ભાષા શબ્દના વિવિધ અર્થો:-
પ્રસ્તાવના :-
મનુષ્ય સામાજિક પ્રાણી છે. એ સમાજમાં રહેતો
હોવાથી એને હંમેશા પોતાના ભાવ, વિચાર, લાગણી વગેરેનાં આદાન પ્રદાનની જરૂર પડે છે.
એને પ્રગટ કરવા માનવી વિવિધ પ્રકારના સાધન તથા માધ્યમોનો ઉપયોગ કરે છે. ભાવ,
વિચાર, લાગણીને પ્રગટ કરવા જ સાધનો તથા માધ્યમો વપરાય છે. તેને આપણે ‘ભાષા’ તરીકે
ઓળખીએ છીએ.
માનવી પોતે ચપટી વગાડી, આંખનું હલન ચલન કરી,
આંગળીઓનો નિર્દેશ કે માથું હલાવવું અથવા મુખના જુદા-જુદા અંગોની મદદથી ધ્વનીઓનું
ઉચ્ચારણ કરવું વગેરેનો સહારો લે છે. જયારે પશુ-પક્ષીની બોલીઓ વિભિન્ન પ્રકારના
ઈંગિતો કે સંકેતો તેમજ ચિહ્નોને આપણે ‘ભાષા’ તરીકે ઓળખાવીએ છીએ. આમ વ્યાપક પણે
જોતા ‘ભાષા’ શબ્દ દ્વારા જ અર્થ આત્મપ્રેત રહેતો જણાય છે. એ મુજબ ‘ભાષા’ એક એવું
સાધન છે જેનાં વડે એક પ્રાણી બીજા પ્રાણી આગળ પોતાના ભાવ, વિચાર, લાગણી કે ઈચ્છા
વ્યક્ત કરી શકે. બિન જરૂરી ઠપકો ખાઈને કે કોઈક ભિક્ષુક કોઈનાં દરવાજેથી નિરાશ થઈને
પાછો ફરે ત્યારે તેનાં હલન ચલન થકી એનાં મનોભાવો વ્યક્ત થઇ જ જાય છે. કોઈ મૂંગો
માણસ પોતાનાં હાથ દ્વારા ઈશારો કરે છે, તો જોનારને તેની તરસ કે ભૂખનો ખ્યાલ આવી
જાય છે.
ઝાડની ડાળી પર બેઠેલા પક્ષીઓમાંથી કોઈકને
દુરથી આવતી બિલાડી દેખાય તો તેના અવાજથી બીજા પક્ષીઓ બચવા માટે ઉડી જાય છે. પશુઓ
પણ એવું જ વર્તન કરી જાય છે. આ ઉપરથી સ્પષ્ટ થાય છે કે એક પ્રાણી સામે કંઈક વ્યક્ત
કરે છે, તેજ વિસ્તૃત અને વ્યાપક અર્થમાં ‘ભાષા’ કહેવાય છે. બીજી રીતે કહીએ તો
સર્વજનો તેને જ ‘ભાષા’ તરીકે ઓળખાવે છે.
કવિ
કલાકાર કે સર્જકની પ્રતિભા તો એનાથી પણ વ્યાપક વિચાર અર્થમાં ભાષાનો સ્વીકાર કરે
છે. કવિઓને કુદરતનાં તત્ત્વો પણ પરસ્પર પ્રત્યેક ભાવ વ્યક્ત કરતાં કે વાતો કરતાં
દેખાય છે.
દા.ત. કવિ કાન્તને સમુદ્ર
પર ઉદય થતાં ચંદ્રથી હ્રદયમાં હર્ષ જામતો સૃષ્ટિ અને ધરતી સમુહિત(આનંદ) થતાં દેખાય
છે. કવિ કાલીદાસને શંકુતલાની વિદાયથી રડતી વેલીઓ દેખાય છે. તો શ્રી ધરાણીને
સમુદ્રનું ગીત સંભળાય છે. આ રીતે અભિવ્યક્તિ માટેની મનુષ્યની કે જીવ સૃષ્ટિની
માયામણાના બધા જ સાધનો ‘ભાષા’ની સંજ્ઞા હેઠળ સમાવતાં રહ્યા છે.
