Recents in Beach

આપઘાત કે આત્મહત્યા જેવી બાબતોનું સામાજિક વિશ્લેષણ



સુખ-દુઃખ,હાર જીત કે સફળતા નિષ્ફળતા આપણાં જીવનનાં અભિન્ન અંગ છે.એના વગર મનુષ્યનું કે અન્ય જીવજંતુઓનું જીવન જીવન નથી રહેતું. આ બધાં તત્વો જ જીવનને જીવવા જેવું અને રસપ્રદ બનાવે છે.



આપણાં જીવનમાં જયારે કોઈ પણ જગ્યાએ આપણને નિષ્ફળતા મળે છે, ત્યારે આપણે નાસીપાસ થઈ જઈએ છીએ. આ નિષ્ફળતા પણ આપણાં જીવનનો એક ભાગ જ છે. પણ આપણે આ પાસાંને આપણાં જીવનનો ભાગ ગણતાં નથી.આ જ નિષ્ફળતા માંથી કંઈક નવું શીખવાની વૃતિ આપણે ધરાવતાં નથી.અને આવી એક નિષ્ફળતાને આપણે આપણાં જીવનમાં ઘર કરીને એને એક નકારાત્મક બાબત સ્વીકારીને જીવનને ટૂંકાવવો પ્રયત્ન કરીએ છીએ, કે જીવન ટૂંકાવી દીએ છીએ.જેને આપઘાત કે સ્યુસાઈડ આત્મહત્યા જેવાં શબ્દોથી ઓળખવામાં આવે છે કે ઓળખાય છે.



પૈસા ,ગ્લેમર,નામઠામ જ જીવનનો ભાગ નથી. એનાં સિવાય પણ બીજી અનેક વસ્તુઓ છે. જે જીવન જીવવા માટે અનિવાર્ય છે. પૈસા,ગ્લેમર માત્ર આપણી ભૌતિક જરુરીયાતો જ પૂરી કરે છે. જીવન જીવવા માટે ખુશી પરિવાર લાગણી પ્રેમ મિત્રો જેવી બાબતો પણ જરુરી છે. જયારે આપણે સફળતાનાં શિખરે રહીએ છીએ ત્યારે આવી બાબતોને અવગણીએ છીએ. અને જયારે નિષ્ફળતા મળે છે ત્યારે આપણે એકદમ એકલા-અટૂલાનો અનુભવ કરીએ છીએ. અને આપઘાત જેવાં પગલાં ભરીને જીવન ટૂંકાવીએ છીએ.



સમાજનાં બુદ્ધિજીવીઓ અમુક વખત આ બાબતે કહે છે કે આપઘાત ન કરવો જોઈએ. પણ કોઈપણ વ્યક્તિ આપઘાત કેમ કરે છે એનાં કારણો પણ જાણવાં જરુરી છે. આવી પરિસ્થિતિનું નિર્માણ કંઈ રીતે થયું ? કેમ થયું ? પછી આપણે કોઈપણ બાબતો વિશે અભિપ્રાયો આપવાં જોઈએ. હું કોઈપણ રીતે આપઘાતનું સમર્થન નથી કરતો પણ ઉપર જણાવેલી વાત પણ એક કડવી હકીકત જ છે.


આપઘાત કે આત્મહત્યા જેવી બાબતોનું સામાજિક વિશ્લેષણ




નિષ્ફળતાનાં સમયે માનવીને પ્રેમ હુંફ મિત્રોની જરુર હોય છે. પણ એક કમનસીબી એ પણ છે કે સફળતામાં સાથે રહેવાંવાલા આ મિત્રો કે સ્વજનો નિષ્ફળતામાં શોધીએ તો પણ જડતાં નથી. અને માનવી આપઘાત જેવાં ગંભીર પગલાં ભરે છે.જેનાં માટે આપણે એટલે કે સમાજની નીતિ રીતિ પણ જવાબદાર છે.



અંતે હું એક જ વાત કહેવા માંગું છું, કે વ્યક્તિ એ જીવનમાં ખુશી સંતોષ તરફ ભાગવું જોઈએ. નહીં કે બિનજરૂરી ભૌતિક વસ્તુઓ તરફ, એ વસ્તુઓ જરુરીયાત પૂરી કરવા પૂરતી જ છે.એને જીવનનો ભાગ બનવા દેવો જોઈએ નહીં. એવાં સ્વજનો કે મિત્રો રાખો જે તમને નિષ્ફળતાનાં સમયમાં મદદરૂપ થાય.સમાજ એ પણ નિષ્ફળ માનવી તરફ પોતનો નજરયો બદલવાનો સમય આવી ગયો છે.નિષ્ફળ માનવી તરફ સમાજ પણ ધિક્કારની ભાવ વ્યકત કરે છે. જેથી માનવી નાસીપાસ થઈ જાય છે. અને આપઘાત જેવાં પગલાં ભરે છે.જો સમાજ પણ આવી બાબતોને સમર્થન કરશે તો, સમાજ પણ આપઘાત જેવી બાબતો માટે જવાબદાર ગણાશે.



સાહિત્ય એ સમાજ નો અરીસો વાંચવા માટે અંહી ક્લિક કરો

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