Recents in Beach

સોનેટનું સ્વરૂપ અને તેના લક્ષણો/સોનેટ ની વ્યાખ્યા/types of sonnet


પ્રસ્તાવના :-


             સાત શેકાનું આયુષ્ય ભોગવી ચૂકેલ અને ગુજરાતી ભાષાના સાડાનવ દાયકની સફર ખેડી ચૂકેલા આ સાહિત્ય સવરૂપનું મહિમા જગતના એકાધિક દેશોએ કરેલા છે. જે તેની વ્યાપક સ્વીકૃતિની પ્રતીતિ કરાવે છે. જગતની અસંખ્ય ભાષાઓમાં રમનાર આ સાહિત્ય સ્વરૂપે સર્વ ભાષાઓમાં પોતાનું આગવું તેમજ પ્રતિષ્ઠા ભર્યું સ્થાન પ્રાપ્ત કર્યું છે.

             ઊર્મિકાવ્યનો પ્રકાર ગણાય એમ એપીગ્રામમાં જુએ છે પણ સાહિત્ય સ્વરૂપ તરીકે તેની ઉત્પતિ ઈટાલીમાં ૧૩મી સદીમાં થઈ. પેટ્રોક જેવા કવિઓ દ્વારા સમાર્જિત થયેલો આ પ્રકાર સ્પેન, પોર્ટુગલ અને ફ્રાંસમાં બોદલેર, વાલેરી જેવા કવિઓ દ્વારા સમૃદ્ધ બને છે.

              જર્મનીમાં રિલ્કે અને ઇંગ્લેન્ડમાં સર ટોમ્સ વાઇટ તેનું ખેડાણ કરે છે. ત્યારબાદ સેક્સપિયર, મીલ્ટન વગેરે કવિઓ આ સ્વરૂપને આરાધે છે. ઈટાલીમાં ઉદ્ભવેલું અને પછી યુરોપના તથા વિશ્વના અન્ય દેશોમાં વિસ્તરેલું કાવ્યસ્વરૂપ છે.

             સોનેટ શબ્દના મૂળમાં ઇટાલિયન શબ્દ 'souno' રહેલો છે. એનો અર્થ 'અવાજ' થાય છે. અંગ્રેજ કાવ્ય સમીક્ષક સર આર્થર ક્વિલર કૂચ 'sonare'(વાધ્ય- વગાડતો), ઉપરથી વાધ્ય સાથે ગવાતી રચનાને 'sonnetto' સોનેટો કહેવાતું એવો મત પ્રદર્શિત કરે છે.


             લેટિન શબ્દ 'sonus' નો અર્થે પણ 'અવાજ' થાય છે. આમ, સોનેટ શબ્દને સૂર અથવા નાદ તત્ત્વ સાથે સંબંધ છે. સોનેટ શબ્દમાં રહેલ સૂરનો અર્થ આ પ્રકારે સોનેટની પ્રાસ યોજના અને તેથી પ્રગટતા સ્મૃતિ સોંદર્યમાં જોય શકાય. સોનેટ અને સૂરનો યુગવત સંબંધ હવે વિસદ છે. સોનેટની અસલ પીઠિકા સૂરની છે. ઊર્મિકાવ્ય તરીકે સ્થિર થવામાં આ સૂર તત્ત્વનો વર્ડ મળ્યું હોવાનું તર્ક થઈ શકે.

sonnet/સોનેટનું સ્વરૂપ


*સોનેટના પર્યાયો :-


            ભારતીય ભાષાઓમાં સોનેટના વિભિન્ન પર્યાયો યોજાયા છે. ગુજરાતીમાં સોનેટ સંજ્ઞા રૂઢ થઈ છે. બંગાળી કવિતા સાહિત્યમાં પ્રારંભમાં ૧૪ પંક્તિઓના બંધારણને  અનુલક્ષીને 'ચતુર દર્શ' કવિતા એ પર્યાયથી સૉનેટ ઓળખાતું.આ પર્યાય માઈકલ, મદુસુદન દત્તે યોજ્યો હતો. મરાઠી સાહિત્યમાં 'ચતુર દર્શક' પર્યાય યોજાયો ત્યાર પછી એના આંતર સત્વને ધ્યાનમાં રાખીને ધ્વનિત એવો પર્યાય મળ્યો ત્યારબાદ ઉચ્ચાર સામ્યને આધારે સ્વનિત પણ રચાયો. ગુજરાતીમાં બ.ક.ઠાકોરે 'ચતુર દર્શી' શબ્દથી ઓળખાવવા પ્રયત્ન કર્યો. કવિ ખબરદાર ધ્વનિત પર્યાય યોજે છે. ઉમાંશંકર જોશી સ્વનિત શબ્દ સ્વીકારે છે. પરંતુ આજે ગુજરાતીમાં સૉનેટ સંજ્ઞા જ સ્વીકાર્ય અને રૂઢ બની છે.



