માતૃભાષામાં મૂલ્યશિક્ષણ :-
શિક્ષણ વ્યક્તિના
આંતરિક અને બાહ્ય સોંદર્યનું સમાર્જન અને સંવર્ધન કરે છે. આંતરિક સોંદર્ય માનસિક,
બોદ્ધિક અને આત્મિક છે. જીવનને સમૃદ્ધ બનાવવા માટે આંતરિક સોંદર્ય અનિવાર્ય છે.
નિર્મળ માનસમાં જ આંતરિક સોંદર્યની ખીલવણી શક્ય છે. નિર્મળ માનસની સમજ મૂલ્યો થકી
થઈ શકે. મૂલ્યની મૂડી થકી આંતરિક સોંદર્ય પ્રગટે છે. સમાજમાં આજે મૂલયોના
વિધ્વંસનો ઝજાંત પેદા થયો છે. જીવન મૂલયોનો હાસ થઈ રહ્યો છે. સ્વેચ્છાચારે નીતિનો
છેદ ઉડાવી મૂક્યો છે. નિષ્ઠાને જરઠ લોકોની આદત ગણવામાં આવી રહી છે. શોષણ, બિનસલામતી અને હિંસાના તત્ત્વોએ આંતક જમાવ્યો છે. ભારતીય સંસ્કૃતિ
વેદનાથી પીડાઈ રહી છે. શિક્ષણના પડકાર સમો મૂલ્ય હાસનો પ્રશ્ન અને જાહેર જીવનમાં
વ્યાપેલા ભ્રષ્ટાચારે સમાજના તમામ ક્ષેત્રોમાં માણસને વિચારતા કરી મૂક્યા છે
ત્યારે સ્વાભાવિક પણે જ ભારતના ભવ્ય સાંસ્ક્રુતિક વારસાને સાચવી રાખવા મૂલ્યોની
સાચી સમજ વિધ્યાર્થીઓને આપવી અનિવાર્ય બની છે.
મૂલ્ય શિક્ષણ :-
મૂલયોનો ખ્યાલ કે
સંકલ્પના વિવાદથી પર નથી. મૂલ્ય અંગે વિદ્વાનોમાં મતમતાંતરો છે. પરંતુ મૂલ્યોનો
સાદો અર્થ કરી એ તો જે આદર્શ માનવીને માનવ બનાવે, આત્માને પરમાત્મા
રૂપ ધારણ કરાવે, માનવને સૂચિત વર્તનમાંથી બહાર લાવી
ઈશ્વરોચિત વર્તન કરવા પ્રેરે તે મૂલ્ય.
મૂલ્યની જેમ
મૂલ્યો શિક્ષણ અંગે પણ વિવાદ ચાલે છે. મૂલયનું શિક્ષણ આપી શકાય ખરું ? તેની ચર્ચા ચાલ્યા જ કરે છે. નવી રાષ્ટ્રીય શિક્ષણનીતિ(1986)ના
મોડ્યુલ-11માં મૂલ્યશિક્ષણનો ખ્યાલ નીચે પ્રમાણે આપે છે:
“દરેક સમાજ
પોતાનાં બાળકોને શિક્ષણ દ્વારા જ્ઞાન અને કોશલ્યો આપવા તો ઈચ્છે જ છે,
પણ સાથે સાથે તેઓને સારા નાગરિક થવામાં ઉપયોગી કેટલાક ગુણો તેમના મનમાં ઠસાવવા
ઇચ્છે છે. શિક્ષણના આ પાસાને ચારિત્ર્યશિક્ષણ, નેતિક શિક્ષણ
કે મૂલ્ય શિક્ષણ કહેવામાં આવે છે.”
બીજી એક વ્યાખ્યા
આ પ્રમાણે એક વિદ્વાને આપેલી છે, “વ્યક્તિ, કુંટુંબ, સમાજ, પ્રકૃતિ, રાષ્ટ્ર તથા
વિશ્વ પ્રત્યે સદ્ભાવ અને સામભાવ જાગે તેવા કાર્યો કરવા વિધ્યાર્થીઓને પ્રેરણ
આપતું શિક્ષણ એટલે મૂલ્ય શિક્ષણ.”
આમ મૂલ્ય શિક્ષણ
એટલે અદ્યેતામાં માનવીય ગુણોની પ્રેરણા જગાવીને સુનાગરિકતા અને રચનાત્મકતાનું
નિર્માણ કરનારું શિક્ષણ.
માતૃભાષામાં મૂલ્ય શિક્ષણ:-
માતૃભાષાનું
શિક્ષણ સાહિત્યિક કૃતિઓ દ્વારા આપવામાં આવે છે. સાહિત્ય હ્રદયની
ઊર્મિઓનો આવિર્ભાવ છે. સાહિત્યકાર દુનિયાની વેદના આત્મસાત કરે છે. અને તેનું
ચેતનાતાતંત્ર જ્ંકૃત થઈ ઊઠે છે, અને સર્જાય છે સાહિત્યકૃતિ.
કાંટો ભોકીને કાંટાની તીવ્ર વેદનાનું ભાનતો દુનિયામાં થાય જ છે. પણ કાંટો ભોંકયા
સિવાય તેની વેદનાનું ભાન સાહિત્યકાર કરાવે છે.
0 ટિપ્પણીઓ
Please do not Enter any Spam Link in the Comment box.😈