કવિ નર્મદ વિશે ટૂંકમાં માહિતી
નામ:નર્મદાશંકર દવે
જન્મ :-24 ઓગષ્ટ – 1833 , સુરત
અવસાન :-25 ફેબ્રુઆરી – 1886, સુરત
કુટુમ્બ
માતા – નવદુર્ગા ; પિતા – લાલશંકર (મુંબાઇમાં લહિયાનો વ્યવસાય )
પત્ની – પ્રથમ – ગૌરી ( 1844, 11 વર્ષની વયે !, 1853 માં અવસાન પામ્યા ) ; બીજું લગ્ન ડાહીગૌરી સાથે (1856) ; ત્રીજું લગ્ન – વિધવા સ્ત્રી નર્મદાગૌરી સાથે (1869)
અભ્યાસ
સુરત અને મુંબાઇ
1850 એલ્ફિંસ્ટન ઇન્સ્ટિટ્યુટ, મુંબાઇમાંથી અભ્યાસ અધૂરો મૂક્યો.
વ્યવસાય
1858 સુધી શિક્ષણ
1864- ‘ડાંડિયો’ પાક્ષિક શરુ કર્યું.
1838 – પાંચ વર્ષની વયે ભુલેશ્વરની ગામઠી શાળામાં શિક્ષણની શરુઆત
1843-44– સુરતમાં દુર્ગારામ મહેતાજી ની શાળામાં અભ્યાસ
1845 – મુંબાઇમાં અભ્યાસ
1850– કોલેજમાં ‘બુધ્ધિવર્ધક સભા’ ની સ્થાપના, તેમાં આપેલા વ્યાખ્યાન ‘ મંડળીઓમાં જવાથી થતા લાભ ‘ ઉપરથી પહેલો લેખ લખવા પ્રેરણા મળી. કદાચ આ ગુજરાતી સાહિત્યનો પ્રથમ લેખ હતો !
1856 – અભ્યાસ અધૂરો મૂકીને શિક્ષણ વ્યવસાય
પ્રથમ કાવ્ય -આત્મબોધ
તે વખતના બહુ ખ્યાતનામ કવિ દલપતરામ સાથેની સ્પર્ધામાં જૂદો ચાલ પાડવા નવા ઢબની કવિતાઓ લખવી શરુ કરી.
1858 – 23મી નવેમ્બરે પચીસ વર્ષની ઉમ્મરે નોકરીમાંથી રાજીનામું અને પૂર્ણ રીતે સરસ્વતીની સેવામાં
આત્મસમર્પણ” મેં ઘેર આવી આંખમાં ઝળઝળીયા સાથે તેને અરજ કરી કે હવે હું તારે ખોળે છું.” – ગુજરાતી સાહિત્યને એક મહાન ઘટના
1860 – વૈષ્ણવ મહારાજ જદુનાથ સાથે વાદ વિવાદ , જ્ઞાતિ તરફથી બહિષ્કાર
1865 – આર્થિક કટોકટી , મુંબાઇ છોડી સુરતમાં નિવાસ
1860 -66 ઉચ્છેદક સુધારાનો નાયક , યુગપુરુષ તરીકેના નર્મદના જીવનનો સુવર્ણ કાળ, ઘણી પશ્ચિમી રીતરસમ અપનાવી
1864– ‘ડાંડિયો’ પાક્ષિક શરુ કર્યું
1865- 75 માનસ પરિવર્તન અને સુધારાવાદી વલણ ત્યજી સંરક્ષક સુધારાનો પ્રણેતા
1875- 85 આર્યત્વનો ઉપાસક અને ઉપદેશક
1876– મુંબાઇમાં આર્થિક સંકટ નીવારવા નાટકો લખવાનો નિષ્ફળ પ્રયાસ
1886 – તીવ્ર આર્થિક સંકટના કારણે નોકરી ન કરવાની પ્રતિજ્ઞા તોડવી પડી અને મુંબાઇમાં ધર્માદા ખાતામાં નોકરીમાં જોડાયા , પણ આઘાત ન જીરવાતાં તરત સંધિવા થી મૃત્યુ
સંસ્કૃત સાહિત્ય અને નરસિંહ મહેતા થી લ ઇ દયારામ સુધીના ગુજરાતી સાહિત્યનો ઊંડો અભ્યાસ, તેના આધારે ગુજરાતીના પ્રથમ વ્યાકરણ અંગેના ગ્રંથો લખ્યા.
ગુજરાતીના પહેલા – ગદ્યકાર, શબ્દકોશકાર, ચરિત્રકાર
નવી શૈલીના કવિ
સમાજ સુધારક
‘ જય જય ગરવી ગુજરાત’ ના સર્જક કવિ
કૃતિઓ
નિબંધ – નર્મગદ્ય
કવિતા – નર્મકવિતા- આઠ ભાગ
કોશ – નર્મકથાકોશ
વ્યાકરણ – અલંકાર પ્રવેશ , રસ પ્રવેશ, પિંગળ પ્રવેશ
આત્મકથા – મારી હકીકત
મિત્રો આમજ બીજી પોસ્ટ માટે subscrib કરજો ..પસંદ આવે આ માહિતી તો તમારા મિત્રો જોડે શેયર કરજો.
0 ટિપ્પણીઓ
Please do not Enter any Spam Link in the Comment box.😈