      ઉર્મિ કે ચિંતનના ઊભરો એ સોનેટનું જીવતુંભૂત તત્વ છે. આમ, ઊર્મિસ્પંદિત ચિંતન કે વિચાર વિશેષની આરોહ અવરોહાત્મક અભિવ્યક્તિમાં સોનેટના કલાસ્વરૂપનો મહીમાં રહેલો છે.



સોનેટના પ્રકારો:-


     ઈસુના તેરમાં સેકામાં હાલમાં આપણે જેને સૉનેટ તરીકે ઓળખીએ છીએ તે પ્રકારની રચનાઓ સોપ્રથમ પ્રસાર ફેડરીક બીજાએ રાજકવિ પદેથી ઇ.સ.૧૨૩૦-૧૨૪૦ બાદ સીસીલીના લોપરજુયાકોમોએ- લેંટીનોએ લખેલી રચનાઓમાં હતો એમ નોધાયું છે.જુયાકોમોએ સોનેટની ૧૪ પંક્તિઓની આંઠ પંક્તિના અષ્ટક અને છ પંક્તિના ષટ્કમાં વિભાજિત કરી સોનેટને એક જાતના પ્રાથમિક છતાં ચોક્કસ આકારમાં મૂકવાનો પ્રયત્ન કર્યો હતો.


     સોનેટના અષ્ટક્માં જેને સોનેટના પિતા તરીકે નોંધવામાં આવે છે તે ટસ્કન કવિ ગ્યુથેન-દ-એરિઝૉ (ગ્વિતોની) મહત્વનુ પરીવર્તન આવ્યું તેને બંધ પ્રાસ રચના પ્ર્યોજી જેમાં અનેક કવિઓએ સ્વીકાર્યું આમ, ઈટાલી સોનેટનું ઉદ્ભવ સ્થાન બન્યું.



૧. પેટ્રોકસાઈ સૉનેટ/Petroxite sonnet:-



     ઈટાલીમાં આ સ્વરૂપને સ્થિર કરનારો ફ્રાન્સિસ્કો પેટ્રોક ઇ.સ.૧૩૦૪ થી ૧૩૭૪આ સોનેટનો પ્રથમ પ્રકાર છે. આ સોનેટમાં ૮+૬ પંક્તિ હોય છે. પેટ્રાક સૉનેટ સાથે એટલુ તો નિકટથી કામ કાઢ્યું કે સૉનેટ અને પેટ્રાક બંને શબ્દ સંકેતો એકબીજા પર પર્યાયી દેખાવા લાગ્યા.


      દાંતે અને પેટ્રાકથી સોનેટમાં ઉર્મિતત્ત્વનો પ્રવેશ થયો દાંતે પોતાની બે બાબત બી આર્ટિસ્ટને અને પેટ્રાકની પોતાની પ્રિયતમાં લોરાને સંબોધીને સૉનેટ લખ્યાં છે. સોનેટમાં પ્રથમવાર પ્રણય સંવેદનને સફળતા આપી અને પોતે એ શિસ્તમાં રહી ઊંચું કવિ કર્મ દાખવતું સૉનેટ કૃતિઓ આપી. પેટ્રાકસાઈ સોનેટમાં ૧૪ પંક્તિના બે ભાગ પડે છે. અષ્ટક અને ષષ્ટક એવા બે વિભાગમાં જોવા મળે છે. આંઠ પંક્તિમાં વક્તવ્ય વળાંક લેય છે પછીની છ પંક્તિમાં સમર્પિત થાય છે. પેટ્રાક પછી ઈટાલીમાં સોનેટના વળતાં પાણી થયા. ગુજરાતી સાહિત્યમાં બ.ક.ઠાકોરના 'ભણકારા', 'વૃદ્ધોની દશા', 'એક મિત્રનું ભર જુવાનીમાં અવસાન', સુંદરમનું 'જિંદગીના નવાણ',  ઉમાશંકરનું 'રહ્યા વર્ષો તેમાં', ઉસનસનું 'શીશું ઉછરતા' નિરંજન ભગતનું 'આધુનિક અરણ્ય' વગેરે પેટ્રોકસાઈ સોનેટના ઉદાહરણો છે. 

     પેટ્રાકથી ઉફરાં ચાલીને 'એર્લ ઓવ સુરેએ' સોનેટને અપૂર્વ કલાઘાટ આપ્યો. સુરેએ સોનેટની પ્રાસ રચના અને પંક્તિ વિભાજનમાં મોટો ફેરફાર કર્યો એને ૧૪ પંક્તિઓને ૪,૪+૨ એમ ૩ સ્વતંત્ર ચતુષ્કમાં અને એક યુગ્મમાં વેહચી સુરેની આ સંરચનાને તેના અનુગામી વિખ્યાત નાટ્યકાર અને મહાકવિ સેક્સપિયરે અપનાવી.



