાસેથી બીજી પેઢી સાંભળે છે તે રીતે લોકવાર્તાઓ જળવાતી આવી
છે. લોક કથાઓ આદિકાળથી અસ્ખલિત રીતે વહેતી આવી છે.
લોકકથા કહેવા-સાંભળવાની કથા છે. ભારતીય
પરંપરામાં મુખપાઠ પરંપરાનો દીર્ઘ ઈતિહાસ છે. વૈદિક સમયથી આપણે ત્યાં બે પ્રકારની
મોખિક પરંપરા ચાલી આવે છે.
(૧) વૈદિક ઋચાઓની મોખિક પરંપરા:- જેમાં એક હરફ કે માત્રાનો કોઈ ફરક ચલાવી લેવામાં
આવતો નથી, જેમ રચાયા તેમ જ પરંપરાથી ગવાતા આવ્યા છે. આ અતૂટ દીર્ઘ પરંપરા આજ
પર્યંત જળવાઈ તે કારણે જ વેદો સચવાયા છે.
(૨) લોકવાણીની મોખિક પરંપરા :- આ પરંપરા પણ આદિકાળથી ચાલી આવે છે. આ પરંપરા તે લોકોના સાહિત્યની છે. તેમાં ફેરફાર સુધાર-વધારાને અવકાશ છે. તે કારણે જ લોકવાર્તાઓ મોખિક રીતે જ એક પેઢી પાસેથી બીજી પેઢી પાસે , બીજી પેઢી પાસેથી ત્રીજી પાસે એમ આજ દિન સુધી વહેતી રહી છે. તેમાં સમયે સમયે ફેરફારો થતા ગયા છે. આ વાર્તાઓ એક પેઢી બીજી પેઢીને શીખવતી અગર બીજી પેઢી શીખીલેતી. જમાને જમાને (સમય,સ્થળ,શ્રોતા પ્રમાણે) કથકે કથકે લોકવાર્તા સહેજ સુધારા-વધારા સાથે કહેવાતી હોય છે આથી લોક્વાર્તાના અનેક પાઠાંતરો મળે છે. પરંતુ તેમાં વાર્તાની મુખ્ય ઘટના કે મોટીફ બદલાતા નથી.
૩) પ્રદેશીક્તાની અસર :-
લોકકથાઓ પ્રદેશીક્તાની અસર વિનાની હોય એવું
સંભવી જ શકે નહીં. જેવો સમાજ એવી એની વાર્તા. જે તે પ્રદેશની વાર્તાઓમાં જે તે
પ્રદેશના પ્રાણીઓ, પક્ષીઓ, જંતુઓ, વૃક્ષો, વેલાઓ, જળાશયો, માનવો, પ્રાકૃતિક
દ્રષ્યો, જંગલો, પહાડોના વર્ણનો આવે. તેમ જ તે પ્રદેશોના મનુષ્યોના આભુષણો,
પોશાકો, ઘરેણાં, હથિયારો, ઘરનું ઉલ્લેખો આવે. ઉપરાંત જે તે સમાજની ખાન-પાનની ટેવો,
તહેવારો, વ્યવહારો, વ્રતો, ઉત્સવો, મેળાઓના વર્ણનો આવતા જોવા મળે છે.
લોક્વાર્તામાં આવતા વર્ણનોનાં આધારે કહી શકાય કે તે ક્યા પ્રદેશની લોકકથા હશે.
સ્થાનિક લોકકથાઓમાં તો જે તે પ્રદેશના વર્ણનો આવે જ આવે. પરંતુ જે વાર્તાઓ જુદા
પ્રદેશમાંથી સ્થળાંતરીત થઈને આવી હોય તેને પણ પછી પોતાના પ્રદેશને અનુરૂપ બનાવી
દેવામાં આવે છે.
૪) સીધી-સાદી સરળ ભાષામાં કથાન:-
લોકવાર્તાઓ મોટે ભાગે સીધી સાદી અને સરળ ભાષામાં
જ રજૂઆત પામતી હોય છે. પરંપરાગત સામાન્ય લોક સમૂહ સીધો સાદો અને સરળ હોય છે, તેથી
તેવા લોક સમુહોની વાર્તા પણ સીધી સાદી અને સરળ જ હોવાની. જેવો સમાજ એવી એની
વાર્તા. સમાજ સરળ તો તેની વાર્તા પણ સરળ જ હોવાની. વાર્તાની રજૂઆત પણ સરળ જ
રહેવાની.
એક હતો રાજા અને એણે સાત રાણી હતી. એક ગરીબ
બ્રહામણ હતો અને એને સાત દીકરીઓ હતી. વાર્તાની માંડણી જ સરળ રીતે થાય.
લોક્વાર્તામાં સમકાલીન કે નજીકના ભૂતકાળના ગ્રામજીવનની-લોકજીવનની વિવિધ બાજુઓનું
સીધી, સરળ, તળપદી બોલીમાં, સંક્ષેપમાં છતાં સચોટતા પૂર્વક નિરૂપણ થાય છે અને તેથી
જ તે આબાલ વૃદ્ધ સૌને ગમી જાય તેવી હોય છે.
૫) અસંખ્ય પાઠાંતરો :-
એક જ લોકકથાના વિપુલ પ્રમાણમાં મળતા પાઠાંતરો એ
એનું મહત્વનું લક્ષણ છે. સાહિત્યક વાર્તાનું એક પણ પાઠાંતર ન મળે, જ્યારે એક જ
લોકકથાના અસંખ્ય પાઠાંતરો મળે છે. આ એની પ્રવાહિતા છે. લોક કથાની આ પ્રવાહિતા એ જ
એનું પ્રાણ તત્ત્વ છે. પાઠાંતરો વિનાની લોકકથા સંભવી જ ન શકે.
