Recents in Beach

સમાવેશી શિક્ષણમાં/ Special child assessment methods in school



સમાવેશી શિક્ષણમાં/ શાળામાં વિશિષ્ટ બાળકોની મૂલ્યાંકન પદ્ધતિઓ :


સમાવેશી શાળામાં જરૂરીયાતવાળા બાળકોના મુલ્યાંકન અંગે આપણા દેશના રાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમો અને સંસ્થાઓના માધ્યમથી ઘણું જ ચિંતન થયું છે. આજે જયારે સમગ્ર વિશ્વ સમાવેશી શિક્ષણ પર ભાર મૂકી રહ્યું હોય ત્યારે આપણો દેશ એ બાબતમાં કઈ રીતે પાછળ હોય શકે ? સર્વ શિક્ષાઅભિયાન અંતર્ગત વિશિષ્ટ જરૂરીયાતવાળા બાળકોના મૂલ્યાંકન માટેની માર્ગદર્શિકા પ્રકાશિત કરવામાં આવે છે.NCERT દ્વારા પણ આવા બાળકો માટે સતત સર્વગ્રાહી મૂલ્યાંકનની હિમાયત કરવામાં આવી છે. સામાન્ય પ્રકારના બાળકોની સાથે રહીને અભ્યાસ કરતા વિશિષ્ટ જરૂરિયાત વાળા અને ખાસ કરીને દિવ્યાંગ બાળકોની અદક્ષતાને લીધે તેમનું પરિણામ ક્યાંક નીચું ન આવે એ માટે પ્રવર્તમાન મૂલ્યાંકન પદ્ધતિ સાથે નીચે મુજબની મુલ્યાન્કાનની રીતોમાં ફેરફાર લાવીને એક શાળા સમાવિષ્ટ શાળા બની શકે.



સમાવેશી શિક્ષણમાં/ શાળામાં વિશિષ્ટ બાળકોની મૂલ્યાંકન પદ્ધતિઓ


૧)વિદ્યાર્થીઓની જરૂરીયાત પ્રમાણે વધુ સમય આપી શકાય. થાકને ધ્યાનમાં રાખીને વિરામ/ બ્રેક પણ આપી શકાય.


૨) વિદ્યાર્થીઓની વ્યક્તિગત જરૂરીયાતોને ધ્યાનમાં રાખીને કેલ્ક્યુલેટર / એબેકર્સ , કોમ્યુંનીકેસન બોર્ડ, સ્લેટ બોર્ડ જેવા ઉપકરણોના ઉપયોગની પરવાનગી આપી શકાય.


૩) કોમ્પ્યુટર, ટેપ રેકોર્ડર, વોઈસ સિન્થેસાઇઝર જેવા સાધનોનાં ઉપયોગની પરવાનગી આપી શકાય.


૪) મંદ અધ્યેતા માટે મોટા એકમનાં સ્થાને તેનાં નાના ભાગમાંથી મૂલ્યાંકન ગોઠવી શકાય.


૫) જે બાળકો ભાષા સમ પ્રાપ્તિની તકલીફ અનુભવતા હોય તેમનાં માટે નિબંધ પ્રકારના પ્રશ્નોનાં સ્થાને 
વસ્તુલક્ષી પ્રશ્નો પૂછી શકાય, વળી તેમણે સાદી ભાષામાં પણ પ્રશ્નો પૂછી શકાય.


૬) જ્યારે વિદ્યાર્થીઓના તેમની અક્ષમતાને લીધે લેખીતના બદલે મોખિક પ્રતિ ચારો લેવાની આવશ્યકતા રહે અથવા ટેપ રેકોર્ડ કે કોમ્યુનીકેશન બોર્ડનો ઉપયોગ કરવાનો થાય તે સમયે તેમની અલગ રૂમમાં બેઠક વ્યવસ્થા ગોઠવી શકાય.


૭) જરૂર જણાય ત્યારે વિદ્યાર્થીઓને સૂચનો અને પ્રશ્નો વાંચીને સંભળાવી શકાય.


૮) વિદ્યાર્થીઓની જરૂરિયાત મુજબ મોટા અક્ષરોવાળી પ્રિન્ટ અથવા બ્રેઈલનો ઉપયોગ કરી શકાય.


  જે તે પ્રકારની અદક્ષતા કે મર્યાદાને ધ્યાનમાં રાખીને મૂલ્યાંકન પદ્ધતિમાં ફેરફાર અથવા નવીન પ્રયુક્તિઓ ચર્ચિત થાય.



દ્રષ્ટિની ખામી ધરાવતા બાળકો માટે મૂલ્યાંકન પદ્ધતિ/પ્રયુક્તિ:

  સામાન્ય રીતે દ્રષ્ટિની ખામી ધરાવતા બાળકો માટે બ્રેઇલ અથવા મોટા અક્ષરો વાળી પ્રિન્ટ વાળા પ્રશ્ન પત્રનો ઉપયોગ કરવો જોઈએ અથવા લહિયાની મદદથી જવાબ આપી શકે. જરૂર જણાય તો મોખિક મૂલ્યાંકન પણ કરી શકાય. વિદ્યાર્થીને ટેપ રેકોર્ડર પર પ્રશ્નો સંભળાવી શકાય અને જો વિદ્યાર્થી જવાબ લખી શકે એમ નાં હોય તો વિદ્યાર્થીનો જવાબ ટેપ રેકોર્ડર પર રેકોર્ડ કરી શકાય. વિદ્યાર્થીને કોમ્પ્યુટર પર જવાબ આપવાની છૂટ આપી આપી શકાય. બ્રેઇલ કે લહિયાનો ઉપયોગ કરતાં વિદ્ઉયાર્પથીઓ માટે વધારાનો સમય આપવો જોઈએ. બ્રેઈલનો ઉપયોગ કરતાં વિદ્યાર્થીઓ માટે થાક ને ધ્યાનમાં રાખી પરીક્ષાની વચ્ચે આરામનો સમય ફાળવી શકાય.ટેપ રેકોર્ડર કે લહીયાના ઉપયોગ સાથે પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ માટે ઘોંઘાટને ધ્યાનમાં રાખીને અલગ બેઠક વ્યવસ્થાનું આયોજન કરી શકાય. જરૂર જણાય ત્યારે ચિત્રો કે આકારો સાથેના પર્શ્નો સામે વૈકલ્પિક પ્રશ્નો આપવા જોઈએ. વળી જવાબની લંબાઈને પણ પરીક્ષણ વખતે ધ્યાનમાં ન લેવું જોઈએ. વિદ્યાર્થીને જરૂરી બધા જ સાધનોનો ઉપયોગની પરવાનગી આપવી જોઈએ.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