૨.સેક્સપિયરસાઈ સૉનેટ/Shakespeare's Sonnet:-


    સેક્સપિયરે સોનેટના ચતુષ્કામાં ભિન્ન ભિન્ન ભાવ મુદ્રાને અભિવ્યક્ત માટેની શક્યતાઓ દેખાડી. આ પ્રકારના સોનેટમાં પ્રત્યક ચતુષ્ક (ચાર પંક્તિ) પછી વિચાર પ્રવાહ વળાંક લેય ચ્હે, અને સઘન બનતો જતો ભાવ અંતની બે પંક્તિઓમા ચોટદાર અભિવ્યક્તિ પામે છે. છેવટની બે પંક્તિઑનું મહત્ત્વ વિશેષ રહે છે. આ બે પંક્તિઑ સચોટ ચમત્કૃતિ જન્ય હોય તો એ વિશેષ પ્રભાવ બને છે. આ બે પંક્તિઓ જ કેટલીકવાર સોનેટના પ્રાણ સમીપ બની રહે છે.


દા.ત. બાલ મુકુંદ દવેના 'જૂનું ઘર ખાલી કરતાં'ની છેવટની બે પંક્તિઓ આનું સમર્થ ઉદાહરણ બની રહે છે.


"કીલેથી જે નીકળી સહસા ઉઠતો બોલી જાણે,
 બા બાપુ! ના કશુય ભૂલ્યા, એક ભૂલ્યા મને કેમ?"



3.મિલ્ટનસાઈ સોનેટ/Milton's sonnet:-

   ૧૭માં શેકાના આરંભે મિલ્ટનસાઈ સોનેટ વ્યાપક વિષય ક્ષેત્ર સાથે જોડી આપ્યું. મિલ્ટનસાઈ કે અનિયમિત સોનેટમાં ૧૪ પંક્તિની મર્યાદા સ્વીકારવામાં આવી પરંતુ તેના ખંડ પાડવાની બાબતમાં કે યમક કે પ્રાસની બાબતમાં કશું દ્રઢ નિયમન નથી. મિલ્ટન ઘણીવાર ૧૪પંક્તિનું સોનેટ પણ સર્જતો એમાં ક્યાંક વળાંક-વળોટ આવે જ નહીં. ક્યારેક સાડા આઠ, સાડા પાંચ, નવ-પાંચ કે સાડા નવ- સાડા ચાર જેવા ખંડો એમના સોનેટમાં મળી આવે છે.

    ગુજરાતી સાહિત્યમાં બ.ક.ઠાકોરનું 'યમને નિમંત્રણ', ઉમાશંકર જોશીનું 'અનંત ક્ષણ', ઉશનસનું 'વૃદ્ધ' અને જયંત પાઠક્નુ 'ભીનું સમય વન' વગેરે આ પ્ર્કારના સોનેટના ઉદાહરણો છે.



સોનેટના લક્ષણો(અંતરંગ અને બહિરંગ)



અંતરંગ લક્ષણો :-


૧. રચના કોશલ(કલા કોશલ):-

     સોનેટના સર્જક્મા એક કલાકીય શિસ્ત જાળવનાર પૂરે પૂરી સજ્જતા હોવી જોઈએ. પંક્તિગત જાળવવું પડતું રચનાનું ગણિત એની ગોઠવણીમાં દેખાતી થોડીક યાંત્રિકતા સંવેદનનો સૂર પારખીને કરવામાં આવતા ખંડો આ બધુ સભાનતા વિના સિદ્ધ થવું મુશ્કેલ છે. કવિ પાસે સોનેટ ક્ષમ વિચાર સંવેદન હોય એની યોગ્ય માવજત કરી પૂર્વ પક્ષ સામે ઉત્તર પક્ષને વિકસાવવાની સૂઝ હોય. ભાવક્ના ચિત્તમાં સંવેદનને રમતું કરી દેતી ભાષાકીય સજ્જતા હોય તો કલાત્મક સોનેટની રચના શક્ય બને જેમસરીજહ કહે છે. "એક સારું સોનેટ રચવું એ કલાસૂઝની અઘરી કસોટી બને એ સર્વથા ઉચિત છે."



