ઉમાંશંકર જોશીનો સમય : ૧૯૧૧ થી ૧૯૮૮
ગાંધીયુગના પ્રમુખ સાહિત્યકાર ઉમાશંકર જોશીએ
કવિતા, નવલિકા, નવલકથા, નિબંધ, વિવેચન, એકાંકી, ચરિત્ર લેખન, અનુવાદ, સંપાદન એમ
વિવિધ ક્ષેત્રે સર્જન કાર્ય કર્યું છે. એમની સાહિત્ય પ્રતિભાએ ગુજરાતના જ નહિ
ભારતના સીમાડા વટાવીને આંતર રાષ્ટ્રીય સ્તરે સ્થાન લીધું છે. ‘નિશીથ’ કાવ્યસંગ્રહ
માટે ભારતીય જ્ઞાન પુરસ્કાર મેળવીને ગુજરાતી કવિતાને ગોરવ અપાવ્યું છે. ભારતીય
સાહિત્ય અકાદમી યુનિવર્સિટીના ઉપકુલપતિ તરીકે એમણે સાહિત્ય અને રાજકારણ એમ વિવિધ
ક્ષેત્રમાં બહુમુલ્ય સેવાઓ આપી છે.
· * કવિ તરીકે ઉમાશંકર જોશી :-
ઉમાશંકરે વિશ્વશાંતિ, ગંગોત્રી,’નિશીથ’,
પ્રાચીના, આતિથ્ય, વસંતવર્ષા, મહાપ્રસ્થાન, અભિજ્ઞા, ધારાવસ્ત્ર એમના કાવ્ય સંગ્રહ
છે. એમની તમામ કાવ્ય રચનાઓનો સંગ્રહ ‘સમગ્ર કવિતા’ નામે થયો છે. ૨૦ વર્ષની મુગ્ધ
વયે ઉમાશંકરનો પ્રથમ કાવ્ય સંગ્રહ ‘વિશ્વશાંતિ’ પ્રગટ થાય છે. આ કાવ્યમાં ઉમાશંકર
વિશ્વશાંતિનો સંદેશ આપે છે. તો ‘ગંગોત્રી’ ઉમાશંકર જોશીનો બીજો કાવ્ય સંગ્રહ છે.
તેમાં ‘એક ચૂસાયેલો ગોટલો’ વગેરે ઉમાશંકરની સ્વતંત્ર ઝંખના ઉત્કટ રૂપે વ્યક્ત થઈ
છે. ‘ઘાણીનું ગીત’, ‘પહેરણનું ગીત’, ‘હથોડાનું ગીત’ જેવા કાવ્યોમાં ઉમાશંકરે દલિતો,
પીડિતોની વેદના ગાય છે. ‘નિશીથ’માં ઉમાશંકરની કવિ તરીકેની પ્રતિભાવોનો વિકાસ થાય
છે. આ સંગ્રહમાં નિશીથ નામનું કાવ્ય ઉમાશંકરની ભવ્ય કલ્પના અને અસાધારણ ગતિ
શીલતાનું ઉત્તમ દ્રષ્ટાંત પૂરું પાડે છે. આ સંગ્રહના ‘વિરાટ પ્રણય’ કાવ્યમાં કવિ માનવ
સંસ્કૃતિને રૂપાળી સ્ત્રીનું રૂપક આપે છે. અને તેની સાથે પ્રણય કરવા ચાહે છે.
કલ્પના, ભાવ અને ચિંતનનો ત્રિવેણી સંગમ આ કાવ્યમાં થયો છે. આતિથ્યમાં પ્રણય,
પ્રકૃતિ અને ચિંતન અંગેના કાવ્યો છે. આ સંગ્રહના ગીતો અને સોનેટો ધ્યાન ખેંચે છે. ‘વસંત
વર્ષા’ ભારતને સ્વતંત્ર મળ્યા પછી પ્રગટ થયેલો સંગ્રહ છે. ભારતની અવદશા જોઇને
કવિને થતી વેદના કેટલાક કાવ્યોમાં જોવા મળે છે.