સ્થાનિક લોકકથા અન્ય કોઈ બીજા સ્થાને જાય
ત્યારે તેને તે પ્રદેશને અનુરૂપ બનવું પડે છે. આ કારણે પાઠાંતરો ઉદ્ભવે છે.
અન્ય પ્રદેશમાંથી આવેલી લોકવાર્તામાં રજુ થયેલી
પાત્રો, પરિસ્થિતિઓ અને વર્ણનો પોતાના સમાજને અનુરૂપ ન હોય તો તેને પોતાને અનુરૂપ
બનાવી દેવાય છે તે કારણે પાઠાંતરો ઉદ્ભવે છે.
કોઈ એક જ સમાજમાં કહેવાતી વાર્તા જે તે સમાજમાં
આવતા બદલાવોની સાથે સાથે બદલાતી જાય છે.
એક જ પ્રદેશમાં રહેતી જુદી-જુદી જ્ઞાતિઓના
ખાનપાન, રીત-રીવાજ, ખાસિયતો, માન્યતાઓ અને પોશાકો જુદા-જુદાં છે. એક જ વાર્તા એક
પ્રદેશની જુદી જુદી જ્ઞાતિઓમાં જે તે જ્ઞાતિને અનુરૂપ રીતે કહેવાય છે તો જ
શ્રોતાઓનો રસ પડે. આ કારણે પણ પાઠાંતરો સર્જાય છે.
૬) રચયિતાના વ્યક્તિત્વની છાપ નહી:-
પ્રત્યેક લોકકાથાનું સર્જન કોણે કર્યું,
ક્યારે કર્યું, કયા કારણે કર્યું અને કયા સ્થળે થયું તેનો તાગ મેળવી શકાય તેમ નથી.
લોકકથાના સર્જનના મૂળમાં કોઈ એક વ્યક્તિ અથવા કોઈ ચોક્કસ જૂથ અચૂક હશે જ. તેના મૂળ
સુધી પહોંચવું એ દરિયાના ઊંડાણને માપવા સમાન છે.
લોકવાર્તા જયારે કોઈ એક સર્જક કે સર્જક સંઘે
સર્જી હશે ત્યારે તેના વ્યક્તિત્વની છાપ લોક્વાર્તામાં અચૂક હશે. લોક્વાર્તાના
રચયીતાના વ્યક્તિત્વની છાપ એટલા માટે એમાંથી ભુંસાઈ જાય છે કે આ વાર્તા સર્જાયા
પછી તે સમાજમાં વિહરતી થઇ જાય છે. સમાજનો કોઈ પણ વ્યક્તિ આ વાર્તામાં પોતાને
અનુરૂપ ફેરફારો કરે છે, તેમાં સુધારા-વધારા ઘટાડા કરતો જાય છે. આ કારણે આ લોકવાર્તામાં
મૂળ રચયિતા વ્યક્તિ કે સર્જક સંઘના વ્યક્તિત્વની છાપ ટકી શકતી નથી. થોડી ઘણી બચી
હોય તો તે લાંબે ગાળે બદલાઈ ગઈ હોય છે. મૂળ સર્જક તેને ઓળખી ન શકે તેટલી હદે તે
બદલાઈ જાય છે. આ કારણે રચયિતાનાં વ્યક્તિત્વની છાપ લોક્વાર્તામાં હોતી નથી કે ટકી
શકતી નથી.
ટૂંકમાં લોકકથા-વાર્તાના લક્ષણો:-
૧) લોકકથા કહેવા-સાંભળવાની
કથા છે.
૨) લોકવારતાની ઘટના કે
પ્રસંગો તેને અનુરૂપ પાત્રોના બનેલાં હોય છે.
૩) ઘટના પ્રસંગ કે પાત્રાદિ
લગતા કલ્પિત, એતિહાસિક કે અર્ધ એતિહાસિક હોય પણ તે પરંપરાગત, કંઠોપકંઠ વહેતી રહે તેમ
જ મોલિકતા ન હોય તે લોકવાર્તા.
૪)લોકવાર્તા ભિન્ન ભિન્ન
લોકોએ કહેવાની હોય છે, તેથી સ્મૃતિ પર સહેલાઈથી ટકી રહે તેવી કથા હોય છે.
૫) જમાને જમાને (સમય,
સ્થળ,શ્રોતા પ્રમાણે) કથકે કથકે લોકવાર્તા સહેજ સુધારા-વધારા સાથે કહેવાતી હોય છે.
આથી લોક્વાર્તાના અનેક પાઠાંતરો મળે છે. પરંતુ તેમાં વાર્તાની મુખ્ય ઘટના કે મોટીફ
બદલાતા નથી.
૬) કથાનું બહિરંગ:- ગદ્ય કે
પદ્ય નું ?
૭) કથાના મુખ્ય પાત્રો,
માનવ, માનવેતર
૮) લોકકથા સામાન્યતઃ દીર્ઘ
કૃતિ છે.
૯) લોકકથાઓનું વસ્તુ વિશેષ
ગંભીર હોવાથી તેમાં કરુણ શૃંગાર, વીર, રોદ્ર, શાંત અને અદભૂત રસનું નિરૂપણ થતું
હોય છે.
-> આદિવાસી લોક્વાર્તાઓનાલક્ષણોને ધ્યાનમાં લઇ દક્ષિણ ગુજરાતની ચૌધરી લોક વાર્તાઓની મુલવણી Clik her
મિત્રો આમજ બીજી પોસ્ટ માટે subscrib કરજો ..પસંદ આવે આ માહિતી તો તમારા મિત્રો જોડે શેયર કરજો.
0 ટિપ્પણીઓ
Please do not Enter any Spam Link in the Comment box.😈