૨.વિશિષ્ટ મિજાજ:-

    સોનેટ વિશિષ્ટ સોષ્ઠવ ધારણ કરતો કાવ્ય પ્રકાર છે. આ અનેરા કાવ્ય-કલા સ્વરૂપનું રહસ્ય દુસાધ્ય ગણાય તેવા તેના અંતરંગમાં રહેલું છે. તેથી જ સોનેટ સિદ્ધ કરવું એ કપરી કસોટી છે. વક્તવ્યની આગવી મુદ્રાએ સોનેટનું રહસ્ય છે. સોનેટ કવિ પાસે ઊંચા પ્રકારનું રચના કોશલ હોય તેમ તેની પાસે સોનેટનો વિશિષ્ટ મિજાજ પણ હોવો ઘટે. સોનેટ રચયિતાનું ચિત્ત સ્પંદિત થઈ કોઈ અનુભૂતિ વિશેષનો પર્યેષક ત્રષ્ટિએ આકલન કરતું અને અભિવ્યક્ત કરવા તત્પર બને ત્યારે સોનેટનો ઘાટ ઉતરે એમાં ઊર્મિવત વિચાર સર્જક્ના રચના કોશલ્યનું અકૃત્રિમ સંયોગ પામી આરોહ-અવરોહ સધાતો મૂર્ત થાય છે, એમાં એનો ચિંતનો ઊર્મિમય મિજાજ પ્રવૃત થતો હોય છે.


    સોનેટમાં ભાવોભીની અને ચિંતન-મનન રસાયણ રૂપ અનેક કથ્યત્વની ચઢતી ગતિ વળાંક કે ઘૂમરી લઈ વધુ પ્રકાશ સાધક આંતર ગતિથી સહજ નિર્મિત ચોટ સાધે કે આંતર સ્વરૂપને વિશિષ્ટ અને આગવી લાક્ષણિકતા છે.
    સોનેટમાં આઠ પંક્તિએ આવતો વળાંક એ સોનેટના અંતરંગનું વ્યાવર્તક લક્ષણ છે.



3. સોનેટ ક્ષમ અનુભૂતિ:-

    સોનેટ એક એવું ઊર્મિકાવ્ય છે જેમાં એના પરિમાણને અનુકૂળ એવિ અંગત બિનઅંગત અનુભૂતિ સુપેરે વ્યકત થઈ શકે છે. પપ્રણય અને પ્રણય ભાગ તેમજ પ્રેમની વિભિન્ન અવસ્થાઓનું સંવેદન પ્રકૃતિ દર્શનનો કવિ ચિત્તમાં ધણીભૂત થયેલો ભાવસ્પંદ વેશ્વિક સંદર્ભમાં માનવીય પરિસ્થિતિએ જન્માવે, વિચાર વિશેષ અને તદગત ઊર્મિપિંડ, પ્રદેશ પ્રેમ રાષ્ટ્રભક્તિનો ભાવ આ બધુ હ્રદય માનોદ્રવ્ય સોનેટમાં વ્યક્ત થઈ શકે પરંતુ પ્રશ્નો સોનેટ ક્ષમ અનુભૂતિ અને એના પરિમાણનો છે. સોનેટમાં અનુભુતીના એકાદ પાસાને વ્યક્ત થવાનો અવકાશ છે. સોનેટમાં એક જ ઉર્મિ રહિત વિચાર કે વિચારપ્રણિત ઊર્મિની એમાં યોગ્ય માંડની કરવાની રહે જેને સાદ્યંત વક્ર અને સુઘડ અભિવ્યક્તિ થઈ શકે એવો ભાવ વિચાર સોનેટને અનુકૂળ ગણાય. ઉમાશંકર જોશીના શબ્દોમાં કહીએ તો "સોનેટમાં એક જ વિચારમાં એક જ રાગ બિંદુ માત્ર એક જ અનુભવ અંશ વ્યક્ત થઈ શકે છે."


   પ્રારંભિક સોનેટોનો વિષય પ્રીતિ સંવેદન જ હતો ગીતોની 'પ્રોવેંકલ લવ' સંવેદન નિરૂપે છે. પેટ્રકએ પ્રેયશી લોરાના સંદર્ભમાં રચેલા સોનેટ આનું ઉત્તમ ઉદાહરણ છે. આમ વિષયવસ્તુની દ્રષ્ટિએ જોઈએ તો પ્રણય સોનેટો (Love sonnets) વીર ભાવના સોનેટ (Heroic sonnets) ધર્મ અને નીતિ વિષયક સોનેટો (secred and moral sonnets) તેમજ પ્ર્કૃતી સોંદર્યના સોનેટો (Nature sonnets) એમ વિવિધ ભાવોર્મિ સ્પંદનો ને કારણે સોનેટો વિશવ સાહિત્યમાં પ્રાપ્ત થાય છે. આથી સોનેટના આંતર સત્ત્વ કે વિષય વસ્તુની બાબતમાં કહી શકાય કે જે વિચાર સંવેદન કે ભાવ પિંડમાંથી સર્જક પ્રતિભા ઉત્તમ સોનેટ રચી શકે તે જ સોનેટને અનુકૂળ વિષય ગણાય છે.