‘પ્રાચીના’માં ઉમાશંકરની કવિતા વળાંક લે છે. આ
સંગ્રહમાં એમણે મહાભારત, ભાગવતકથા, વગેરેમાંથી વસ્તુ લઈને ‘સાત સંવાદ’ કાવ્યો
લખ્યા છે. કર્ણ, કૃષ્ણ, ગાંધારી,કુપ્જા, બાલરાહુલ જેવા કાવ્યોમાં કવિએ પ્રાચીન
વસ્તુનું નવું અર્થઘટન કર્યું છે. મહાપ્રસ્થાનમાં પ્રાચીના જેવી સાત કૃતિઓ
પદ્યનાટક રૂપે આવે છે. મહાપ્રસ્થાન યુધિષ્ઠિર, અર્જુન, ઉર્વશીનું વસ્તુ
મહાભારતમાંથી લેવામાં આવ્યું છે અને મંથરા અને ભરત રામાયણનું કથાવસ્તુ ધરાવે છે.
અને નિમંત્રણનું વસ્તુ બુદ્ધના જીવનમાંથી લીધેલું છે. ‘મંથરા’ આ સંગ્રહની સર્વોતમ
કૃતિ છે.
આમ, સમગ્ર પણે જોતાં ઉમાશંકરની કવિતા સંવેદનની દૃષ્ટિએ થતા ભાષા, લય અને છંદના પ્રયોગોની દ્રષ્ટિએ આગવા મુલ્યો સ્થાપે છે.
· * વિવેચક ઉમાશંકર જોશી:-
કવિતા પછી ઉમાશંકર જોશીનું બીજું મહત્વનું
પ્રદાન તે એમના વિવેચાનોનું અભ્યાસ લેખો અને સંશોધન લખાણો છે. તેમનું કવિ તરીકે
જેટલું પ્રભુત્વ છે તેટલું વિવેચક તરીકે પણ છે. જો કે તેમણે જે જે વિવેચનો કર્યો
છે, તેમાં મોટેભાગે કવિઓ, લેખકો અને વિવેચકોનું વિવેચન કર્યું છે. આ વિવેચાનોમાં
સ્વાભાવિક રીતે તરી આવતું એ કૃતિઓનું સોંદર્ય છે તે કૃતિઓમાં રહેલી ઉદાત્તતા છે.
તે ભાવને આલેખવા તેમણે પ્રયત્ન કરેલ છે. એમના વિવેચાનોમાં પાંડિત્ય અને
સર્જનાત્મકતા આ બંનેનો સમન્વય થયો છે. ભારતીય તેમજ પાશ્ચાત્ય મીમાંશાનું એમણે ઊંડું
પરિશીલન કર્યું છે. અખો એક અધ્યયન સમસંવેદન અભિરુચિ શેલી અને સ્વરૂપ નિરીક્ષા કવિની
સાધના શ્રી અને સોરભ પ્રતિશબ્દ વગેરે એમના વિવેચનો એમના ગ્રંથો છે. ગ્રંથ મીમાંશા
તેમજ સેધાંતિક ચર્ચા આ બંને પક્ષે એમની વિવેચન શક્તિ ઉત્તમ રીતે આવિષ્કાર પામી છે.
‘અખો એક અધ્યયન’ એમનો વિવેચન ક્ષેત્રનો ગોરવ ગ્રંથ કહેવાયો છે. અખાની કૃતિઓમાંથી
પ્રગટ થતા વેદાંતી વિચાર ધરાનો તેઓએ સમર્થ અભ્યાસ કરી એમાં દર્શનનું તાતિક દૃષ્ટિએ
પૃથક્કરણ વિશ્લેષણ કર્યું છે.
સમસંવેદનમાં ભાવક સહ્રદયતા અને આભિજાત્ય
પ્રતિભાનો પુરસ્કાર કર્યો છે. નીરીક્ષામાં ગોવર્ધનરામ, દર્શન, પન્નાલાલ પટેલ,
બળવંતરાય વગેરેના સર્જનનું આસ્વાધ્ય કરાવ્યું છે. શ્રી અને સોરભમાં મહાભારત, વેણીસંહાર,
કુમારસંભવ, ઉત્તરરામચરિત, શાંકુતલ વગેરે પ્રશિષ્ટ સંસ્કૃત કૃતિઓની સમીક્ષા કરી છે.