૧) પશુ-પક્ષીઓની બોલી કે ભાષા:-
આદિકાળથી જ પશુ-પક્ષીઓની બોલી માટે ભાષા શબ્દ
યોજાતો રહ્યા છે. વાનરોની ‘ભાષા’, મેના-પોપટની ભાષા, કૂતરાની ભાષા. પશુ-પક્ષીઓ પણ
પોતાના ભાવ પ્રમાણે પ્રસન્નતા કે આનંદ પ્રગટ કરતી બોલી કે ભાષા હોય છે. તકલિફ હોય
કે ગુસ્સાના સમયની તેમની બોલી કે ભાષા કરતાં અલગ પડે છે. વાનરોની તો વિચાર-વિનિમય
વ્યવસ્થા કે સંદેશ વ્યવહારનો વેજ્ઞાનિક અભ્યાસ પણ થયો છે. પ્રસંગ પરિસ્થિતિ અનુસાર
તેમની બોલી કે ધ્વનીઓમાં તફાવત પડે જ છે.
૨) ઈંગિત ભાષા/ નીસર્ગત કે સાહજીક ભાષા:-
ખાસ કરીને મનુષ્ય પોતાનાં હલન ચલનને પણ ભાષા
તરીકે ગણાવે છે.
દા.ત. આંખ દ્વારા કોઈકને જવાનો ઈશારો કરવો. કોઈકને
બેસવા કહેવું, કોઈકને આવવા કહેવું, કોઈક સામે હીનતા બતાવવી, ગુસ્સો કરવો જેવા આપણે
રોજ-બરોજના વ્યવહારનું ભાગ ગણાય છે. આ વ્યવહાર મૂંગો માણસ જ કરતો નથી. બોલી શકતા
લોકો પણ કરી શકે છે. બોલી શકનારા માણસ જે સંકેતો વાપરે છે, તે વાચિક ભાષાની પુરક
છે. ભાષણ કરતી વખત પોતાની વ્યક્તવ્યને પ્રબળ પણે વ્યક્ત કરવા ટેબલ પર હોય તો
ઠોકીને બોલવામાં આવે છે. ઘણીવાર એવો અનુભવ થાય છે કે, ધાર્મિક ભાષા ઈંગિત ભાષા આગળ
અધુરી કે આશક્ત લાગે છે.
૩) ચિહ્ન ભાષા :-
માનવ અનેક ચિહ્નનો ઉપયોગ કરતો આવ્યો છે.
ખલાસીઓ કે સેનીકો ઝંડાની મદદ વડે દૂર રહેલો પોતાના સાથીઓને સંદેશો મોકલે છે. દૂર
દૂર જહાજ પર રહેલા ખલાસીઓ વ્યવસ્થિત રીતે વિચાર-વિનિમય કરીલે છે. રેલ્વે ટ્રેનનો
ગાર્ડ પોતાની લાલ-લીલી ઝંડીઓ વડે જ ડ્રાઇવરને ગાડી ચલાવવાનો કે થોભવવાનો આદેશ આપે
છે. મોટા શહેરોમાં લાલ-લીલી તેમજ પીળી બત્તીઓ વાહનોને થોભવવાનો જવાનો કે ગતિ ધીમી
કરવાનો નિર્દેશ આપે છે. તારની ટક- ટક પર જે ચિહ્ન તે ભાષામાં જ સમાવેશ પામે છે.
૪) સ્પર્શ ભાષા :-
વિચાર, ભાવ, લાગણી કે ઈચ્છા વ્યક્ત કરવા
શરીરનાં એકથી વધુ અંગોનો ઉપયોગ થાય છે.
દા.ત. માથા પર હાથ ફેરવવા, પેટ પર હાથ ફેરવવો, પીઠ
પંપાળવી વગેરેનો ઉપયોગ પણ ભાષામાં સમાવેશ પામે છે.