 ૪. ભાવ મરોળ/ વસ્તુ વળાંક :-

  સોનેટનું સોનેટપણું કેવળ ૧૪પંક્તિમાં નથી પણ એમાં પ્રગટતા વક્તવ્ય, કથયત્વ કે અનુભુતીના આરોહ-અવરોહ એના વિશિષ્ટ ભાવનો હોય કે વિચાર વાલાકમાં રહેલું છે. સોનેટમાં મૂર્ત થતાં અનુભૂતિ ખંડની અનાયાસ રમણીયતાનું અને માવજતનું મહત્વ છે.


     આચાર્ય ડૉલર રાય માકડ લખે છે "વસ્તુ વળાંક એ સોનેટનું જીવાતુભૂત તત્ત્વ છે." આ સંદર્ભમાં તેઓ સોનેટના ત્રણ અનિવાર્ય લક્ષણો તારવે છે. ૧૪પંક્તિ એના બે કે વધુ ભાગ, વસ્તુ વળાંક આમ ભાવ વળાંક કે અન્ય ઊર્મિકાવ્યો કરતાં સોનેટની એક નિરાળી વિશેષતા છે આમ, સોનેટમાં કવિની વર્ણન કાળનું ઝાઝું મહત્વ ન હોય એ સમજી શકાય એવું છે. એમાનું વર્ણન તત્ત્વ ચિત્રાકાન નહીં પણ ભાવાંક્ન બની રહે છે. સોનેટનું મૂલ્ય એના બંધ વેચિત્રને લીધે જ છે. આમ સોનેટમાં પંક્તિ વિભાગ સાથે એના વસ્તુ વળાંકનો નિશ્ચિત પ્રકારનો આંતર સંબંધ છે. શ્રી ઉમાશંકર જોશીનું પેટ્રાકન રીતિનું સોનેટ ભાવ વળાંકનું એક ઉત્તમ ઉદાહરણ છે. 


૫. સોનેટનું રચનાતંત્ર/ એનો કલા કસાબ :-

     સોનેટમાં નિશ્ચિત પંક્તિ સંખ્યા, પંક્તિઓનું બે કે ક્યારેક વધુ ખાંડોમાં વિભાજન, પંક્તિ માપ, પ્રાસ રચના આ બધીની સંઘટનામાં કવિ ચેતના સજાગ પણે પ્ર્વૃત થતી હોય છે એ આપણને વિદિત છે. આ રચના તંત્ર છે, થોડી બાહ્યતાનો, અલગપણાનો સૂચન થાય છે. સોનેટના બહિરંગ અને અંતરંગ એવા ભેદ કેવળ વ્યવસ્થા કે સમજ ખાતર કરવામાં આવે છે. ખરી રીતે તો ઉભયના આંતર સંવાદ / અભેદથી જ સોનેટગત ભાવોર્મિ સમાકૃત થતી હોય છે. આપણે એને સોનેટનો કલા કસબ અથવા કલા કોશલ્ય કહીએ છીએ.



બહિરંગ લક્ષણો :-


૧. ૧૪પંક્તિનું સોહામણું લઘુશિલ્પ:-

        સોનેટમાંના ભાવ વિચારને અભિવ્યક્ત કરવા માટે ૧૪પંક્તિની મર્યાદા આંકવામાં આવે છે. કોઈ પૂછે કે ૧૪ જ પંક્તિ શા માટે ? એકાદ બે વધુ કે ઓછી કેમ નહીં શું એવો કોઈ દિવ્ય નિયમ છે? ૧૪ પંક્તિએ તો આધ્યસોનેટ શ્ર્ષ્તાકની સંવય સવિકૃત શિસ્ત છે. કોઈ ભાવખંડને આટલી પંક્તિને મર્યાદામાં રહીને યોગ્ય રીતે વિકાસ સાધીને વેધક રીતે પ્રકટ કરી જોવો એ પ્રકારનું એમાં સર્જકને આહવાન છે. આટલી સીમામાં પ્ર્વૃત થઈને સર્જક્તા હીરાની માફક સંવેદનાને કેવોક ઝળહળતો પાસાદાર અને કલાત્મક મૂલ્યોવાળો ઘાટ આપે છે. તેમાં તેની ખરી કસોટી છે. કાર્લ શેપીરો બરાબર નોંધે છે કે સોનેટનું ૧૪ પંક્તિનું પ્રભાવક રીતે સંઘન કલ્પનોથ અને સંપૂર્ણ એવ એકાદ વિચારના પૂર્ણ વિકાસ માટે પૂરતું ફલક આપે છે. વ્યુત્પત્તિશાસ્ત્ર પ્રમાણે સોનેટનો અર્થ નાનું ગીત ( A little song) એવો થાય છે. ઘણા કવિઓએ આ નિશ્ચિત પંક્તિ મર્યાદાથી આઘા પાસા થવાનો પ્રયત્ન કર્યો છે પણ વિશેષ સફળ થ્ય નથી હોપકિનસે દશ કે સાડા દશ પંક્તિમાં સોનેટનો ઘાટ ઉતારવા મથામણ કરી છે. આપણાં ગાંધીયુગના કેટલાક કવિઓની થોડી રચનાઓ પણ ૧૨, ૧૩, કે ૧૫ની પંક્તિએ વિરમતી જોવા મળે છે. આમ છ્તાં આપણે તેને સોનેટની સંજ્ઞા આપી શકીએ નહીં. ૧૪પંક્તિની મર્યાદાને સોનેટ સ્વરૂપના એક કાનૂન તરીકે આપણે સ્વીકારવી જોઈએ.