કવિની શ્રદ્ધામાં જીવન મુલ્યો અને કલા સંદર્ભે ઉપયોગી વિચારણા થઇ છે. બળવંતરાય
ઠાકોરના ‘આરોહમાળ’નું તુલનાત્મક અધ્યયન કર્યું છે અને એ સોથી મુલ્યવાન સોનેટ,
મુક્તક, નિબંધ વિષયક લેખોમાં સાહિત્ય સ્વરૂપોની ચર્ચા વિષદ રીતે કરી છે. ધીરુભાઈ
ઠાકર, ઉમાશંકરની વિવેચન પ્રતિભાનો પરિચય કરાવતા નોંધે છે કે “વિવેચક ઉમાશંકરની
સજ્જતાની વિશેષતા એ છે કે તેઓ અધ્યાપક છે. ગુજરાતને પ્રાપ્ત થયેલા સાહિત્યના
દ્રષ્ટિમાન અને તેજસ્વી અધ્યાપકોની પરંપરામાં તેમનું સ્થાન માં ભર્યું છે. સંસ્કૃત
મહાકાવ્યો, નાટકો ઉપરાંત વિવિધ કાવ્ય મીમાંશકોમાં વિચારોનો તેમણે ઊંડો અભ્યાસ
કર્યો છે. પાશ્ચાત્ય સાહિત્યનો તેમણે ગાઢ સંપર્ક છે અને અધ્યાપક છે. આથી તેની
વિવેચના ત્રણેના અધ્યાપનનું વ્યાપક સિધાંત રૂપે પ્રગટ થાય છે.
· *એકાંકીકાર ઉમાશંકર જોશી :-
‘સાપના ભારા અને શહીદ’ ઉમાશંકર જોશીના એકાંકી
સંગ્રહો છે. એમનાથી પુરોગામી એકાંકીકારોએ એકાંકી આપ્યા છે પરંતુ કલાની દ્રષ્ટિએ
ઉમાશંકર જોશીના એકાંકી વધુ સફળ રહ્યા છે. એમના જીવતા ધબકતા પાત્રો, સંજીવ સંવાદો,
અભિનય ક્ષમતા, વિશિષ્ટ પ્રાદેશિક વાતાવરણ અને જોમ ભરી તળપદી છટા ધરાવતી ભાષાશેલી
વગેરેને કારણે આ એકાંકીઓ કલાનું તેમજ રંગભૂમિનું ધોરણ સાચવે છે. ગ્રામીણ સમાજના
અનીશ્ઠો સાહુકારોના વ્યાજવટા, ખેડૂતોની નિરાધાર દશા, સંકુચિત જીવન દૃષ્ટિ, આર્થિક
અસમાનતા વગેરેનું નિરૂપણ કરીને વાસ્તવલક્ષી ગ્રામદર્શન કરાવ્યું છે. સાપના ભારમાં
વિધવા પુત્રવધુ મીના નંદરામ સસરાનો ભોગ બને છે. બારણે ટકોરોમાં વિધવા પોતાના
સ્વર્ગવાસી પતિને જાકારો આપ્યાનો પશ્ચાતાપ મનોમન અનુભવે છે. ઊંડાણ ચરકલડીમાં મુગ્ધ
વયની યુવતી ચાંદનીને પોતાના ભાવી પતિને બદલે ભાવી સસરા સાથે પરણાવવા પરિસ્થિતિ
નિર્માણ થાય છે.
· *વાર્તાકાર ઉમાશંકર જોશી:-
શ્રાવણી મેળો, ત્રણ અર્ધું બે, અંતરાય, વિસામો
એમના વાર્તાસંગ્રહો છે. વસ્તુ સંકલના અને વિકાસની રીતિમાં નાવીન્યની દ્રષ્ટીએ તો આ
વાર્તાઓ તો નોંધપાત્ર છે. પરંતુ સંવેદન અને કથ્ય વિષય તરફ નિહાળવાનો સર્જકનો અભિગમ
જુદો જ હોવાથી અગાઉના વાર્તાકારો કરતા તેમની વાર્તાશેલી જુદી પડે છે. એ પણ ગ્રામ
જીવનના વાર્તાઓમાં ભાવના છે એનું ઊંડાણ પણ છે. એમની વાર્તાઓ સંખ્યાની દ્રષ્ટીએ ઓછી
છે પરંતુ નિરૂપણ રીતિના કારણે ગાંધીયુગના અગ્રણી વાર્તાકારોમાં એમનું સ્થાન છે. ‘શ્રાવણી
મેળો’ વાર્તા સંગ્રહની ઘણી વાર્તામાં મનો વિશ્લેશ્નાત્મક અભિગમ ધરાવતી વાર્તાઓ છે.