૫) વાંચિક ભાષા :-
મુખથી બોલાતી ભાષાને આપણે મોખિક કે વાંચિક
ભાષા કહીએ છીએ. જેમાં ભાષામાં ધ્વની સંકેતો મુખ્ય સાધન બને છે. ઉચ્ચારણના જુદા
જુદા અંગો દ્વારા ધ્વની ઉચ્ચારણ થાય છે. અને તેનાં દ્વારા અભિવ્યક્ત થાય છે. અહીં
ધ્વનિ ભેગા થતાં શબ્દ બને છે, અને શબ્દના સંયોજન દ્વારા વાક્ય પ્રયોજાય અને તેનાં
પરિણામ સ્વરૂપે અર્થ કે વ્યક્તવ્ય સમજાય છે. એટલે વાક્ય પ્રદીપકાર શબ્દ અને અર્થને
એક જ તત્વના બે પાછાં ગણાવે છે. શબ્દ અને અર્થનો સંબંધ અવિભાજિત છે. પણ નિત્ય નથી.
ભાષામાં પ્રત્યેક શબ્દને કોઈને કોઈ અર્થ હોય
છે. અર્થ વિના શબ્દ હોતા નથી અને શબ્દો છે તો અર્થ ચોક્કસ રહેવાનો જ જે શબ્દનો
અર્થ ભૂતકાળમાં હતો તે ભવિષ્યમાં પણ રહેવાનો સામાન્ય દ્રષ્ટિએ વાંચિક કે મોખિક
શબ્દ-અર્થનો વિરાટ અને તેને જ ભાષા વિજ્ઞાન પોતાના અધ્યયનનો વિષય બનાવે છે.
૬) લિખિત ભાષા:-
અભિવ્યક્તિનું સર્વોત્તમ કે ઉત્તમ માધ્યમ
લિખિત ભાષા છે. એમાં માનવી પોતાના ભાવ, વિચાર, લાગણી કે ઈચ્છાની અભિવ્યક્તિ લખીને
કરે છે. લિખિત ભાષામાં લિપિની સહાય લેવામાં આવે છે. લિપિની મદદ વડે સ્થળ અને સમયની
સીમાઓનો પાર કરી જવાની શક્તિ હોય છે. કોઈ પણ સમયે લીપિબધ વિચાર દેશ- વિદેશના કોઈ
પણ સ્થળે મોકલી શકાય છે.
એક સર્વસામાન્ય સત્ય છે. કે કોઈ પણ સમાજની
ઉન્નતી કે પ્રગતિ ભાષા પર જ અવલંબે વિકસિત પામે છે. દેશ-વિદેશની ભાષા પણ વિકસિત જ
હોય છે. માનવીય સભ્યતા અને સંસ્કૃતિનાં ઉત્કર્ષનો પાયો પણ ભાષાને જ માનવામાં આવ્યો
છે. ભાષાએ લોક વ્યવહારનો મુખ્ય આધાર ગણવામાં આવ્યો છે.
આમ, ભાષા શબ્દ વિવિધ અર્થમાં પ્રયોજાતો જોવા
મળે છે. ભાષાનો મુખ્ય અર્થ માનવીય વ્યક્ત વાંચિક વાણી છે. એના દ્વારા માનવ મન તથા
જીવન વ્યવહારનાં સુક્ષ્મ તથા સંકુલ ભાવ વિચારો વ્યક્ત કરી શકાય છે. અને તે ભાષા
વિજ્ઞાનનાં અધ્યયનનો વિષય છે. લિખિત ભાષા તો વાંચિક ભાષાને મૂર્તરૂપ આપવાનો માત્ર
પ્રયાસ છે. એ શિવાય બીજો કોઈ અર્થ નથી.
è
મિત્રો
આમજ બીજી પોસ્ટ માટે subscrib
કરજો
..પસંદ આવે આ માહિતી તો તમારા મિત્રો જોડે શેયર કરજો.
è ભાષામાં માનવ જીવનનું સ્થાન, મહત્વ અને કાર્યો જણાવો-Click Her
0 ટિપ્પણીઓ
Please do not Enter any Spam Link in the Comment box.😈