૨. પંક્તિ વિભાજનનું વેવિધ્ય અને એનો આંતર સંબંધ :-

   પંક્તિ વિભાગે સોનેટના કલાવિધાનનું વિશિષ્ટ અને આગવું લક્ષણ છે. પંક્તિ વિભાજનમાં સર્જન પ્ર્તિભાએ સોનેટને અનુકૂળ એવિ મોકળાશ સોદધિ છે.


     પશ્ચિમના સાહિત્યમાં સોનેટ સ્વરૂપની વિકાસરેખા જોતાં એનામાં પંક્તિ વિભાજનનું લક્ષણ સાધ્ય ધ્યાનમાં આવે છે. ઇટાલિયન જાતિના સોનેટમાં સામાન્યત: પ્રથમ આઠ પંક્તિનું અષ્ટક પછી છ પંક્તિઓનું છ્ટક યોજાય છે. આમ અષ્ટક અને છ્ટક મળીને ૧૪પંક્તિનું ઇટાલિયન સોનેટ બને છે.


   સેક્સપિયર અખાના સોનેટમાં ચાર-ચાર પંક્તિના ત્રણ ચતુષ્ક અને છેલ્લી બે પંક્તિઓનું યુગ્મ મળીને ૧૪ પંક્તિનો સોનેટ રચાય છે.



   પેટ્રાક પ્રકાર સોનેટમાં આઠ અને છ પંક્તિના રૂઢ વિભાગ સ્થાને કોઈ વાર સાત-સાત પંક્તિના બે વિભાગો કર્યા છે. કેટલીકવાર અષ્ટક્ને ચાર-ચાર પંક્તિના બે ખાંડોમાં વહેચીને છટકને ત્રણ-ત્રણ પંક્તિના બે ખંડમાં વિભાજિત કર્યું છે. ક્યારેક છ-છ અને અંતિમ બે પંક્તિઓ યોજીને પણ સોનેટની રચના કરી છે. આઠ પંક્તિના અષ્ટ્ક પછી છ પંક્તિના છટકને મૂકવાને બદલે ભાવભીની ક્ષમતા પ્રમાણે એના વિકાસને અનુલક્ષીને પ્રથમ છ્ટક અને પછી અષ્ટક રચી એવા દૃષ્ટાંતો આ ઉપરાંત પાંચ-ચાર-ત્રણ અનેક જેવા પંક્તિ વિભાગ થયા છે. તો પંક્તિ સાડા આઠ, સાડા પાંચ કે અન્ય પ્ર્કારની અપૂર્ણાક સંખ્યામાં પંક્તિનું વિભાજન કરી ૧૪ પંક્તિમાં ભાવ વળાંક સિદ્ધ કર્યા છે. પંક્તિ વિભાગમાં સ્વાતંત્ર્ય લીધું છે પણ સોનેટના હાર્દનું એના ભાવવર્ણો અથવા વસ્તુવળાંકની અનિવાર્યતાને એમણે જાળવી છે. આ પંક્તિ વિભાગ કેવળ યાંત્રિક કે દેખાવડી નથી આવું વિભાજન સમગ્ર સોનેટમાં નિરૂપાતા વિચાર સંવેદનને ઉચિત ઘાટ આપવામાં ખૂબ જ નિર્ણાયક બને છે. સેક્સપિયર જાતિના સોનેટમાં પ્રથમ ત્રણ ચતુષ્ક ભાવ સોનેટમાં પ્રથમ ત્રણ ચતુષ્કમાં ભાવ પિંડનો ક્રમશ:વિકાસ થતો આવે અને તેમાથી જ એકા એક અંતિમ ખંડમાં તેની પરાકાષ્ઠા સચોટ પણે પ્રગટે છે. છ-પાંચ અને ત્રણનાં પંક્તિ વિભાજનમાં સ્વતંત્ર છ્ટા પ્રગટ કરતું ભાવ-વળોટના ત્રિભંગથી સ્વતંત્ર રીતિના સોનેટ અનિયમિત કે સ્વાતંત્ર્ય પ્ર્કારના સોનેટ પણ સ્થાપય છે અને આસવધ્યા બન્યા છે. આમ, સોનેટમાં પંક્તિ વિભાગ પ્રમાણે આવતા નિરૂપણના વળાંકને કોઈએ સાગર તળના ભરતી-ઓટ સાથે સરખવ્યો છે. 