‘મારી ચંપાનો વર’ ગુજરાતી સાહિત્યમાં વિશિષ્ટ ભાત પાડતી વાર્તા છે. એમાં સાસુના
જમાઈ પ્રત્યેના અજ્ઞાત એવા અનુરાગી, અતૃપ્તથી દીકરીના કોડ ભર્યા જીવનને સગી માં
દ્વારા નંદવાતા ભાગ્યની આ વાર્તા વિશિષ્ટ અંત ધરાવતી રચના છે. શ્રાવણી મેળામાં બે
યુવાન હ્રદયના મિલનમાં બધા રૂપ નીવડતી આર્થિક પરિસ્થિતિ અને એના કારને જાગતી કરુણ
વિસંગતની કથા છે. છેલ્લું થાણું’ એક નાનકડી વાતમાં રાજનું ગજ કરી નાખતા કોટુંબિક
સંબંધોનું નાટ્યાત્મક નિરૂપણ છે. ગુજરીની ગોદડીમાં’ કાવ્યમય ગદ્યશેલી ધ્યાન ખેંચે
છે. તરંગ અને બે બહેનો જેવી વાર્તામાં અશત કરનાર ચિત્તની દલિત કામનાઓનું નિરૂપણ
નોંધપાત્ર છે. ગ્રામ્ય જીવન તથા શહેરી જીવન આ બંને વિષયનું વાર્તાઓનું વૈવિધ્ય
દાખવ્યું છે. માણસ શાસ્ત્રીય અભિગમ જીવંત પાત્રાલેખ, માનવીના સંવાદો, નાટ્યાત્મક
પ્રસંગ, સંકલન પ્રસરતી ભાષા શેલી વગેરે લાક્ષણીકતાને કારણે ઉમાશંકરની વાર્તાઓ
આકર્ષક રહી છે.
· * નિબંધકાર ઉમાશંકર જોશી :-
‘ગોષ્ઠી અને ઉઘાડી બારી’ ઉમાશંકરના લલિત
નિબંધોના સંગ્રહો છે. એમના અગાઉ કાકાસાહેબના લલિત નિબંધોમાં નિબંધનું જુદું જ
સ્વરૂપ વિકસી રહ્યું હતું. ઉમાશંકર આ નિબંધો દ્વારા એની સ્થિતિને વિકસાવે છે.
બોલચાલની પોતાના અનુભવોનું બહાના કરતાં ભાવકને પણ પોતાના ભાવ પ્રદેશની યાત્રા કરવી
રહે છે. માનવીય સમસ્યાઓને વેશ્વિક સંદર્ભમાં અવલોકવાની ઉમાશંકરની આગવી શેલી છે.
થોડા શબ્દોમાં જ તે જે વ્યક્તિનું કે પ્રસંગનો તાદ્સ-સચિત્ર આકારિત બતાવે છે. આ
નિબંધોમાં ગાંધીજી અને ટાગોરના જીવન દૃષ્ટિનો પ્રભાવ વર્તાય છે. નિબંધકારનું
નીરાદરબારી આત્મીય સમાજ અને સ્વીકૃતિના સ્વાદિતાના મૂલ્યોમાં શ્રદ્ધા ધરાવતું
વ્યક્તિત્વ અહીં ઉપસ્થિત રહે છે. નિબંધોમાં વિનોદ કટાક્ષ તેવો યોજી જોવે છે. અહીં
પ્રકૃતિ, કેળવણી, વિજ્ઞાન, સાહિત્ય, રાજકારણ વગેરે વિષયો ઉપર ચિંતન તેઓએ પ્રગટ
કર્યું છે. કાકા સાહેબ કાલેલકર પછી લલિત નિબંધનું સ્વરૂપ ખેડનાર નિબંધકાર તરીકે
ઉમાશંકર જોશીનું સ્થાન મહત્વનું બની રહે છે.
આમ
ગોષ્ઠિની વિવેચના કરતા બળવંતરાય ઠાકોરે કરેલી ઉમાશંકરે ખાનગી વ્યક્તિ કે ઉત્પાદી
વર્ગ લેખક નથી રહ્યા. પ્રજાના જાહેર જીવનના જવાબદારને શક્તિમાન લેખક તરીકે એ એક
ધ્યાન પાત્ર વ્યક્તિ ગણાય. ઉમાશંકર માટે ઉચ્ચારાયેલા શબ્દો આજેતો વિશેષ સાર્થક થયા
છે. “હું ગુર્જર ભારત વાસી” એમ ગાનાર ઉમાશંકર વિશેની આપણી લાગણી મનસુખલાલ આ
શબ્દોમાં પ્રતિ ધ્વનિ સાંભળે છે. “ઉમાશંકર એટલે આમારો કરી, અમારો માનવી”.
મિત્રો આમજ બીજી પોસ્ટ માટે subscrib કરજો ..પસંદ આવે આ માહિતી તો તમારા મિત્રો જોડે શેયર કરજો.
0 ટિપ્પણીઓ
Please do not Enter any Spam Link in the Comment box.😈