   કવિ મિલ્ટન પંક્તિ વિભાગ દર્શાવ્યા વગર સળગ ૧૪પંક્તિમાં સોનેટ રચાતા એટલે પંક્તિ ઝુમખા જેવુ સોનેટ એક ગધ્યખંડ બનતું જણાય છે. મિલ્ટનના સોનેટમાં બહુધા ઇટાલિયનના પદ્ધતિમાં હતા. એના સોનેટમાં પણ ભાવક્ને વસ્તુ વળાંકનો અનુભવ થતો એમના સોનેટોમાં સાડા-આઠ, સાડા-પાંચ,  નવ કે પાંચ, સાડા નવ કે સાડા-ચાર જેવા પંક્તિ વિભાગો સધ્ય હાથ આવે તોય ભલે દેખાતા પંક્તિખંડ ન રચે પણ સોનેટનો અંતરલ એમાં વિશિષ્ટ ભાવ મરોડ છે. વસ્તુ વળાંકમાં રહેલો મિલ્ટન શેલીનું સોનેટ સળંગ ૧૪ પંક્તિનું શેડું હોય તેવું લાગે એમાં સ્પષ્ટ પંક્તિ વિભાજન ન હોય છતાં એમાં સોનેટનું અનિવાર્ય તત્ત્વ ભાવ-વળાંક કલા કોશલ પૂર્વક સિદ્ધ થાય છે. શ્રી ઉશનસનો 'વૃદ્ધ' સોનેટ એનું નોધપાત્ર ઉદાહરણ છે.


૩. પ્રાસરચના- પ્રાસ સંકલના:-

  પ્રાસરચનાએ સોનેટના રચના તંત્રનો એક વિશિષ્ટ લક્ષણ છે. અંગ્રેજ શબ્દ 'Rhyme'(રાઇમ)- પ્રસ અનુપ્રાસ પરથી સ્વગત: રમણભાઈએ અંત્યક યમક શબ્દને પ્રચલિત કર્યો. ગુજરાતીમાં આ શબ્દ ઠીક ઠીક ચાલી રહ્યો. નરસિંહ રાવે પ્રાસ માટે અંત્ય યમક કે સંજ્ઞા પ્ર્યોજી છે. હિંદીના અનુક્રમનમાં પ્રાસ ઉત્ક્રાંત કહે છે. પરંતુ સંસ્કૃતમાં અંત્યનુંપ્રસ, શ્બ્દાનુપ્રાસ, વર્ણાનુપ્રાસ જેવા શબ્દ અલંકારો પરથી ગુજરાતીમાં પ્રાસ શબ્દ રૂઢ થયો છે. આમ, તો કાવ્યતત્ત્વને અને પ્રસને ઝાઝા સબંધ નથી. પ્રાસ વગરનું પણ કાવ્ય હોય એ જાણીતા સુવિદિત છે. પણ અનાયાસ ઓચિત્ય-પૂર્વક રચાયેલા પ્રાસથી કાવ્ય સંવેદન સૂચક અને પ્રભાવક અભિવ્યક્તિ પામે છે એ પણ એટલુ જ સાચું છે સમાન ઉચ્ચારવાળો શ્રુતિઓના અનુક્રમિક કે નિશ્ચિત ક્રમે થતાં આવર્તન યુક્ત વિનિયાસ દ્વારા આવું નાદ સોંદર્ય રચાય છે.


    સંસ્કૃત સુભાષિત - મુક્તકોમાં કે નાટકોમાં વચ્ચે આવતા શ્લોકમાં પ્રાસ મેળવવાનો આગ્રહ નથી. પ્રકૃત અપભ્રંશમાં પ્રાસ બહુલત્ત્વ તરત ધ્યાન ખેંચે છે. જે ભાષામાં સોનેટ ઉદ્ભવ્યું તે ઇટાલિયન ભાષા પાસ સમૃદ્ધ હોય એમાં પ્રાસ મેળવવા એ ડાબા હાથનો ખેલ છે તેથી ઇટાલિયન ભાષામાં આધ્યા સોનેટ પ્ર્યોજકે ૧૪ પંક્તિના સોનેટમાં પંક્તિ વિભાગ ઉપરાંત નિશ્ચિત પ્રાસ યોજનાનુ સોંદર્યમાં મૂલ્યો આમ, ગમે તેમ પણ પ્રાસ યોજના એ સોનેટ રચના તંત્રનું એક વિશિષ્ટ લક્ષણ છે વળી એમાં અપાર વેવિધ્ય છે. પ્રાસને જાળવીને ઉચ્ચિત શબ્દ યોજવામાં કવિ પ્ર્તિભાને પણ એક પ્રકારનો પડકાર છે. આમ, પ્રાસ આગંતુક ન લાગતો હોય તો પણ અનિવાર્ય પણે એકરૂપ બન્યો હોય તો એનાથી સોનેટના ભાવ ઘટકો પ્રભાવક બને છે.



૪. શ્રુતિ વિન્યાસનું સોંદર્ય :-

(શ્રુતિ એટલે સાંભળવું તે- સાંભળેલી વાત અવાજ વિન્યાસ ગોઠવણી)[સોનેટ અને છંદોલય]


   પશ્ચિમમાં તેમજ આપણે ત્યાં આરંભથી જ આજપર્યંત સોનેટની અભિવ્યક્તિ છંદોલયમાં થઈ છે. આપણે ત્યાં સોનેટ જે અંગ્રેજી ભાષા દ્વારા આવ્યું તેમાં પણ વિશિષ્ટ પ્ર્કારના છંદનો પ્રયોગ થયો છે. આથી સોનેટમાં વિચાર બિંદુ કે ઊર્મિઘટકની અભિવ્યક્તિમાં જેમ આપણે પંક્તિ વિભાગ પ્રાસ યોજના આદીનો વિચાર કરીએ છીએ તેમ એની પ્રત્યેક પંક્તિ શ્રુતિ સંખ્યા અથવા એના પંક્તિ માપનો પણ સોનેટ કળામાં વિચાર કરવાનો રહે. તેમાની નિશ્ચિત શ્રુતિ સંખ્યા સોનેટના અંતરંગને કલાત્મક રીતે વ્યક્ત કરે છે.


    ઇટાલિયન સોનેટમાની પ્રત્યેક પંક્તિ બહુધા ૧૧ શ્રુતિઓનિ બનેલી હોય છે. પ્રશિષ્ટ ગ્રીક ભાષા, ચીની ભાષામાં સ્વના આરોહ-અવરોહનું મહત્ત્વ છે. આપણી ગુજરાતીમાં સ્વર ભાર યુકત શ્રુતિ પ્રમાણે નહીં પણ લઘુ-ગુરુ વર્ણની ગણના પ્રમાણે છંદોના ગણની રચના થઈ છે. આપણાં કવિઓએ સોનેટના આરંભમાં અક્ષરમેળ છ્ંદોનો સારો પ્રયોગ કર્યો છે. શિખરણી, હરિણી, પૃથ્વી, મંદાક્રાંતા જેવા છંદોનો પ્રયોગ વધુ થયો છે.


  આમ, લગભગ આઠેક છેકા સુધી જીવંત રહેલું અને અનેક વાર ઉતાર ચઢાવ જોઈ ચૂકેલો સોનેટનું સાહિત્ય સ્વરૂપ નવા નવા રૂપે રૂપાંતરિત થઈ અનેક કવિઓની કલમે વિકસતું રહ્યું છે. સોનેટને કવિતા કલાનું કલગી કહેવામા આવ્યું છે. ઉમાશંકર જોશી કહે છે, સોનેટ જોઈને આપણને થાય છે કે વિરાટ વામન સ્વરૂપે વિહારે છે ત્યારે પણ કેવું સરસ લાગે છે.  



આમજ બીજી પોસ્ટ માટે Join 
official WhatsApp Channels hear 



-----------------------------------------------------------------------------------------------------------------------
મિત્રો આમજ બીજી પોસ્ટ માટે follow કરજો ..પસંદ આવે આ માહિતી તો તમારા મિત્રો જોડે શેયર કરજો.
કોમેન્ટ કરીને અમને જણાવો કે તમને આગળ કેવા પ્રકારની માહિતઓ જોઈએ છે. તમારી એક કોમેન્ટ અમારા માટે ખુબજ મહત્વ પૂર્ણ છે. 
------------------------------------------------------------------------------------------------------------------------


   

        

ટિપ્પણી પોસ્ટ કરો

4 ટિપ્પણીઓ

  1. જવાબો
    1. કોમેન્ટ કરવા બદલ તામરો આભાર, આમ જ કોમેન્ટ કરીને અમને પ્રોત્સાહન આપતા રહો, જેથી આગળ પણ આવી માહિતી સભર પોસ્ટ મૂકવા અમને પ્રોત્સાહન મળે.

      કાઢી નાખો
  2. જવાબો
    1. ટૂંક સમયમાં જ એકાંકી વિષે પણ માહિતી મુકવામાં આવશે .
      અમારા બ્લોગની મુલાકાત લેવા માટે આભાર તમારો ..
      જો અમારો આ પ્રયત્ન પસંદ આવ્યો હોય તો તમારા સાથી મિત્રો સાથે પણ શેયર કરજો .
      બીજું નવું શું શું મુકવું એ વિષે તમે કોમેન્ટ દ્વારા જણાવશો તો અમને પણ એ વિષય પર પોસ્ટ કરતા વધુ આનંદ આવશે.

      કાઢી નાખો

Please do not Enter any Spam Link in the Comment box.😈